Dilni Mangadi, pyarni Lagni - 1 books and stories free download online pdf in Gujarati

દિલની માગણી, પ્યારની લાગણી - 1


"પ્યાર.." નીતા ને એક ઝાટકો લાગ્યો.

"તું હિનાને પ્યાર કરે છે?!" નીતાએ ફરી એ જ સવાલ કર્યો.

"હા, હું હિના ને પ્યાર કરું છું!" સંદીપે કહ્યું તો નીતા તો ત્યા એક સેકંડ માટે પણ ઊભી રહેવા અસમર્થ હતી! એ તુરંત જ કઈ પણ કહ્યાં વગર ત્યાંથી ચાલી ગઈ.

એ પછી તો સંદીપ પણ એના કામો માં બિઝી થઈ ગયો! કોઈ મહેમાન આવે તો એ ઘરનાં છોકરાને તો બસ બધું લાવવા જ મોકલી દેવામાં આવતો હોય છે ને! એની સાથે પણ એવું જ થયું.

શુરૂમાં આવતા જ બસ આટલી થોડી જ વાત થઈ શકી હતી. એનાથી તો સારું એ જ હતું કે બંને પોતપોતાના ઘરે હોતા, ત્યાંથી વાત તો થઈ શકતી હતી ને! નીતાને વિચાર આવ્યો અને એનું મન સંદીપ સાથે વાત કરવા માટે અધીરું થઈ ગયું!

વાત થશે પણ કે નહિ?! એને વિચાર આવ્યો તો એને મહેસૂસ કર્યું કે એના ગળામાં કઈક ડૂમો ભરાઈ ગયો.

આખરે લાસ્ટ ટાઇમ પર કહેલું પણ કેવું કે પોતે હિનાને પ્યાર કરે છે! નીતા વધારે ને વધારે અધીરી થઈ ગઈ અને આખરે એણે બધાથી દૂર જઈને સંદીપને કોલ કરી જ દીધો.

લગભગ 3 સેકન્ડમાં તો સંદીપે કોલ પણ ઉઠાવી લીધો! જાણે કે પોતે એને જ કોલ ના કરવાનો હોય!

"હું હિનાને નહિ લવ કરતો, આવું જ છું હું, જોને આ માસીની દવા લેવા જ આવ્યો છું!" કોઈ ગોખેલા શ્લોકની જેમ એને ફટાફટ બધું જ કહી દીધું.

"હમમ.." નીતા બસ બોલી પણ એના એટલા એ શબ્દમાં તો જાણે કે હજારો ચિંતાઓ, ખરાબ વિચારો અને દુઃખો પીગળી ગયા નો આણંદ હતો!

"ચાલ, આવું છું હું!" સંદીપે કહ્યું તો સામે નીતા ને નહોતું કહેવું પણ એનાથી બોલી જ જવાયું - "જલ્દી આવ!"

કોલ કપાઈ ગયો પણ સંદીપ હજી પણ એ શબ્દો પરનો ભાર મહેસૂસ કરી રહ્યો હતો!

"મને તો લાગે છે કે અમે લોકો કાલે જતાં રહીશું પછી જ તું આવીશ!" નીતા એ વ્યંગ કરતા કહ્યું, આ એનો લગભગ ત્રીજો કોલ હતો! એને સાંજ થઈ ગઈ હતી!

"બાબા, પણ હું પણ શું કરું! ભાઈની સાસરીમાં ગયા તો એ વાતો કરવા લાગી ગયા, ચા પીવડાવી અને નાસ્તો પણ એમાં આટલું લેટ થઈ ગયા, અને હા, દવા શોધવામાં તો વાર લાગી જ હતી!" સંદીપે સફાઈ આપી.

"સાફ સાફ કહી દેને કે મળવું નહિ તારે!" નીતાએ નારાજ થતાં કહ્યું.

"અરે, પણ હું શું કરું!" સંદીપ બહુ જ અસહાય મહેસૂસ કરી રહ્યો હતો!

"બસ હવે થોડો જ વેટ, આવી જ ગયો સમજ." સંદીપે કહ્યું અને કોલ ડિસ્કનેક્ટ કરી દીધો.

🔵🔵🔵🔵🔵

દસેક મિનિટમાં જ્યારે સંદીપ ઘરે આવ્યો તો એની સાથે કોઈ જ વાત નહોતું કરી રહ્યું! બધા જ એનાથી નારાજ હતાં! અને ખાસ તો નીતા પોતે!

"અરે પણ હું પણ શું કરું!" સંદીપે બચાવ કરતા કહ્યું.

નજર પોતાના હાથમાં રાખેલ ફૂલ કોફીથી ભરેલ કપ પર રાખીને આવતા નીતા પર સંદીપ ની નજર ગઈ! એને આગળ વધી ને કપ લઈ લીધો, નીતા બીજી બાજુ જોઈ સોફા પર બેઠી. એની આંખોમાં નારાજગી હતી.

મોટા ભાઈને એમના કામ માટે બધા જ તરફથી ઠપકો મળી રહ્યો હતો.

વધુ આવતા અંકે..
____________________
એપિસોડ 2માં જોશો: સંદીપ કોફી ફિનિશ કરે, જાણે કે બધા એનો જ વેટ કરતા હતા!

"ચાલ, સંદીપ, બધા ગાર્ડન જઈએ!" લગભગ બધા જ યુથ ટીમે એકસામટા કહ્યું. બધા જ જવા માટે બહુ જ એક્સાઇટેડ લાગી રહ્યાં હતાં.

"હા, પણ મને પણ થોડું માથું દુખતું હોય એવું લાગે છે!" સંદીપે કંઇક વિચારતા કહ્યું.

"ના, તારે આવું જ પડશે!" બધાના બોલાયેલ એ શબ્દોમાં અવાજ નીતાનો પણ હતો તો સંદીપ પણ માણી જ ગયો.