Kahi Ankahi lagnio - 3 books and stories free download online pdf in Gujarati

કહી અનકહી લાગણીઓ - 3

દેવ :- એ નોટંકીઓ બેસો બેસો અહીંયા... નથી જાઉં કયાંય.... તમને નહિ કહું તો કોને કહીશ?

શિવ :- તો બોલને ભાઈ સીધો - સીધો... શું લેવા મગજનું દહીં કરે છે ખોટું!?

વ્યોમ :- હા ભાઈ બોલી નાંખને.....

દેવ :- અબે ચૂપ રહો બોલવા દો કંઈક મને હવે....

શિવ :- હા ભાઈ હા... બોલને કોણે ના પાડી!?

દેવ :- હા તો હું એમ કઉં છું કે...
( દેવની વાત વચ્ચે થી કાપીને....)

વ્યોમ :- ઉભો રે.... ધીરેથી બોલજે દિવાલોનાં પણ કાન હોય છે....

દેવ :- તમારે મસ્તી જ કરવી હોયતો મારે નથી બોલવું જાઓ....

શિવ :- વ્યોમ... રહેવા દેને ભાઈ હવે... બોલ તું દેવ... બેટા બોલ..

( દેવ શિવ સામે ઘુરી ઘુરી ને જોવે છે...)

શિવ :- સોરી... સોરી.. ભાઈ.... બોલ ચલ હવે....


આ બાજુ અનાયા અને આરુષિ બંને બાલ્કનીમાં જાય છે વાત કરવા..

અનાયા :- હં.. બોલ શું હતું... ખાલી ખોટી ઊંઘ બગાડી મારી...

આરુષિ :- જાને હવે... કોઈક વાર કોઈ કામ હોય તો પણ આવું કરવાનું... નથી કેહવું જા કાંઈ... સુઈ જા... તું જા....

અનાયા :- બસ બસ હવે... નારાજ નાં થા... ચલ બોલ શું હતું!?...

( આરુષિને વાત યાદ આવતા શરમાય જાય છે...)

અનાયા :- ઓહો ડાર્લિંગ... શું વાત છે તને શરમાતા પણ આવડે છે... જીજુ ગોતી લીધા કે શું....?

આરુષિ :- હા એવું જ કંઈક સમજ.....

અનાયા ખુશીથી કૂદકો મારે છે....

અનાયા :- વાહ મારી બેન વાહ... (મારાં જીજુ આવી ગયા... મારાં જીજુ આવી ગયા.... એમ બોલતા બોલતા તે નાચવા લાગે છે...)

આરુષિ :- એ હરખપદુડી શાંતિ રાખ શિવુ સૂતી છે... અને મને ઈ ગમે છે એને હું ગમું છું કે નઈ એ કોને ખબર!?

અનાયા :- અરે.... મારી આરુને કોણ નાં પાડી શકે?.... આટલી ક્યુટ અને જબરદસ્ત છોકરીને નાં પાડે તો એ સામેવાળાનાં ભાગ્ય....

આ બાજુ.....

દેવ :- યાદ છે શિવલા આજે આપણે પેલી બે છોકરીઓ સાથે ગાર્ડનમાં ગયા હતા....

વ્યોમ :- હે!!!!!?.... ગધેડાઓ અહીંયા આવીને છોકરીઓને પટાવવાનું પણ ચાલુ કરી દીધું કે શું?.... સાલાઓ કેહતા પણ નથી પાછા....

દેવ :- અરે... અરે... ભાઈ હવે તું ચાલુ નાં થા પાછો.... એ શિવલા શું થયું એ કહીદે આને નહીંતર પાછો મગજ ખાસે....

( શિવ વ્યોમને બધું જણાવે છે.)

વ્યોમ :- અચ્છા.... આવું હતું એમને... સારું ચલ દેવલા બોલ હવે શું હતું?

( દેવને વાત યાદ આવતા તેના મોઢા પર એક મોટુ સ્મિત રેલાય જાય છે.)

વ્યોમ :- ભાઈ હરખાવાનું બંધ કર અને ભાભીનું નામ કે....

દેવ :- શું ભાભી ભાભી કરે છે યાર..... હજી મને એ ગમે છે... એને તો હું ગમવો જોઈએને.....

શિવ :- તું ભાભીનું નામ તો બોલ એ હા ના પાડે એવું બને જ નઈ...

આ બાજુ અનાયા અને આરુષિ......

આરુષિ :- બસ બસ વધારે હવામાં ના ઉડાડ.....

અનાયા :- એ બધું મૂક મને જીજુનું નામ કે તું....

આરુષિ ( શરમાઈને ) :- દેવ.....

અનાયા :- આજે હું જેની સાથે અથડાઈ હતી એ?

આરુષિ ( શરમાઈને ) :- હા એ જ....

અનાયા :- ત્યારે તો બઉં ગુસ્સો કરતી હતી તું એના પર તો આ અચાનક પ્રેમની લાગણી કેમ?

આરુષિ :- યાર.... બિચારો કેટલો સીધો છે.... તરત જ પોતાની ભૂલ માની લીધી.... એની વાત કરવાની સ્ટાઈલ.... વાતે વાતે એનું મસ્તી કરવું.... હાયે!!!!!.... હું તો ફુલ ફિદા થઈ ગઈ એના ઉપર....

અનાયા :- ઓહો!!!!

આરુષિ :- ઓહો નઈ યાર... કંઈક કરને મારે કેહવું છે એને i love u એમ....

અનાયા :- બેટા... શાંતિ રાખ આટલી ઉતાવળ સારી નઈ... હજી આપણે ત્રણ દિવસ અહીંયા જ છીએ... કંઈક કરશું....

આરુષિ :- હમ્મ...

અનાયા :- સારું ચલ સુઈ જા હવે.... કાલે આપણી શિવુનું પહેલું પર્ફોર્મન્સ છે...

આરુષિ :- હા.... ભગવાનને પ્રાર્થના કર આપણી શિવુ આ પર્ફોર્મન્સ જીતી જાય.....

અનાયા :- હા.... સારું ચલ સુઈ જઈએ હવે.....

અનાયા અને આરુષિ સુઈ જાય છે.....
આ બાજુ વ્યોમ, દેવ અને શિવ....

દેવ :- આજે હું જે છોકરી સાથે અથડાયો હતો ને.....

વ્યોમ :- વાહ ભાઈ વાહ.... તું તો એની સાથે અથડાતા અથડાયો તારું દિલ ભી અથડાઈ ગયું.... ઓહો!!!!.. ચાલ ચાલ શિવલા ગરબા તો બનતા હૈ......

શિવ :- હા.... હા... એ હાલો....

દેવ :- એ... એ... ક્યાં જાઉં છે આટલી ઉતાવળ કરીને.... પેહલા પુરી વાત તો સાંભળી લ્યો...

વ્યોમ :- અરે હજી શું બાકી રહી જાય છે અમને ભાભીનું નામ ખબર પડી ગઈ હરખ તો મનાવા દે....

દેવ :- એ ઈ તારી ભાભી નથી હવે.....

શિવ અને વ્યોમ બંને દેવને આંખો ફાડી ફાડી ને જોવા લાગે છે...

વ્યોમ, શિવ :- તો કોણ છે અમારા ભાભી...?

દેવ :- હું જેની સાથે અથડાયો હતો ને...

શિવ :- ભાઈ અમે પણ તે જ કહીએ છીએ તું જેની સાથે અથડાયો એ અમારા ભાભી છે એમ....

દેવ :- અબે ચૂપ રે... સાંભળ પુરી વાત નહીંતર એક ઉંધા હાથની નાખીશ...

વ્યોમ :- હા ભાઈ હા.... સાંભળી લે સાંભળી લે શું કહે છે વરરાજા...

દેવ :- વ્યોમલા તનેય એક નાખીશ હો હું...

વ્યોમ :- સોરી.....સોરી... ભાઈ... બોલ બોલ શું હતું...?

દેવ :- હા તો હું જેની સાથે અથડાયો હતો ને...

શિવ :- જો પાછો એ જ બોલ્યો...

દેવ :- એય ભૂત મને વાક્ય તો પૂરું કરવા દે.... શું ક્યારનો બકાબક મંડી પડ્યો છે.

શિવ :- હા હવે વ્યોમ કાંઈ નઈ બોલે બસ.. તું બોલ...

વ્યોમ :- પણ હું ક્યાં કાંઈ બોલ્યો જ...!

શિવ :- ભાઈ બસ હવે બઉં થઇ ગઈ મસ્તી બોલવા દે હવે દેવને...

દેવ :- હા તો હું એમ કઉં છું કે... કોઈ વચ્ચે ના બોલતા પહેલા પૂરું વાક્ય સાંભળજો....

શિવ, વ્યોમ :- હા...!!!

દેવ :- હા તો હું આજે જેની સાથે અથડાયો હતો ને એની ફ્રેન્ડ મને ગમે છે...

શિવ :- બરાબર.... શું નામ હતું એનું..... હા... આરુષિ....

વ્યોમ :- આરુષિ ભાભી એમને...

દેવ :- ગધેડાઓ હવે રમોને ગરબા.... પહેલાં તો બઉં ઉછળકા મારતા હતા.....

વ્યોમ અને શિવ બંને હસવા લાગે છે....

વ્યોમ :- અમારા લાડલા ભાઈ માટે અમને ભાભી મળી ગયા હોય અને અમે ગરબા ના રમીએ એવું થોડી બને!!!!

શિવ :- હા.. હા.... એ હાલો...

શિવ, વ્યોમ, દેવ ત્રણેય ગરબા રમે છે.....
થોડીકવાર ગરબા રમ્યા બાદ......

દેવ :- સારું સારું.... હવે બહુ રમી લીધા ગરબા હવે સુઈ જઈએ કાલે વ્યોમનું પહેલું પર્ફોર્મન્સ પણ છે ને....

વ્યોમ, શિવ :- હા.. ચલો.....ચલો....

વ્યોમ, શિવ અને દેવ સુઈ જાય છે.....


મિત્રો, આગળ જોઈએ શું થાય છે ડાન્સ કોમ્પિટિશનમાં....મારા વ્હાલા વાંચક મિત્રો આશા છે કે આ મારી પહેલી ધારાવાહિકને સુંદર પ્રતિભાવને રેટિંગ્સ થી પ્રોત્સાહન આપશો..... 🌹🌹🌹