one little companion - 2 books and stories free download online pdf in Gujarati

એક નાનકડી સાથીદાર - 2 (અંતિમ ભાગ - કલાઈમેકસ)

એક નાનકડી સાથીદાર - 2

(અંતિમ ભાગ - કલાઈમેકસ)

કહાની અબ તક : પાપુ ને સ્વયમ મનાવે છે, પાપુ નાનકડી છોકરી છે, માત્ર ત્રણ વર્ષ ની પાપુ બહુ જ ક્યૂટ લાગતી. આથી જ ઘર માં બધા ની જાન પણ છે! પણ સાવ નવા એવા સ્વયમ સાથે એણે વધારે જ ગમતું હતું તો સ્વયમ જ્યારે વિશાખા સાથે સવાર નો ચાલ્યો ગયો હતો તો પાપૂ એના થી રિસાઈ ગઈ હતી! નાના છોકરા ઓ માટે તો કોઈ પણ અજનબી જેવું હોતું જ નહિ ને! પાપુ ને મનાવવા સ્વયમ એણે એક આઇસ્ક્રીમ શોપ પર લઈ જાય છે. એણે આઇસ્ક્રીમ ખાતા જોઈ એ ભૂતકાળ ને વાગોળી રહ્યો હતો. એણે યાદ કર્યું કે આજે આખો દિવસ વિશાખા તો બસ સ્વયમની પસંદ ની જ ડીઝાઇન ની વસ્તુઓ જ પસંદ કરી રહી હતી!

હવે આગળ: એણે રસ્તા માં પાછા આવતા સમયે જે વાત ચાલુ બાઈકે થયેલી એ પણ યાદ કરી!

"કેમ મારી પસંદ ની વસ્તુઓ લેતી હતી?!" સ્વયમ એ એણે પૂછ્યું હતું! ત્યારે તો એની એ વાતને એણે ઉગ્નોર કરી દીધી પણ જ્યારે બાઈક પરથી નીચે ઉતરવાનું થયું ત્યારે હળવેક થી કાનમાં કહી દીધેલું, "બિકોઝ આઇ લવ યુ!" ત્યારે સ્વયમ ને આખાય શરીર માં એક કંપારી મહેસૂસ કરી હતી!

"ચાલ... ઘરે!" માંડ બીજી કે ત્રીજી વાર પાપું એ કહ્યું તો સ્વયમ ભૂતકાળ માંથી બહાર આવ્યો! પાપુએ આઇસ્ક્રીમ ફિનિશ કરી દીધી હતી!

"હા... હા... ચાલ ઘરે!" સ્વયમ એ જવાની તૈયારી દર્શાવતા કહ્યું.

"વેટ... કિસ મી!" નાનકડી પાપૂ એ હક કરતા કહ્યું!

એના ગાળે એક બકી કરી, બંને ફરી બાઈક પર ગોઠવાયા. એમની અલગ જ કાલ્પનિક વાતો કરતા બંને ઘરે પહોંચ્યા!

ઘરે બધા જ તૈયાર હતા. બસ નીકળવા નું બાકી હતું!

વિશાખા જ્યારે બહાર નીકળી તો એક સેકન્ડ માટે તો સ્વયમ બીજી જ દુનિયા માં પહોંચી ગયો! એણે માથે થી પગ સુધી બધું જ ખુદ સ્વયમ ની પસંદ નું પહેર્યું હતું! હોટ પિંક ડ્રેસ માં વિશાખા મનમોહક લાગતી હતી!

જૂઠી ખાંસી ખાઈને વિશાખા એ સ્વયમને સ્વસ્થ થવાનો ઈશારો કર્યો!

પાપૂ તો આગળ હતી જ, પાછળ વિશાખા અને છેલ્લે વિશાખા ની મમ્મી બેઠા.

સ્વયમ એ બાઈક શુરૂ કરી દીધી. બાઈક પર સપોર્ટ માટે વિશાખા એ સ્વયમ ના ખભાને એક હાથે પકડી લીધો હતો.

બધા જગ્યા એ પહોંચી ગયા...

ઉતરતા જ સ્વયમ બોલ્યો - "અહીં ખાવાનું લેટ થશે, તારે ઉપવાસ હતો તો ચાલ તને કંઇક ખવડાવી આવું!"

"જલ્દી આવજો તમે!" વિશાખા ની મમ્મી એ કહ્યું અને મંડપ તરફ ચાલ્યા ગયા. આ બાજુ સ્વયમ તો બહુ જ ખુશ થઈ ગયો! એક સારા હોટેલ એ એણે બાઈક રોકી.

બધા અંદર ગયા, એક ટેબલ પર ત્રણેય બેઠા.

"જો આપના મેરેજ થાય, એ પહલાં હું તને કહી દઉં કે, પાપૂ મારી સાથે જ રહેશે..." વિશાખા એ સખત અવાજમાં કહ્યું.

"મારી ફોઈની છોકરી પાપૂ... ફુઆ તો દારૂમાં ને દારૂમાં જ પહેલાં જ મરી ગયા હતા કે આટલી નાની છોકરી ને મૂકી ને એ પણ બીજા છોકરાં વખતે..." એના થી આગળનું ના જ બોલી શકાયું!

"હા... ડોન્ટ વરી! પાપૂ હવે આપની બંનેની જવાબદારી છે! હવે એ આપણી જ છોકરી છે!" આ શબ્દો સ્વયમ ના હતા. બંને ની નજર સામે રમતી એ નાનકડી પરી પર હતી!

બંને એ એકસામટા જ પાપુ ના બંને ગાલ પર કિસ કરી લીધી.

(સમાપ્ત)