one question 3 books and stories free download online pdf in Gujarati

એક પ્રશ્ન - 3

ભાગ ૩
અત્યાર સુધી તમે જોયું કે એક બા એ વિરેન્દ્ર અને તેજ ને લગન નો સુજાવ આપ્યો હતો.તેઓ એમની વાત માની ને છોકરી ની શોધ માં નીકળી ગયા.
વિરેન્દ્ર ના પરિવાર માં કેવલ તેનો છોકરો તેજ અને તેની પત્ની જ હતા .પત્ની તો મૃત્યુ પામી એટલે હવે તેજ રહ્યો ,બાકી એમના કોઈ સગા વહાલા નહોતા જે તેમની છોકરી ની શોધ માં મદદ કરે તેથી તેઓ ખુદ જ છોકરીની શોધ માં નીકળી ગયા.બીજી બાજુ એક નગર હતું.તે નગર માં એક સ્ત્રી રેહતી હતી અને તેની એક દીકરી હતી .તે સ્ત્રી અને તેની દીકરી એકલા જ રહેતા હતા તે સ્ત્રી નું નામ તેજસ્વી અને તેની દીકરી નું નામ ચંદ્રિકા હતું. તેજસ્વી અને ચંદ્રિકા એકલા જ રહેતા હતા. તેજસ્વી નો પતિ ચંદ્રિકા ના જન્મ ના બે વર્ષો માં મરી ગયો. તેજસ્વી એ એકલી ને ચંદ્રિકા ને મોટી કરી અને તેની પૂર્ણરૂપે દેખભાળ કરી તેને તેના પિતા ની કમી જરાય મેહસૂસ ના થવા દીધી. તેજસ્વી ના પતિ નું નામ વિરાન હતું.તેજસ્વી અને ચંદ્રિકા નગર ના એક નાના ઘર માં રેહતા હતા.તેઓ નારિયેળ પાણી વેચી ને પોતાનું ગુજરાન ચલાવતા હતા.
એક વાર તેજસ્વી એ ચંદ્રિકા ને કહ્યું બેટી હવે તું વીસ વરસ ની થઇ ગઈ છે તારા લગન કરી દેવા જોઈએ. ચંદ્રિકા એ કહ્યું ઠીક છે માં હું લગન કરીશ પરંતુ મારી એક શરત છે જો તું એ માને તો જ હું લગન કરીશ નહિ તો નહિ. તેજસ્વી કહે છે સારું શું શરત છે તારી .ચંદ્રિકા કહે છે માં મારી જોડે તારે પણ બીજી વાર લગન કરવા પડશે તો જ હું કરીશ.તેજસ્વી કહે છે પુત્રી આ તું શું બોલે છે હું તો એક વિધવા છું હું હવે લગન ના કરી શકું. ચંદ્રિકા એ કહ્યું માં એવું ક્યાંય નથી લખ્યું કે વિધવા ના પુનઃ લગન ના થાય હું તો લગન કરી ને બીજે ઘેર જતી રહીશ પછી તારું ધ્યાન કોણ રાખશે તારા બીજા પતિ આવી જાય તે સારું જ છે , તું મારી વાત માની લે નહિ તો હું લગન નહિ કરું.તેજસ્વી ને પરાણે તેની વાત માનવી જ પાડી પરંતુ તેજસ્વી હજી ૨૮ વરસ ની જ હતી તેના ૧૪ વરસ ની વયે લગન થઈ ગયા હતા અને ૨૦ વરસે તેને ચંદ્રિકા નો જન્મ થયો.તે બંને માં અને દીકરી લગન માટે છોકરા ઓ ની શોધ માં નીકળી પડ્યા.
તે બંને નગર માં નીકળ્યા તેઓ તેમના નગર થી દુર પોહચી ગયા તેઓ ની ચાલતા ચાલતા હાલત ખરાબ થઇ ગઈ ,એક દુર જગ્યા એ તેઓ પાણી પીવા ઉભા રહ્યા ત્યાં એક ભાઈ આવ્યા તેમને તેજસ્વી ને પૂછ્યું બહેન તમે થાકેલા લાગો છો ક્યાંક દુર થી આવ્યા છો? તેજસ્વી એ કહ્યું અમે લગન માટે છોકરા શોધવા નીકળ્યા છે તમારી નજર માં છે કોઈ .તે ભાઈ એ ના પાડી આ સાંભળી ને તેજસ્વી અને ચદ્રિકા નિરાશ થઇ ને જતા રહ્યા તેઓ ના પગ માં ચપલ પણ નહતી. થોડી વાર પછી એ જ જગ્યા એ વિરેન્દ્ર અને તેજ આવ્યા તેઓ તે જ ભાઈ ને મળ્યા તે ભાઈ એ તેમને પણ પૂછ્યું તમે એટલા થાકેલા કેમ લાગો છો વિરેન્દ્ર એ કહ્યું કે અમે લગન માટે છોકરી ની શોધ માં આવ્યા છે તમને કોઈ છોકરી ની જાણ હોય તો કહેજો. તે ભાઈ એ કહ્યું હમણાં ૨ છોકરી ઓ અહીંયા થી ગયી તેમને પણ લગન કરવા હતા .
વિરેન્દ્ર અને તેજ એ તે છોકરી ઓ ના પગલાં જોયા અને એવું નક્કી કર્યું કે જે આ નાના પગલાં છે તે નાની છોકરી ના હસે તો તેજ તું એના જોડે લગન કરજે અને મોટા પગલાં મોટી છોકરી ના હસે તો હું એના જોડે લગન કરીશ ,બંને બાપ દીકરા એ એવું નક્કી કર્યું.અને આ નિર્ણય માં કોઈ બદલાવ નહિ થાય એવું નક્કી કર્યું. વિરેન્દ્ર અને તેજ તે પગલાં ની પાછળ પાછળ નીકળ્યા.હવે twist અહીંયા જ તો હતો હવે થયું એવું કે ચંદ્રિકા ની ઊંચાઈ તેની માં થી ઉંચી હતી તેથી જે મોટા પગલાં હતા તે ચંદ્રિકા ના હતા અને નાના પગલાં તેની માં તેજસ્વી ના હતા.વિરેન્દ્ર અને તેજ એ તે પગલાં ની મદદ થી ચંદ્રિકા અને તેજસ્વી સુધી પોહચ્યા ,ત્યાં તેઓ મળ્યા .અને ખબર પડી કે નાના પગલાં તો દીકરી ચંદ્રિકા ના છે અને મોટા પગલાં તેજસ્વી તેની માં ના છે પણ હવે નિર્ણય તેમને બદલ્યો નહિ ,અને લગન ની વાત કરી.તો ચંદ્રિકા અને તેજસ્વી પણ માની ગયા અને તેઓ ના લગન થયા. વિરેન્દ્ર ના લગન તેજસ્વી ની છોકરી ચંદ્રિકા જોડે થયા અને તેજ ના લગન ચંદ્રિકા ની જે માં હતી તેજસ્વી એના જોડે થયા. થોડું ઊંધું થઇ ગયું. થોડા વર્ષો માં તેમના છોકરા પણ થયા.
હવે પેલો જે રાજકુમાર હતો તેમને માતા જી ને આ વાત કરી અને એમાં પ્રશ્ન પૂછ્યું કે વિરેન્દ્ર અને ચંદ્રિકા ના છોકરા અને તેજસ્વી અને તેજ ના છોકરા એક બીજા ના શું થાય? તેમનો સંબંધ શું થાય.આ પ્રશ્ન સાંભળી ને માતાજી પણ વિચાર માં પડી ગયા અને વિચાર્યું આ કેવો પ્રશ્ન પૂછ્યો એનો જવાબ તો મને પણ નથી ખબર. માતાજી એ રાજકુમાર ને કહ્યું પુત્ર આ પ્રશ્ન નો જવાબ તો મને પણ નથી ખબર ,જા તું તારા ઘેર જાયી શકે છે હું તને નહિ મારું. રાજકુમાર એ માતાજી ને પ્રણામ કર્યા અને મહેલ પાછો આવી ગયો.
રાજા એ જોયું રાજકુમાર આવે છે તેઓ ખૂબ ખુશ થઇ ગયા અને તેને સાધુ ને કહ્યું જો મારો રાજકુમાર આવે છે તેને ચોરી નહતી કરી એટલે માતાજી એ તેને ના માર્યો.સાધુ વિચારે આ કેવી રીતે સંભવ છે મારી ભવિષ્યવાણી ક્યારેય ખોટી ના હોય સકે.
રાજકુમાર રાજા પાસે પોહચયો.
રાજા એ કહ્યું પુત્ર હું ખુશ છું તું સહી સલામત મહેલ પાછો આવ્યો ,પિતાજી મારે એક વાત કેહવી છે ,ધન ની ચોરી મે જ કરી હતી. સાધુ એ કહ્યું શું તો તમે કેવી રીતે બચ્યા. રાજકુમાર એ કહ્યું પિતાજી મે ધન ની ચોરી એટલે કરી કે હું આ સાધુ નું ઘમંડ તોડી સકું તેને ખૂબ ઘમંડ આવી ગયો હતો પોતાના ઉપર એટલે અને તોડવો જરૂરી હતો. રાજા એ કહ્યું વાહ પુત્ર મને તારા ઉપર ગર્વ છે તારી ઉંમર ભલે નાની છે પણ તારું મગજ ખૂબ મોટું છે.રાજા એ સાધુ ને કહ્યું જા હું તને કેડખાના માં નહિ નાખું પણ ક્યારેય પોતાના ના ઉપર ઘમંડ ના કરતો ,પછી સાધુ ત્યાં થી જતો રહ્યો.


એટલે જ કહેવાય ક્યારેય ઘમંડ કોઈ વાત નો નહિ કરવા નો.
અને રાજકુમાર એ માતાજી ને જે પ્રશ્ન પૂછ્યો હતો તેનો જવાબ કોઈ ને આવડતો હોય તો કમેન્ટ માં મને કહેજો ,કારણકે મને પણ નથી ખબર😂
જલ્દી એક નવી કહાની લાવીશ😊