Jivansathini Raahma - 4 books and stories free download online pdf in Gujarati

જીવનસાથીની રાહમાં... - 4

જીવનસાથીની રાહમાં....... 4
ભાગ 4

આગળનાં ભાગમાં જોયું કે હેમંતને ખબર પડી જાય છે કે મૈથલી ના લગ્ન ફાલ્ગુન નામનાં છોકરા સાથે નક્કી થયેલાં હોય છે અને થોડાં જ દિવસોમાં લગ્ન પણ છે. હેમંતને બાકંડા પર બેસેલો જોઈને વર્ષા તે તરફ જાય છે અને મૈથલી પણ વર્ષા ને જોતાં તે તરફ જાય છે.

" હેમંત તું ઠીક છે"

હેમંત વર્ષા તરફ જોય છે અને ઉદાસ થઈને ફરી નીચે જુવે છે. એની ઉદાસીનતા મુખ પર સ્પષ્ટ ઉપસી આવી હતી. મુખથી એક શબ્દ તો ન કહયો પણ અચાનક જે બની રહ્યું તેનાથી પોતાની જાતને સંભાળતા વાર તો લાગેને. વર્ષા પણ હેમંત માટે કંઈ કરી શકે તેમ ન હતી કેમકે મૈથલી અને ફાલ્ગુન ના લગ્ન તો નક્કી જ હતાં.

" હેમંત મને તો પહેલેથી ખબર હતી પણ
યાદ જ ન રહી આ વાત "

વાત ચાલુ હોય અને મૈથલી આવે છે.

" અરે વર્ષા કેટલી બધી વાર લાગી કોલેજ આવતા "
વર્ષા હેમંતની બાજુમાં બેસે છે.

" હા
વાર લાગી આજે"
ધીમા અવાજે વર્ષા કહે છે.

" આ લે મારા લગ્નની કંકોતરી "
મૈથલી વર્ષાને કંકોતરી આપે છે.

" (વર્ષા કંકોતરી જોઈ છે. કંકોતરી પરની તારીખ વાંચે છે.)
અરે આ તો 21 તારીખ છે
મતલબ કે હવે પાંચ દિવસ બાકી
અરે તું યે મને કીધું પણ નહીં
જા મારે તારી સાથે કોઈ વાત નથી કરવી"
વર્ષા મૈથલી એ લગ્નની તારીખ જણાવી પણ નહીં એટલે નારાજ થઈ જાય છે.

" અરે વર્ષા મને પણ ખબર ન હતી
ઘર લોકોએ જ બધું નક્કી કર્યુ હતું"
વર્ષાએ એની વાતનો જવાબ ન આપ્યો. હેમંત શાંતિથી આ લોકોની વાત સાંભળી રહ્યો હતો.

" સૉરી વર્ષા
હવે તો વાત કર
મને તારીખ ખબર જ ન હતી
કાલે કોલેજથી ઘરે ગઈ ત્યારે ખબર પડી
લે હું કાન પણ પકડી લેમ"

વર્ષા મૈથલીને કાન પકડતાં રોકે છે.
" ઑકે સારું
કંઈ વાધો નહીં "

" તમારે બંનેએ 19 તારીખે આવી જવાનું છે"

" કેમ
અમે આટલાં જલ્દી આવીને શું કરશો? "

" કામ"

"જા રે
અમે કંઈ કામ કરઈ ખરાં"

વાત ચાલતી જ હોય કે હેમંત નો ઘરેથી ફોન વાગે છે. એ ફોન એની મમ્મી રેણુકાનો હોય છે. હેમંત ફોન ઉપાડે છે.

" હાલો બેટા "

" હાલો મમ્મી "

" કાલે તારા પપ્પાના મિત્ર જયવંત ભાઈ આવાનાં છે"

" તો? "

" એ લોકો સહપરિવાર આવાનાં છે એમની છોકરી માનવી સાથે"

" મમ્મી તું આ બધાંમાં મને ની પાડ"

" અરે હું કા કંઈ કેમ છું
હું તો કેમ છું કે તું જયવંત અંકલ અને જયશ્રીઆન્ટીને મળજે"

" સારું હું કાલે ઘરે આવે ત્યારે મળીશ
મળી ને પછી તરત જ કોલેજ
મમ્મી "

" સારું
કંઈ વાધો નહીં "

હેમંત અને રેણુકા આન્ટીની વાત વર્ષા અને મૈથલી સાંભળે છે.

" ઓહો હેમંત છોકરીવાળા આવે છે ને?! "(મૈથલી)

" ના રે"(હેમંત)

" તો પછી? "(મૈથલી)

" પપ્પા મિત્ર આવે છે"(હેમંત)

" હેમંત ની વાત છોડ
ફાલ્ગુન આવી ગયો? "(વર્ષા)

" આજે આવાનો હતો"(મૈથલી)

" તો પછી લગ્ન તૈયારી "(વર્ષા )

" એનાં મમ્મી પપ્પા એક મહિના પેહલાનાં આવી ગયેલા છે
ખાલી ફાલ્ગુન આજે આવે છે"(મૈથલી)

" ઑકે"(વર્ષા)

" કાલથી હું કોલેજ ન આવું "(મૈથલી)

" હા બેન ખબર છે
તારા લગ્ન છે"(વર્ષા)

ત્રણેય જણાં ધણાં વાતો કરીને કોલેજથી છુટ્ટા પડે છે. પણ કોઈની જાણતું હતું કે આવનારો સમય એ લોકોનાં જીવનમાં શું લાવશે. એક બાજુ વર્ષા હતી કે જે પોતાના હ્રદયની વાત હેમંતને કહી ના શકી. તો બીજી બાજુ હેમંત જે પોતાની વાત કેહવા મોડો પડયો. તો આ બાજુ મૈથલી કે જેનાં સ્કુલ સાથે એવાં ફાલ્ગુન નામના છોકરા સાથે લગ્ન છે.

આગળ શું થશે હવે?
શું મૈથલી ના લગ્ન થશે?
શું હેમંત મૈથલી ને પોતાના હ્રદયની વાત કહેશે?
શું વર્ષા હેમંત ને પોતાની વાત કયારે પણ કહી શકશે?
ત્રણેયનાં જીવનમાં આગળ શું થશે?
જાણવા માટે વાંચતા રહો જીવનસાથીની રાહમાં....... નો આગળનો ભાગ.......