The beginning of a new life - 3 books and stories free download online pdf in Gujarati

નવા જીવનની શરૂઆત - ભાગ-૩

નવા જીવનની શરૂઆત (ભાગ-૩)

           મારૂં નામ મયુર, મે આગળના ભાગમાં જણાવ્યા મુજબ, મને કોલેજનાં પહેલાં જ દિવસે એક એવી વ્યકિત મળી હતી જે ગણાં વર્ષોથી મારી જોડે જ હતી અને એ બીજું કોઈ ન હતું પણ મારા નાનપણનો ખાસ મિત્ર મનહર જ હતો અને એને મળ્યાં પછી હું ખૂબ જ ખુશ થઈ ગયો હતો અને તેને પણ મારી કોલેજમાં જ એડમીશન લીધું હતું. જેથી મને પણ થોડી ગણી કંપની મળી ગઈ હતી. અમે લોકો બે વર્ષ ધોરણ-૧૧,૧૨ જ અલગ – અલગ સ્કૂલમાં ભણયાં પણ અમારા નસીબ સારાં હતાં તો અમે લોકો એક જ કોલેજમાં એડમીશન લીધું અને અમારૂં કોલેજનું ગ્રુપ પણ ખૂબ જ મોટું હતું. અમારા આખા ગ્રુપમાંથી એક પણ જણ કોલેજમાં લેક્ચર ભરવા જતું નહિ. બસ અમે બેઠા બેઠા કોલેજ પાર્કિંગમાં ક્રિકેટ રમીયે કાં તો પછી વોલીબોલ રમતાં અને ખૂબ જ મસ્તી કરતાં. અમે બધાં મિત્રો અઠવાડિયામાં બે વાર ગાર્ડનમાં ફોટોગ્રાફી કરવા જતાં, બહાર હોટલમાં જમવાં જતાં, પિક્ચર જોવાં જતાં અને ત્યારબાદ બધાં બપોરે ૨-૩ વાગે પોતાનાં ઘરે જતાં રહેતાં. પણ હું ભણવામાં એટલો નબળો હતો કે, મારે ૭ વિષયમાંથી ૪ વિષયમાં તો હું નાપાસ જ થતો. આમ ને આમ મેં કોલેજનાં ૩ વર્ષ પૂર્ણ કર્યાં પણ મારૂં ગ્રેજ્યુશન પત્યું ન હતું. કેમ કે હું સેમીસ્ટર ૧ થી લઇને સેમીસ્ટર ૬ સુધીમાં ટોટલ ૨૫ થી ૩૦ વિષયમાં નાપાસ હતો અને તેની એ.ટી.કે.ટી મારે પૂર્ણ કર્યા પછી જ મારૂ ગ્રેજ્યુશન પૂર્ણ થાત અને મારા બીજા મિત્રોને ગ્રેજ્યુશન પતી ગયું હતું ને મારે બાકી હતું. જેથી મારે દર છ મહિને પરીક્ષા આપવા જવું પડતું અને મેં ધીમે-ધીમે થોડીક- થોડીક મહેનત કરી મે મારૂં ગ્રેજ્યુશન પતાવી દીધું. મારી પાસે મારી કોલેજની સેમીસ્ટર ૧ થી સેમીસ્ટર ૬ સુધી ટોટલ ૪૦ થી ૫૦ માર્કસીટ છે.

           ત્યારબાદ મારા બીજા બધાં મિત્રોએ આગળ એમ.કોમ ભણવાનું ચાલુ કરી દીધું પણ મારી ઇચ્છા આગળ ભણવાની ન હતી. જેથી મેં આગળ ભણવાનું છોડી દીધું અને હું તે સમયે વિચારતો હતો કે હવે હું આગળ શું કરીશ, કંઇ ફીલ્ડમાં જઇશ એની પર જ મે પુરૂં ધ્યાન આપવાનું ચાલુ કરી દીધું. ત્યારબાદ હું બધાંને પૂછતો કે આગળ હવે શું કરવું જોઇએ અને શું ના કરવું જોઇએ. આમ જ બધાંની સલાહ લઇને મારે મારી લાઇફમાં આગળ વધવાનું હતું. જેથી હું બધાં જોડેથી તેમનું માર્ગદર્શન લેવાં મડ્યો.

          ત્યારબાદ મારા પપ્પાના એક મિત્ર હતા. જે ગણાં સમયથી મારા પપ્પાને કહેતાં કે તમારા મયુરને સ્ટેનોગ્રાફીનો કોર્સ કરાઈ દે. હું એને શિખવાડીશ. ત્યારબાદ મેં ગુજરાતી સ્ટેનોગ્રાફી ભણવાનું નક્કી કર્યું અને મે મારા પપ્પાને કીધું કે, મારે ગુજરાતી સ્ટેનોગ્રાફી ભણવાનું છે તો તમે તમારા મિત્રને મારૂં કેહજો. ત્યારબાદ મારા પપ્પાએ તેમનાં મિત્રને ફોન કર્યો કે, અમારે મયુરને તું શિખવાડીશ સ્ટેનોગ્રાફરનો કોર્સ? એમણે તરત જ કીધું કે, હા કેમ નહીં અને એમને એમ પણ કીધું કે, કાલથી જ તારા બાબાને મારી પાસે મોકલી દેજે. હું એને શિખવાડવાનું ચાલુ કરી દઈશ. બસ આટલું જ કીધા પછી તેમને ફોન મુક્યા બાદ મારા પપ્પાએ મને કીધું કે, તારે કાલથી એમનાં ઘરે ગુજરાતી સ્ટેનોગ્રાફરનો કોર્સ શિખવા જવાનું છે. તે સમયે મારા મોટા બહેન પણ મારી જોડે જ બેઠા હતાં અને એ પણ કહેવા લાગ્યા પપ્પાને કે મારે પણ શિખવા જવું છે અને મારા પપ્પાએ અમને બંન્ને એક સાથે જ શિખવા માટે મોકલી દીધાં. કેમ કે મારા મોટા બેનને એમનું બધું જ ભણવાનું પતી ગયું હતું અને તે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યાં હતાં અને તેમને પણ ગુજરાતી સ્ટેનોગ્રાફી શિખવાનો શોખ હતો. જેથી તે પણ મારી સાથે ગુજરાતી સ્ટેનોગ્રાફી શિખવા આવવા માટે તૈયાર થઇ ગયાં હતાં. ત્યારબાદ અમે લોકો એ શિખવાનું ચાલુ કરી દીધું અને અમારે શિખતાં-શિખતાં આશરે છ મહિનામાં જ અમે બંને ભાઈ-બહેન શિખી ગયાં હતાં. ત્યારબાદ જ મારા પપ્પાના એ મિત્ર ને એક સરકારી જ્ગયાએ નોકરી માટે ૬-૭ માણસોની વ્યક્તિઓની જરૂર હતી અને તેમણે મારા પપ્પાને કીધું હતું કે, બંનેને આ દિવસે ઇન્ટરવ્યુ માટે મોકલજો અને ત્યારબાદ અમે લોકો એ તે દિવસે હું અને મારા મોટા બેન ઇન્ટરવ્યુ માટે પહોંચી ગયાં હતાં. અમે ત્યાં સરને મળી લીધું અને સર એ અમને બેસવાનું કીધું અને થોડીક વાર પછી અમને લોકોને ઇન્ટરવ્યુ માટે બોલાવ્યા. અમે બધાં જ લોકો ત્યાં બેઠક રૂમમાં પહોંચી ગયાં અને થોડાક સમય પછી બેઠક રૂમમાં સર આવ્યા અને તેમને અમારું ઇન્ટરવ્યુ લેવાનું ચાલુ કર્યું.....................

 

(વધુ આવતા પ્રકરણે ભાગ-૪ માં)