Jail Number 11 A - 24 in Gujarati Fiction Stories by અક્ષર પુજારા books and stories PDF | જેલ નંબર ૧૧ એ - ૨૪

Featured Books
Categories
Share

જેલ નંબર ૧૧ એ - ૨૪

‘પછી?’ મૌર્વિ આતુરતાથી પૂછે છે.
‘પછી શું? પ્રલય. હું નીચે કૂદી ગયો. પછી મને નથી ખબર. યુટીત્સ્યાની સજા કરતાં તો મૃત્યુ સારી.’

‘બસ. પછી કઈક તો થયું હશે ને? કેવી રીતે બચ્યો તું? કોને બચાવ્યો? શું કામ બચાવ્યા?’

‘ઊઠયો ત્યારે ખબર પડી પગ તૂટી ગયા હતા, પેલો આપણી સાથે જોડાયો હતો તે.. સમર્થ, એ પણ કુદી ગયો હતો. અમે બંને બસથી મારા એક જાણીતા ડોક્ટરના ઘરે પોહંચ્યા, ત્યાં રહ્યા, અને પગ સજા થયા એટલે જતાં રહ્યા.’

‘જતાં રહ્યા એટલે? તને નથી ખબર સમર્થ કયાં છે?’

‘ના. ખોટ્ટા નામ જે દિવસે લીધા, એ રાત્રે છેલ્લે એને જોયો હતો, એ સવારે તો જતો રહ્યો.’

‘એનું નામ શું હતું?’

‘ખબર નહીં, યાદ નથી. બધા ડોક્યુમેન્ટ્સ એની પાસે જ છે.’

મૌર્વિ હજુ વિશ્વાસ ન હતી કરી શકી કે મંથના પોતે યુટીત્સ્યા હતી.

યુટીત્સ્યા એ 13 લોકો નો સમૂહ હતો.

‘યુટી’ મતલબ લોકો અને ‘ત્સ્યા’ મતલબ છુપાઈલુ. લોકોમાં છુપાઈલુ જે હોય, તે યુટીત્સ્યા હતું. આ તેર લોકો તેમના લોકો વચ્ચે રહી રાજ કરતાં હતા. તેમની નીચે કામ કરતાં લોકો ને પણ ખબર ન હતી કે કોણ યુટીત્સ્યા છે. યુટીત્સ્યા કોઈ પણ હોય શકે છે, 55 વર્ષના વૃધ્ધ બા, કે કોઈ ૧૬ વર્ષ નો છોકરો.

રોજ સવારે યુટીત્સ્યા રાજ (યુટીત્સ્યા અસીઆયા) ના દરવાજા ખૂલતાં. તેઓ નીચે કામ કરતાં લોકો માટે કઈક ને કઈક કામ તેઓ રાત્રે આવી લખી લે તા, કે ગંથર ને આપી દે તા. કોઈ એક વ્યક્તિ ગંથર હોય છે, એ પણ કોણ છે એ લોકો ને ખબર હોતું નથી, પણ તે બધા જ યુટીત્સ્યા ને જાણતા હોય છે. એક સામાન્ય દીવાલ પર લોકો ની કિસ્મત લખાયેલી હોય છે. જો લખ્યું હોય કે ‘તું આજે એ વ્યક્તિને મારી નાખીશ’ તો ‘એ’ વ્યક્તિ ની મૃત્યુ નિશ્ચિત છે, યુટીત્સ્યા ના માણસો કે કોઈ એક યુટીત્સ્યા પોતે તે વ્યક્તિ ને મારી નાખે છે.

મૌર્વિને આજે પણ યાદ છે, એ રાત.

અંધારામાં સર્વ અત્યાર જેવુ છે તેમ જ હતું, ભારત, બાંગ્લાદેશ, શ્રી લંકા.. આવા દેશો હતા, સર્વ જગ્યાએ ઉચ - નીચ હતી. જૂન જમાનાના રશિયા દેશની બ્રઆત્સ્ક નદીને કાંઠે ચાલુ થઈ સિવ કેવ. સિવ કેવ એટલે હમોંગ ભાષામાં નૃત્ય થાય. બ્રઆત્સ્ક નદીને કાંઠે લોકો એ તેઓના સરપંચ સામે દુખ દેખાડવા નૃત્ય કરવાનું ચાલુ કર્યુ. પછી બાજુની જગ્યાએ આવું ચાલુ થયું, રાતો રાત આ સિવ કેવ દરરેક રાજય માં ફેલાઈ ગઈ. આક્રોશ પ્રકટ કરવા માટે બધા નૃત્ય કરવા લાગ્યા. ગુજરાતમાં તો ગરબા થતાં હતા. જે દેશમાં જે નૃત્ય પ્રચલિત હોય તે, તે ગવા તું. ૨૩ દિવસ સુધી આમ લોકો નાચતા રહ્યા. અને નાચતા નાચતા.. લોકો મારવા લાગ્યા. જમવા માટે પણ ઘણા રોક તા ન હતા. અને નાચતા, નાચતા.. નેતાઓ પર છુરી ભોકવા લાગ્યા. કોઈ ને ખબર જ ન પડે કોણ મારે છે, કારણ કે બધા મારતા હોય છે, એક અહી બીજી ત્યાં.. એમ કરતાં કરતાં અઢળક લોકો મરી ગયા. હવે બધે નાચવાનું બંધ કરી દીધું. હવે તો દંગા ચાલુ થઈ ગયા.

સ્ટેટ ઓફ એનારચી કહેવાય આને. સરકાર વગરનું રાજ્ય. કે સરકાર વગર ના રાજ્ય.

આ યુટીત્સ્યા એવા લોકો હતા જેઓ પાસે અઢળક પૈસા હતા, માન હતું, નામના હતી, છતાં તેઓ જાણીતા ન હતા. અમિર લોકોના છોકરાઓ. કામ વગરના એમ નેમ એમ નેમ જીવતા લોકો. હવે જ્યારે કોઈ સરકાર ન હતી, અને તેમની જોડે વિનાશ કારી હથિયાર તથા બુધ્ધિ હતી, તો વાપરવી કેમ નહી..