Ne ame madya - 1 books and stories free download online pdf in Gujarati

...ને અમે મળ્યા! - 1

...ને અમે મળ્યા!

મેં એના ચહેરા ને થોડીવાર તો બસ જોયા જ કર્યું. બસ માં આજે એને લેવા અમે આવ્યા હતા.

"શું થયું?! કંઇક ચોંટ્યું છે?!" રેમા એ સ્વાભાવિક જ પૂછ્યું.

"ના... તારો ચહેરો કોઈ નાં જેવો લાગે છે... તારા જેવી જ એક છોકરી ને હું જાણું છું..." મેં કહ્યું.

રેમા થી પુછાઇ જ ગયું - "કેમ કેવી છું હું?!"

"મસ્ત... મસ્ત છું તું!" મેં કહ્યું તો ખ્યાતિ તો હસવા લાગી!

"ઓહો! તને તો મસ્ત લાગે છે... વાઉ! તમારા બંને નું તો પાક્કું!" ખ્યાતિ એ બંને ને ચિડવ્યા!

"સોરી... સોરી યાર! ખોટું તો નહિ લાગ્યું ને..." મારા મોં માં થી તુરંત જ નીકળી ગયું!

"ઇટ્સ ઓલ રાઇટ..." એને હળવે થી કહ્યું.

"યુ આર રિયલી પ્રિટી..." ખાલી એ જ સાંભળી શકે એમ મેં એને હળવે થી કહ્યું તો એ મને થોડીવાર તો બસ જોઈ જ રહી!

"હમમ..." એને પણ હળવે થી કહેલું.

🔵🔵🔵🔵🔵

હું મારી માસી નાં ઘરે આવ્યો હતો. માસીની છોકરી નાં કાકા ની છોકરી રેમા પણ ત્યારે ત્યાં જ હતી. રાત્રે અમે એને જ તો લેવા ગયા હતા!

શિયાળા ની એ બહુ જ ઠંડી રાત હતી. બાઈક પર અમે બંને ભાઈ બહેન એને લેવા માટે બસ સ્ટેશન એનો વેટ કર્યા કરતા હતા.

"યાર, મને તો એ જ ચિંતા થાય છે કે બીજી બસમાં તો નહિ બેસી ગઈ હોય ને!" ખ્યાતિ એ ચિંતા વ્યકત કરતા કહ્યું.

"આવી જશે હવે..." મેં એને આશ્વાસન આપ્યું ત્યારે જ એક બસ માં થી એ ઉતરી! હું તો બસ એને જોઈ જ રહ્યો! એનો ચહેરો કોઈ ના ચહેરા જેવો લાગી રહ્યો હતો!

મેં એના ચહેરા ને થોડીવાર તો બસ જોયા જ કર્યું. બસ માં આજે એને લેવા અમે આવ્યા હતા.

"શું થયું ? ! કંઇક ચોંટ્યું છે ? !" રેમા એ સ્વાભાવિક જ પૂછ્યું.

"ના... તારો ચહેરો કોઈનાં જેવો લાગે છે... તારા જેવી જ એક છોકરી ને હું જાણું છું..." મેં કહ્યું.

રેમા થી પુછાઇ જ ગયું - "કેમ કેવી છું હું?!"

"મસ્ત... મસ્ત છું તું!" મેં કહ્યું તો ખ્યાતિ તો હસવા લાગી!

"ઓહો! તને તો મસ્ત લાગે છે... વાઉ! તમારા બંને નું તો પાક્કું!" ખ્યાતિ એ બંને ને ચિડવ્યા!

"સોરી... સોરી યાર! ખોટું તો નહિ લાગ્યું ને..." મારા મોં માં થી તુરંત જ નીકળી ગયું!

"ઇટ્સ ઓલ રાઇટ..." એને હળવેથી કહ્યું.

"યુ આર રિયલી પ્રિટી..." ખાલી એ જ સાંભળી શકે એમ મેં એને હળવે થી કહ્યું તો એ મને થોડીવાર તો બસ જોઈ જ રહી!

"હમમ..." એને પણ હળવે થી કહેલું.

રેમા એ સ્વેટર નહોતું પહેર્યું તો ખ્યાતિ એ એને વચ્ચે બેસાડી. ઠંડા પવન ની લહેર અમારા ત્રણેયને કંપાવી દેતી હતી.

રેમા મળેલી તો એક અણજાણ પણ લાગતું હતું જાણે કે હું એણે વર્ષો થી જાણતો હોઉં!

આવતા અંકે ફિનિશ...

એપિસોડ 2(અંતિમ ભાગ - ક્લાઈમેક્સ)ની એક ઝલક: "ના... કોઈ જરૂર નહિ... અમે જઈ આવીશું!" એને ગુસ્સા માં કહ્યું અને ચાલી ગઈ.

સાંજનો સમય હતો.

"યાર ખ્યાતિ, ચાલ ને કંઇક ખાવા જઈએ..." મેં ખ્યાતિ ને કહ્યું.

"ચાલો જઈએ... સાફ સાફ કહી દે ને કે રેમા સાથે જવું છે..." પાસે આવી ને કાન માં એને મને કહ્યું.

"હા... ઓકે!" મેં પણ કહી જ દીધું!

"હા... ઓકે..." ખ્યાતિ એ કહ્યું અને અમે ત્રણેય બાઈક પર ઉપડી પડ્યા.