Aham Ashwatthama uvachah - 2 books and stories free download online pdf in Gujarati

અહં અશ્વત્થામા ઉવાચ: - 2


આપણે અગાઉના ભાગમાં જોયું કે, એક બિહામણા જંગલમાં જાલમસિંગ અને બહાદુર બંને નાઈટ ડ્યુટી કરી રહ્યા હતા. તે દરમિયાન તેઓને એક અજાણ્યા માણસનો પગરવ સંભળાય છે. તેઓ પેલા અજાણ્યા માણસને પકડવા માટે તેની પાછળ ભાગે છે આખરે એક સ્થળે ત્રણેય ભેગા થાય છે, અને પેલો અજાણ્યો માણસ ફરીથી ત્યાથી ભાગી છુટે છે.અને આખા જંગલમાં અહં અશ્વત્થામા ઉવાચઃ એવો અવાજ ગુજી ઉઠે છે. હવે આગળ…….


જાલમસિંહ આજે ભારે અસમંજસમાં છે, પેલો અજાણ્યો માણસ કોણ હશે? કોઈ પ્રેત હશે કોઈ રાક્ષસ છે કે પછી કોઈ બીજા યુગનો માયાવી પુરુષ? ના આ બધી તો કાલ્પનિક વાતો છે.એવું બની જ ન શકે જે કાંઈ પણ હોય તે. જીવનમાં પહેલીવાર આબધી વાતો મારી બુદ્ધિથી પર છે. પેલા અજાણ્યા માણસને મારે પકડવો જોઈએ, આ જંગલને તે નુકસાન પહોંચાડે આસપાસના લોકોને નુકસાન પહોંચાડે, હા તે પહેલા મારે તેને પકડવો જોઈએ એ મારી ફરજ પણ છે. પરંતુ તેને પકડવા માટે મારે કોઈ મજબૂત યોજના ઘડવી પડશે.

અરે બાપુ ચાલો ચાલો ડ્યુટી પર જવાનું લેટ થાય છે….

અરે બહાદુર તું આવી ગયો જાલમસિંહ જાણે સપનામાંથી જાગ્યા હોય એમ બોલ્યા…

એ હા બાપુ હું હમણાં જ આવ્યો કોઈ ચિંતામાં છો બાપુ.

ના કાઇ નહી…..બહાદૂર તું એક કામ કર બાકીના બીજા ગાર્ડસને પણ તું બોલાવી લે એમને ચોકીએ આવવાનું કહે.

એ હા બાપુ ફોન કરી દઉં છું.

જાલમસિંહ અને બહાદુર રોજની જેમ આજે પોતાની ડ્યુટી પર ચોકીએ પહોંચ્યા ત્યાં બીજા ગાર્ડસ તેમની રાહ જોઈ રહ્યા હતા.


જાલમસિંહ બાકીના આવેલા પાંચ ગાર્ડ સાથે મીટીંગ શરૂ કરે છે. ગાર્ડસ આજે આપણે ખૂબ જ ગંભીર મુદ્દા પર ચર્ચા કરવા માટે એકત્રિત થયા છીએ, તમે કદાચ એ વાતથી અજાણ હશો કે જ્યારે અમે જંગલમાં નાઈટ ડ્યુટી પર આવીએ છીએ ત્યારે કોઈ એક અજાણ્યા અલૌકિક પુરુષનો અમને હંમેશા ભેટો થાય છે, તે અજાણ્યો પુરુષ કોણ છે? ક્યાંથી આવે છે? તેનો ઈરાદો શું છે ? તે માણસ જ છે કે બીજું કોઈ? એની અમને કોઈ જાણ નથી. આપણા જંગલ માટે અને માનવજાતિ માટે નુકસાનકારક છે કે નહીં? તે પણ અમને ખબર નથી પરંતુ આપણા જંગલમાં તે રોજ તાંડવ કરે છે, તેની આવી હરકતો પાછળનું રહસ્ય અમને આજ દિન સુધી જાણવા મળ્યુ નથી. તેની જે કંઈ પણ યોજના હોય તેનો આપણે તાગ મેળવવો જોઈએ. તે આપના સર્વેની એક ફરજ છે. આપણે તેને ઝડપથી પકડી લેવો જોઈએ, આ કોઈ બે માણસનું કામ નથી તે માણસ કેટલો શક્તિશાળી હશે? તેની પણ અમને જાણ નથી.ઘણી વખત તેનો પીછો કર્યા પછી હું એટલો અંદાજ લગાવી શકું છું કે તેને આસાનીથી દબોચી લેવો સહેલો નથી. તેથી જ મેં એક યોજના બનાવી છે. જેમાં આપણે સાતેય જણાયે મળીને ખૂબ જ આયોજન પૂર્વક તેના પર બાજ નજર રાખવી પડશે તેની એક એક હરકતો, એક એક ચાલ, તેના આયોજન વગેરેની જો આપણને જાણ હશે તો જ આપણે તેને પકડી શકીશું. તેથી જ આ જંગલમાં કેટલાક સ્થળે મેં વાયરલેસ સીસીટીવી કેમેરા લગાવવાની યોજના બનાવી છે. કાલ સવાર સુધીમાં બધેજ કેમેરા લાગી જશે થોડા દિવસ સુધી આપણે તેની પર ચાપતી નજર રાખીશું અને પછી એક દિવસ મોકો જોઈને યોજના પૂર્વક તેને જાળ ફેંકીને દબોચી લઈશું. તમારે બધાએ મારી આયોજનામાં પૂરેપૂરો સહકાર આપવાનો છે.અને તમારી કુશળતા નો પરિચય પણ.

એની ક્વેસચ્યન?

નો સર …..

તો કાલે રાત્રે આજ સ્થળે આપને ફરી પાછા મળીશું. પછી દરેક ગાર્ડ પોતાની નિશ્ચિત જગ્યાએ ચોકી કરવા માટે ચાલ્યા જશો. આપણે બધાજ એકબીજા સાથે કોન્ટેક્ટમાં રહીશું, કોઈને પણ જરાય અણસારો જણાય તો બધાને અલર્ટ કરી દેશો,આપણા બધાનો જ મોબાઈલ સીસીટીવી કેમેરા સાથે કનેક્ટેડ હશે, આમ તેની પર ચાપતી નજર રાખવાનું શરૂ કરી દઈશું. એન્ડ ગાર્ડસ યુ હેવ ટુ બી એલર્ટ એટ એવરી મુમેન્ટ.

યસ સર ગાર્ડસે જવાબ પાછો વાળતા કહ્યું

********** ******** ********** ********* *******

આજની રાત્રી તેની સાથે ઘણા બધા સવાલો લઈને આવી હતી.અને પડકાર પણ કારણકે,અહીં યુદ્ધ કોની સાથે છે તેની ક્યાં કોઈને ખબર હતી. યોજના પ્રમાણે દરેક ગાર્ડ પોત પોતાના સ્થાને પોતાની બંદૂક લઈને એલર્ટ મુદ્રામાં છુપાઇને ઉભા હતા. પેલો અજાણ્યો માણસ હાથ લાગશે કે કેમ? તે પણ મોટો સવાલ હતો, અને જો સામે પણ આવી જશે તો આ લોકો તેનો મુકાબલો કરી શકશે કે કેમ? દરેકે પોતાની ડ્યુટી ખૂબ જ ચોક્ક્સાઈથી નિભાવી પરંતુ કોઈને પણ પેલા અજાણ્યા માણસનું ચિન્હ સુધ્ધાં મળ્યું નહીં.ન તો પેલા કેમેરામાં કોઇ હરકત કેદ થઈ જાલમસિંહને એ વાતનો ઘણો અફસોસ હતો.

આમને આમ આજે ચોથી રાત્રે વિતી ગઇ પરંતુ, કાંઈ જ હાથ લાગ્યું નહીં. બધા ગાર્ડસે આશા ગુમાવી દીધી આમને આમ કેટલી રાત્રી સુધી ઉજાગરા કરવા? નક્કી તે લોકોનો કોઇ વહેમ હશે, આવો કોઈ માણસ તો વળી ભટકતો પણ હશે? બીજી તરફ આટલા દિવસ આટલી રાત્રીઓ વિતવા છતાં પણ જાલમસિંહ હજુ હાર નથી માન્યા. તેમને આશા છે કે, એ સમય નજીકમાં જ છે કે જ્યારે પેલો માણસ તેમના સકંજામાં હશે. જાલમસિંહ બહાદુર સાથે કમ્પ્યુટર રૂમમાં દરેક કેમેરાના વિઝ્યુઅલ્સ પર બાજ નજર નાખીને બેઠા છે. રાત્રી વિતી રહી હતી, હવે જાલમસિંહને જોકા આવવા લાગ્યા.

બહાદુર હુ બાજુના રૂમમાં જઈને સુઈ જાવ છું,જેવી કોઈ નાની મોટી હરકત થાય કે મને તરત જ બોલાવી લેજે.

જી હા બાપુ…

જાલમસિંહ પોતાના રૂમમાં જઈને સૂઈ જાય છે. બહાદુર સાથે જંગલના જુદા જુદા ખૂણે ઊભેલા પેલા ગાર્ડસ પોતાના મોબાઈલમાં દરેક કેમેરાના વિઝ્યુઅલ્સ પર નજર રાખી રહ્યા છે.રાત્રિનો લગભગ દોઢ વાગ્યો હશે, તેવામાં કેમેરા નંબર છ મા જ્યા કોઇ ગાર્ડ ન હતો તે જગ્યા પર હરકત જણાઈ અને કોઈના ખડખડાટ હસવાનો અવાજ સંભળાયો.બહાદુરે જાલમસિંહને ફોન કરીને કમ્પ્યુટર રૂમમાં બોલાવ્યા, હવે અટ્ટહાસ્યનો અવાજ ગુંજી ઉઠ્યો.ધૂળની ડમરીઓ ઉડતી હોય અને તેની વચ્ચે એક ભયાનક માણસ ઊભેલો હોય તેમને તેવું દ્રશ્ય કોમ્પયુટર સ્ક્રીનમા જોયું, છટાદાર વ્યક્તિત્વવાળો અજાણ્યો માણસ ભારે આત્મવિશ્વાસ સાથે મોટી મોટી આંખો કરીને પોતાના લાંબા વાળ ઉછાળીને કેમેરા સામે જોવે છે અને બોલે છે કે…….


भो! अस्य कालयुगस्य जनाः मनुष्याः मृत्तिकायाः ​​राक्षसाः च अभवन्। परन्तु अहम् अश्वत्थमे अस्मिन् पृथिव्यां पापान् जनान् न त्यक्ष्यामि, भ्रष्टाचारः,चोरी,हत्याः सर्वत्र वर्धन्ते, मानवता शक्ति-धन-कामेन म्रियते, अहं द्रोण-पुत्रे अश्वत्थामे द्वापरयुगे मम दोषान् पश्चात्तापं करिष्यामि।पापं च नाशयिष्यामि नूतनयुगं च स्थापयति।

અર્થાત્


અરે! આ કળયુગના લોકો માણસ મટી રાક્ષસ બની ચૂક્યા છે. પણ હું અશ્વત્થામા આ ધરતી પરના પાપી માણસોને છોડીશ નહીં, ઠેર-ઠેર ભ્રષ્ટાચાર,ચોરી,ખૂન વધી રહ્યા છે. સત્તા અને રૂપિયાના મોહમાં માનવતા મરી પરવારી છે, હુ દ્રોણ પુત્ર અશ્વત્થામા દ્વાપરયુગમાં મારાથી થયેલ ભૂલોનો પશ્ચાતાપ કરીશ પાપનો નાશ કરીને નવા યુગનુ સ્થાપન કરીશ.


જાલમસિંહ સાથે બધા જ ગાર્ડસ આ દ્રશ્ય જોઈને દંગ રહી ગયા.તેમના મનમાંથી સવાલોનું એક વાવાઝોડુ પસાર થઈ ગયું…..


–ક્રમશઃ