Gapsap - 2 books and stories free download online pdf in Gujarati

ગપસપ - ભાગ-2

ગપસપ ભાગ-૨

(આ નાની-નાની વર્તાઓ રુદ્રાંશ અને તેની મમ્મી-પપ્પા વચ્ચે જે હાસ્યાસ્પદ વાતાવરણ ઉભું થતું હોય છે તેના વિશે છે. આથી તમને પણ આ તમારી આપવીતી જરૂરથી લાગશે જ.)

સફરજન

(આજે રુદ્રાંશ અને તેના મમ્મી-પપ્પા જમીને બહાર ફરવા ગયા. ત્યાં રુદ્રાંશને સફરજન જોઇને તે ખાવાની ઇચ્છા થઇ. એટલે તેના પપ્પા સફરજન લેવા ઉભા રહ્યા.)

રુદ્રાંશ : સફરજન..........સફરજન.............સફરજન......

મમ્મી : હા બેટા, પપ્પા લેવા ગયા છે સફરજન. મમ્મી તને ઘરે જઇને આપશે હો.  

(તેના પપ્પા સફરજન લઇ લે છે અને તેની મમ્મીને આપે છે. ત્યાં સુધી તો રુદ્રાંશ સફરજન લેવા માટે રડવા લાગે છે. આથી તેની મમ્મી તેને સફરજનની થેલી આપી દે છે. )

પપ્પા : જો રુદ્રાંશ તે સફરજન નીચે પાડી દીધા તો તને માર પડશે.

રુદ્રાંશ : (આજ્ઞાકારી હોય એમ માથું હલાવે છે.)

(રસ્તામાં પવન બહુ હોય છે એટલે રુદ્રાંશના પપ્પા બાઇક ઉભું રાખે છે અને એ જ લાગની રાહ જોતાં તેની મમ્મી તેના હાથમાંથી ધીરેથી સફરજનની થેલી લઇ છે)

તેઓ ઘરે પહોંચવા આવે છે.

પપ્પા : (મજાકમાં) રુદ્રાંશ તે થેલી પાડી દીધી ને? (મમ્મી હસવા લાગે છે.)

રુદ્રાંશ : (પાછળની બાજુ હાથ લંબાવે છે) અઇ........અઇ...........અઇ..........

(પપ્પા અને મમ્મી બંને હસવા લાગે છે અને વિચારે છે કે કેટલો સ્માર્ટ છે આ એને ખબર છે કે સફરજન મમ્મી પાસે જ છે.)

  

બાઇકની સવારી

(રુંદ્રાંશ તેના મમ્મી અને પપ્પા સાથે બહાર જમવા જાય છે. સાથે તેના નાના-નાની પણ હોય છે. આથી તેના નાના ગાડી લઇને જવાનું વિચારે છે)

આ બાજુ રુદ્રાંશના પપ્પા તેને બાઇકની ચાવી રમવા આપે છે.

નાના : ચલો, ગાડીમાં બેસી જાઓ. આપણે બાબા જઇએ.

રુદ્રાંશ  : ના..........ના.............ના...............

પપ્પા : એ તો રડયા કરશે. ગાડીમાં બેસસે એટલે ચૂપ થઇ જશે.

નાના : સારુ. તમે બેસી જાઓ.

(રુદ્રાંશને તેના પપ્પા ગાડીમાં બેસાડે છે ને ત્યાં તો વધુ જોરથી તે રડવા લાગે છે. ગાડી ચાલવા લાગે છે પણ તે ચૂપ જ થતો નથી.)

નાના : કેમ રડે છે આ આટલું બધું?

પપ્પા : ખબર નથી પડતી કેમ આમ કરે છે આ!!!

મમ્મી : અરે તમને સમજ ના પડી. તેને બાઇક પર જવું છે. આપણે તેને રાત્રે ફરવા બાઇક પર લઇ જઇએ છીએ ને એટલે.

પપ્પા : હા એ વાત સાચી.

(તેઓ ગાડી ઘરે પરત લાવે છે અને બે બાઇક લઇ લે છે. ત્યાં રુદ્રાંશ હસવા-રમવા લાગે છે.)

મમ્મી : જોયું...... આને બાઇક પર જવું હતું.

(બધા હસવા લાગે છે કે કેવો છે આ ? ગાડીમાં નઇ પણ બાઇક પર જવું છે.)

 

પપ્પાના હાથે જ પાણી

(રુદ્રાંશ રાતે મોડા સુધી મસ્તી કરતો હતો. તે પછી મોડા સૂઇ ગયો. રાતે અચાનક જાગીને રડવા લાગ્યો. એટલી બાજુમાં સૂતી તેની મમ્મી ઉઠી ગઇ.)

મમ્મી : રુદ્રાંશ, શું થયું બેટા? કેમ રડે છે?

રુદ્રાંશ : (ઇશારાથી દરવાજા બાજુ આંગળી કરે છે.)

મમ્મી : અરે મારા દીકાને પાણી પીઉં છે. ચલ મમ્મી પાણી લઇ આવે.

(રુદ્રાંશની મમ્મી પાણી લઇને આવે છે અને તેને આપે છે પણ રુદ્રાંશ માથું હલાવીને ના પાડે છે. બે-ત્રણ વાર આમ જ થયું. એટલે રુદ્રાંશના પપ્પાને જગાડયા.)

મમ્મી : અરે ઉઠો...આ રુદ્રાંશ પાણી નઇ પીતો. તમે પીવડાવો.

(આ સાંભળી તરત જ રુદ્રાંશ તેના પપ્પા સામે હાથથી ઇશારો કરવા લાગ્યો.)

પપ્પા : અહી આવ..........બેટા...તને પાણી પીવડાવું.

(ને રુદ્રાંશ તરત જ પાણી પીવા લાગે છે.હવે બંનેને સમજાઇ ગયું કે આ કેમ પાણી નહતો પીતો. )

મમ્મી : જોયું. મે પાણી પીવડાવ્યું તો ના પીધું તમારી જોડે જ પાણી પીવું હતું આને.

(પછી બંને હસી પડયા)