Apnu su? Eklata ke ekant.... books and stories free download online pdf in Gujarati

આપણું શું?...એકલતા કે એકાંત...

આપણા જીવનમાં આપણું શું?
અહી કોઈ સ્વાર્થની કે બીજા સાથે નહિ જોડાવાની વાત નથી,પણ એક સમજ ની વાત છે.અંતરના ઊંડાણમાં થોડું ડોકિયું કરવાની વાત છે.થોડી લાગણી ની બાબતમાં આત્મનિર્ભરતા ની વાત છે.મુશ્કેલ સમયમાં આંતરિક દૃષ્ટિ કેળવવાની વાત છે.
આપણા જીવનમાં આપણું શું?બધું જ તો બીજા સાથે જ જોડી ને જીવીએ છીએ.આપણું સુખ,આપણું દુઃખ,આપણી ખુશી,આપણી લાગણી,આપણા ગમા- અણગમા,આપણું વર્તમાન,ભૂતકાળ અને ભવિષ્ય પણ,આપણી લાચારી,મજબૂરી અને સ્વમાન પણ....ટુંકમાં સઘળું,મોટા ભાગનું...
આપણી બહાર ની દુનિયા તો ચોકકસ પણે...પણ આપણી અંદર ની સંવેદનાઓ પણ જાણે બીજા પર જ આધારિત છે.
એક સવાલ પોતાની જાત ને પૂછવા જેવો છે...
કે આપણે એકલા હોય તો શું માણી શકીએ?
અને કદાચ માણી શકીએ તો કેટલા સમય સુધી માણી શકીએ..
એકલતા કંઇક ના અભાવ થી આવે.અને એકાંત આપણા સ્વ ને સ્વીકારવાના સ્વભાવ થી આવે.
મોટેભાગે તો આપણે એકલતા થી જ ઘેરાયેલા રહીએ છીએ કેમ કે બીજા સાથે જોડાયા એટલે કઈક અભાવ તો ચોકકસપણે આવતો જતો રહેવાનો.પણ એ અભાવ માં પોતાની સાથે જોડાઈ ને એકાંત માણવાનો સ્વભાવ આપણે કેળવતા જ નથી.
કોઈ આપણી સાથે ના જોડાય એટલે ચિંતા,ગુસ્સો,વ્યગ્રતા, હિનપણુ઼...આ બધું સાથે લઈને એકલતા એવી જાય.અને મોટાભાગે એ હતાશા, નિરાશા આપણને આપણા પ્રત્યે નાનપ નો જ અનુભવ કરાવે,આપણી ખામીઓ,આપણી મુશ્કેલીઓ,આપણી નાકામીઓ,આપણી અધૂરી લાગણીઓ,ઇચ્છાઓ, બસ એની જ ગણતરી કરાવે.
પણ એકલતા ને એકાંત બનાવતા શીખીએ...એટલે આપણે કોઈ પરિસ્થિતિ કે વ્યક્તિ થી જાતે જછૂટા જ પડી જઈએ અથવા કોઈ આપણા થી સતત જોડાયેલ જ રહે એવી કામના જ ના હોય અને એકલતા ને માણી એને એકાંત બનાવવાના પ્રયત્નો કરીએ.એકાંત સર્જનાત્મકતા ખીલવે,પોતાને વ્યક્તિગત ઓળખવામાં મદદરૂપ થાય,વિચારોની ગુણવતા સુધારે, તટસ્થ રીતે વિચારતા શીખવાડે.બસ એ એકાંત હોવું જોઈએ જે આપણને આપણો જ પરિચય કરાવી આપે,એકલતા નહિ.
પોતાને વ્યક્તિગત માણવાનો,વિચારવાનો સમય હોવો જોઈએ.અને એ ત્યારેજ શક્ય બને જ્યારે આપણે કોઈપણ સાથે ગાઢ જોડાવાનો આગ્રહ ના રાખીએ.કોઈપણ આપણને એમના જીવનમાં મહત્વ આપે અને એટલું જ મહત્વ આપે એવો આગ્રહ ના રાખવો જોઈએ.આપણા જીવન નો,આપણા સ્વભાવ નો,આપણી ઇચ્છા નો,આપણા વ્યવહાર નો બધો આધાર બીજા ના વર્તન કે અભિપ્રાય પર ના જ ટકેલો હોવો જોઈએ.
ક્યારેક કોઈ આપણો તિરસ્કાર કરે કે ઇગનોર કરે તો અથવા આપણને એમના જીવનમાં જોઈતું મહત્વ ના આપે.....થોડા સમય પહેલા એક સવાલ સામે આવ્યો હતો....
Why I am not important to anyone...?
પણ સામે બીજા સવાલે આ સવાલનું અસ્તિત્વ થોડું જોખમ માં મૂકી દીધું...એ સવાલ છે...
But why you want to become important to anyone?
પહેલા સવાલ વિશે વિચારી ને ગાંડા થવા કરતાં.જ્યારે પણ એ પળ જીવન માં આવે તરત જ બીજો સવાલ પોતાની જાત ને પૂરી ઈમાનદારી થી પૂછવો.અને સકારાત્મક વિચારી એકાંતને માણવાની શરૂઆત કરવી જોઈએ.
બીજા કોઈ ના જીવનમાં મહત્વના બનવાનો આગ્રહ રાખતા પહેલા આપણે આપણા માટે મહત્વના બનીએ.આપણે આપણી સાથે પહેલા જોડાઈએ.પછી કોઈને આપણી સાથે જોડવાની જરૂર નહીં પડે એ જોડાઈ જ જશે.કેમકે,કોઈ માણસ ને વધુ માં વધુ જોડાવવું ત્યારે જ ગમે જ્યારે એને સામે ના માણસનો ભાર ના લાગે.અને એ વાત ત્યારે જ બને જ્યારે આપણે પહેલા આપણી સાથે જોડાઈ જવાની ખુદ ની જવાબદારી સમજીએ.
આપણે આપણા માટે ખૂબ જ મહત્વના છીએ તો બીજા સાથે જોડાવાની સાથે આપણી સાથે ચોક્કસ સકારાત્મકતા સાથે જોડાવવું જ જોઈએ.પહેલા પોતાના સાથે જોડાવ,એને સ્વીકારો પછી બહાર ની પરિસ્તિથીઓ તમને અસર તો કરશે પરંતુ તમને હરાવી નહિ શકે,નાસીપાસ નહિ કરી શકે,તોડી નહિ શકે,એકલા નહિ પાડી શકે....
Sooo meet your pure inner self to enjoy your every step.....
It's only my thoughts.......

Have a great life ahead