Fari ek adhuri Mulakkat - 4 books and stories free download online pdf in Gujarati

ફરી એક અધૂરી મુલાકાત - 4


ઘરે આવેલા બે અજાણ્યા પણ કોઈ જાણીતું છે એવું વિચાર કરી કરી ને વંશીદા કપીલા અને કપીલ ને એક નજરે જોયા જ કરે છે ત્યાં કપીલ એક નાની સ્મિત સાથે કહે છે.

કપીલા : "Happy Birthday" ડિયર વંશીદા !
વંશીદા મન માં હજુ એજ ચાલી રહ્યું હતું કે આ બંને છે કોણ એટલા માં બીજો પ્રશ્ન ઉભો થયો કે તેમને મારો જન્મ દિવસ છે તે કેવી રીતે ખબર?
સ્કૂલ સમય માં જોયેલા જોડિયા ભાઈ બહેન ને ઘણા વર્ષો પછી જોઈ એટલે ચહેરો ઓળખી નથી શકતી.

કપીલ: "Happy Birthday" વંશીદા !
( વંશીદા આશ્ચર્ય રીતે કપીલ ને જોઈ સ્મિત કરી ને તેનો આભાર વ્યક્ત કરે છે કપીલ આ વાત ને જાણી જાય છે કે વંશીદા તેને ઓળખી ના શકી, તો કપીલ સામે થી પૂછે છે)
કપીલ: અરે તું અમને ના ઓળખી?
વંશીદા: ના એવું નથી પણ તમને ક્યાંક તો જોયા છે બસ યાદ નથી આવતું.
( ત્યાં કપીલા ઉત્સાહ થી બોલી ઉઠે છે)
કપીલા: તને સ્કૂલ નો તારો મિત્ર કપ્પુ યાદ છે?
આટલું સાંભળતા ની સાથે જ જાણે વંશીદા ને કોઈ અનોખી ખુશી હાથ લાગી હોય, તેમ ખુશ થઈ ને કહે છે.
વંશીદા: અરે કપિલા અને કપીલ રાઈટ ?
કપીલા: હાં ! તું ભલે અમને ભૂલી ગઇ પણ અમને તો તારો જન્મ દિવસ પણ યાદ છે.
વંશીદા: સોરી ! સાચે તમને આટલા વર્ષો પછી જોયા તો, અને સાચું મને મન માં લાગતું જ હતું કે તમને ક્યાં ક તો જોયા છે.

કપીલ માત્ર ને માત્ર વંશીદા ને જ જોયા કરે છે, નાનપણ ની એ વંશીદા જે સ્કૂલ ના ડ્રેસ માં બે ચોટલા વાળી પણ એના મન ની સૌથી નજીક, હવે તે શ્યામ રંગ વાડી પણ નમણી, વાળ ની અલગ હેર સ્ટાઇલ, દેખાવ થી જાણે નેણ નક્ષ આંખો ની અલગ ચમક, બંને આંખો વચ્ચે ગ્રીન કલર ની એક નાની બિંદી, જાણે આખા ચેહરા ની રોનક એક નાની બિંદી એ લઇ લીધું હોય, હોઠો પર ગુલાબી રંગ ની લિપસ્ટિક, કાન માં નાના પણ દૂર થી દેખાઈ શકે તેવા જુમકા, ગળા માં એક કડાઈ કરેલો દોરો ને દોરા માં પરોવેલું નાનું એવું લોકેટ, હાથ પેહલા ની જેમ ખાલી, ડાબા પગ માં બાંધેલો એક પાતળો કાળો દોરો, આસમાની અને સફેદ રંગ નો ફ્રોક પહેરી છે.

કપીલ આ દ્રશ્ય જોઈ પોતાના સપના માં જે દેખાયું તે યાદ કરવા લાગ્યો. અને તેની ખુશી નો પાર નથી રહેતો, પણ કપીલ શરમાળ છે તો ચેહરા પાર ભાવ નથી આવા દેવા માંગતો.

કપીલ થોડો આગળ આવી તેણે લીધેલું ગિફ્ટ વંશીદા ને આપે છે અને ફરી એક વાર જન્મ દિન ની શુભકામના આપે છે.
વંશીદા: વાવ ! કપીલ ગિફ્ટ અને મારી માટે ?

કપીલ: હા !
વંશીદા: કપીલ તને વાંધો ના હોય તો આ ગિફ્ટ હું હમણાં જ જોઉં ? કેમ કે આજ દિન નું મારુ આ પેલ્લુ જ ગિફ્ટ છે ને હું તે જોવા માટે અધિરી થઈ રહી છું?

વંશીદા નું આ બાળપણું જોઈ કપીલ અને કપીલા હસી ને કહે છે.

કપીલા: જો વંશીદા ગિફ્ટ કપીલ એ લીધું છે ને મને પણ નથી કીધું કે શું છે, મારે પણ જોવું છે કે મારા ભાઈ એ શું લીધું તારી માટે.

વંશીદા ઉતાવળા હાથે ગિફ્ટ ના રેપર ને એક એક કરી ને ખોલે છે, જેમ જેમ રેપર ખુલે છે તેમ તેમ કપીલ ની દિલ ની ધડકન વધતી જાય છે, એને થાય છે કે વંશીદા ના ચેહરા પર શું અસર થશે, વંશીદા ગિફ્ટ નીચે બેસી ને ખોલે છે, રેપેર ખોલી ને તે કાગળ ને પગ નીચે દબાવી, બોક્સ ને ખોલે છે અને જેમ તે ગિફ્ટ ને જોવે છે ને એની આંખ માંથી આંસુ આવી જાય છે.

કપીલા: શું થયું વંશીદા ? ગિફ્ટ સારું નથી ? શું છે ગિફ્ટ?
વંશીદા ગિફ્ટ જોયા બાદ કપીલ ને જોયા જ કરે છે.

To be continue.....