Red Wine - Part 2 - Final PDF free in Love Stories in Gujarati

રેડ વાઇન - ભાગ ૩ - અંતિમ

રેડ વાઇન - ભાગ ૩ અંતિમ



અંશ અવઢવમાં હતો શું કહું શું નહિ છતાંપણ "હા" બોલી ઉઠ્યો અને ત્યાંજ રિયા અંશનો હાથ પકડી જાણે આંખના ઈશારે કહી ઉઠી અંશ સપનાં, ઈચ્છાઓ મારા પૂર્ણ થશે.


આજે સ્પેશિયલ બીચ પરનો રિસોર્ટ બુક કરાવ્યો હતો. દરિયો પણ જાણે અંશ અને રિયાના આ મિલનની આશામાં ઘુંઘવાટા મારી રહ્યો હતો. દરિયો ભલે નરી વિશાળતાનો દેખાડો કરતો હોય છતાંપણ જેમ આપણી આંખમાં અમી ખરે એમ પોતાની વિશાળતાના પેટાળમાં કેટલાએ રહસ્યો જાણે આંખમાં આંસું હોય એવા અમી સમાં મોતી છૂપાવી બેઠો છે. અંશ આ જ વિશાળતાના અંદર છૂપાયેલી વેદના સમજવા પ્રયત્ન કરી રહ્યો છે સાથે રિયાને પણ સરખાવી રહ્યો છે. રિયાના આવવાની રાહ સાથે એ રેડ વાઇન ની બોટલ અને વાઈન ગ્લાસ સાથે ટેબલ ની બાજુમાં ખુરશી પર બેઠો છે.


રિયા તૈયાર થઈ અને અંશ પાસે આવી રહી હતી. અંશ પણ અપલક રિયાના સૌન્દર્યને માણી રહ્યો હોય એમ જોઈ રહ્યો હતો.


રેડ ગાઉનમાં રિયાનું સૌન્દર્ય નિખરી ઉઠયું હતું. રેડ ગાઉન ની ડિઝાઇન જાણે રિયાના દરેક અંગને ન્યાય આપી રહ્યું હોય એમ શોભી રહ્યું હતું. કાનની લાંબી એરિંગ ખભા ને ટચ થઈ જાણે ખીલી રહી હતી. દરિયાના મંદમંદ પવનના કારણે રિયાના રેશમી વાળ થોડા ઉડી રહ્યા હતા અને જાણે એના ગાલને ચૂમી રહ્યા હતા. કેટલાક વાળતો જાણે મુલાયમ હોઠ પાસે આવી રમી રહ્યા હોય એમ વર્તી રહ્યા હતા. રિયા, એ વાળને સરખા કરતી કરતી ઊંચી એડીના સેન્ડલ પહેરી અંશ તરફ આગળ વધી રહી હતી. દરેક પળે અંશના ધબકાર વધી રહ્યા હતા અને જાણે રિયાના ધબકાર સાથે તાલમેલ કરી રહ્યા હતા.


રિયા નજીક આવતાં જ અંશ ઉઠ્યો અને રિયાની નજીક ગયો. રિયા એ એકપળ પણ વિચાર્યા વગર અંશને પોતાના આલિંગનમાં જકડી લીધો અને કેટલીયે વાર સુધી જાણે એકબીજાના ધબકાર મેચ કરતા હોય એમ આ સ્થિતિમાં રહી છૂટા પડ્યા. રિયાને અંશનો ધબકાર મહેસૂસ કરી કદાચ જાણવું હતું કે અંશ સાચે જ તૈયાર છે ને!


એક તરફ કેન્ડલ લાઇટ તો બીજી તરફ ચાંદ જાણે એકબીજા સાથે સુંદર દેખાવાની હોડમાં લાગી ગયા હતા. અંશે ખુબજ સુંદર સજાવટ કરી હતી. રિયા અંશને જોઈ રહી હતી. એકદમ એણે વિચાર્યું હતું, સપનામાં જોયો હતો એવો જ એ લાગી રહ્યો હતો. રિયાએ આપેલો બ્લેક શૂટ અંશ ને શોભી રહ્યો હતો. અંશ એકદમ હેન્ડસમ લાગી રહ્યો હતો. નામ ભલે અંશ હતું પણ એવો પૂર્ણ પુરુષ જે રિયાને પૂર્ણ કરવા જઈ રહ્યો હતો. રિયાને બસ એવુંજ લાગી રહ્યું હતું કે આ પળ કે જે મારું સપનું રહ્યું છે અહીજ થોભી જાય. અંશ હાથ પકડી રિયાને ક્યારે ચેર પર બેસાડી રિયા ને એનું પણ ભાન ભૂલી ગઈ હતી.


અંશે રિયાની તંદ્રા તોડતા રેડ વાઈન ભરેલો ગ્લાસ રિયાને આપ્યો. રિયાએ અંશને કહ્યું એ શરૂઆત કરે. અંશે જેવી નાની ઘૂંટ ભરી નિયાએ અંશને દરિયા તરફ આંગળી કરી કહ્યું મારે પેલો પત્થર જોઈએ. અંશ જેવો ઉઠ્યો તરત રિયાએ વાઈન નો ગ્લાસ બદલી લીધો રિયાએ આવું જ કરવું હતું એ પણ અંશની જાણ બહાર. અંશ કઈ જ સમજે એ પહેલા નીયા એ જિંદગીમાં પહેલીવાર વાઈન નો સ્વાદ ચાખી લીધો હતો અને આંખો જાણે બંધ થઈ ગઈ હતી. આ એ સ્વાદ હતો જે જીવનમાં ચાખવો હતો પણ આ જ રીતે.


થોડું વાઈન પીધા પછી અંશ અને રિયા એકબીજાના હાથમાં હાથ પરોવી દરિયાકાંઠે લટાર મારવા નીકળ્યા.


દરિયો પણ જાણે રિયા અને અંશની આ લાગણીઓનો શાક્ષી બનતો હોય એમ ચાંદની રાતમાં સુંદરતા વિખેરી રહ્યો હતો. અદ્ભુત મિલન અને રિયાના સ્વપ્નની પૂર્તિ માટે જાણે આજે સંપૂર્ણ સૃષ્ટિ રિયાના રંગમાં રંગાઈ હતી. થોડું ચાલ્યા પછી ઠંડા પવનની હેલીમાં રિયાને વાઈન ની અસર થવા લાગી હતી. એ થોડી લથડતી હતી પણ રિયાને ખબર હતી કે આજે એ દિવસે જે દિવસે એ લથડી શકે છે અંશ છે ને સાથે તો આજે બધું જ પૂર્ણ થઈ જશે. સપનાં, ઈચ્છાઓ બધુંજ.


બહુ બધું ચાલ્યા પછી બંને ફરી પાછા આવ્યા બીચ પરથી રૂમમાં પ્રવેશી રૂમની બાલ્કની માં આવ્યા. દરિયો, ચાંદની બધુંજ આ બાલ્કનીમાંથી દેખાઈ રહ્યું હતું. રિયાની ફેવરિટ ચોકલેટ મંચ ટેબલ પર આખું બોક્ષ ભરી પડી હતી.


રિયાએ એકપળ અંશ સામે જોયુ અને મનમાં વિચાર્યું આ રાત ક્યારેય પતે નહિ તો કેવું રહે! અંશના હાથે રિયાએ ચોકલેટ ખાધી. પોતાની આટલી ફેવરિટ ચોકલેટ રિયાને આટલી મીઠી ક્યારેય લાગી જ નહોતી. આ પળ જ હતા જે રિયાને અંશ દ્વારા પૂર્ણ કરી રહ્યા હતા.


ફરી રેડ વાઇન પીધી અને થોડું ડિનર કર્યું. રિયા માટે આ એ પળ હતા જે સ્વપ્ન સમાન હતા છતાં પૂર્ણ કરવા હતા અને એ પણ પોતાના સ્વપ્નમાં આવતા હીરો સાથે. દરિયો, ચાંદની, રેડવાઈન, રેડ ગાઉન, બ્લેક શૂટ એ બધુંજ ઈચ્છ્યું હતું એટલું અને એવું જે રિયાને મળી રહ્યું હતું. સ્વપ્ન જીવનમાં એવુંજ ઉતરી આવ્યું હતું.


રિયાને વાઈન નો નશો ચડી રહ્યો હતો. રિયા ઈચ્છતી નહોતી કે આજે એનો આ નશો ઉતરે અને એ આ સપનામાંથી બહાર આવે. એટલે એ ફરી એક પેક વાઇન ગટગટાવી ગઈ. એ સાથેજ રિયા ત્યાં ઢળી પડી હતી એને હજુ પણ એ અહેસાસ ખબર છે કે અંશ એને ઉંચકી બેડમાં લઈ ગયો હતો અને એણે પોતેજ અંશને પોતાની તરફ ખેંચી આલિંગનમાં ભરી લીધો હતો. પોતાના હોઠ અંશના હોઠમાં પરોવી અંશમય બની ગઈ હતી. અથવા કહો કે અંશને પામી પૂર્ણતા ભરી લીધી હતી.


સવારના ૧૧ વાગ્યે રિયાની આંખ ખુલી. હજુપણ રેડ વાઈન ભરેલા બે અધૂરા ગ્લાસ એના ટેબલ પર પડ્યા હતા.


એક તરફ તો રિયાને સપનું પૂર્ણ કરી શક્યાની ખુશી હતી તો બીજી તરફ ભગવાનથી ફરિયાદ હતી કે આ પળ માત્ર એકદિવસ માટે જ કેમ! આંખો તો ખુલી ગઈ હતી પણ રિયાને આજે સહેજપણ ઉતાવળ નહોતી.


રિયાને ખબર હતી અંશ કેનેડા જવા નીકળી ગયો છે અને એ પણ કાલથી ફરી એ જ પોતાની દુનિયામાં ખોવાઈ જશે. એને એટલું જ યાદ રાખવું હતું એનું સ્વપ્ન અને રેડ વાઈન.


*****


અંતિમ ભાગમાં તમને વાર્તા કેવી લાગી? તમે પણ આવું ક્યાંક અનુભવ્યું હશે. વ્યક્તિ, સંબંધ કોઈપણ હોય લાગણીઓ સ્થિર છે. તોય અવિરત વહેવું, વરસવું લાગણીઓને ગમે છે. તમે આ વાર્તા માટે પ્રતિભાવ, સૂચન આપી શકો છો. જો તમારા જીવનમાં આવી કોઈ ઘટના, પ્રસંગ બન્યો હોય તો તમે Email :- feelingsacademy@gmail.com અને https://www.instagram.com/feelings.academy/ પર એ ઘટના, પ્રસંગ મોકલી શકો છો. હું તમારા નામ સાથે એ લાગણીઓ મારા શબ્દોમાં કંડારી અહી મૂકીશ જે તમને પણ વાંચવી, અનુભવવી ગમશે. આવી જ ટૂંકી વાર્તાઓ વાંચવા જોડાયેલા રહો.


જય ભોળાનાથ...


Feelings Academy...


Rate & Review

Naitik Patel

Naitik Patel 2 weeks ago

Mp Mpnanda

Mp Mpnanda 4 weeks ago

Manikaka Patel

Manikaka Patel 1 month ago

Harshit Boricha

Harshit Boricha 2 months ago

Archana Majmudar

Archana Majmudar 2 months ago