One unique biodata (season:-1) - 3 books and stories free download online pdf in Gujarati

એક અનોખો બાયોડેટા (સિઝન-૧) ભાગ-૩



નિત્યા એના લેકચર્સ અને કોલેજનું બધું કામ સમેટી એનું કેબીન લોક કરી બીજા સ્ટાફ મેમ્બર્સને બાય કહેતા કહેતા દેવના કેબીન આગળ પહોંચી.

(નિત્યા અને દેવ કોલેજમાંથી સાંજે ઘર માટે નીકળતા પહેલા હંમેશાં એકબીજાને મળીને જ જતાં.ભાગ્યે જ એવું બનતું કે એ બંને માંથી એકનું કામ કોલેજમાં વહેલા પૂરું થતા ઘરે જવા જલ્દી નીકળી જતા બાકી રોજ તો બીજા સ્ટાફ સાથે ૫:૩૦ એ જ કોલેજમાંથી નીકળતા. આમ તો એ બંનેની સોસાયટી આજુબાજુમાં જ હતી પણ કામ વગર એકબીજાના ઘરે જવાનું ટાળતા.)

નિત્યા હજી દેવના કેબિનનો દરવાજો ખોલવા જ જતી હતી ત્યાં મોહનકાકા આવ્યા અને બોલ્યા,"નિત્યા મેડમ દેવ સર કેબિનમાં નથી".
"તમને કેવી રીતે ખબર?"
"હું ગેટ પાસે ઉભો હતો એટલે એમને મને કહ્યું હતું કે હું જઉં છું"
"ક્યાં જાય છે એવું કંઈ કહ્યું તું"
"ના મેડમ"
"અચ્છા,કેટલા વાગે નીકળ્યા હતા?"
"૩:૩૦ એ"

(દેવ નિત્યાને કહ્યા વગર કોલેજમાંથી નહોતો નીકળતો.બંનેમાંથી એકને પણ વહેલા ઘરે જવાનું થાય તો જાણ કરીને જ નીકળતા.આજ આમ અચાનક દેવ કહ્યા વગર નીકળી ગયો એટલે નિત્યાને થોડી ચિંતા થઈ પછી પોતાના વિચારને ખંખેરતા મનમાં બોલી,હશે કંઈક કામ એટલે જલ્દીમાં કહેવાનું ભૂલી ગયો હશે.)

"નિત્યા મેડમ શું વિચારો છો?"મોહનકાકા એ પૂછ્યું.
"કંઈ જ નહીં,લો આ મારા કેબિનની ચાવી.મેં લોક કરી લીધું છે"નિત્યા બોલી.
"થેંક્યું મેડમ"મોહનકાકાએ ખુશ થઈને કહ્યું.

(૫:૩૦ એ કોલેજ પત્યા પછી બધા જ ક્લાસરૂમ અને સ્ટાફ મેમ્બર્સના કેબીન લોક કરવાની જવાબદારી મોહનકાકાની હતી.પણ નિત્યા અને અમુક બીજા સ્ટાફ મેમ્બર્સ આવી રીતે મોહનકાકાનું કામ આસાન કરી લેતા એટલે મોહનકાકા ખુશ થઈ જતા.)

"ઇટ્સ માય ડ્યૂટી મોહનકાકા"નિત્યા એ સ્માઈલ સાથે કહ્યું.
ત્યારબાદ નિત્યા એનું એક્ટિવા લઈને ઘરે જવા નીકળી.

(જાગૃતિ ઇન્સ્ટિટ્યૂટથી નિત્યના ઘરે જવા માટે અડધો કલાક થતો.આ અડધો કલાકમાં નિત્યા આખા દિવસમાં થયેલી બધી જ ઘટનાને વાગોળતી,અમૂકવાર એનું મનગમતું સોન્ગ મનમાં રટતી બસ આમ જ અડધો કલાક પછી એ ઘરે પહોંચતી.ઘરે જઈને ફ્રેશ થઈને કોફી પીતી એટલામાં જમવાનું બનાવવાનો ટાઈમ થાય એટલે નિત્યા એના મમ્મીને રસોઈમાં મદદ કરતી.૮ વાગે નિત્યા એના મમ્મી-પપ્પા સાથે જમતી અને પછી કામ પતાવીને થોડી વાર ટીવી જોતી.ત્યારપછી એનું કોલેજનું કામ હોય તો એ કરતી અને કઈ કામ ના હોય તો માતૃભારતી કે પ્રતિલીપીમાં સ્ટોરી વાંચી પછી સુઈ જતી.એને વાંચવા લખવાનો શોખ પહેલેથી જ હતો પણ સમયના અભાવને કારણે એનો શોખ વચ્ચે ક્યાંક ખોવાઈ ગયો હતો.હવે એની પાસે સમય પણ હતો અને અત્યાર સુધીની એની જિંદગીના મીઠા અને સાથે કડવા અનુભવો માંથી શીખીને એ શીખને બીજા સુધી પહોંચાડવાની આવડત પણ હતી.)

નિત્યા ઘરે આવીને ફ્રેશ થઈને બેસી હતી એટલામાં નિત્યાના મમ્મી કોફી લઈને આવ્યા.

(કામિનીબેન પટેલ:-નિત્યાના મમ્મી કમ ફ્રેન્ડ વધુ.નિત્યા એમની સાથે એની દરેક વાત શેર કરતી.નિત્યા ક્યારે ખુશ છે,ક્યારે દુઃખી છે,એ કોઈ વાત કહેવા માંગતી હોય પણ કહી ના શકતી હોય આવું બધું જ એમને નિત્યાના મોઢાના હાવભાવ પરથી ખબર પડી જતી.એટલા માટે નિત્યા જ્યારે દુઃખી હોય ત્યારે એના મમ્મીની સામે જવાનું ટાળતી કેમ કે તે એમને દુઃખી કરવા નહોતી માંગતી.)

"લે આ તારી કોફી"કામિનીબેન બોલ્યા.
"હા મમ્મી"નિત્યાએ કહ્યું.
"બોલો આજ શું કર્યું કોલેજમાં"કામિનીબેન એ પૂછ્યું.
"કઈ નહીં મમ્મી રોજની જેમ જ"
"બરાબર"
"દેવ મજામાં છે ને?"
"મમ્મી તમે રોજ આ સવાલ પૂછો છો"નિત્યા ચિડાઈને બોલી.
"હા તો એમાં શું થઈ ગયું"કામિનીબેન બોલ્યા.
"રોજ એને શું થાય,મજામાં જ હોય ને"
"હા,પણ હું તો ખાલી જ પૂછું છું"
"બઉ ચિંતા હોય તો ફોન કરીને જ પૂછી લો ને"
"હા તો કરી લઈશ"
"કરી લેજો"

(નિત્યાને ફાલતુ વાતો,ગપ્પા મારવા બિલકુલ નહોતું ગમતું.એ કોલેજમાં પણ જો ફ્રી થાય તો લાયબ્રેરીમાં જવાનું પસંદ કરતી અને ઘરે પણ એનું કામ પતાવી થોડી વાર એના મમ્મી પપ્પા સાથે વાત કરી એ રૂમમાં એકલું રહેવાનું પસંદ કરતી.)

"સારું ચાલ મને કહે રાત્રે જમવામાં શું બનાવું?"કામિનીબેન એ પૂછ્યું.
"જે બનાવું હોય એ બનાવી દે"નિત્યાએ ટીવી જોતા જોતા જવાબ આપ્યો.
"ના,તું બોલ પછી તારા નખરા હોય છે,આ નથી ભાવતું,તે નથી ભાવતું"
"મમ્મી,હું જે હોય એ જમી લઉ છું"
"મને પણ રોજ શું બનાવું એ સમજમાં નઈ આવતું"
"પપ્પાને પૂછી લે"
"તારા પપ્પા હજી ઘરે નથી આવ્યા"
"કેમ?....૫:૩૦ એ તો એમનું કામ પૂરું થઈ જાય છે"
"એમના ફ્રેન્ડને કઈ કામ હતું તો એમની જોડે ગયા છે,આવતા જ હશે"
"હા તો આવે પછી પૂછીને બનાવીએ,એ જે કહે એ"
"સારું"
એટલામાં ડોરબેલ વગ્યો કામિનીબેન ઉભા થઈને દરવાજો ખોલે છે.નિત્યાના પપ્પા જીતુભાઇ હોય છે.

(જીતુભાઇ પટેલ:-નિત્યાના પપ્પા.બેંકમાં મેનેજરની પોસ્ટ પર કામ કરતા હોય છે.એ પણ નિત્યાના પપ્પા કમ ફ્રેન્ડ વધુ જેવું જ કંઈક છે.સમજદારી અને ઈમાનદારી શબ્દોના સાચા અર્થ નિત્યા એના પપ્પા જોડેથી શીખી છે.)

જીતુભાઇ અંદર આવીને બેસે છે એટલા માં કામિનીબેન પાણી આપે છે અને પૂછે છે,"જમવામાં શું બનાવું?"
જીતુભાઇ નિત્યાની સામે જોઇને હસે છે.
"શું હસો છો,મેં કઈ જોક્સ કહ્યો?"કામિનીબેન અકળાઈને ફરી પૂછે છે.

(આ પ્રશ્ન કામિનીબેનનો નહીં પણ દરેક ગૃહિણીનો હોય છે કે જમવામાં શું બનાવવું.અને છેવટે તો એમને જે યોગ્ય લાગે એ જ બને😂.)

"ના ના બસ એમ જ હસું આવી ગયું"જીતુભાઇ એ એમની હસી રોકતા જવાબ આપ્યો.
"બોલો ચાલો જલ્દી,મોડું થાય છે"કામિનીબેન બોલ્યા.
"મમ્મી તારે ક્યાં ટ્રેન પકડવાની છે"નિત્યા બોલી.
"વઘારેલી ખીચડી અને કઢી બનાવો"જીતુભાઇ વાતનો અંત લાવતા બોલ્યા.
"તું ખાઈ લઈશ ને નિત્યા?"કામિનીબેન એ કનફોર્મ કરવા નિત્યાને પૂછ્યું.
"હા મમ્મી"નિત્યા એ જવાબ આપ્યો.
સારું કહીને કામિનીબેન રસોડા તરફ જતા રહ્યા.
એટલામાં નિત્યાના ફોનમાં એક મેસેજ આવ્યો.

શું લાગે છે તમને, મેસેજ કોનો હશે?
દેવનો કે માનુજનો.


(જય શ્રી કૃષ્ણ વાંચક મિત્રો🙏🏻🌟,
તમે વાંચી રહ્યા છો મતલબ કે તમને સ્ટોરીમાં રસ છે.તમે તમારા અભિપ્રાય જરુર આપજો.કઈ ભૂલ લાગે તો એ પણ કહેજો.હજી આ દુનિયામાં નવી છું હું.આગળ ઘણું બધું શીખવા માંગુ છું અને લખવા પણ માંગુ છું.અભિપ્રાય મને કોમેન્ટ કરીને કે મેસેજ કરીને જણાવી શકો છો.
ધન્યવાદ🙏🏻🌟.)