Udhaar Len den - 1 books and stories free download online pdf in Gujarati

ઉધાર લેણ દેણ - 1

ભાગ ૧ :- હસવું તે આપના શરીર માટે ખૂબ જરૂરી છે . હસતા રેહવા થી આપનું દુઃખ અડધું થઇ જાય છે અને આપણી સેહત સારી રહે છે તો ચાલો આપણે થોડું હસિયે તેવા topic જોઈએ. તો તમે ઉધાર લેવું તે શબ્દ તો સાંભળ્યો જ હસે .તો આજે આપડે જોઈએ ઘણા પડોસી ની ઉધાર વસ્તુ લેવા ની આદત ને અને એના ઉપર થોડું હસી લયિયે.
તો આજે આપણે મળીશું તે દંપતી જે લોકો પોતાના નું અઘડું ઘર ઉધાર વસ્તુ લયિ ને જ ચલાવે છે .તો તેમનું નામ છે ગીધ જેવી દ્રષ્ટિ રાખનાર ગિરીશ ભાઈ અને ચિલ જેવી નજર વાળા ચીલા બહેન, સોરી શીલા બહેન. આ બંને પતિ પત્ની ની બાજુ માં રેહવાં આવનાર દરેક પતિ પત્ની ને ઘર બદલાવી ને બીજે રહેવા જવું પડતું કારણકે શીલા બહેન અને ગિરીશ ભાઈ તેમની પાસે થી ઉધાર વસ્તુ લઈ ને કઈ પાછું આપતા જ નહિ તેથી તેમના થી કંટાળી ને દરેક દંપતી અહી થી જતા રહેતા .એવા ૪ દંપતી શીલા અને ગિરીશ થી કંટાળી ને જતા રહ્યા ઘર વહેચી ને.
તો કાલે એક નવા પતિ પત્ની તે ઘર માં રહેવા આવ્યા.તેમનું નામ હતું રામ ભાઈ અને મીરા બહેન.તેમને ખબર નહતી તેમના પડોસી કેવા હતા.મીરા બહેન અને રામ ભાઈ રહેવા આવ્યા આ વાત ની ગિરીશ ભાઈ અને શીલા બહેન ને ખબર પડી ગઈ તો હજી તો તે પતિ પત્ની ને રહેવા આવ્યા નો એક દિવસ પણ નહતો થયો અને સાંજે શીલા બહેન અને ગિરીશ ભાઈ તેમના ઘર માં પોહચી ગયા, અને કહ્યું ભાભી જી , ઓ ભાભી જી સાંભળો છો ત્યાં તો મીરા અને રામ ભાઈ બહાર આવ્યા અને કહ્યું હાં જી કોણ ,શીલા બહેન એ કહ્યું ભાભી જી,ભાઈ સાહેબ અમે તમારા પડોસી તમારા ઘર ની બાજુ માં જ અમારું ઘર છે ,મીરા અને રામ એ કહ્યું આવો આવો અંદર આવો બેસો ને તમે શું લેશો ,ચાઈ કે કોફી તો શીલા એ કહ્યું બંને, એમાં શું છે આમને ચા ભાવતી નથી તો એમના માટે કોફી બનાવજો.મીરા એ કહ્યું સારું સારું હું હમણાં લાવી.
રામ ભાઈ તેમની જોડે વાતો કરવા લાગ્યા,( રામ ભાઈ અને મીરા બહેન બંને પતિ પત્ની એક દમ શાંત સ્વભાવ ના ક્યારેય બંને એ કોઈ ની જોડે ઉંચી અવાજ માં વાત નહિ કરી હોય , અને કોઈ ને કોઈ વસ્તુ ની ના પાડી સકે નહિ બધું આપે).બધા વાતો કરતા હતા ત્યાં તો મીરા ચા અને કોફી બંને બનાવી ને આવી બધા એ ચા પીધી પછી શીલા કહે ચાલો તો હવે અમે જઈએ આતો અમે એમ કેહવા આવ્યા હતા કે ક્યાંય અમારી જરૂર હોય તો કહેજો અમે ના નહિ પડીએ. મીરા અને રામ એ ધન્યવાદ કીધું ,જતા જતા શીલા એ કહ્યું થોડી ચાઈ પત્તી આપશો એમાં શું છે ને ઘેર ચાઈ પત્તી ખતમ થઇ ગઈ છે અને તો કાલે સવાર ના ચા બનાવવા માટે જોઈએ. મીરા એ કહ્યું હા હું હમણાં લાવું . શીલા બહેને ચાઈ પત્તી લીધી અને કહ્યું સારું ચાલો અમે જયે ,પાછા આવસુ. (શીલા એ તેવું કહ્યું એમ કહેવા ની જગ્યા એ કે હવે તમે અમારા ઘરે આવજો.)મીરા અને રામ ભાઈ એ કહ્યું હા જરૂર થી આવજો. મીરા અને રામ ને હમણાં તો કઈ ખબર નથી પડી પણ આગળ આગળ ખબર પડે છે કે આ લોકો કેવા છે.



તો આ કહાની ના ભાગ ૨ માં જોજો શીલા અને ગિરીશ, મીરા અને રામ પાસે આગળ આગળ કેવી કેવી વસ્તુ લેવા ની ફરમાઈશ કરે છે
તો આ કહાની નો ભાગ ૨ જલ્દી આવશે😊