Chorono Khajano - 3 books and stories free download online pdf in Gujarati

ચોરોનો ખજાનો - 3

ડેની ના મગજમાં એકસામટુ વિચારોનું તોફાન ઉમટેલું. પણ તે અત્યારે કંઈ કરી શકે તેમ નહોતો. થોડીવાર માટે તેણે વિચારવાનું બંધ કરીને તેને ઢસડીને લઈ જનાર પેલા પહેલવાન જેવા માણસોને ગાળો ભાંડવાનું શરુ કર્યું. " अबे ओ कमीनो, मुझे छोड़ दो। कहा लेकर जा रहे हो मुझे तुमलोग।। छोड़ दो मुझे please. "

ડેનીની કોઈ પણ વાત સાંભળ્યા વિના જ પેલા લોકો તેને ઢસડીને લઈ જઈ રહ્યા હતા. એવું લાગી રહ્યું હતું કે તેઓ ડેનીની વાત સમજી જ નથી રહ્યા. અંતે ડેની એ હાર માનીને જે થાય છે તે થવા દીધું. જ્યારે ડેનીને બહાર હવેલીના પરિસરમાં લઈ આવવામાં આવ્યો ત્યારે તેની નજર પેલી છોકરી પર પડી. તેને લાગ્યું કદાચ સમય થોડી ક્ષણો માટે ત્યાં જ અટકી ગયો. તેને જોતા જ ડેની જાણે તેની ઉપર મોહી પડ્યો. ચિલ્લાવાને બદલે હવે ડેની એકદમ શાંત થઈ ગયો. તેના ચેહરા ઉપર એક સ્મિત તરવરી ઉઠ્યું.

પરંતુ ડેની જાણતો નહોતો કે જેના માટે તે પોતાના દિલમાં અનેક અરમાન જગાવી રહ્યો છે તે જ આ આખી કહાની ની રચયિતા હતી. ડેની હજી પણ પેલી છોકરી સામે જોઈને સ્માઈલ કરી રહ્યો હતો. પોતાની માલકીન સામે જોઈને આવી રીતે હસતા માણસને જોવાથી પેલા પહેલવાનને ખૂબ જ ગુસ્સો આવ્યો હોય તેમ, તેઓ વધારે જોરથી ડેનીને મારવા લાગ્યા. હજી પણ ડેનીના ચહેરા પરથી તેની સ્માઈલ દૂર કરવામાં તેઓ નિષ્ફળ ગયા હતા. અચાનક જ એક મોટા લાગતા પહેલવાને ડેનીના ચહેરા પર જોરથી મુક્કો માર્યો. આ માર અસહ્ય હતો. ડેનીના નાક અને મોંમાંથી લોહી નીકળવા લાગ્યું. ડેનીને એકદમ તમ્મર ચડી ગઈ હતી. તેને ચક્કર આવી રહ્યા હોય એવું લાગ્યું. તેમ છતાં તે પોતાને સંભાળીને ત્યાં જ બેસી રહ્યો.

હવે પેલી છોકરી ડેની પાસે આવી. તેણે ખુબજ બેદર્દીથી ડેની ના હોઠ પર આવેલું લોહી પોતાના હાથની એક આંગળી અને અંગુઠા વડે સાફ કરીને તે લોહીને તે જ આંગળી અને અંગુઠા વડે મસળતા એકદમ નિર્દયતાથી સ્માઈલ આપતા બોલી. "पता है तुम्हे बिना कुछ कहे इस तरह से क्यों पीटा गया? मैं अभी तुमसे कुछ मांगने वाली हूं जो की मेरी ही अमानत है, अगर तुमने मुझे वो देने से मना किया तो तुम्हारी हालत इससे भी ज्यादा बुरी होने वाली है।"

" मेरा नाम सीरत है और में इस हवेलिकी इकलौती मालकिन हूं। कल रात तुम्हे जो नक्शा मिला है उसे पाने केलिए मेरे बाबा और मैंने बरसो इंतजार किया है। तुम्हे क्या लगता है तुम इतनी आसानी से हमसे वो छीन सकते हो? कहा है वो नक्शा ? " સીરત જોરથી ચિલ્લાઇ.

ડેની ને મનમાં એકદમ ફાળ પડી. તેને ક્યારનો સતાવી રહેલો પ્રશ્ન હવે જાણે જોરથી મનમાં પૂછાવા લાગ્યો. आखिर इन्हे कैसे पता चला कि मुझे डायरी और नक्शा मिला है? તેમ છતાં તેણે પોતાના મનને મક્કમ રાખીને વિચારવાનો પ્રયત્ન કર્યો કે હવે શું જવાબ આપવો. ઓછા સમયમાં ડેની એ ઘણું બધુ વિચારીને જવાબ આપ્યો. " हा मुझे नक्शा और एक डायरी मिली है। लेकिन अगर मैं वो तुम्हे दे दू तो उससे मुझे क्या फायदा होगा? "

સિરત ડેની તરફ જોઇને ઘુરકી. કઈક કહેવા જ જતી હતી ત્યાંજ ડેની તેને પોતાના હાથ વડે બોલતા રોકીને પોતે બોલવા લાગ્યો. "तुम जहा वो खजाना ढूंढने जाने वाली हो, मैं भी तुम्हारे साथ वहा आऊंगा। बोलो, अगर तुम्हे ये बात मंजूर है तो मैं अभी तुम्हे वो नक्शा और डायरी दोनो दे दूंगा।"

સિરત પગ પછાડીને કહેવા લાગી. "वो रास्ता कितने खतरो से भरा है ये मैं नहीं जानती। अगर इस सफरमे तुम्हे कुछ हो गया तो उसकी जिम्मेदारी मेरी नही। और तुम्हे मै एक बात बता दू की इसमें तुम्हारी जान भी जा सकती हैं। अगर अब भी तुम इस सफरमे हमारे साथ आना चाहते हो तो ठीक है, तुम्हारा स्वागत है। बताओ अब, कहा है वो नक्शा और डायरी?"

ડેનીને આ જવાબની આશા ન્હોતી, પણ જે જવાબ સીરત પાસેથી મળ્યો તેનાથી ડેની ખૂબ ખુશ થઈ ગયો. આ જવાબ સાંભળીને તે પોતાને પડેલો માર પણ ભૂલી ગયો. પોતાના નાકમાંથી નીકળતું લોહી પણ હવે તેને કોઈ પીડા ન્હોતું આપી શકતું. તેને એ વાતની ખુશી નહોતી કે ખજાનાની શોધ માં તે પણ જવાનો હતો, પણ તેને વધારે ખુશી તો એ હતી કે તે સિરત જોડે જઈ રહ્યો હતો.

આ બધો જ બની રહેલો બનાવ અને વાર્તાલાપ હવેલીની બહાર છુપાઈને બેઠેલો પેલો માસ્કધારી સાંભળી રહ્યો હતો. તે મનોમન બબડ્યો. " ओह, तो नक्शा मिल गया है। यानी की अब मंजिल दूर नहीं ।।" એટલું બબડીને તે ત્યાંથી ચાલતો થયો.

ડેની જડપથી હવેલીની અંદર ગયો અને થોડી વારમાં જ પેલી ડાયરી સિરતના હાથમાં આપી. નકશો પેલી ડાયરીમાં જ હતો. સિરત ડાયરીના પેજ ફેરવતી ડાયરી વાંચવા લાગી. ડાયરી વાંચ્યા પછી તેણે પેલો નકશો જોયો. થોડી વાર રહીને તેણે નકશાને ઉલટાવી જોયો. પહેલા તો તેની આંખોમાં ખુશીની ચમક દેખાઈ અને થોડી વારમાં તે થોડી નિરાશ થઈ ગઈ. પોતાની નિરાશા તેણે ચેહરા ઉપર દેખાવા ના દીધી. મંદ મંદ સ્મિત કરતી તે પોતાના એક સાથી તરફ ફરી.

તેણે પોતાના વફાદાર સાથી દીવાનને પોતાની નજીક બોલાવીને નકશો બતાવતા કહ્યું.
" इसमें आधा ही नक्शा है। ऐसे ही और तीन टुकड़े है जिन्हे हमे ढूंढना पड़ेगा। बाकी के टुकड़े कहा है वो हमे हर नक्शे के पीछे बताई लोकेशन पे मिलेंगे। पहला हिस्सा मिल गया है तो बाकी के हिस्से भी हमे मिल ही जायेंगे। अब हमारी मंजिल दूर नहीं है। तुम हमारे सारे आदमियों को इकट्ठा करो। हमे जल्द से जल्द जाना होगा। हमे बहोत काम करने है।"

दीवान: "येस मेम।"






શું તેઓને નકશાના બધા ટુકડા મળશે?
પેલા ચોરો ખજાનો લઈને ક્યાં ગાયબ થઈ ગયા હતા?
પેલો માસ્કધારી કોણ હતો?
પેલા બીજ શેના હતા?


આવા પ્રશ્નો ના જવાબ માટે વાંચતા રહો..
ચોરોનો ખજાનો



Dr. Dipak Kamejaliya