Untold Story - 2 books and stories free download online pdf in Gujarati

Untold Story - 2

સવારનો સોનેરી સૂરજ બસ વાદળોમાંથી પોતાનું મુખ બહાર કાઢતો હોય એમ અને જાણે સોનુ વરસાવતો હોય એવો હતો. સાથે પક્ષીઓ ના અવાજ તો ક્યાંક મોરના ટહુકા સંભળાતા હતા.
કમળા ઉઠી ને દૈનિક ક્રિયા કરી રોટલી બનાવતી હતી.
ત્યાં જ રમેશ ઉઠ્યો ને મોઢું ધોઈને કમળા પાસે બેઠો.
કમળા ચા આપે છે, અને રમેશ ચા પીવાની સાથે ઊંડા વિચારોમાં ખોલવાયેલ હોય છે.
(બન્ને મૌન છે,
રોજના જેવી જ સવાર ઊગી હતી પણ સવારની શરૂઆતમાં ચિંતા બહુ હતી કારણ કે અભય પ્રાઇવેટ શાળામાં ભણવાની જીદ કરેલ ને આ જીદ પુરી કરવા રમેશ સહમત થઈ ગયો આ વાતથી,
પરંતુ રમેશ પાસે એટલા પૈસા નહોતા છતાં તેને હા પાડેલી.)
રમેશની ચા ખતમ કરી ડિશ નીચે મૂકે છે ત્યાં જ
કમળા, આપણે અભયને હવે આગળ નથી ભણાવવો.
(કમળા શુ વાત કરે છે એ જાણ્યા વગર જ)
રમેશ, હમમ કરી દે છે.
કમળા, સારું તમે માની ગયા એને ન ભણવા માટે મને તો એમ કે નહીં માનો.
(રમેશ આશ્ચર્ય સાથે પૂછે છે.)
રમેશ, શું કહે છે..?
કમળા, અભયને આગળ નથી ભણાવવો. એક તો પૈસા છે નહીં ને ઉપરથી પૈસાનું પાણી નથી કરવું.
(રમેશ બહુ શાંત સ્વભાવનો માણસ હોવા છતાં તેની પત્ની પર ગુસ્સો કરતો હોય તેવા સ્વરમાં બોલે છે.)
રમેશ, તો શું કરું હું એને મારી જેમ મજૂરી કરવું..? તને ખબર છે હું આપણા દિકરાને મારી જેમ કામ કરવા નથી માંગતો.
(કમળા રમેશને સમજાવતી હોય એમ)
કમળા, નિરાંતે બોલો અભય ઉઠી જશે તો હમણાં પ્રશ્નો નો પહાડ ઉભો કરશે.
(રમેશ ફરી ચુપચાપ વિચારોમાં ખોવાય જાય છે.)
કમળા, તો એટલા રૂપિયા લાવશું ક્યાંથી..? અભયની ફી કેમ ભરશું..?
રમેશ, એ તું ચિંતા ન કર. હું કરી લઈશ.
(કમળા રમેશ ને ખિજાતી હોય અને વ્હાલ જતાવતી બોલે છે)
કમળા, શુ તમે કરી લેશો એટલે..? તમારો એકનો જ દીકરો નથી અભય.
મારી પાસે પણ ત્રણ હજાર રૂપિયા ભેગા કરેલ પડ્યા છે એ લઈ જજો ને જલ્દીથી અભયનું એડમિશન કરાવી દેજો.
રમેશ, તયણ હજાર રૂપેડી નું કઈ ન થાય વિસ હજાર રૂપિયા જોઈ ત્યારે નિશાળા વાળા રાખે.
(જાણે ઉપરથી આભ ફાટ્યું હોય એમ કમળા આંખો ફાડી ને)
કમળા, વિસ હજાર રૂપિયા..? ક્યાંથી કાઢશો..?
(રમેશ જાણે બધા ચિંતામાંથી મુક્ત થયો હોય એમ.)
રમેશ, મગન કાકા પાસેથી લઈ લેશું વ્યાજે બાકી મારો દીકરો એન્જિનિયર બનશે જ.
(ત્યાં જ અભય બગાસું ખાતા પથારીમાં ઉભો થાય છે અને મમી ને રાડ પાડે છે મમી.... મમી....)
(કમળા રસોડા માંથી જ મોટા અવાજ)
કમળા, અહીંયા જ છું દીકરા ક્યાંય ભાગી નથી ગઈ હો હવે ઉઠી જા આવ નાસ્તો કરી લે.
(પછી હળવેથી અને હસતી હોય એમ)
કમળા, આ તમારો એન્જિનિયર ઉઠી ગયો એને ભેગો લેતા જજો એટલે મારે જવાબ ઓછા આપવા.
રમેશ, અભય બેટા ઉઠી જા તારે મારા ભેગું આવવાનું છે કામ ઉપર તારી મમી તારા સવાલોથી કંટાળી ગઈ છે.
(રમેશ હસતા હસતા વાત ખતમ કરે છે અને ત્યાં જ અભય રસોડા માં પહોંચી જાય છે અને રસોડામાં પાપા ને ટેકો દઈને નીંદર કરવા લાગે છે.)
રમેશ, અભય ઉઠ તો બેટા ચાલ મારે મોડું થાય છે
કમળા, અભય રોટલી ઠંડી થઈ જશે મોઢું ધોઈ આવ ને નાસ્તો કરી લે હાલ.
(અભય નીંદરમાં જ બોલે છે.)
પાપા મારે આજે નથી આવવું તમારી સાથે.
કમળા, ના હો તારે તારા પાપા ભેગું જવાનું જ છે, તું ઘરે હોય તો હું તને ચા ને નાસ્તો આપવામાંથી નવરી નથી થતી ને ઉપર થી તારા સવાલો એવા હોય મારુ માથું દુખાડી દે છે.
(અભય સીધો ઉભો થાય છે ને આંખો ખોલીને બોલે છે અને કમળા ને ટોચડી ભાષામાં)
તારું માથું દુઃખે મારા સવાલોથી હે..? પાપા તમે મમી ને કયો તો સવાલ એમનેમ ન થાય એના માટે વિચાર આવવા જોઈએ પહેલા.
(રમેશ હસતા હસતા ને અભયના માથે વ્હાલ કરતા હોય એમ)
તારી મમી અભળ છે એને ન ખબર પડે તું મોઢું ધોઈ આવ હાલ આપણે જવું છે હવે મોડું થાય છે.
(અભય મોઢું ધોવા માટે જાય છે અને કમળા પ્રેમની સાથે ગુસ્સામાં રમેશ સાથે જોતી હોય છે)
કમળા, પહેલા નહોતી ખબર કે હું અભણ છું..?
રમેશ, ખબર તો હતી પણ....
કમળા, શું પણ હે બોલો..?
રમેશ, પણ તે જ કઈ કરી નાખ્યું હતું મારા પર.
કમળા, રહેવા દયો હો. ત્યારે તો બહુ મોટી મોટી વાતો કરતા કે હું તને કેટલો પ્રેમ કરું ને આમ કરું ને ફલાણું ઢીકણું.
(રમેશ હસતા હસતા )
રમેશ, હા તો પ્રેમ તો કરું જ છું ને.
કમળા, તો પછી..(અભય મોઢું ધોઈને આવે છે એટલે ચૂપ થઈ જાય છે)
અભય, શુ તો પછી..?
(રમેશ હસતા હસતા જવાબ આપે છે)
રમેશ, કઈ નહિ તારી મમી અભણ છે ને તો એને અક્કલ નથી એમ
(અભય પણ હસતા હસતા )
અભય, મમી અક્કલ વગરની છે તો તમે લગ્ન સુકામ કર્યા હે..?
(કમળા અંદરથી હસતી હોય એમ રમેશ સામે જુવે છે ને રમેશ પણ કમળા સામે જુવે છે)
કમળા, હાલો આપો જવાબ હવે સુકામ લગ્ન કર્યા..?
રમેશ, એમાં એવું છે બેટા કે તારી જરૂર હતી ને અમારે એટલે અમે લગ્ન કર્યા.
અભય, લે એમાં હું વચ્ચે ક્યાં આવ્યો..?
(કમળા બંનેની વાત કાપી ને વચ્ચે બોલે છે)
કમળા, અભય તું નાસ્તો કરી લે તો પહેલા પછી તું પ્રશ્નો કર્યા કરજે.
(બધા શાંત થઈ જાય છે ને અભય નાસ્તો કરવા લાગે છે ત્યાંથી રમેશ ઉભો થઈને બહાર આવી તેનો ખોદવા માટેનો હથિયાર એટલે કે ત્રિકમ ને પાવડો ને છાલું વગેરે ભેગું કરે છે ત્યાં અભય નાસ્તો કરીને બહાર આવે છે)
અભય, હાલો પાપા થઈ ગયો નાસ્તો હવે જાય.
(કમળા, રસોડામાંથી મોટા અવાજમાં)
અભય બેટા તડકો બહુ થશે બપોરે ટોપી પહેરતો હા અને છાયે બેસજે.
રમેશ, અભય ટોપી પહેરી લે.
(અભય ટોપી પહેરી લે છે અને બન્ને કામ પર નીકળે છે. ત્યાં જ રસ્તામાં મગન કાકા ભેગા થાય છે.)
(રમેશ, અભય દાદા ને પગે લાગ એ મોટા છે એને માન આપવું જોઈએ અને અભય કઈ વિચાર્યા વગર પગે લાગે છે ત્યારે મગન કાકા આશીર્વાદ આપતા હોય એમ માથે હાથ મૂકે છે)
રમેશ, કા મગન કાકા કેમ છવ..?
મગનકાકા, અરે મજા મજામાં, તું કહે તને કેમ છે ને આ અત્યારમા બાપ દિકરાની જોડી ક્યાં ઉપડી..?
રમેશ, બસ મજામાં જ છું કાકા, અહીંયા જ જઈએ છીએ પાદરની આગળ રણછોડભાઈ ની વાડીએ ખાડો ખોદવાનો છે તો.
મગનકાકા, સારું સારું, શુ કે અભય દીકરો ભણવાનું તો પૂરું એમને વેકેશન પડી ગયું.
(અભય ને થોડો ડરતો હોય એમ કઈ બોલતો નથી)
રમેશ, હા પહેલો નંબર આવ્યો છે નિશાળમાં હવે બીજે ભણવા બેસાડવાનો છે.
મગનકાકા, સારું સારું
(રમેશને પૈસા માંગવા હોય છે પરંતુ એક સ્વાભિમાની માણસનું સ્વાભિમાન નડતું હોય એમ કઈ બોલતો નથી)
રમેશ, તો સારું ચલો ભાગીએ કામ ઉપર હમણાં તડકો થઈ જશે.
મગનકાકા, હા રમલા કઈ કામ હોય તો કહેજે હો.
(રમેશને ફરી વિચાર આવે છે કહી દવ પૈસાનું પરંતુ કઈ બોલતો નથી અને ચાલતો થઈ જાય છે અને ચાલતા ચાલતા)
રમેશ, એ ભલે કાકા
(અભયને રમેશ બન્ને હજુ થોડા ડગલાં જ ચાલ્યા હોય ત્યાં અભય કુદકા મારતો જ બોલે છે)
અભય, પાપા આ પગે લાગવાથી શુ થાય..?
રમેશ, આપણાં થી મોટા હોય એને પગે લાગવાનું હોય.
અભય, પણ પગે લાગવાથી થાય શુ..? ભગવાને તો આપણે પગે લાગીએ જ છીએ તો પછી પછી આ દાદા ને કેમ પગે લાગવાનું કીધું..?
રમેશ, દાદા ભગવાન જ કહેવાય ને આપણા થી મોટા છે એટલે.
અભય, તો આ ભગવાન તો કેટલા બધા થઈ જાય આપણે જેને પગે લાગીએ એ ભગવાન એમને..?
રમેશ, એવું ન હોય પણ મોટાને માન આપવાનું એટલે પગે લાગવાનું.
અભય, હા હું મગન દાદા ને પગે લાગ્યો એટલે એને માન આપ્યું કહેવાય એમને..?
રમેશ, હમમ
(રમેશની કામ પર ની જગ્યા પર પહોંચી જાય છે ત્યાં રમેશ કામે લાગે છે ને અભય ત્યાં જ બેઠો વિચારમાં પડે છે ને ઓચિંતા બોલે છે)
અભય, પગે લાગવાથી માન અપાતું હોય તો અમે અમારા સાહેબ ભણાવતા એને પગે લાગતા એટલે લાગતા હશું..?
રમેશ, હા એ તમારા ગુરુજી એટલે કે ભગવાન જ કહેવાય.
અભય, આ બધા ને તમે ભગવાન કહીએ પાપા તો તમે જે મને ફોટોમાં ને મંદિરે હોય એ બધા ભગવાન અલગ અલગ કેમ..?
(રમેશ વાત ને વાળવા માટે થઈને વગર વિચાર્યે જ જવાબ આપે)
રમેશ, એ પહેલાના ભગવાન થઈ ગયા અને આ અત્યારના ભગવાન કહેવાય.
અભય, તો પછી આપણે પહેલાના ભગવાને ભૂલી અત્યારના ભગવાનની પૂજા કરવી જોઈએ..?
રમેશ, એવું ન હોય બેટા.
અભય, કેમ..?
રમેશ, પહેલાના સમયમાં ભગવાન થઈ ગયા કેમ કે એ સારા માણસો હતા અને અત્યાર ના સમયના આ સારા માણસો જે ભગવાન કહેવાય.
અભય, તો પછી આપણે પૂજા કોની કરવાની.?
રમેશ, બધાની એમાં સુ છે આપણું કઈ થોડી જવાનું છે.
અભય, પૂજા કરવાથી શુ થાય..?
રમેશ, એ તને પછી કહીશ હો હવે તું મને કામ કરવા દે ને તું રમવા માન્ડ જા પહેલા છોકરાઓ સાથે.
અભય, ના કહોને પૂજા કરવાથી શુ થાય.
રમેશ, બેટા બપોર થઈ ચૂક્યા છે ને મારે હજુ ઘણું કામ છે નિરાંતે કહીશ તને.
અભય, (વાત માની જાય છે) સારું તો હું રમવા જવું પણ પછી કહેજો હો મને કે પૂજા કરવાથી શુ થાય..?
રમેશ, હા હા જા રમવા જા.
(અભય રમવા જાય છે ને રમેશ કામ કરવા લાગે છે અને બપોર થઈ જાય છે બન્ને જમવા ભેગા થાય છે ને ફરી અભયના પ્રશ્નોના પહાડ ચાલુ કરી દે છે)
અભય, પાપા તમારે મને કઈક કહેવાનું છે યાદ છે ને તમને..?
રમેશ, હા પણ પહેલા જમી લઈએ શાંતિ થી તારા જવાબો રાતે આપીશ. ( વાત ને ટાળવા કરે છે)
અભય, ઓકે ચલો રાતે જ વાત બસ.
(આમ રમેશ ફરી કામે લાગે છે ને અભય રમવામાં ફરી મશગુલ થઈ જાય છે ને સાંજ પડી જાય છે. સાંજના એ સમયે સૂર્ય અથમવાની બસ થોડીક જ ક્ષણો બાકી હોય છે ત્યારે એ ખુબસુરત દ્રશ્ય એ સાબિત કરતું હોય છે કે અંત હંમેશા ખુબસુરત જ હોય છે.
ત્યારે બન્ને ઘરે જવા નીકળે છે.)
અભય ચાલતા ચાલતા બોલે છે પપ્પા તમારે મને કઈક કહેવાનું હતું તમને યાદ છે..?
રમેશ, હા યાદ છે પણ નિરાંતે જવાબ આપીશ ઘરે જઈને.
અને બને ઘર તરફ ચાલતા થાય છે.
ઘરે પહોંચે છે અને રમેશ ન્હાવા જાય છે, અભય એની મમી કમળા ને પૂછે છે.
અભય, મમી આ પૂજા કરવાથી શુ થાય..?
કમળા, પૂજા કરવાથી મનની ઈચ્છાઓ પૂરી થાય.
અભય, તો પછી કામ કરવાની શુ જરૂર..? પૂજા કરીએ ને ઈચ્છા પૂરી.
(કમળા વિચારે છે કે શુ જવાબ આપું ને કેમ સમજાવું. ત્યાં અભય હસતા હસતા ફરી બોલે છે.)
અભય, તને ન ખબર પડે આમય તું ક્યાં ભણેલી છે.
કમળા, હા તું મોટો એન્જિનિયર બની ગયો છે તને બધી ખબર પડે છે ને.
(રમેશ ન્હાહી ને આવે છે ને બન્ને ની વાતો માં વચ્ચે વચ્ચે જ બોલે છે.)
રમેશ, સાચું કીધું અભય બેટા તારી મમી ને ખબર ન જ હોય.
અભય, તો હવે તમે તો કહો મને કે આ પૂજા કરવાથી થાય શુ..?
રમેશ, પહેલા ન્હાય આવ જા ધૂળમાં રમીને ધૂળ જેવો થઈ ગયો પછી તને બધા જવાબ આપું.
અભય, પાક્કું ને આપશો.?
રમેશ, હા પાક્કું.
(અભય ન્હાવા જતો રહે છે ને કમળા રમેશને પૂછે છે.)
કમળા, એ પૈસા નું શુ કર્યું મગન કાકાને કીધું કે નહીં.
રમેશ, ના સવારે ભેગા થયા પણ બોલતા જીભ ન ઉપડી મારી.
કમળા, લ્યો તમે એટલું ન કહી શક્યા અને આપણે ક્યાં એમનેમ જોઈ થતું વ્યાજ આપી દેશું.
રમેશ, હા પણ......
કમળા, શુ પણ...?
જાવ અત્યારે જ જતા આવો મગન કાકા ને વાત કરો એટલે પછી આનું એડમિશન થઈ જાય.
રમેશ, હા અત્યારે મગન કાકા ઘરે જ હશે હાલ જવું.
( મગનકાકા રમેશની આગળની શેરીમાં જ રહે છે એટલે ત્યારે જ રમેશ મગન કાકાના ઘરે જવા નીકળે છે. રમેશ ઘરની બહાર નીકળે છે ત્યાં જ અભય ન્હાહીને આવી જાય છે.)
(બહાર આવતા જ કમળા ટુવાલ હાથમાં લઈને)
કમળા, શરીર તો લૂંછ સરખું જોતો પાણી પાણી કરે છે બધું.
અભય, પાપા ક્યાં ગયા..?
કમળા, ગામમાં ગયા છે.
અભય, મારે જવું છે કામમાં મારા કપડાં આપ ફટાફટ.
(અભય ફટાફટ કપડાં પહેરતો હોય છે ત્યાં કમળા)
કમળા, તારા પાપા મગન કાકા ના ઘરે ગયા છે ત્યાં જ હશે.
અભય, તો હું ત્યાં જ જવું છું
(અભય મગનકાકા ઘરે જાય છે ત્યાં હજુ રમેશ પહોંચ્યો હોય છે મગનકાકા ગામમાં ગયા હતા એની રાહ જોતો હતો, અને મગન કાકા ને અભય બન્ને એક સાથે જ પહોંચે છે)
અભય દોડતો રમેશના ખોળા માં બેસે છે.
મગનકાકા, આવ આવ રમલા બહુ જાજા દિવસે ઘરે આવ્યો.?
રમેશ, હા કાકા.
મગનકાકા, શુ કે કમળા ને મજામાં ને..?
(રમેશ અંદરથી ભાંગી ગયો હોય એમ ફક્ત સવાલના જ જવાબ આપે છે )
રમેશ, હા મજામાં..
(મગનકાકા મોટા અવાજે)
રમલા માટે ચા પાણી બનાવો ઘણા દિવસ આવ્યો છે.
રમેશ, ના કાકા ના ચાલશે ચા નથી બનાવવો હમણાં જમવાનું જ છે.
મગનકાકા, એમ થોડું હાલે ચા તો પીવો જ પડે હો.
(રમેશ ચૂપ છે ને આ ચુપી પાછળની ચિંતા અભય બહુ ધ્યાનથી જોતો હોય છે)
મગનકાકા, શુ કે અભય બેટા કેમ બોલતો નથી..?
(રમેશ અભય સામે જુવે છે ને એને એનું કામ જે મગનકાકા પાસે કરવા આવ્યો છે તે યાદ આવે છે પણ બોલવાની હિંમત નથી થતી ત્યાં મગનકાકા સામેથી પૂછે છે)
મગનકાકા, શુ રમલા કઈ કામ પડ્યું હતું તો આવ્યો.
(રમેશ હવે વિચારવાનું બંધ કરી ને સીધું જ બોલી દે છે.)
રમેશ, હા મારે પૈસા જોતા હતા કાકા.
(મગનકાકા બોલવા જાય છે ત્યાં ચા આવે છે ને)
મગનકાકા, હસતા હસતા લ્યો ચા આવી ગઈ.
દયો રમલા ને પહેલા દયો. બેટા અભય તારે ચા પીવી છે..?
રમેશ, ના એ નહિ પીવે.
( ત્યાં મગન કાકા ચા પિતા પિતા )
મગનકાકા, કેટલા જોઈ બોલને રૂપિયા મુંજામાં તું અને આમ અચાનક પૈસાની જરૂર શુ પડી..?
રમેશ, અભયને પ્રાઇવેટમાં ભણવા બેસાડવો વિસ હજાર રૂપિયા જોઈ છી ફી ભરવા હું તમને વ્યાજ સહિત આપી દઈશ.
મગનકાકા, અરે રમલા હું વ્યાજ વટા ના ધંધા નથી કરતો ખબર ને તને પણ તું મારા દીકરા જેવો છો તને કઈ થોડી ના પાડું પૈસાની.
રમેશ, હા પણ વ્યાજ આપીશ મારે એમનેમ ઉધારી માથે નથી કરવી.
મગનકાકા, આ અભલો મારો દીકરો જ છે ભણશે ને આગળ આવશે તો મને ફાયદો થશે ને.
(રમેશ ચૂપ થઈ જાય છે ને અભય અંદરથી સાવ શૂન્ય થઈ ગયો હોય એમ વિચારમાં રમેશ સામે જોતો હોય છે ત્યાં મગન કાકા પૈસા લઈને આવે છે)
મગનકાકા, રે રમલા વિસ હજાર વધારે જોઈ તો બોલ બાકી ભણાવજે અભયને.
રમેશ, ના ના કાકા વિસ હજાર જ ફી છે.
મગનકાકા, ભલે પણ મુંજાતો નહિ હજુ જરૂર પડે તો બોલજે.
રમેશ, એ ભલે કાકા હવે હું ઘરે જવું કમળા રાહ જોતી હશે જમવાની.
મગનકાકા, ભલે આવજે હો.
(અભય ને રમેશ ઘરે જવા નીકળે છે ને મગનકાકાની ડેલી બહાર પગ મુકતા જ અભય બોલે છે)
અભય, પાપા મારે ભણવું નથી.
રમેશ, કેમ..?
(અભય વિચારોના વાવાઝોડા માં ખોવાય ગયો હોય છે ને બન્ને ઘરે પહોંચી જાય છે ત્યાં રમેશ ખિસ્સા માંથી પૈસા કાઢી કમળા ને આપે છે)
રમેશ, વિસ હજાર છે સાચવી ને રાખી દે.
કમળા, હા પણ અભય ને શુ થયું કેમ મોઢું પડી ગયું..?
તમે કઈ કીધું એને..? માર્યો..?
રમેશ, ના પણ એ એમ કહે છે કે ભણવું નથી.
કમળા, આંખો ફાટી જાય છે ને બોલે છે તારે કરવું શું છે એ કહીશ પહેલા કહે કરણ ભેગું ભણવું હવે કે નથી ભણવું.
(આ સાંભળી અભય રૂમમાં જઈને સુઈ જાય છે)
કમળા, શુ કરવું આનું..?
રમેશ, કઈ કરવાનું ન હોય છોકરું છે સમજી જશે.
કમળા, તમે જ એને બગાડો છો હાથે કરીને,
રમેશ, હા તું હવે જમવાનું દઈશ..?
કમળા, તમારા એન્જીનયરિંગ ને બોલાવો. મારા કીધે આવશે ને નહિ ને જીદિલો તો તમારા જેવો છે કે એક વાર કહેશે એમ જ કરશે.
(રમેશ અભય ને ઉઠાડવા માટે જાય છે અભય જાગતો હોય છે છતાં ઉઠતો નથી)
રમેશ, અભય જમી લે તારે ન ભણવું હોય તો કઈ નહિ
(અભય આંખો ખોલે છે ને બોલે)
સાચે..?
રમેશ, હા પણ અત્યારે જમી લઈએ હાલ.
(બન્ને જમવા માટે બેસે છે અને જમતા જમતા જ વાત કરે છે)
અભય, પાપા તમે આ પૈસા કાલે પાછા આપી દેજો મારે ભણવું નથી.
રમેશ, એ દેવાય જશે ક્યાં તારે દેવાના છે..? તું ખાલી ભણવામાં ધ્યાન દે.
અભય, ના મારે એવું નથી ભણવું કે જેમાં તમારે બીજા પાસે પૈસા લેવા પડે હું તમે કહેશો ત્યાં ભણીશ કરણ ભેગું નથી ભણવું.
રમેશ, જો બેટા પૈસા તો કમાય લઈશ પણ તારું ભણવાનું સારી રીતે.
અભય ગુસ્સો કરીને અડધું જમીને જ ઉભો થઈ જાય છે.
અભય, મારે નથી ભણવું ના પાડી ને મેં આ પૈસા પાછા આપી આવજો.
( આમ અભય ફરી રૂમમાં જઈને સુઈ જાય છે)( એક ચૌદ વર્ષ નોક છોકરો જેને હજુ દુનિયાદારીની ખબર નથી પડતી એ એના બાપનો પૈસા માટે થઈને હાથ ફેલાવો પડ્યો એ જોઈને જે એનું સપનું ઈચ્છા હતી પ્રાઇવેટ શાળામાં ભણવાની એ 2 મિનિટમાં ખતમ કરી દે છે. હવે શું આભય પ્રાઇવેટમાં ભણવા માટે માનશે કે પછી રમેશ પૈસા પાછા આપી દેશે, મગનકાકા ને એ આગળના ચેપટરમાં જોશું.)
આભાર....🙏🏻