An idea with you too! - 3 books and stories free download online pdf in Gujarati

એક વિચાર તમારી સાથે પણ! - (ભાગ-3)

🌟કૌન કહેતા હૈ,દુરિયા બઢને સે રિશ્તે કમજોર હોને લગતે હૈ,
કોશિશ અગર દૌનો તરહ સે બરાબર કી હો તો,રિશ્તે અપને લગને લગતે હૈ😍

અપને પરિવાર સે હમ થોડે દુર રહતે હૈ,
લેકિન ફિર ભી વો હમારે દિલ કે કરીબ રહતે હૈ
સુખ-દુઃખ મેં હમ એક-દુસરે કે સાથ રહતે હૈ,
દૂર હોકે ભી હમ સાથ સાથ રહતે હૈ

દોસ્ત મેરે કમ હૈ, બાત ઉનસે હોતી અબ કમ હૈ,
ઉનસે દૂર મેરી આંખે નમ હૈ,દૂર હોકર ભી વો ખુશ હે યે જાનકર બાત ના હોને પર ભી ઉનસે નારાજગી થોડી કમ હૈ
ભલે હી બાત ઉનસે હોતી કમ હૈ, પર મેરે ઘર પર બાતો મેં ઉનકી બાત હરરોજ આતી હૈ,
દૂર હોને કે બાવઝૂદ હમારી દોર દોસ્તી સે બંધી હુઈ રહતી હૈ

વિદેશ મેં મેરે કુચ અપને રહતે હૈ, મિલને કો ભી હમ ઉનસે તરસતે રહતે હૈ,
દેશ બદલને પર ભી વો હમારે દિલ કે પાસ રહતે હૈ,સમય મિલને પર હમ વિડીઓ કોલ પે સાથ રહતે હૈ

😍કૌન કહતા હે,દુરિયા બઢને સે રિશ્તે કમજોર હોને લગતે હૈ,
કોશિશ અગર દૌનો તરફ સે બરાબર હો તો રિશ્તે અપને લગને લગતે હૈ🌟

જય શ્રી કૃષ્ણ મિત્રો,
એક વિચાર તમારી સાથે પણમાં તમારા સૌનું સ્વાગત છે.
હું છું પ્રિયંકા પટેલ તમારી સાથે.તમે વાંચી રહ્યા છો ફક્તને ફક્ત મારા અને તમારા વિચારો.

ઉપરની લાઈનમાં મેં મારા અને તમારા વિચારો એવું કેમ લખ્યું છે એ જાણવા માટે તમારે આ એક વિચાર તમારી સાથે પણ! સીરિઝનો પહેલો ભાગ વાંચવો પડશે.

તો ચાલો આજનો નવો વિચાર તમારી સાથે...........

સંબંધોને લઈને હું મારી ઉંમર પ્રમાણે થોડું વધારે જ જાણું છું એવું હું નહીં પણ મારા મિત્રો અને મારા ઘરના લોકો કહે છે.

હવે મારા વિચારો પરથી તમે નક્કી કરીને કહેજો કે શું એ લોકો સાચા છે?..........

નાનપણથી અત્યાર સુધી આપણી લાઈફમાં એવા ઘણા બધા બદલાવ થઈ ચુક્યા છે,ઘણા લોકો જે સ્કૂલ કે કોલેજમાં સાથે હતા એ અત્યારે અંજાન બની ગયા છે.કેટલાક લોકો દૂર ચાલ્યા ગયા છે તો કેટલાક નવા ચહેરા અત્યારે ગાંઠ સંબંધમાં આપણી સાથે જોડાઈ ગયા છે.
પણ જે લોકો અત્યારે આપણી સાથે છે,ચાહે એ મિત્ર હોય કે પછી કોઈ પણ શું એ પણ આગળ જતાં આમ જ આપણાથી છુટા પડી જશે?

શું આપણે આપણા મિત્ર સાથે બેસ્ટ ફ્રેન્ડ ફોરેવરનું વચન આપીએ એ નિભાવી શકીએ ખરા?

તો હા કોઈ પણ સંબંધ ચોક્કસ આપણે દૂર રહીને પણ નિભાવી શકીએ.

પછી પાછો મનમાં પ્રશ્ન થાય કે કેવી રીતે?

તો દોસ્ત તનથી ભલે એક બીજાથી દૂર રહીએ પણ જો મન એક બીજા સાથે જોડાયેલા રહે તો આપણે જીવીએ ત્યાં સુધી કોઈ પણ સંબંધ વગર મહેનતે એક દમ સરળ રીતે નિભાવી શકીશું.એવા ઘણા ઉદાહરણો છે એમાંનું એક કહું.જેમ કે રાધા-કૃષ્ણ કે જે જીવ્યા ત્યાં સુધી એકબીજાથી દૂર રહ્યા પણ એમના મનનો સંવાદ એકબીજા સાથે હમેશાં ચાલુ રહ્યો.જો તમને રાધા-કૃષ્ણનો આ મનનો સંવાદ વધુ સારી રીતે જાણવો હોય તો તમે કાજલ મેમ ની લખેલી કૃષ્ણયાંન બુક વાંચી શકો છો.એમ બહુ જ સારી રીતે વર્ણવાયેલું છે કે લગ્ન પછી પણ રાધા-કૃષ્ણ મનથી એક-બીજા સાથે કેવી રીતે જોડાયેલા રહ્યા હતા.

અત્યારની રિયાલિટી એવી છે કે સ્કૂલ કે કોલેજ પત્યા પછી શરૂઆતમાં તો બે-બે દિવસે ફોનમાં કે રૂબરૂ મળીને વાત થાય.પછી ધીમે ધીમે એક તરફથી પ્રતિક્રિયા આપવાનું ઓછું થઈ જાય.એટલે બીજી તરફથી પણ એવું વિચારવા લાગે કે એ આપણને યાદ નથી કરતો કે નથી કરતી તો આપણે શું કરવા યાદ કરવા અને આમ ધીમે ધીમે ધીમે વાત ઓછી થતી જાય અને છેલ્લે એક સમય એવો આવે કે વાત થવાનું જ બંધ થઈ જાય.

મારો પ્રશ્ન એ છે કે ભલે દૂર રહેતા હોઈએ પણ જો એ સામેથી વાત ન કરે તો એવું તમે જાતે જ કેમ વિચારી લો છો કે એને પણ વાત નઈ કરવી હોય કે એ પહેલ કરે પછી હું કરું.જ્યારે તમારા મનમાં વિચાર આવ્યો કે એની સાથે વાત કરું કે યાદ આવી ગઈ હોય તો બીજું કશું જ વિચાર્યા વગર વાત કરી લેવી.એક વાર સામેથી પ્રયત્ન કરી તો જુઓ શું ખબર સામેવાળું પણ તમારી જ પહેલ કરવાની રાહ જોતું હોય.ઘણી વાર એક પહેલ કરવાથી સંબંધો જળવાઈ રહેતા હોય છે.અને જો તમે એક કે બે વાર સામેથી યાદ કરશો તો એના કોઈ વાર એને પણ સામેથી વાત કરવાની ઈચ્છા થશે અને કરશે પણ ખરા.

જો તમે એવું સમજતા હોય કે તનનું અંતર વધવાથી સંબંધો ઓછા થઈ જાય છે તો એ ખોટું છે બસ વાત એક પહેલ કરવાની છે.

જો તમને પણ આવા કંઈ વિચાર આવે કે જેમાંથી અમને બધાને શીખવાનો મોકો મળે એવું હોય તો તમે મને કહી શકો છો.હું આમાં તમારા નામ સહિત તમારો વિચાર બધા સુધી પહોંચાડવાનો પૂરો પ્રયત્ન કરીશ.
ધન્યવાદ🙏🏻🌟