Monica - 2 books and stories free download online pdf in Gujarati

મોનીકા - ૩

નૈતિક તાત્કાલિક નિર્ણય લઈ ને ઓપરેશન ની પરવાનગી આપે છે. ખૂબ મહેનત બાદ ડોક્ટર મોનિકા ભયજનક સ્થિતિ માં થી બહાર છે તેવું કહે છે. બધા ની જીવ મા જીવ આવે છે પરંતુ સાથે ખૂબ દુઃખ પણ થાય છે કે બાળક બચી ન શક્યું. 2 દિવસ પછી મોનિકા ભાન માં આવે છે અને નૈતિક તેને દુઃખદ સમાચાર આપે છે. મોનિકા અંદર થી ખૂબ જ તૂટી ગઈ હોય છે. ડોક્ટર મોનિકા ની સારવાર માટે તેને ૧૦ દિવસ હોસ્પીટલ માં જ રાખવાની નૈતિક ને સલાહ આપે છે.

નૈતિક ના માતાપિતા પણ હોસ્પિટલ માં મોનિકા ની સાથે રહે છે અને મોનિકા ની ખૂબ સેવા કરે છે. નૈતિક ની નોકરી ના લીધે તે રોજ રાતે હોસ્પિટલ મા રહેતો હોય છે અને દિવસે નોકરી કરતો હોય છે.
સાંજે છૂટ્યા બાદ તે થોડો સમય આરામ કરે અને મૈત્રી તેને રોજ જમવાનું ટિફિન આપી આવતી હતી. નૈતિક ના માતાપિતા હોસ્પિટલ થી ઘરે જાય ત્યારે તેમના માટે પણ મૈત્રી એ લાવેલ ટિફિન માંથી જમી લેતા હતા. તે લોકો ને હોસ્પિટલ માં જમવું ગમતું ન હોવા થી મૈત્રી ટિફિન ઘરે આપી ને હોસ્પિટલ નૈતિક સાથે આવી જતી હતી. થોડી વારે પોતાની બહેન સાથે બેસી ને રાત પડે મૈત્રી ઘરે જતી રહેતી હતી અને નૈતિક ત્યાં રોકાઈ જતો હતો. આ ક્રમ ૧૦ દિવસ ના બદલે ખૂબ લાંબો ચાલ્યો કારણકે એક વાર મોનિકા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી જેથી તેને લીધેલા ટાકા તૂટી જાય છે અને તેની હાલત વધુ ગંભીર બને છે. આ પરિસ્થિતિ ને પણ ડોક્ટર એ ખૂબ સારી રીતે સારવાર આપી ને ૨૨ દિવસ પછી મોનિકા ને હોસ્પિટલ માં થી રજા આપે છે.

મોનિકા ગુમસુમ રહેવા લાગી હોય છે. સાથે આ જ હાલત મૈત્રી ની પણ હોય છે તેના થી પોતાની બહેન નું દુઃખ જોવાતું નથી હોતું નથી તે પણ મોનિકા ના ઘરે જવાનું ઓછું કરી દે છે બંને બહેનો ફોન પર વાત કરે છે પણ ભાગ્યે જ મળે છે. મોનિકા અને મૈત્રી ની આવી હાલત જોઈ ને જગદીશભાઈ પણ ખૂબ જ ચિંતિત રહેવા લાગે છે અને તેમને હાઈ બ્લડપ્રેશર ની બીમારી થઇ જાય છે. એક સમય એ ખૂબ ખુશ રહેવા વાળો પરિવાર ટુકડા ઓ મા વિખેરાઈ જાય છે.
આટલી મુશ્કેલ પરિસ્થિતિ મા બીજી એક દુઃખદ ઘટના બને છે.

અચાનક નૈતિક ની તબિયત ખરાબ થવા લાગે છે. દિવસે ને દિવસે નૈતિક નું શરીર ખૂબ નબળું પડતું જાય છે. ડોક્ટર ને બતાવે છે પણ બધા જ રિપોર્ટ નોર્મલ આવે છે. પણ કશું જ નોર્મલ હોતું નથી નૈતિક રાતે અને દિવસે પેટ પકડી ને ખૂબ જોર જોર થી બૂમાબૂમ કરી ને આક્રંદ કરે છે. ઘર ના બધા લોકો થી આ જોવાતું નથી જેથી તે લોકો ભુવા ની મદદ લે છે અને જાણવા મળે છે કે નૈતિક નો ક્યાંક ખરાબ જગ્યાએ પગ પડી ગયો છે જેથી ખરાબ આત્મા એ તેના પર કબજો જમાવી લીધો છે. ભુવા ઓ પણ પોતાના થી બનતા તમામ પ્રયત્નો કરે છે. પણ છેવટે નૈતિક દેહ ત્યાગ કરી દે છે. નૈતિક ના પરિવાર પર તો દુઃખ ના ડુંગરો તૂટી પડે છે. પરંતુ મોનિકા મન મક્કમ રાખી ને ઘર સાંભળી લે છે.

થોડા સમય વીત્યા બાદ મોનિકા ને મૈત્રી ફોન આવે છે…..

મૈત્રી: મોની, મારે તારી સાથે વાત કરવી છે.

મોનિકા: હા સાંજે ઘરે આવજે સાથે જમીશું અને વાત પણ થઈ જશે.

ક્રમશઃ