National Highway No.1 - Part 1 books and stories free download online pdf in Gujarati

નેશનલ હાઇવે નં.૧ - ભાગ 1

નેશનલ હાઇવે નં.૧

       ગ્રીષ્મા ઓફીસથી છૂટીને સીધી બસ ડેપો જાય છે. ત્યાંથી તેની વડોદરા થી અમદાવાદની બસ હોય છે. તે રોજ વડોદરા થી અમદાવાદ બસમાં મુસાફરી કરતી હોય છે. હવે તેના માટે આ રસ્તો અજાણ્યો ન હતો. એ દિવસે તે વહેલી ઘરે જવા માટે નીકળી હતી. કારણ કે, ઘરે કોઇ અગત્યનું કામ હતુ. ટીકીટ લઇને ગ્રીષ્મા બસમાં બેસી ગઇ, પરંતુ આગળ હાઇવે પર તેના માટેની મુસીબત રાહ જોતી હોય છે તે વાતથી અજાણ તે કાનમાં હેન્ડસ-ફ્રી નાખીને ગીતો સાંભળવામાં વ્યસ્ત હતી.   

અચાનક બસે બ્રેક મારી. ગ્રીષ્માએ જોયું કે, બસ આણંદ બાજુના ટોલટેક્ષ આગળ ઉભી રહી ગઇ. તે વિચારવા લાગી કે, આ શું થયું ? આગળ ટ્રાફિક જામ હતો. બધા પોતાના વાહનોમાંથી ઉતરીને જોવા લાગ્યા. ગ્રીષ્માને પણ બેચેની થવા લાગી. બસમાં બધા એકબીજા સાથે વાતચીત કરવા લાગ્યા કે આગળ થયું છે શું ? ગ્રીષ્મા હવે ઘરે ફોન કરીને બધી માહિતી આપવા લાગી. ઘરેથી એમ કહેવામાં આવ્યું કે, એવું હોય તો બીજી સાઇડના રોડ પરથી આવતી વડોદરા જતી બસમાં બેસીને વડોદરા માસીના ઘરે જતી રહી. પણ ગ્રીષ્માનું મન માનતું ન હતું. તેને પોતાના ઘરે જવું હતું. તેના પતિ તેની રાહ જોતા હતા. ત્યાં સુધીમાં છ વાગી જાય છે. તે વિચારે છે કે, હવે શું કરવું? હાઇવે પર ટેન્કર ફાટયું હોવાથી તેની અંદરના બધા કેમિકલ્સ રોડની બંને બાજુએ પડતા હતા. આથી રોડની બંને બાજુએ રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. આથી બસમાં બેઠેલા મુસાફરો નીચે ઉતરીને પાછળ વડોદરા બાજુમાં ચાલવા લાગ્યા. ગ્રીષ્મા આ બધું જોઇ રહી હતી પણ તેના મનમાં ઘરે જવાની ઇચ્છા હતી. એટલે તે બસમાંથી ઉતરી નહિ. તેને આશા હતી કે ટ્રાફિક ઓછો થશે ને બસ ઉપડશે જ.

      છ ના હવે રાતના નવ વાગી ગયા હતા. હવે ગ્રીષ્મા થોડી ડરી રહી હતી. ને બસમાં પણ હવે ત્રણ મુસાફરો બાકી હતા. ને તે પણ મહિલા હતી. ગ્રીષ્માએ તેમની સાથે થોડી વાતચીત કરી અને વડોદરા જવા માટે સંમત કર્યા. ત્રણેય જણ બસમાંથી નીચે ઉતરીને વડોદરા બાજુએ જવા લાગ્યા. એમાંથી એક મહિલા અચાનક ઉભી રહી ગઇ અને કહેવા લાગી કે, આપણે આગળ નથી જવું. બસમાં જ બેસીએ. અહી તો બહુ જ અંધારું છે.’’ પેલી બીજી તેની સાથેની મહિલા પણ આ વાતથી સંમત થઇ. એ લકો પણ ડરી ગયા હતા., પરંતુ ગ્રીષ્માને વિશ્વાસ હતો કે, આ બસ આજે અહીથી હલશે જ નહિ. તે બંને મહિલાઓને પાછળ મૂકીને આગળ રોંગ સાઇડ પર ચાલવા લાગી. તેને એમ કે વડોદરા અહીથી નજીક જ છે. ચાલતા-ચાલતા તેના ઘરના ફોન તો ચાલુ જ હતા. તે જાણ કરતી રહેતી કે તે કેટલે પહોંચી છે. આથી ઘરના બધા થોડા ચિંતામુકત રહેતા. પછી તેના પપ્પાનો ફોન આવ્યો કે,‘‘તારા માસીનો દીકરો ત્યા વડોદરા જ છે. એ તને લેવા છે. તારું લોકશન મોકલ.’’ ગ્રીષ્માએ તરત જ તેના ભાઇને લોકેશન મોકલી દીધો. ત્યાં સુધીમાં તો તેના ભાઇનો ફોન આવી ગયો કે, ‘‘જયાં તું ઉભી છે તે વડોદરાથી ઘણું દૂર છે.’’ ગ્રીષ્માએ કહ્યું કે, ‘‘ના. હું આણંદ ટોલટેક્ષની નજીક છું. તો વધારે દૂર નથી.’’ તેનો ભાઇ કહે,‘‘તુ બરાબર જો. ત્યાં વચ્ચે બીમ્બ આવેલા છે ત્યાં કયો નંબર લખ્યો છે?’’ ગ્રીષ્મા જોવા લાગી. તો બીમ્બ પર ચોવીસ નંબર લખ્યો હતો. ને બીજું જોઇને તો તેના મોતીયા જ મરી ગયા. નીચે સફેદ પથ્થર પર લખ્યું હતું ‘‘બરોડા ૨૩ કિ.મી.’’ તેને ખ્યાલ આવી ગયો કે તે હાઇવેની વચ્ચોવચ્ચ ઉભી છે. તે વધારે ડરવા લાગી. આમ તેમ નજર દોડાવા લાગી. રોંગ સાઇડ પર પોલીસના વાહનો અને બીજા વાહનો પણ અવરજવર કરતા હતા. તે બધા વાહનો તેને વડોદરા તરફ લઇ જવા ઉભા રહેતા હતા. પણ તેની હિંમત નહોતી થતી કે તે કોઇ અજાણ્યા માણસ સાથે જઇ શકે. તેનેતે સમયમાં કોઇ જ વ્યક્તતિ પર ભરોસો કરવો પોતાના માટે હિતકારી લાગતું જ નહતું. કેમ કે ન્યૂઝમાં બનતા બનાવો વિશે જે તે રોજ જોતી. એટલે આ જમાનામાં કોઇ અજાણ્યા માણસ સાથે જતું રહેવું તેને યોગ્ય ના લગ્યું. તે તેના ભાઇની રાહ જોવા લાગી.......

 

(શું ગ્રીષ્મા સહી સલામત તેના ઘરે પહોંચી જશે કે તેની સાથે કંઇક અજુગતું થશે? )

 

(વધુ આવતા પ્રકરણે ભાગ-૨ માં)

 

- પાયલ ચાવડા પાલોદરા