Matra ek tu - 2 books and stories free download online pdf in Gujarati

માત્ર એક તું - 2

સારા રસોડામાં રસોઈ કરી રહી હતી બાજુમાં પડેલો ફોન અચાનક જ વાગ્યો સ્ક્રીન પર નીલ નું નામ ફ્લેશ થતું હતું સારા એક મંદ સ્મિત સાથે ફોન ઉપાડે છે,
સારા : હા, નીલ બોલ...
નીલ : સારા હું કાલ તને મળવા આવું છું, તું કાલ ફ્રી હશે ને..!?
સારા : હા, પણ આમ અચાનક કેમ....? બધું બરાબર છે ને...?
નીલ : હા, બધું બરાબર જ છે. બસ મારે ત્યાં કામ છે અને આપણે પણ મળ્યાં નથી હમણાં તો મળીએ...
સારા : સારું છે.. આવી જા.. નીલ તું કે કાલ તારે મને કેમાં જોવી છે... કોઈ ખાસ ફરમાઈશ આપની....??
નીલ : આમ તો તું તને ગમે તે પેહરીશ તો ચાલશે, પણ જો મારી પસંદ નું જ પેહરવું હોય તો સાંભળ જરા...
તું સ્કાઈ બ્લુ જીન્સ અને વાઇટ કુર્તી પેહરજે, કાન માં જુમકા, કપાળ પર એક નાની બિંદી, તારી આંખો માં નજર ના લાગે એટલે જરા કાજલ અને હાથ માં ઇન્દ્રધનુષ ના રંગો સમાન 3/4 બંગળી... ખાસ તારા ચહેરા પર નું હાસ્ય એ ના ભૂલી જતી...
સારા : વાહ , શું વાત છે...! તારી શણગાર સમજ બહું સરસ છે...સારું ચલ કાલ આપણી હંમેશા વાળી જગ્યા પર મળીએ...
સારા બીજા દિવસે નીલ ને મળવા માટે તૈયાર થતી હોય છે, તેને નીલ ના બધાં શબ્દ યાદ આવે છે... તેમ જ તૈયાર થઈ ને તે નીલ ને મળવા માટે જાય છે...

આ તરફ નીલ પણ તૈયાર થઈ ને તે જગ્યા પર પોહચી ગયો હતો, સારા આવે છે... તે નીલ થી બસ 7/8 ડગલાં જ દૂર હતી... સારા ને જોઈ ને નીલ ના ધબકારા વધી જાય છે... સારા નીલ ને જોઈ ને કોઈ નાનું બાળક કોઈ મનગમતી વસ્તુ જોઈ ને ખુશ થાય તેમ ખુશ થઈ જાય છે... અને બોલે છે...
સારા : નીલ , બોલ કેવી લાગુ છું...? તે જેવી વિચારી એવી લાગુ છું કે નહી...?
નીલ : મારા વિચાર કરતા પણ વધુ સુંદર લાગે છે તું સારા...
સારા શરમાઈ જાય છે, બંને એક બીજા નો હાથ પકડી ને ત્યાં નદી કિનારે પાણી માં પગ પલાળી ને બેસે છે, સારા નીલ ને કેટલી બધી વાતો કરે છે, નીલ સારા ની વાતો કરતાં સારા ની આંખો ને વધુ સાંભળતો હતો... સાંજ થવા આવી હતી... સૂરજ અને આકાશ એક રંગ માં રંગાઈ ગયું... સારા નીલ ના ખાંભા પર પોતાનું માથું રાખી ને નજારા ને નદી ના પાણી માં પડછાયાં રૂપ જોવે છે... અને આંખ બંધ કરીને નીલ ને કહે છે..
સારા : જેમ આ સૂરજ આકાશ અને નદી બંને માં પોતાની છાપ છોડી જાય છે અને તેનાં રંગો પૂરી જાય છે... તેમ મારા મન અને મગજ માં પણ તું જ ઉમટે છે....
હજુ સારા ની વાત પૂરી થઈ એટલા માં એક થોડા મોટી ઉંમર ના ભાઈ પોતાની સાઇકલ લઇને ત્યાં થી પસાર થયા... તેની સાઇકલ માં એક રેડીયો લટકતો હતો, તેમાં ગીત વાગતું હતું..
" तू, तू है वही
दिल ने जिसे अपना कहा,
तू है जहां, मैं हूं वहां
अब तो ये जीना तेरे बिन है सजा...."
તે ભાઈ તો ચાલ્યાં ગયાં ત્યાં થી પણ આ ગીત સારા અને નીલ એક બીજાની આંખોં માં જોઈ ને એક બીજા ને કહેતા હોય એમ એક વચન સમાન એક બીજા ને જોઈ રહ્યાં હતાં....