King Vikramaditya and his adventures - 2 books and stories free download online pdf in Gujarati

રાજા વિક્રમ ની સાહસ ભરી, રોમાંચક સફર - 2

પશુઓ પણ કીકિયારી કરવા લાગ્યા... ત્યાં જ મહારાજ વિક્રમ ને ,તે સ્ત્રી નો ચહેરો દેખાયો....તેઓ તરત જ..તે ચહેરો આશ્ચર્ય સાથે ઓળખી ગયા...."આ શું?"તેમના મુખ માં થી અનાયાસે જ શબ્દો સરી પડ્યા....
હવે આગળ...

તે બીજું કોઈ નહીં..પણ તેમના જ પરમમિત્ર.. નગરશેઠ ની અર્ધાંગિની " રુપા" હતી..

જે સવૅ પ્રથમ તો પૂજા સામગ્રી સાથે...તે અઘોરી ની કોઇક પૂજા માં સામેલ થઈ....પછી રુપા પણ તે અઘોરી ને વશ થઈને.. પોતાનું પણ સવૅસ્વ અઘોરી ને સોંપી દીધું..જે મહારાજ વિક્રમ ન જોઈ શક્યા...અને દુઃખી હૃદયે ત્યાં થી.. પોતાના રાજ્ય તરફ પલાયન કરી ગયા...
તેઓ મહેલમાં પરત ફર્યા.. પોતાના શયનખંડ માં ગયા...સુવા ની કોશિશ કરી..પણ વ્યર્થ... નિદ્રા રાણી... તેમના થી ક્યાંય દુર જતી રહી હતી...તેઓ કશ્મકશ માં હતા..કે નગરશેઠ ને આ વાત થી અવગત કેવી રીતે કરાવે...?🤔😒 આવી વાત પોતાના પરમમિત્ર નગરશેઠ ને જણાવવી તો પડશે જ..પણ કેવી રીતે જણાવે.?...તેઓ પોતાના મિત્ર ને દુઃખી નહીં જોઈ શકે....
ખૂબ જ વિચાર કર્યો પછી તેઓ ના મન માં , કોઈ એક ઉપાય ઝબૂકયો...
તે વિચાર પ્રમાણે... રાજા વિક્રમ ફરી થી... ત્રણ દિવસ પણ રાત્રી ના બીજા પહોર માં... છૂપા વેશે બહાર નીકળ્યા..‌‌અ ને ફરી થી તે રૂપા નો પીછો કર્યો...
આ વખતે મહારાજ વિક્રમ એ ધ્યાન આપ્યું કે...તે રોજ એક જ સાડી પહેરીને જતી હતી...

તેઓ તે સાડી ને તુરંત જ ઓળખી ગયા...આ એ જ સાડી હતી..જે નગરશેઠ..એક મહિના પહેલા બહારગામ ગયા હતા... ત્યાં થી લાવ્યા હતા... નગરશેઠ તેવી ત્રણ સાડી લાવ્યા હતા.. જેમાં થી એક રુપા માટે અને બીજી બે રાણીઓ ને ભેટ સ્વરૂપે આપી હતી...

હવે મહારાજ વિક્રમ ચોથા દિવસે... યોજના બનાવી ને..ત્યાં પીછો કરી ને ગયા...જેવી પૂજા વિધિ પૂરી થઈ..ને રાબેતા મુજબ...રુપા એ તે સાડી ઉતારી ને બાજુ પર મૂકી... મહારાજ વિક્રમ એ , નજર ચૂકવીને તરત જ એક સળગતુ લાકડું તેના પર નાખી દીધું....

પછી ત્યાં થી પલાયન થઈ ગયા...

આ બાજુ સાડી સળગી જવાથી.... અઘોરી એ.. તેને બીજી સાડી આપી...જે પહેરીને.‌રુપા ઘરે પરત ફરી...

હવે યોજના મુજબ.... મહારાજ વિક્રમ એ તેમના સંદેશા વાહક સાથે.... નગરશેઠ ને પોતાના મહેલમાં પધારીને.‌‌, રાત્રી ભોજન માટે, સપરિવાર નિમંત્રણ મોકલ્યું....તેમજ એક ખાસ વાત કહેવડાવી કે....અમારી રાણીઓ નો આગ્રહ છે કે....રુપા ભાભી... તમે લાવ્યા હતા તે જ સાડી પહેરીને આવે....
આ સાંભળી રુપાના હોશકોશ ઉડી ગયા...
પણ કહે પણ શું?? તે વિચારવા લાગી...
રાત્રે રુપા એ , પોતાના કબાટ માં સાડી શોધવાના અને પછી કદાચ તે સાડી મોંઘી હોવાના કારણે...ચોરાઈ ગઈ છે...તેમ કહી આંસુ સારતી, નાટક કર્યા ..

નગરશેઠ,રુપા ને બહુ જ પ્રેમ કરતા હતા..તો‌ તેમણે રડવાનું બંધ કરી.. બીજી સાડી પહેરીને સાથે આવવા કહ્યું...
રુપા ની ચાલ કામિયાબ રહી....તે ખુશ થતા... તૈયાર થઈ ગઈ..પણ મન માં તો વિચારતી રહી કે... મહારાજ વિક્રમ એ અચાનક આમંત્રણ આપ્યું અને તે પણ પેલી જ સાડી પહેરીને આવવા માટે... નક્કી કંઈક દાળમાં કાળું છે....

પછી નગરશેઠ પરિવાર સહ રાજા વિક્રમ ના મહેલ પહોચ્યા... રાજા વિક્રમ એ તેમજ તેમની બંને રાણીઓ એ ખુબ જ ભાવભર્યું સ્વાગત કર્યું....

પછી બધા જ મહારાજ વિક્રમ સાથે ૩૨ પકવાન નો સ્વાદ માણ્યો....

ત્યારબાદ તેઓ શતરંજ રમવા માટે બેઠા.... નગરશેઠ ની અર્ધાંગિની રુપા પણ તેમની બાજુમાં જ બેઠી..

તેમ જ મહારાજ વિક્રમ ની બંને રાણીઓ.... મોટી રાણી ગુણવંતી અને નાની રાણી રુપમતી પણ પાસે બેઠી...
હવે મહારાજ વિક્રમ પોતાની યોજના મુજબ.... વાતો કરવા લાગ્યા.... કહ્યું કે.. થોડાક દીવસ પહેલાં હું જ્યારે નગરદશૅન માટે છૂપા વેશે બહાર નીકળ્યો હતો ત્યારે મેં એક સ્ત્રી ને કામળો ઓઢીને ક્યાંક જંગલ તરફ‌ પ્રયાણ કરતી જોઈ હતી...
દેખાવમાં તો સારા ઘરની લાગતી હતી..પણ આટલી રાત્રિના સમયે તે જંગલ તરફ‌ ક્યાં જતી હશે??
એમ કહી,રુપા સામે જોઈ ને..રહસ્યમયી હાસ્ય કર્યું..

હવે રુપા પણ ઘણી ચાલાક હતી.. તેને ધીમે ધીમે બધું સમજાઈ રહ્યું હતું....

*શું મહારાજ વિક્રમ,રુપા ની પોલ ખોલી નાખશે..... શું રુપા વિશે નગરશેઠ જાણી જશે?? અને જો જાણશે..તો આગળ ક્યાં પગલાં લેશે??🤔
તે જાણીશું આગળ ના ભાગમાં....બહુ જ જલ્દી...*.