NEW WORLD! - 3 books and stories free download online pdf in Gujarati

નવી દુનિયા! - ભાગ 3


લગભગ 45 દિવસનો સમય બાકી રહ્યો હશે. અમારે કેલિફોર્નિયા મિશનની ટ્રેનિંગ માટે જવાનું હતું. મે પાર્વતી અને બંને બાળકોની રજા લેતા તથા પાર્વતી સામે જોઈને કહ્યું "તું જયરામ (મારો નજીકનો મિત્ર) જોડે લગ્ન કરી લેજે તે તારી સાથે લગ્ન કરશે તો મને ગમશ". જયરામ ની પત્ની એક્સિડન્ટમાં મૃત્યુ પામી હતી તેને એક પુત્ર હતો પ્રંચિલ. મે મિશનમાં જવા પહેલા આ બાબતે વિચાર કર્યો હતો કે હું પાર્વતીને અને જયરામને એક કરીશ.

જયરામને તો કેમેય કરીને મનાવ્યો પણ પાર્વતી મારી વાત સાંભળીને જાણે અવાચક થઈ ગઈ, મે એને મિશન વિશે તો વાત કરી જ હતી પણ એ વાત કરી નહોતી કે હું આ મિશનમાંથી ક્યારેય પાસો નહી ફરુ એ જાણી તે સાવ ભાંગી પડી. શું કરવું શું ન કરવું કઈ તેણે સમજાણું નહીં. હું પણ જિદ્દી હતો તેના અંતરાત્માને સમજી શક્યો નહિ, પણ આગળ જતાં મને આ વાત ચોક્કસ યાદ આવવાની હતી.

પાર્વતીને ખબર હતી મારા સ્વભાવની કે હું જે ધારું એ કરું એટલે એ કશું બોલી શકી નહિ.

.....

તેની આંખોમાં આંસુ હતા. તે નિઃશબ્દ બની મારી સામે જોઈ રહી. આખરે હું જઈ રહ્યો હતો તો એનાથી રહેવાયું નહિ. એ આવીને મને વળગી ગઈ અને સોધાર આંસુએ રડવા લાગી, મને કહ્યું કે તમે મને મૂકીને ના જાવ પ્લીઝ, હું તમારા વગર નઈ રહી શકું હું પણ થોડો લાગણીભીનો થયો અને તેને આશ્વાસન આપ્યું.


.....

હું મારા આંસુ છુપાવતો ઘરેથી નીકળી ગયો. છેલ્લે બધા મિત્રો અને ઘરના સભ્યોને બાય કહી દીધું. એ ક્ષણ ખૂબ જ વિહવળ કરી દે તેવી હતી.


.........


આખરે અમે 10 એપ્રિલે કેલિફોર્નિયા પહોંચ્યા, અમારી ટ્રેનિંગ માટે ઈન્ડિયા ના અને બીજા દેશોના મળીને કુલ 110 astronaut હતા. બધા આવી પહોંચ્યા હતા.

12 એપ્રિલના રોજ ટ્રેનિંગ શરૂ થવાની હતી એટલે આજે બધા લાંબી મુસાફરીને કારણે થાકી પોતપોતાના ફાળવેલ રૂમમાં આરામ કરી રહ્યા હતા. બે દિવસ આમ જ જતા રહ્યા ડોક્ટર શશીકાંત અને સુબ્રહ્મણ્યમ મારી રૂમમાં આવ્યા. અમારી ટ્રેનિંગ શરૂ થવાની જ હતી ત્યાં એવા ન્યૂઝ મળ્યા કે અમારે પગ નીચેથી જમીન સરકી ગઈ!.

ડો. શશીકાંત બોલ્યા, "તમને ખબર છે આપણે જ્યારે અર્ધમૃત અવસ્થામાં હોઈએ ત્યારે મૃત્યુનો ખતરો રહે છે". એટલે આપ...
હા એટલે આપણને એવી ટ્રેનિંગ આપશે કે આપણે તે અવસ્થામાં પણ જીવી શકીએ. સુબ્રમણ્યમ અધવચ્ચેથી જ બોલી ઉઠ્યા.

મને જાણવાનું થોડું કુતૂહલ થયું મે ઉત્સુકતા પૂર્વક પૂસ્યુ કેવી ટ્રેનિંગ આપશે હે!

ત્યાં જ પ્રોફેસર રોબર્ટ પ્રવેશ્યા અને કહ્યું, Yes you are right Mr. Krushnakant, You will be physically tortured so much that you will be able to go ahead and bear it.

હું કઈ સમજી શક્યો નહિ પણ એટલી તો ખબર પડી જ ગઈ હતી કે ટ્રેનીંગમાં અઘરું થઈ પડવાનું.


12 એપ્રિલના રોજ અમારી ટ્રેનિંગ શરૂ થઈ અમને બધાને એક જગ્યાએ રાખ્યા અને પ્રોફેસર રોબર્ટ સાથે ડૉ. અબ્રાહમ અને ડૉ. જૉન પ્રવેશ્યા. અમને સંબોધીને ડૉ. અબ્રાહમે કહ્યું, "Good morning friends, You are going to discover a new world, so first of all, hearty best of luck to you, may you be successful."

પસી એણે અમને મિશન વિશે સંપૂર્ણ માહિતી આપી. અમારે શું શું કરવું શુ ન કરવું. emergency ના સમયમાં કેમ spaceship નું maintenance કરવું વગેરે વગેરે કહ્યું.

.......


મિશન વિશેની સામાન્ય જાણકારી મળ્યા પસી આગલા દિવસે અમારે phisical ટ્રેનિંગ શરૂ થઈ. આમાં થોડુક અઘરું પડે એમ હતું. સ્પેસમાં કેમ રહેવું એ બધું તો મોટા ભાગના જાણતા જ હતા. એ ટ્રેનિંગમાં કોઈ વાંધો ના આવ્યો, પણ self survival કેમ કરવું તે વિષય પર જ્યારે ટ્રેનિંગ શરૂ થઈ તો રીતસર બધા લથડિયાં ખાવા લાગ્યા પ્રથમ પ્રયાસે કોઈ પાસ ના થયું. phisically torture કોઈ સહન જ કરી શક્યું નહિ.

અઘરી ટ્રેનિંગ તો આજ હતી. આમાં જ મોટા ભાગના નાસીપાસ થયા. અમારા માટે પણ બોવ અઘરું થઈ પડ્યું ઘડીક તો થયું કે હવે મારે મિશન પર નથી જવું પસી યાદ આવ્યું કે ટ્રેનિંગ શરૂ થયા પસી આમાંથી કોઈ બહાર થઈ શકશે નહી એવું contenment લેખિતમાં સાઈન કર્યું હતુ એટલે હવે મને મારા પર પસ્તાવો થયો. કશું થઈ શકે એમ હતું નહી. આખરે તો એ સ્વીકારવું જ રહ્યું.

.......

હેમખેમ કરીને અમે આ 30 દિવસની ટ્રેનિંગ પૂરી કરી. અફસોસ એ વાતનો હતો કે ટ્રેનિંગ દરમ્યાન જ 4 astronauts ના અવસાન થઈ ગયા હતા એટલી હાર્ડ ટ્રેનિંગ હતી!!! આખરે અમે નિરાંતનો શ્વાસ લીધો હતો.

.............31 મે, 2255નો દિવસ અમારો પૃથ્વી પર આખરી દિવસ હતો. તે રાત્રે પાર્ટીનું આયોજન કરેલ સૌ કોઈ પાર્ટી એન્જોય કરી રહ્યા હતા. પાર્ટી મોડે સુધી ચાલી મને ઊંઘ આવતી થી એટલે હું રૂમમાં જતો રહ્યો અને ઊંડા વિચારમાં ખોવાય ગયો એક નવી દુનિયાના!! કેવી હશે એ દુનિયા? ત્યાં કોઈ જીવ હશે કે કેમ? એવા બધા વિચારોમાં મારું મન ઘેરાયેલું હતું.

આ બધા વિચારોમાં ક્યારે મારી આંખો ઘેરાઈ ગઈ ખબર જ ન રહી...

.....

ક્રમશઃ