SOMETHING YOU SAY SOMETHING I SAY - 4 books and stories free download online pdf in Gujarati

કંઈક તું બોલ કંઈક હું બોલું - 4

બધાના કહેવાથી નાયક છોકરી જોવા જવા તૈયાર થઇ જાય છે. પરંતુ તે દિવસે રાત્રે નાયક અનૂને દિલથી યાદ કરતા કરતા સુઈ જાય અને મોડી રાતે નાયકને એક સપનું આવે છે જેમાં નાયકને અનુજા મળે છે અને તેના પાસે આવીને બોલે છે.


"નાયક તું જાણે છેને કે હું તારાથી કેટલી દૂર છું? અને ત્યાંથી આવવું શક્ય નથી "


"પણ તું જાણે છે ને એનું કે તું કોઈ પણ સંજોગમાં હોઈશ હું તને પ્રેમ કરીશ "


"મને તારા પ્રેમથી કોઈ વાંધો નથી પરંતુ મને આપેલું પ્રોમીસ તો તને યાદ છે ને? "


"હા ખબર છે અને તારા આ પ્રોમીસના કારણે જ એક વાર આ ભૂલ કરી અને તેનું પરિણામ તું જાણે છે !"


"હું પરીણામ જાણું છું અને માટે જ કહું છું બધા દુઃખ ભૂલી આગળ વધ"


"હવે ફરી એક વાર ? નહિ થાય અનુ. ..... નહિ થાય ..... નહિ થાય....... નહિ થાય ......"


(ત્યાં જ કુમારનો કોલ આવે છે અને નાયક ઉઠી જાય છે. )


કુમાર: ભાઈ ઉઠી ગયો કે હજુ પથારી સાથે જ સુહાગરાત મનાવે છે ?


નાયક: હવે ઉઠી ગયો ટોપા અને ક્યાં છે તું?


કુમાર: બસ તૈયાર થઈને તારી સોસાઈટીના ખૂણે આવેલી ચા ની ટપારી પર કોફી પિવ છું


નાયક: ચાલ થોડી વાર રુક મેં પણ આવું છું.

અને ત્યારબાદ નાયક તૈયાર થઈને બહાર ટપરી પર જાય છે, ત્યાં જઈ કોફી અને નાસ્તો ઓર્ડર કરે છે અને બંને મીત્રો નાસ્તો કરી જવા માટે નીકળે છે રસ્તામાં કુમારને બસ તેના શહેરની અને પોતાના મીત્રો સાથે વિતાવેલી જ બધી યાદો આખો સામે આવ્યા કરે છે, આજે કેટલા વર્ષો બાદ ફરી મગજ પરથી યાદો પર ચડેલી ધૂળના થર નીકળી રહ્યા હોય છે.


આટલું બધૂ વિચારવાથી નાયકનું મગજ ચકરાવવા લાગે છે અને આખરે કંટાળી નાયક કુમાર કાર એક સારી રેસ્ટોરન્ટ પર ઉભી રાખવાનું કહે છે અને કુમાર પણ કાર ચલાવી થાક્યો હોવાથી નાયકની વાત મણિ લે છે અને કાર એક રેસ્ટોરન્ટ પર ઉભી રાખી કોફી અને નાસ્તાનો ઓર્ડર કરે છે. હજુ નાસ્તો ચાલુ જ કરે છે ત્યાં નાયકને કોલ આવે છે અને જુવે છે તો તે કોલ નાયકના ઘરેથી જ હોય છે. નાયક કોલ ઉપાડી વાત કરે છે અને જણાવે છે કે તે લોકો રસ્તામાં જ છે અને થોડી જ વારમાં પહોંચે છે.

નાસ્તો પતાવ્યા બાદ નાયક અને કુમાર ફરી જવા નીકળે છે, ઘરે પહોંચે છે તો બધા લોકો રેડી જ હોય છે. નાયકના માતા પીતા કારમાં બેસે છે અને કારમાં બેસી નાયકના પીતા કુમારને રસ્તો બતાવતા જાય છે. નાયકને રસ્તો થોડો જાણીતો લાગે છે પરંતુ ખ્યાલ નથી આવતો. છેવટે નાયક અને તે લોકો પહોંચી જાય છે ત્યાં પણ બધા લોકો તૈયાર જ બેઠા હોય છે.


નાયક અને તેનો પરિવાર બેસે છે ત્યાં જ તેમના માટે નાસ્તો અને આવે છે કુમાર અને નાયક નાસ્તા અને ચા માટે ના પાડે છે,તેથી છોકરીના ઘરવાળા નાયકને તેની પસંદ અને નાપસંદ વિષે પૂછે છે ત્યાં જ છોકરીની બહેનપણી દોડતા અને હાંફતા આવે છે અને બોલે છે કે ઉપર પેલીએ આત્મહત્યાની કોશીશ કરી છે.


આ સાંભળતા જ છોકરીના માતા પિતા અને બધા ભાગીને ઉપર જાય છે અને નાયક જઈને જુવે છે તો તે છોકરી બીજી કોઈ નહિ પરંતુ રિધિમાં હોય છે. હા એ જ રિધિમાં જે નાયકની એક સમયની ખાસ મીત્રોમાંની એક હતી જે નાયકના જ મીત્ર પકા સાથે પ્રેમ કરતી હતી. આ દ્રશ્ય જોઈ નાયકને સમજતા વાર નથી લાગતી કે આ સંબંધ રીધીમાના મરજીની વિરોધથી થઇ રહ્યો હતો માટે આ બધું ઘટના ઘટન થયું છે અને આગળ શું કરવું એ વિચારતા વિચરતા કુમાર અને પોતાના માતા પીતા સાથે ઘરે જાય છે અને આરામથી બેસી વીચારે છે, અને કંઈક વિચાર આવતા નાયક કુમારને લઇ ઘર બહાર નિકળે છે અને સીધો કાર પકાના ઘરે પહોઁચે છે રાતનો સમય હોવાથી પકો પણ ઘરે હોય છે અને જેવો તે નાયકને જુવે છે તો નાયકને દોડી ભેટી પડે છે અને રૂમમાં બેસાડે છે.


નાયક ગોળ ગોળ વાત ના ફેરવતા સીધું પકાને તેના અને રિધિમાંના પ્રેમમાં શું પ્રોબ્લમ ચાલે છે તે પૂછે છે. જેથી પકો થોડો ખચકાય છે અને જણાવે છે કે તેના અને રિધિમાંના ભાઈ વચ્ચે ઝઘડો થાય છે અને આ ઝઘડો તે બંને વચ્ચે ના રહેતા બે પરીવારમાં ફેલાઈ જાય છે અને આ ઝઘડાના કારણે જ સમજી આ પ્રેમનો અંત લાવવાનું વિચારે છે. નાયક પણ પકાની મનની સ્થિતિ અને દુઃખ પામી જાય છે, અને પકાને બધું ઠીક કરવાની સાંત્વના આપી પક પાસેથી રિધિમાં અને તેના ભાઈના મોબાઈલ નંબર માંગે છે અને ઘરે જય તેના માતા- પિતાને બધી વાત કરે છે. તેના માતા- પીતા પણ આ યુવ હૃદયોની લાગણી સમજી રિધિમાં અને પકાના પરીવારોને પોતાના ઘરે આમંત્રે છે, અને આ આમંત્રણને માન આપી બધા લોકો આવે છે અને કુમાર , નાયક તથા નાયકના માતા- પીતા બંને પરિવારો તથા પ્રેમી- પંખીડાની બાધા બનેલા બંને ભાઈઓની વચ્ચે સમાધાન કરાવે છે. અને ત્યાં જ પ્રેમી- યુગલની સગાઈ નક્કી કરી દેવામાં આવે છે.


આમ, પ્રેમ મિલાપ નક્કી કરાવી નાયક અને કુમાર ફરી પોતાના કામે વળગવા પોતાની કર્મ ભૂમિ તરફ ફરે છે અને પોતાની રોજિંદી જીન્દગી જીવવાનું ચાલુ કરી દે છે.હજુ તો થોડા દિવસો જ વીત્યા હોય છે આ બધું થયાને ત્યાં એક દિવસ પકાનો મેઈલ આવે છે જેમાં પકાની અને રિધિમાની સગાઈનું આમંત્રણ હોય છે. જેમાં કુમારને પણ ઇન્વિટેશન હોય છે અને આ સગાઈનું આયોજન થયું હોય છે નાયકના હોમટાઉનના એક ખુબ જ ભવ્ય ફાર્મ હાઉસમાં.પરંતુ આ ઇન્વિટેશન મળ્યા બાદ નાયકના દિલમાં એક ઊંડો ડર પણ જાગે છે કે જો ભૂરો કે દીપિકા સામે આવી જશે તો તે શું કરશે. દીપિકા કોઈ સવાલ કરશે તો તેનો શું જવાબ આપશે? શું તે દીપિકા સાથે આંખ મેળવી શકશે?


ઘણી બેકરારી છે દિલમાં, બોલ શું કરું...?


નાયક તો છે કહાનીમાં,નાયિકા વગર શું કરું...?


બેહદ પ્રેમ છે દિલમાં મારા,પ્રેમીકા વગર શું કરું...?


વિશાળ છે સમુદ્ર જીન્દગી તણો, ખારાશનું હું શું કરું...?


હવે તો જીન્દગી પણ પૂછે છે જીવનને, જીવીને હું શું કરું...?


છે કઈ જવાબ ઈશ્વર જવાબ તારા પાસે , આ સર્જનનું શું કરું...?

શું નાયક પકાની સગાઈમાં જશે? અને જશે તો શું થશું ત્યાં? દીપિકા કે ભૂરો તેની સામે આવી જશે? બધા મિત્રોને શું જવાબ આપશે?


આ બધા સવાલનો જવાબ જાણવા માટે વાંચતા રહો "કંઈક તું બોલ કંઈક હું બોલું"


ફરી મળીશું અનોખી પ્રેમકહાનીના માધ્યમથી ત્યાં સુધી સૌને મારા, સીતારામ....