Punishment for just one mistake - 2 books and stories free download online pdf in Gujarati

માત્ર એક ભૂલ ની સજા - 2

માત્ર એક ભૂલ ની સજા

મીરા મોડી રાત્રિ સુધી તેના પુસ્તક લઈ અભ્યાસ કરી રહી હતી. ત્યાં રાત્રિ નાં ૧૨:૦૦નાં ટકોરે તેના મોબાઈલ ફોન પર મેસેજ નો અવાજ સંભળાયો.મેસેજ વાંચતાની સાથે તેના મુખ પર સ્મિત છવાઈ ગઈ.મેસેજ માં લખ્યું હતું…. “ Wishing you a very Manny Manny happy birthday my Friend”. મીરા સ્મિત આપતા-આપતા તે મેસેજ નો જવાબ આપે છે; તમારો ખુબ ખુબ આભાર.મીરા નાં ફોન માં આ નંબર સેવ ન હતો તેથી તેને મૂંઝવણ ઉત્પન્ન થાય છે!

આ કોણ હતું.?

આ વ્યક્તિને મારો જન્મ દિવસ યાદ કંઈ રીતે છે.?

તે વિચાર કરે છે કે આ પ્રશ્ન કરું કે ન કરું કે તમે કોણ છો?

કારણ કે મીરા વધુ બોલકણી ન હતી.તે અજાણ વ્યક્તિ સાથે વધુ વાત ચીત ન કરતી હતી.તે ફરી પુસ્તક લઈ વાંચવાની શુરુઆત કરે છે.પરંતુ તેના દિમાગ માં તે અજાણ વ્યક્તિ નો જ વિચાર ચાલિયા કરતો હતો તેનું મન પુસ્તક માં લાગતું જ ન હતું.અંતે મીરા ફોન ઉપાડે છે અને રાત્રિ નાં ૧:૦૦ વાગ્યે તે અજાણ નંબર પર મેસેજ કરે છે.. “ તમે કોણ છો..?”

સામે થી તેજ સમયે જવાબ આવે છે માત્ર બે પલ ની મુલાકાત અને લાંબા સમયના તડપ નો અહેસાસ.

મીરા આ જવાબ વાંચી ને ખુશ થઈ જાય છે તે સમજી ગઈ હતી કે અજાણ નંબર કોનો હતો.

આ નંબર અર્જુન નો હતો હા, અર્જુન એ જ અજાણ વ્યક્તિ હતો, જેણે પ્રથમ મુલાકાત માં મીરા નાં દિલ ના વસવાટ કરી ગયો હતો.

અર્જુન અને મીરા પ્રથમ મુલાકાત તેની માસી ની છોકરીના લગ્ન માં થઇ હતી. અર્જુન મીરા ને ખુબ પરેશાન કરતો હતો કારણ કે મીરા શિષ્ટ માં રહેવા માં વધુ માન્યતા ધરાવતી હતી તેથી અર્જુનને મીરાને પરેશાન કરવામાં ઘણો આનંદ આવતો હતો.મીરા તેના પરેશાન કરવા પર ચિધાઈ જતી હતી તેથી અર્જુન ને વધુ મઝા આવતી.આ નોક-જોક માં મીરા અર્જુન ને પસંદ કરતી થઈ ગઈ હતી.મીરા તેના મમ્મી પપ્પા સાથે લગ્ન પૂરા કરી ઘરે આવતી રહે છે પરંતુ તેના સ્મરણ માંથી અર્જુન સ્મૃતિ ભુસતી ન હતી.તે અર્જુન સાથે સંપર્કમાં આવવા માટે ઘણા પ્રયતનો કર્યા પરંતુ તેનો કોઈ સંપર્ક થઈ શક્યો નહીં સમય પસાર થતો ગયો મીરા ફરીથી તેના અભ્યાસ માં ધ્યાન આપતી થઈ ગઈ મીરા ધીરે ધીરે બધું ભૂલી ગઈ હતી પરંતુ આજે પૂરા ૦૨ વર્ષ પછી ફરીથી અર્જુન સાથે સંપર્ક માં આવતા મીરા આનંદ વિભોણી થઈ ગઈ હતી.

મીરા અને અર્જુન લાંબા સમય એક બીજા સાથે ફોન નાં માધ્યમ દ્વારા સંપર્ક માં રહે છે.

એક દિવસ અર્જુને મીરા ને તેની માત્ર મિત્રતા ના સંબંધ ને આગળ વધારવાનું કહ્યું. મીરા સમજી નહીં….તો અર્જુને તેના દિલમાં મીરા ને લઇ ને ભાવના હતી તે કહીં ને તેના પ્રેમ નો ઈઝહાર કર્યો…..

અર્જુને કહ્યું: હું તને પ્રેમ કરવા લાગ્યો છું.

મીરા આ સાંભળી કંઇ બોલી ન શકી તે વિચાર માં પડી ગઈ કે મારે હવે શું કરવું.?

મીરાનો જવાબ ન આવતા અર્જુને મીરા ને સમય આપ્યો તું વિચાર કરીને ઉત્તર આપી શકે છે. જો તારા મન માં કોઈ ભાવના ન હોય તો કંઈ નહીં આપડે માત્ર મીત્ર રહી શકીએ છીએ.અને અર્જુન મીરા સાથે વાતચીત શરૂ જ રાખે છે.

મીરા કદી આ પ્રમાણે કોઈ વ્યક્તિ સાથે સંબંધ માં રહી ન હતી. તેને તો માત્ર પુસ્તક ને જ પોતાના મિત્ર ગણ્યા હતા અને પુસ્તક ને જ પ્રેમ કરતી હતી તેમજ તેને તેના માતા પિતા નો પણ ખ્યાલ આવે છે.મીરા કંઇ સમજી નથી શકતી તે પોતાના માંજ મૂંઝાયા કરે છે.

બીજી તરફ મીરાના અર્જુન સાથે સંબંધ ઘાઢ થવા લાગ્યા.અર્જુન તેને બધી બાબત સમજાવે છે કહે છે કે

તું મારી કદર કરે છે, મારી ફિકર કરે છે,મારી દરેક વાત સાંભળે છે,મને મુશ્કેલી માં જોઈ નથી શકતી, ઈજા મને પોહચે છે અને પીડા તને થાય છે..આ પ્રેમ નથી તો શું છે..?”

મીરા ને પણ તેના પ્રેમ નો અહેસાસ થવા લાગ્યો અંતે મીરા અને અર્જુન એક બીજાના પ્રેમ સંબંધ માં બંધાય ગયા.

મીરા અભ્યાસ ની સાથે સાથે પાર્ટ ટાઇમ જોબ પણ કરતી મીરા આત્મનિર્ભર રહેવામાં વધુ માનતી. તે કોલેજ માં ટોપર હતી અને અર્જુન માત્ર 10 પાસ હતો. પરંતુ મીરા ને તેના અભ્યાસ થી કંઇ વાંધો ન હતો. મીરા જરૂરત પડતા અર્જુન ને ફાઈનાસિયલ મદદ પણ કરતી અને તેને કદી કંઈ ન પૂછતી.