Humdard Tara prem thaki - 7 books and stories free download online pdf in Gujarati

હમદર્દ..... તારા પ્રેમ થકી... - 7 - પ્રેમ ભરી સફર

સ્વરા એ ક્યારેય યશ પાસે કોઈ પણ મોંઘી વસ્તુ ઓની માંગણી કરી ન હતી તેને ક્યારેય આવી લક્ઝરી વસ્તુઓની જરૂર ન હતી તે જેટલી સાદગીમાં રહેતી હતી તેટલી જ વધુ ખુશ રહેતી હતી અને યશને તેની આ જ અદા ખૂબ જ ગમતી હતી આથી તો તે સ્વરા ને વધુ ને વધુ પ્રેમ કરતો હતો જાણે દિવસેને દિવસે બંને નો પ્રેમ નવા ઉમંગે ચડતો અને સ્વરા પણ યશ પાસે થી માત્ર આ પ્રેમ જ ઈચ્છતી હતી પરંતુ જે ટોચ ઉપર યશ હતો તે ઈચ્છતો હતો કે સ્વરા નું નામ પણ તે જ ટોચે પહોંચે આથી કોઈપણ તેને માત્ર મિસિસ malik થી જ નહીં પરંતુ તેના પણ એક સ્ટેટસ ને લીધે ઓળખે આજ કારણે બંને છેલ્લા ૧૨ વર્ષથી આ ગુપ્ત જિંદગી જીવતા હતા બંનેએ આં બધું મેળવવા માટે એકબીજાથી દૂર રહેવું પડતું હતું બંને જાહેરમાં મળી પણ શકતા ન હતા અને સ્વરા મેરિડ છે તેના વિશે તો અત્યાર સુધી કોઈને ખબર ન હતી પરંતુ આ ઘટના પછી યશ. જે રીતે તેની પાસે આવ્યો એ જોતા સ્વરા સાથે જોડાયેલા પોતાના લોકોને સ્વરા માટે બંનેના સંબંધો વિશે સ્પષ્ટ કરવું જરૂરી બની ગયું હતું .

બંને પ્લેનમાં એકબીજાની બાહોમાં ખોવાયેલા હતા સ્વરા યસ ની છાતી ને વળગી તેને પંપાળી રહી હતી જ્યારે યશ પણ તેના ખૂબ જ ઘેરા અને લાંબા વાળ માં આંગળીઓ થી રમત રમી રહ્યો હતો તેને સ્વરા ના લાંબા વાળ ખુબ જ ગમતા હતા તે હંમેશા ઈચ્છતો કે સ્વરા જ્યારે પણ તેની સાથે હોય તેના વાળ ખુલ્લા જ હોય આમ તો મોટેભાગે સ્વરા પણ યસ સીવાય કોઈને પોતાના ખુલ્લા વાળ બતાવતી નહીં જાણે તે માનતી કે તેના પર માત્ર યશનો જ હક્ક છે. હજી કોઈએ સ્વરા ના લાંબા અને ખુલ્લાવાળની આ ખૂબસૂરતી જોઈ ન હતી પરંતુ....

અત્યારે બિઝનેસ ક્લાસમાં બંને એકલા જ હતા યસ સ્વરા ની સાથે રહી શકે આથી તેણે બધી જ ટિકિટ બુક કરી લીધી હતી અને અત્યારે બંને એકબીજાના પ્રેમમાં ડૂબેલા સ્વપ્ના ની નગરી માં ખોવાયેલા હતા સ્વરા અત્યારે બધું જ ભૂતકાળ નું ભૂલીને યશ સાથે પ્રેમ ભરી પળો વિતાવી રહી હતી જોકે બંને ફ્રાન્સમાં પણ સાથે જ હતા. આમ પણ યશ ગમે તેટલો પોતાના કામમાં વ્યસ્ત હોય પરંતુ સ્વરા માટે તે હંમેશા હાજર રહેતો. અને ત્યારે તો તેને પોતાની લાઈફનો આટલો મોટો અચિવમેન્ટ એવોર્ડ મળવાનો હતો તો ત્યારે કેમ તે સાથે ન હોય ....??

યુએસમાં પણ યશ ની ઘણી પ્રોપર્ટી હતી આથી સ્વરા ને ત્યાં એકલી રહેવાનો કોઈ પ્રશ્ન જ ન હતો અને હવે આગળ તે પોતાની કારકિર્દીની ટ્રેનિંગ ત્યાંનાં જાણીતા ડોક્ટર જોન્સ ના અંડર લઈ શકે તે માટે યશે બધી જ વ્યવસ્થા પણ કરી લીધી હતી .જેથી તે ભારત ફરીને પોતાની સર્જન ની કારકિર્દીમાં નવી ટોચે પહોંચી શકે અને આ રીતે હવે કોઈ તેને કામમાં સવાલ ઉઠાવી ન શકે અને પછી તેને આવા બાલાજી હોસ્પિટલ જવા નાના પાયદાન થી શરૂઆત ન કરવી પડે. સંજીવની ના દરવાજા આ ટ્રેનિંગ અને કોર્સ પછી હંમેશ માટે ખુલ્લા થઈ જાય .તેની સામે ઉઠેલી બધી જ આંગળી ફરી ક્યારેય ઉઠી ન શકે આ સાથે તેને તેના ફૂડ બ્લોગર નું પણ અધૂરું કામ પૂરું કરવાનું હતું. જ્યારે યશ પણ ઇન્ડિયા માં પોતાના કોઈ હોટેલ પ્રોજેક્ટ માટે બીજી રહેવાનો હતો. આથી હવે આવનારો સમય બંને માટે વ્યસ્તતા ભરેલો હતો. કારણકે યસ હવે સ્વરા ને પોતાની ડોક્ટરની કારકિર્દી ની સાથે સાથે પોતાના આ હોટેલ & રિસોર્ટ ના પ્રોજેક્ટ માં પણ ફ્યુઝન ફૂડ ની પોતાની એક ટીમ પણ અસિસ્ટ કરે તે ઈચ્છતો હતો .

આથી સ્વરા ને હવે બંને મોરચે લડવાનું હતું આમ તો આ કપરું કામ હતું પરંતુ સ્વરા પણ હિંમત હારે તેવી તો ન જ હતી આખરે તે ક્યાં સુધી આ રીતે ભૂતકાળથી ભાગતી રહેશે અને તેની આં સફળતા જ બધાના ચહેરા પર કરારો જવાબ હસે ખાસ તો અન્વેષા મલિક અને તેનો નાનો ભાઈ દેવ મલિક જેમના કારણે જ તે અને યશ અત્યારે અલગ હતા જેના કારણે જ 12 વર્ષ પહેલા સ્વરા ને પોતાનો ભરેલો સંસાર છોડવો પડ્યો અચાનક આ વાત સ્વરા ને યાદ આવી અને યશ પણ તેના આં દર્દની ગેહરાઈ સારી રીતે જોઈ શકતો હતો. આખરે કેટલીએ વાર આ દર્દને કારણે તેની ઊંઘ ઊડી જતી હતી પરંતુ યશ દરેક વખતે તેને સંભાળી લેતો તેના દુઃખને હળવું કરી દેતો. તેનો માત્ર સ્પંદન ભરેલો સ્પર્શ જ સ્વરા માટે રાહત ભર્યો હતો બંને એકબીજાના પ્રેમ માં મસ્ત યુએસ ની સફરે નીકળ્યા હતા.અને પછી યશ તેને ત્યાં છોડીને પોતાના હોટેલ પ્રોજેક્ટ માટે ઇન્ડિયા પરત આવવાનો હતો અને આશ્રમ નું પણ અધૂરું કામ તે પૂરું કરવાનો હતો જેથી સ્વરા નિશ્ચિંત થઈને આગળ વધી શકે.