Raanavghan - 2 books and stories free download online pdf in Gujarati

સોરઠની ધરતીની શૌર્યવંતી ગાથા - રા'નવઘણ - 2

સોરઠની ધરતીની શૌર્યવંતી ગાથા- રા'નવઘણ

નવલકથા નો આજે બીજો ભાગ.......


ભાગ-૨ - રા'ડીયાસ નુ ખૂન & આહિરાણી નુ સર્વોચ્ચ બલિદાન

ગુર્જરપતિ દુર્લભરાજ પોતાના મંત્રીઓની એક સભા બોલાવી,અને સભામાં સોરઠને કઈ રીતે કબજે કરવું એ પ્રશ્ન મૂક્યો...
એક યુક્તિબાજ મંત્રી એ માર્ગ દેખાડ્યો ‘મહારાજ યાત્રાળુના સંઘ માં આપણે લશ્કરી ટુકડીઓને જૂનાગઢ કિલ્લામાં સૌપ્રથમ દાખલ કરો કે જેથી જૂનાગઢના રા'ડીયાસ ને કિલ્લો બંધ કરવાની ફરજ પડે એ અગાઉ જૂનાગઢનો કબજો આપણે લઈ શકીએ.'

દુર્લભ સોલંકીએ આ માર્ગ કબૂલ રાખ્યો ને પૂછ્યું પણ આપણું લશ્કર વધારે પડતું કિલ્લામાં હશે તો પણ સોરઠવીરો આપણો મજબૂત સામનો કરે તેવા છે તેમના જોમ અને ઉત્સાહ મરી જાય તો જ આપણો સરળતાથી વિજય થાય...!

બીજા તરકટી મંત્રી ઉપાય બતાવ્યો; સોરઠપતિને એવો સંદેશો મોકલો કે ગુર્જરપતિ પોતાના રસાલા સાથે સોરઠરાજ ની પરોણાગતિ ઈચ્છે છે, પરોણાગતિ પછી જ તેઓ ગિરનારની યાત્રા કરવા જશે.

દુર્લભરાજ સોરઠપતિને સંદેશો મોકલ્યો, સોરઠરાજ નો જવાબ આવ્યો કે ‘મિત્રતા ભરી તમારી ઈચ્છા ને હું વધાવી લઉં છું ને તમે જે સ્થળે મને સામે લેવા કહેવડાવશો તે સ્થળે હું આવવા રાજી છું '

સોરઠરાજ નો જવાબ આવ્યા પછી ખટપટી અને કપટી મંત્રીઓએ કાવતરું રચ્યું...!
‘સોરઠપતિનો વાંક દેખાય એવો રસ્તો ઊભો કરવો જોઈએ અને પછી તેમનો અને તેમના સાથીઓનો ઘાટ ઘડી નાખવો જોઈએ ત્યાર પછી તો યાત્રાળુઓના સ્વાંગમાં આપણી ટુકડીઓ જૂનાગઢમાં છે જ....!!’

મંત્રીઓએ કાવતરું ગોઠવી કાઢ્યું, ‘ગુર્જરપતિએ મારા બાર માણસોના રસાલા સાથે સોરઠની હદમાં પડાવ નાખવો અને મહેમાન થવું પણ ખાનગીમાં રાહદારી સ્વરૂપે સો સો અને પચાસ પચાસની લશ્કરી ટુકડીઓ સાથે રાખવી અને એવી જાહેરાત કરાવી કે સોરઠપતિને દુર્લભરાજ અને તેના સાથીઓને નમન કર્યું આથી ઉશ્કેરાઈ જઈ સોરઠરાજ સાથીદારોએ સોલંકીઓને મારી નાખ્યા દુર્લભરાજ તથા તેઓના સાથીદારોએ શાંતિ સ્થાપવાનો પ્રયત્ન કરવા છતાં સોરઠરાજે હુમલો કર્યો, આથી સ્વરક્ષણ કરવા જતા રા'ડીયાસ નું મોત નીપજ્યું...!!

આ યુક્તિ અજમાવામા આવી...

સોરઠરાજની સાથે ઝુમક ચાવડા પણ ગુર્જરપતિ અને તેના સાથીઓ નું સ્વાગત કરવા આવ્યો હતો તેનું પણ મોત નીપજ્યું..!!


Note....!!
ઈતિહાસમાં રા'ડીયાસ એ હડીયાસ અને મહિપાલ નામે પણ જાણીતા છે, આ રાજાએ ધીમંત ચારણ ને પોતાનું મસ્તક સ્વેચ્છાએ કાપી અર્પણ કર્યાં ની લોકકથા પણ અસ્તિત્વમાં છે પરંતુ આ વાર્તામાં સોલંકીરાજાના મંત્રીઓના કાવતરા પ્રમાણે રા'ડીયાસનું ખૂન થયાની વિગત લેવામાં આવી છે...!


•• આહિરાણીનું સર્વોચ્ચ બલિદાન ..!!

સામાન્ય રીતે દરેક જગ્યાએ દેવાઈત આહીરની ગાથા જણાવાઈ છે, જ્યારે દેવાઈત આહિર સાથે આહિરાણીનુ બલીદાન સવિશેષ રહેલુ છે...!!
તો ચાલો જોઈએ ઉજ્જવળ ઈતિહાસનું સુવર્ણ પ્રકરણ....!!


સોરઠમાં ચારણ આહિર કાઠી વાઘેર મેર સિદી મકરાણી વગેરે સદીઓથી વસેલી લડાયક પ્રજા છે,

સોરઠ તારી છાતીએ વિર પ્રજા અંકિત,
આહિર સોરઠિયો થયો નામદેવાઈત..!

દેવાઈત આહીર ને ખબર પડી કે રા'ડિયાસ ની દગાથી હત્યા થઈ છે કે તરત જ તે રાણીવાસમાં છુપા માર્ગે દોડી ગયો,તેણે રાણીઓને સોરઠપતિની હત્યાની ખબર આપી,

દીવો સોરઠરાજ્યનો ઓલવાઈ ગયો આજ,
રાખો શીલ ને બાળકની સૌએ મળીને લાજ..!

મહેલમાં રા'ડીયાસની રાણીઓએ રાજ બાળકને દેવાયત આહીર ની સોંપ્યું અને મહેલમાં ચિતા પ્રગટાવી સર્વે રાણીઓ સતી થઈ ગયાં..!

ભસ્મ થયેલા મહેલની એક બાજુથી ચાર સોલંકી સિપાઈઓ નીકળ્યા અને બીજી બાજુએથી દેવાયત આહીર રાજબાળકને લઈને બહાર નીકળ્યા,
દેવાયતે એકલા હાથે તેઓનો સામનો કર્યો..
લડાઈમાં બે મરી પરવાર્યા એક મરણતોલ હાલતમાં પકડાઈ ગયો અને એક સામાન્ય ઘવાતા ખબરી બની નાસી છૂટયો....!!

દેવાઈત આહિર સાથે અડી કડી નામની બે દાસીઓ પણ હતી દેવાયત રાજબાળક દાસીઓ ને સુપ્રત કરી પોતાના નેસડામાં કોઈ પણ માર્ગે છૂપી રીતે પહોંચી જવા કહી રવાના કરી અને પોતે પણ ત્યાં સુધીમાં સોલંકી સિપાઈઓને થાપ આપી આવી પહોંચશએ એમ જણાવ્યું..
અને સઘળી બાબત તદ્દન ખાનગી રાખવા જણાવ્યું.

અતિશય સંકટનો સામનો કરતી ચીંથરેહાલ હાલતમાં અડી કડી દેવાયત આહીર ના નેસડા માં આવી પહોંચી અને ત્યાં તો દેવાયત પણ નેસડા માં આવી પહોંચ્યા હતા, જેથી દેવાયતને રાજપુત્ર સોંપી પોતાના જીવના જોખમે પણ તેનું રક્ષણ કરવાનું જણાવતી ગઈ...!

આહિર લુપાતો છુપાતો ભેંસો અને ગાયોથી ઉભરાતા નેસડામાં થઈ પોતાને ઘેર ગયા. આહીરાણી ને રાજબાળક સોંપી સાવ ધીમા અવાજે બધી જ હકીકત કહી.

બાળક આપણા ચુડાસમા રાજવી નું છે અને આપણા સોરઠનો વાદળમાં ઢંકાયેલો સુરજ સે..!

આહિરાણી રા'ડીયાસ ના બાળક ને ઘોડીયામાં સુવડાવાની તૈયારીમાં હતા, એટલામાં પાડોશણ રાજબાળક જેટલી જ ઉંમરના એક બાળકને લઈ આવી અને આહીરાણીને આપતા બોલી...
આ વળી કોનો છોકરો આવ્યો...?
આ છોકરો મારો જ છે. હું જ્યારે સુયાણીની સારવાર હેઠળ મારા પિયરમાં હતી ત્યાં જ તેનો જન્મ થયો હતો. આહિરાણીનો આ ખુલાસો પાડોશણ ને સાચો લાગ્યો. પહેલો અને બીજો એ ઓળખાણ જ બસ થઈ ચૂકી.
પાડોશણ જે બાળકને લઈને આવી હતી તે દેવાયત આહીરનું પોતાનું જ હતું.


એકાએક દાંડી પીટાતી સંભળાઈ...!!
સાંભળો સાંભળો આખો આહિરવાડ સોલંકીઓના લશ્કરથી ઘેરી લેવાયો છે,તેમ છતાં દેવાયત આહીર જો રાડીયાસનો બાળક અમને સોંપી દેશે તો અમે દેવાયતને ગુનેગાર ન ગણવાનું વચન આપીએ છીએ....

આ સમાચાર સાંભળી આખા આહિરવાડમાં ભયનું વાતાવરણ છવાઈ ગયું, પોતે પકડાઈ જાય કે મરી જાય એની આહીર દેવાયત તેની પત્નીને ડર ન હતો. તેઓ તો રાજબાળકને જ બચાવવા ઈચ્છતા હતા.સોલંકી સરદારનો સંદેશો દેવાયતના ઘેર આવ્યો કે....
સોલંકી લશ્કરના સરદાર આપને દરબારમાં મળવા બોલાવે છે...!

આ સાંભળી દેવાયત આહીર આહીરાણીને ફક્ત એટલું જ કહે છે કે
રા રાખીને વાત કરજો આમ કહી તેઓ સરદારને મળવા ચાલ્યા જાય છે, સોલંકી સરદાર દેવાયત ને કહ્યું...!
તમે રા' નો વંશ અમને સોંપી દેશો તો તમારા પરના ગુનાઓ ધોવાઈ જશે,ઉપરાંત તમને સોલંકી રાજ્ય તરફથી જર જમીનને પણ મળશે...!

દેવાયત એ કહ્યું; રા' નોવંશ મારા ઘરે છે,સોલંકી સરદાર સિપાઇઓને દેવાયત ના ઘરેથી આયરાણીની પાસેથી રા'ના વંશને લઇ આવવા કહ્યું, સોલંકી સિપાઈઓ દેવાયત ના ઘરે આવી કહે છે...
સોલંકી સરદારનું હુકમ છે રા'નો પુત્ર અમને સોંપી દો..!! આ સાંભળી આહીરાણીને દેવાયત આહીરના શબ્દો યાદ આવે છે એ રા' રાખીને વાત કરજો..અને ગુણિયલ આહીરાણી સમજી જાય છે અને રાજપુત્ર ના બદલે પોતાનું જ બાળક સોલંકી સિપાઈઓને આપે છે..!!
પોતાના પંડના દીકરાનું બલિદાન હસતા મોઢે આપ્યા બાદ એ આયરાણીના હૃદયની વ્યથા તો સ્વયં ઈશ્વર જ જાણે..
આયર ના પુત્રને રાજપુત સમજીને રાજ દરબારમાં હાજર કર્યો સરદારે ખુશ થઈ સૌપ્રથમ જર જમીન ઝવેરાત જાગીર વગેરે નો અર્પણપત્ર પ્રજાજનો વચ્ચે દેવાયતને સોંપ્યો..અને સાથે લાવેલ બાળક ખરેખર રા'નુ છે કે દેવાયત આહીર નું તેની ખાતરી કરવા સરદારે દેવાયતને હુકમ કર્યો કે...
લો આ તલવાર ને તેનાથી તમારે હાથે જ રા'ના બાળકનું નો વધ કરો..બંધ જેથી રા'નો વંશ વૃદ્ધિ થવા જ ન પામે...!!

દેવાયત આહીરે મોં પરના હાવભાવ સહેજ પણ બદલવાના પામે એ રીતે સ્મિત વદને તલવાર ઉપાડી અને સૌના આશ્ચર્ય વચ્ચે તલવારના એક જ ઘાએ પોતાના જ બાળકનો પોતાના હાથે જ વધ કર્યો અને પોતાની સાચી રાષ્ટ્રભક્તિના ભારોભાર દર્શન કરાવ્યા...!!
ધન્ય છે સૌરાષ્ટ્રની ભૂમિ ધન્ય છે દેવાયત આહીર..!!

આમ છતાં અમુક ખટપટી લોકોએ આ બાળક દેવાયત આહીર પોતાનું છે, એવી વાત સોલંકી સરદારને કરી,આથી ફરી આ બાળક દેવાયત નું છે કે રા ડિયાસ નું એ વાત ની ખાતરી કરવા આયરાણીને દરબારમાં હાજર થવા સંદેશો મોકલાવ્યો...!
આહિરાણી દરબારમાં આવ્યા ત્યારે સોલંકી સરદારે આહીરાની પૂછ્યું કે આ મૃત બાળક આપનુ છે કે રા'ડીયાસનું..??
ત્યારે આયરાણી રસ્તામાં હસતા મુખે પોતાના બાળકના મૃત દેહ સામે જોઈ કહ્યું કેબાળક મારુ નથી, અમારા રાજાનો વંશ છે...!!
છતાંય સોલંકી સરદારને વિશ્વાસ ના બેસતા પોતાના સૈનિકોને આદેશ કર્યો કે આ મૃત બાળકની આખો કાઢી જમીન પર રાખવામાં આવે અને આહીરાણીને હસતે મુખે એ બાળકની આંખો પર ઉઘાડા પગે ચાલવાનું ફરમાન કર્યું...!!
આયરાણી પોતાના પતિની કીર્તિ ને કલંકિત ન કરતા એક વીરાંગનાની શભે એ રીતે પોતાના જ પુત્રની આંખો પર ચાલ્યા..!
શું વીતી હશે એ માતા પર જેને સ્વયં પોતાના પુત્રની આંખો પર ચાલવું પડ્યું, છતાંય પોતાની સ્વામી ભક્તિ અને પોતાના રાષ્ટ્રની રક્ષા કાજે આયરાણી સર્વોચ્ચ બલિદાન આપ્યું...!!

દેશ માટે રાજ માટે કોણ આપે,ધ્યાન રે..
પરકાજ આપે કોણ છે નિજ બાળકનું બલિદાન રે...
નિજ રાજવીના વંશ માટે વંશ આપ્યો નીચે તણો...
ધન્યબલિદાન કેરો ધર્મ ધન્ય આહિર કર્મનો...!

આગળની વાર્તા Part-3 માં...

Coming soon.....!!