Darkweb - 3 in Gujarati Novel Episodes by Parixit Sutariya books and stories PDF | ડાર્કવેબ - 3

ડાર્કવેબ - 3

આ એક કાલ્પનિક સ્ટોરી છે જેનો કોઈ વ્યક્તિ સાથે સીધો કે આડકતરો કોઈ સબંધ નથી.

---*
ચેપ્ટર 3 :- DTU ∆

અંકિતા જે રિપોર્ટ ફાઇલ આપી ને ગયી હતી ત્યારથી શર્મા ના હોશ ઉડેલા હતા અને મગજ ચકરાવે ચડ્યું હતું ! , રાકેશ નું ઘર A, ચોપન-પંચાવન, ગલી નંબર - ૨, પાંડવ નગર, દિલ્હી સ્થિત બેવ મકાન તેના હતા મૉટે ભાગે તે તેના માતા - પિતા માટે બનાવેલ ઘર માં રહેતો જે બે માળ નું બહારથી સામાન્ય લાગતું ઘર અંદર જતા જ આલીશાન મહેલ જેવો અનુભવ થાય એવી બધી જ આધુનિક વસ્તુઓ સાથે ખાસ તો તેનું ફર્નિચર હતું જેની ચર્ચા દેશપ્રેસ ની ઓફિસ માં થતી.
પાંડવ નગર માં દરેક સોસાયટી ના ખૂણે ખૂણે મસાલા વાળા ના ગલ્લા અને દરેક ગલ્લે ૪-૫ હાથમાં માવો કે બીડી લઈને યુવાનો નું ઊભેલું ઝૂંડ જોવા મળે એમાંય ખાસ કરીને કલાસ બંક મારીને આવેલા કોલેજ સ્ટુડન્ટસની સંખ્યા વધુ હતી. !!

શર્મા એ રિપોર્ટ બેગમાં નાખી અને ઘરે કોઈ સુરાગ મળશે એ લાલચે પોતાનું જે ઘર હતું (જેમાં કાર પાર્ક છે એ ઘર, તેની બાજુ નું એ એના માતા પિતા માટે બનાવેલું ઘર છે.) તેમાં એક એક રૂમ માં ફરી વળ્યો કેમકે તેને પણ એવુ લાગતું હતું કે કદાચ તેની ગેર હાજરી માં કોઈ અહીંથી કોલ કરતું હશે કેમકે તે મૉટે ભાગે બાજુ ના ઘરમાં રહેતો અને ઓફિસે જવા માટે પણ ગાડી લેવા આવતી એટલે ગાડી સહિત પોતાનું ઘર ખંડેર હાલત માં પડ્યું હતું.

દિવસ માં ત્રણ સિગરેટ થી કામ ચાલતું હતું પણ ડેટા લીકનો કેસ અને એમાંય એના ઘરનું લોકેશન રિપોર્ટ માં આવ્યા પછી કલાકે ને કલાકે શર્મા ને ફ્રેશ થવું પડતું એ જ બહાને ફરી પોતાના ગજવા માં હાથ નાખી પેટી કાઢી, અંદર તમાકુ નો ભૂકો બચ્યો હતો !!

એ સિગરેટ નું બોક્સ માં સિગરેટ તો ન હતી પણ પેટીના તળિયે ખૂણા માં તમાકુ ને સૂંઘતા બહાર નીકળ્યો અને પેટી કચરાપેટી માં ફેંકી સોસાયટી ના ખૂણે એક પાનનો ગલ્લો હતો ત્યાં જઈ એક સિગરેટ નું પેકેટ લીધું. ત્યાં એક કોલેજ નો સ્ટુડન્ટ કોઈ સાથે ફોન પર મોટા અવાજ માં વાત કરતો હતો તેના હાવભાવ અને વાત પરથી થોડો અંદાજો આવ્યો કે કોલેજ ની કોઈ છોકરી સાથે બબાલ થઈ હશે. શર્મા સિગરેટ સાથે પેલા યુવાન ની કશ પણ લઈ રહ્યો હતો.!! આખી સિગરેટ પુરી થઈ તોય પેલો યુવાન ગુસ્સામાં જ હતો, થોડી વાર માં ચાલુ વાતે ફોન છોકરી એ કટ કર્યો એમાં વધુ ગુસ્સે ભરાયો અને ફોન ત્યાં ગલ્લા પર જોર થી પછાડ્યો એ જોઈ દુકાનદાર પણ ઉકળ્યો અને બોલ્યો "ભાઈ કાલ થી આવતો નહિ અને ફોન કરવો હોય તો ઉધારી માં તો થશે જ નહી, ચા નાસ્તો અને ઠુઠા પીધા એનો હિસાબ હજુ આપ્યો નથી" વળતા જવાબ માં યુવાને કહ્યું "તુંય ક્યાં માથું ખાય છે યાર, કાલે બધો હિસાબ પતાવી દવ અને હા તું એકલો નથી દુકાન ચલાવતો, સામે ની ૩જી ગલીમાં (આંગળી ચીંઢતા) તારાથી સારી ૪ દુકાન છે અને મારી કોલેજ માંથી કોઈ નહિ આવે તારી દુકાને હવે ખુશ.." (એટલું બોલી ત્યાંથી ચાલતો થયો)

થોડી વાર રાકેશ શર્મા અને દુકાનદાર એકબીજા ની સામે જોઈ રહ્યા !! દુકાનદાર હળવેકથી બોલ્યો "શર્માજી કોઈ પકડાયુ કે નહીં, ડેટા લીક માં કોઈ અપડેટ ??" શર્મા એ કહ્યું "ના ભાઈ હમણાં તો કોઈ અપડેટ નથી બસ દેશ ચેનલ જોતા રહો શી ખબર કોણ ક્યારે પકડાય" બન્ને ના મગજ માં પેલા યુવાન ની વાત જ ઘૂમતી હતી, રાકેશ ને થોડી વાર તો એ પણ લાગ્યું કે આ કોલેજ જતો પણ હશે કે નહીં ?? ખેર જે હોય તે બીજા ની પંચાયત માં મારે શું પડવાનું એ વિચારી ત્યાં પૈસા દેતો હતો ત્યાં તેની નજર લાલ રંગ ના લેન્ડલાઈન પર પડી !!

એ એજ ફોન હતો જે પેલો યુવાન જોરથી પછાડી ને ગયો અને અંકિતા ના રિપોર્ટમાં પણ લેન્ડલાઈન ફોન નંબર હતો !!

બીજું કશું વિચાર્યા વગર ફટાફટ તે ફોન ની પાછળ નો નંબર અને પોતાના રિપોર્ટ ના નંબર ને ચેક કર્યો, લગભગ એ જ હતો બસ છેલ્લા બે આંકડા સિવાય. દુકાનદારે સફેદ કાગળ પર નંબર લખી ફોન પર ચોંટાડેલુ હતું જેમાં છેલ્લા બે આંકડા બરાબર દેખાતા ન હતા એટલે દુકાનદાર ને નંબર પૂછ્યો, બેઠો રિપોર્ટ માં જે નંબર હતો એ જ બોલ્યો.

શર્માએ દુકાનદાર ને પૂછ્યું કે "રાત્રે કેટલા વાગ્યા સુધી તમે દુકાન ખુલ્લી રાખો છો ?"

દુકાનદાર " સવાર ના ચાર વાગ્યા સુધી ખુલ્લી હોય પછી ચાર થી છ બંધ અને ફરી છ વાગ્યે મારો નાનો ભાઈ દુકાન ખોલી નાખે"

શર્મા :- " કાલે રાત્રે ૨ વાગ્યે કોઈ અહીં લેન્ડલાઇન પર કોલ કરવા આવ્યું હતું ??"

દુકાનદાર :- "દિવસ માં કેટલાય આવતા હોય સાહેબ, ખાસ કરીને કોલેજ ના છોકરા વધુ આવે અને કલાકો કાઢી નાખે."

"કાલે કોઈ અજીબ બનાવ બન્યો હોય એવું કશું યાદ છે" શર્મા એ દુકાનદાર ને પૂછ્યું

"હા ! એક છોકરો ફોન પર કશુંક મશીન લગાડી ને વાત કરતો હતો ધીમું બોલતો એટલે સમજાયું નહીં એને કાલે રાત્રે બે ફોન કર્યા અને પછી જતો રહ્યો. " દુકાનદાર થોડા ડર સાથે ફરી બોલ્યો "શર્મા સાહેબ કેમ કોઇ નવો કેસ હાથ લાગ્યો છે ? કે કોઈ શંકા-કુશંકા છે ?"

"ફરી તમે એને જુવો તો ઓળખી જાવ ? મારે એના ચહેરા નું ચિત્ર બનાવવામાં મદદ જોઈશે તમારી. અને બને તેટલું કોઈને ખબર ના પડે એ રીતે કામ કરવાનું છે.." શર્મા ધીમેથી બોલ્યો

" હા સાહેબ ! એમાં શું ચિત્ર બનાવવાનું એ તો અહીં ઘણી વાર આવે છે, મને એમ કે તમે મજાક કરી રહ્યા એટલે મેં સાચું ના કહ્યું એને મેં DTU ના છોકરાઓ સાથે જોયેલો છે.!!"

વધુ આગળના પ્રકરણ માં ..


Rate & Review

Nilesh Bhesaniya

Nilesh Bhesaniya 5 months ago

Bijal Desai

Bijal Desai 5 months ago

yash ramani

yash ramani 5 months ago

Asif Nagani

Asif Nagani 5 months ago

AbhiModi

AbhiModi 5 months ago