Rahasya - 1 books and stories free download online pdf in Gujarati

રહસ્ય - ભાગ-1

" નિકેત, આજે હું તને એક વાત કહેવા માંગુ છું જે હમણાં તારી અને મારી વચ્ચે જ રહેવી જોઈએ અને પછી આપણે બંનેએ ભેગા થઈને ખૂનીને પકડવાનો છે. " નીશા થોડી ગભરાયેલી અને કોઈ ગહન વિચારમાં ડૂબેલી દેખાતી હતી અને એકજ શ્વાસે આ બધું જ બોલી રહી હતી અને નિકેત ધ્યાનથી સાંભળી રહ્યો હતો.
નિકેત: પણ થયું છે શું..?? તું મને બરાબર વાત કર તો ખબર પડે અને તે મને આમ અચાનક અહીંયા મળવા માટે કેમ બોલાવ્યો છે..??
નીશા: અરે હા, એ બધી વાત કરવા માટે જ તો મેં તને અહીં બોલાવ્યો છે. (અને પછી નીશા ખૂબજ દુઃખી હ્રદયે પોતે જે જાણતી હતી તે કહેવા લાગી.) મયંકે આત્મહત્યા નથી કરી તેનું ખૂન કરવામાં આવ્યું છે અને તે પણ કોણે કર્યું છે તેની મને ખબર પડી ગઈ છે.હવે તારે મને એ ખૂનીને પકડવામાં મદદ કરવાની છે.
નિકેત: શું વાત કરે છે..?? મયંકનું ખૂન થઈ ગયું છે..અરે બાપ રે.. પણ કેવી રીતે..?? અને કોણે કર્યું..??
નીશા: હું તને કહું છું પણ તારે એ વાત કોઈને કહેવાની નથી સિવાય કે પોલીસ. આપણે બંનેએ પોલીસની મદદ લેવાની છે.અને મયંકના ખૂનીને પકડવાનો છે. મયંકનું ખૂન સમીરે કર્યું છે.
નિકેત: પણ, એ વાતની તને ક્યાંથી ખબર પડી..??
નીશા: મારી દીદી દરરોજ એક ડાયરીમાં પોતાની રોજની બધીજ વાતો લખતા હતા એટલે કે તે રોજનીશી લખતા હતા. તેમણે સ્યુસાઈડ કર્યો ત્યારે એક મહિનો તો અમારો દુઃખ અને શોકમાં જ પસાર થઈ ગયો અને પપ્પાએ તેમના ફ્રેન્ડ વકીલ અંકલની મદદથી એ બધું પતાવી પણ દીધું પણ પછી એક મહિના પછીથી મેં દીદીનું વોરડ્રોબ ફંફોસ્યું, ચેક કરવા માટે કે દીદી કોઈ ચીઠ્ઠી કે લેટર તો લખીને અંદર મૂકીને નથી ગયાને..?? અને બન્યું પણ એવું જ મને દીદીના વોરડ્રોબમાંથી એક ડાયરી મળી જે વાંચીને મારા તો હોશકોશ જ ઉડી ગયા, મારા છક્કા છૂટી ગયા અને મારા પગ નીચેથી ધરતી પણ ખસી ગઈ.

દીદી મયંકને ખૂબજ પ્રેમ કરતા હતા. બંનેના લગ્ન થવાના હતા પરંતુ સમીરને દીદી ખૂબ ગમતી હતી અને તે દીદી સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો. તેણે દીદીને પ્રપોઝ પણ કર્યું હતું પણ દીદીએ ચોખ્ખી "ના" જ પાડી દીધી હતી.

બસ, પછીથી તેણે મયંક સાથે પોતાના પ્રેમનો બદલો લેવાનું નક્કી કર્યું અને તેણે છેતરીને મયંકને ચિક્કાર દારૂ પીવડાવ્યો અને પછી તે રાત્રે જ નદીના કિનારેથી તેણે મયંકને નદીમાં ધક્કો મારી નદીમાં ફેંકી દીધો અને મયંકે જાતે જ દારૂ પીને નદીમાં ઝંપલાવ્યું છે તેવું સાબિત પણ થઈ ગયું.પરંતુ પછીથી આ બધીજ વાતો તેણે દીદીને મળવા બોલાવીને દીદીને કરી. દીદીના ત્યારે જ હોશકોશ ઉડી ગયા હતા અને ત્યારબાદ આ બધી વાતો સહન નહીં થતાં દીદીએ પોતે સ્યુસાઈઈડ કરી લીધો.
નિકેત: નીશા, તું આ બધી શું વાતો કરે છે.‌.?? સાંભળીને હું પણ વિચારમાં પડી ગયો છું અને નિકેતે એક ઉંડો નિસાસો નાંખ્યો અને તરત જ બોલ્યો કે, " નીશા, ગમે તે થાય, ખૂનીને પકડવા માટે હું તારી મારા છેલ્લા શ્વાસ સુધી મદદ કરીશ. મારા પપ્પાના એક ફ્રેન્ડ પીએસઆઈ ની પોસ્ટ ઉપર છે ચલ આપણે તેમને મળવા માટે જઈએ તેઓ આપણી ચોક્કસ મદદ કરશે."

અને બંને જણાં પીએસઆઈ શ્રી પટેલ સાહેબને મળવા માટે ગયા.

પટેલ સાહેબે બંનેને અંદર પોતાની કેબિનમાં બોલાવ્યા અને બધીજ વાતો શાંતિથી સાંભળી અને પેલી રોજનીશી વાળી ડાયરી પણ પુરાવા રૂપે પોતાને હસ્તક રાખી અને પોતે આ બાબતમાં આજથી જ તપાસ ચાલુ કરી દેશે તેવી ખાતરી પણ આપી.

નીશા અને નિકેત બંને સમીર પકડાઈ જ જશેની આશા સાથે ઘરે પાછા ફર્યા.
ખૂની સમીર પકડાશે કે નહીં જાણવા માટે વાંચતાં રહો આગળનું પ્રકરણ....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ