Strong Friendship - 2 books and stories free download online pdf in Gujarati

ગાઢ દોસ્તી - 2 (કલાઇમેક્સ - અંતિમ ભાગ)



કહાની અબ તક: નેહા પોતે રિતેશની લાઇફમાં કઈ જ નહી એવું કહી રહી છે. વર્તમાનમાં બંને રિતેશના ભાઈના લગ્ન માટે શોપિંગ કરવા ગયા છે. ત્યાં એણે એક અણજાણ છોકરીથી ભૂલ ભૂલમાં ધક્કો વાગી જાય છે તો નેહા એ છોકરી પર બહુ જ ગુસ્સે થાય છે. રિતેશ એણે ચૂપ કરાવે છે. બંને શોપિંગ બાદ કેફેમાં કોફી પીતા હોય છે ત્યારે નેહા ધમાકો કરતા કહે છે કે એણે સૂરજે પ્રપોઝ કર્યું છે તો રિતેશ એણે સુરજ સાથે જ કોફી પીવા કહી ત્યાંથી ચાલ્યા જવાની તૈયારી બતાવે છે. નેહા પોતે સૂરજને ના કહી દેવાનું કહે છે. ઘરે બંને ઓનલાઈન વાત કરે છે તો બહાર આવે છે કે રિતેશે તો નિરાલી સાથે જવાનું હોય છે. રિતેશની મમ્મીએ એને ફોર્સ કરીને છોકરી જોવા મોકલ્યો હોય છે, પણ આખરે નેહા ની આગળ રિતેશ હાર માની જ લે છે, રિતેશ નેહા સાથે જ એકલા જવા તૈયાર થઈ જાય છે. ડિનર પર નેહા એના પર ગુસ્સે થતાં કહે છે કે રિતેશને તો નિરાલી સાથે ડિનર પર આવવું હતું!

હવે આગળ: "એવું કંઈ જ નહીં, પાગલ!" રીતેશે ભારોભાર કહ્યું.

"હા, હું તો ભૂલી જ ગઈ હતી કે હું તારી લાઇફમાં છું જ કોણ?!" નેહાના શબ્દો સાથે આંસુઓ પણ નીકળી ગયા.

"અરે બાબા! મારો કોઈ આશય તને દુઃખી કરવાનો હતો જ નહી!" ટેબલ પર સામે રહેલ નેહાના હાથને એણે થામી લીધો.

"ભગવાન જાણે નેહા તો આજે રડતાં રોકાતી જ નહોતી!

"બસ પણ કર! તને મારી કસમ જો તું રડી છે તો!" રિતેશે કહ્યું તો એણે આંસુ રોક્યાં.

"ભૂલ થઈ ગઈ મારી, હવે હું ક્યારેય તને કંઈ નહી કહું!" રિતેશે કહ્યું.

"લાઇફમાં પહેલાં ક્યારેય તેં મારા નિર્ણયને ગલત નહી કહ્યો તો આજે કેમ?" નેહા એ પૂછ્યું.

"કઈ નહીં, પાગલ તું પણ! મમ્મી લોકોનું મને પ્રેશર હતું, બસ એટલે?" રિતેશે કહ્યું.

"હા, એ તો હું બરાબર સમજી ગઈ છું!" નેહા બોલી.

"જો તું મારી સામે! એવું કંઈ જ નહી!" રિતેશે એની હડપચી પર હાથ મૂક્યો.

"દેખ એક નવી જ આવેલી.." રિતેશે પોતાના કાન પર હાથ મૂકી દીધો.

"એક વાતનો જવાબ આપ!" નેહા એ રિતેશની આંખોમાં જોયું.

"તું મને લઈને આટલી બધી પાઝેઝિવ કેમ છે?!"

"હોઉં જ ને! દુનિયા કેવી છે, કોઈ પણ તારો ફાયદો ઉઠાવી લે!" નેહાએ ખૂબ જ માસૂમિયત થી કહ્યું.

"બસ એટલું જ?! બીજું કંઈ જ નહી?!" રિતેશે થોડું ગુસ્સામાં કહ્યું તો નેહા કળી ગઈ!

"ના, બસ એટલું જ નહી!"

"તો?! બીજું શું કારણ છે?!" બોલ, બોલને!" રિતેશે આતુરતાથી પૂછ્યું.

"તું મારો ગાઢ મિત્ર - બેસ્ટ ફ્રેન્ડ છે ને!" નેહા થી હસી જવાયું.

"યુ નો વૉટ?! મારે અહીં હવે એક પળ પણ રહેવું જ નહી!" રિતેશે ગુસ્સામાં કહ્યું.

"સોરી! સોરી બાબા, કહુ છું.." નેહાએ એણે ફરી ત્યાં બેસાડી દિધો.

"તને ખબર છે, તું મારા માટે બહુ જ ખાસ છું! તારા વિના એક પળ પણ રહેવું મારા માટે મુશ્કેલ થઈ જાય છે!' નેહાના એક એક શબ્દો લાગણીથી ભરેલા હતા!

"અને એવું કેમ છે?!ઝ" રિતેશે એની આંખોમાં આંખ પરોવતા કહ્યું. નેહા નીચું જોઈ ગઈ!

"નહીં કહી શકતી!" નેહાએ દુઃખી થતાં કહ્યું!

"ઓ! શું મતલબ? કેમ તું નહી કહીં શકતી? કેમ?" રિતેશે પૂછ્યું.

"હું કોઈ પણ રીતે આટલા સરસ દોસ્તને ક્યારેય નહીં ગુમાવી શકતી!" નેહા બોલી.

"મને કોઈ ડર નહી, આઇ લવ યુ!" રિતેશે ખૂબ જ સાહજિકતાથી કહી દીધું!

"કેવો છું તું? જે વાત કહેવા હું હિમ્મત જ ના કરી શકી, તેં એક ઝાટકે જ કહી દીધી! વાહ!" નેહા બોલી.

"મને તો શુરૂથી જ ખબર હતી જ કે તારી આંખોમાં મારા માટે બહુ જ પ્યાર છે! પાગલ તને મારો પ્યાર ના દેખાયો!" રિતશે પૂછ્યું.

"અરે! મેં પણ તારા પર વિશ્વાસ કરતી જ હતી કે તું પણ પ્યાર કરતો હોઈશ જ, પણ એ ડર મારા દિલમાંથી ક્યારેય ગયો જ નહી!" નેહાએ કહ્યું તો એના શબ્દોમાં ગજબની ખુશી હતી!

"એક વાત કહું તને?" રિતેશથી હસી જવાયું.

"હા, બોલને!" નેહા બોલી.

"મેં & મારી ફેમિલી એ તારા દિલની વાત જ બહાર કાઢવા આ ખેલ ખેલ્યો હતો! પણ અફસોસ આખરે મારો જ તને પ્રપોઝ તો કરવું પડ્યું!" રિતેશે કહ્યું તો બોલી -

"ઓહ.. તો આ બધું તારું કર્યું ધર્યું છે!" નેહા બહુ જ ખુશ લાગી રહી હતી.

"રિતેશ, આઇ જસ્ટ લવ યુ!" એણે ઉમેર્યું. બંને બહુ જ ખુશ હતા.

(સમાપ્ત)