Nagin - 2 books and stories free download online pdf in Gujarati

નાગિન - એક વિષેલી પ્રેમ કથા - 2

(ક્રમશ:)

નાગપંચમી ના દિવસે યામિની અને માળી એ મળીને એક યોજના ઘડી. નાગપંચમી નાં રોજ દર વર્ષ મૂજબ નાગ નાગિનો શિવમંદિર માં નાગ મણી ની પૂજા કરવા ભેગા થયા. જે પૂજામાં ઈચ્છાધારી નાગો સાથે તેમના રક્ષક રાજા ઋષિવર્ પણ આવ્યા હતાં સાથે સાથે યામિની પણ યોજના બનાવી ને ત્યા ઉપસ્થિત હતી. તેમજ એક અગોરી કપાલી નામની સ્ત્રી અને અન્ય ૫ વ્યક્તિ પણ યોજના મૂજબ યામિની સાથે આવી. તેને પોતાનાં જાદુઈ મંત્રો થી તમામ નાગ નગીનો ને વશ મા કરી લીધા અને યામિની એ નાગો પાસેથી નાગ મણી બળજબરી થી મેળવી લીધી. માળી એ યામિની નાં ભાઈ રાજાઋષીવાર પર પાછળ થી હુમલો કર્યો જેથી બેભાન થઇ ગયાં. યામિની એ પોતાનાં ભાઈને બંદી બનાવી લીધો.
ત્યા જ એક નાગ અને નાગિન યામિની ને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ યામિની, માળી, ટીના, સુરેશ, ગુરુ માં એ મળીને તે નાગ નાગિન નાં જોડા ને મારી નાખ્યાં . પરંતુ નાગ મણી પણ અચાનક અદ્રશ્ય થઇ ગઇ જેથી યામિની અને તેના સાથી ત્યાંથી નાસી છૂટયા.
જે નાગ નાગિન મુત્યુ પામ્યા હતાં તેમને ૨ પુત્રી હતી. એક્ નું નામ શિવાન્યા અને બીજી નું નામ શેશા. બંને દીકરીઓ પોતાનાં મા બાપ ને મરેલા જોઈ ખૂબ જ રડવા લાગી અને ગભરાઈ ગઈ. નાગ ગુરુ ત્યાં આવીને બન્ને બહેનો ને પોતાની સાથે લઈ ગયા.

૨૦ વર્ષો વીતી ગયાં હવે યામિની પેલા માળી જોડે લગ્ન કરિને તેની સાથે વિશાળ હવેલી માં રહેવા લાગી હતી અને રાજમહેલ ને હંમેશા માટે બંધ કરી દિધો હતો. યામિની અને માળી નાં ૨ પુત્રો અને એક પુત્રી હતી. મોટા પુત્ર નુ નામ વિશાલ અને નાના પુત્ર નુ નામ રિતિક હતું. (રિતિક રાજા ઋષીવાર નો પુત્ર હતો પણ યામિની તેના ભાઈ ને મારીને રિતિક ને હંમેશા માટે પોતાની સાથે લઈ આવી હતી )જેઓ પણ હવે પુખ્ત વય ઓડંગી ચૂક્યા હતા. યામિની એ મોટા પુત્ર નું લગ્ન કરાવી દીધું હતું. પરંતુ વિશાલ ની દ્રષ્ટિ સ્ત્રીઓ પ્રત્યે ખરાબ હતી અને તે અનેક સ્ત્રીઓ ને ખરાબ નજર થી તાકતો રહેતો હતો. નાનો દીકરો રિતિક ખુબ જ સારા હાવભાવ અને સારા સંસ્કાર ધરાવતો હતો.

આ તરફ ખૂન કરાયેલા નાગ નાગિન ની ૨ પુત્રીઓ પણ વર્ષો વીત્યા બાદ મોટી થઈ ગઈ હતી અને તપ કરીને ઈચ્છાધારી નાગિન નું વરદાન મેળવી લીધું. મોટી નું નામ શિવન્યા અને નાની નું નામ શેષા હતું. તેઓ પણ હવે પોતાનાં માતા પિતા નાં મોતનો બદલો લેવા માંગતા હતાં.શિવન્યા અને શેષા એ પણ ગુરુજી ની મદદથી પોતાના માતા-પિતાનો મોતનો બદલો લેવાનો નક્કી કર્યું. શિવન્ય અને શેષા શિવ મંદિરમાં આવીને પોતાની એક યોજના બનાવે છે.
શિવન્યા કહે છે"જેણે પણ આપણા માતા પિતાની હત્યા કરી છે તે કાતિલોને આપણે નહીં છોડીએ જેવી રીતે તે તેમણે આપણો પરિવાર બરબાદ કર્યો છે તેવી રીતે આપણે પણ તેમનો પરિવારનો બરબાદ કરીશું. એક એક ને જીવથી મારીશું કોઈને જ નહીં છોડીએ એક નાગીન ના ઇંતકામ ની શરૂઆત થઈ ચૂકી છે તો કાતિલો હવે તૈયાર થઈ જાઓ મરવા માટે"
શેષા કહે છે,"હા શિવાન્યા હવે કોઈ પણ ખુની બચી શકશે નહીં.. ઇચ્છાધારી નાગિન છીએ આપણે નાગિન .આપણે આપણો બદલો લઈને જ રહીશું પરંતુ આપણે આપણા કાતિલોને શોધવા પડશે"
શિવન્યા કહે છે,"કાતિલ તો આપણને મળી ગયા છે આપણે શોધવાની જરૂર નહીં પડે, કારણ કે જ્યારે મા મરી ત્યારે તેમની આંખોમાં કાતિલાના ચહેરા છપાઈ ગયા હતા, જે મેં ત્યારે જ જોઈ લીધા હતા"
(શિવન્યા પોતાની આંખોમાં ખૂનીઓના ચહેરા શેશાને બતાવે છે)
બંને નાગીનો પોતાની ઇન્દ્રિય શક્તિથી યામિનીના પરિવારને સ્થળ સાથે શોધી કાઢે છે હવે તેઓ તે તૈયારીમાં હતા કે તેમને ક્યારે મોકો મળે અને ત્યારે તેઓ તે યા મીનિના ઘરમાં પ્રવેશ કરી શકે.

આ તરફ દિવાળીના દિવસોની તૈયારી થઈ ગયેલ હતી અને યામિનીએ દિવાળીમાં તેના દરેક મોટી પાર્ટીનું આયોજન કરેલ હતું. જેની જાણ શેષા અને શિવન્યને થતા તેઓ પાર્ટીના દિવસે યામીની ના ઘરમાં પ્રવેશ કરવાનું આયોજન કરે છે. નક્કી કર્યા મુજબ એક રાત્રે પાર્ટી સમારોહ યોજાય છે. જે ડાન્સનું પણ આયોજન કરેલું હોય છે, શેસા આ મોકા નો લાભ ઉઠાવીને પોતે નૃત્ય કલાકાર નુ રૂપ લઈ ને ત્યાં પ્રવેશ કરે છ નૃત્ય આરંભ થાય છે, શેશાં નૃત્ય મા એટલી મગ્ન થાય છે કે નાચતા નાચતાં તેના મુખ માંથી વિષ એટ્લે કે ઝેર નો કોગળો નીકળી જાય છે, આજ સમયે યામિની ની નજર શૅશા પર પડતાં તે ગભરાઈ જાય છે અને તેને આભાસ થાય છે કે આ કોઇ ઈચ્છાધારી નાગિન છે.

યામિની શેષાં પાસે જઈને પૂછે છે,"ઓ છોકરી કોણ છે તું?" .. પરંતુ શૅસા પણ પોતાનાં પકડાઈ જવાના ડર થી જવાબ આપ્યા વગર જ બહાર ની બાજુ ભાગવા માંડે છે, યામિની પણ તેની પાછળ બૂમો પાડતી પાડતી દોડે છે. બહાર આવતાની સાથે જ શેસાં પોતાનું નાગિન રૂપ લઈને એક રૂમ માં સરકી જાય છે. આ મ ઈચ્છાધારી નાગિન ને જોઈ યામિની ગભરાઈ જાય છે અને બેભાન થઇ જાય છે. ત્યાંજ અશોક એટ્લે કે માળી ત્યાં આવીને યામિની ને સ્વસ્થ કરિને પૂછે છે, જેઠી યામિની સમગ્ર ઘટના વિષે કહે છે અને નાગિન પોતાનાં ઘર માં ગુસી ગઈ છે તેમ કહે છે.
(યામિની અશોક ને એકાંત માં લઈ જઈ પોતે કરેલા વર્ષો જૂના પાપ ને યાદ કરીને કહે છે કે નાગિન ફરી આવી ગઈ છે તે હવે આપણને નહિ છોડે,)
અશોક તૈયારી માં ફોન કરીને સાપ પકડનાર સપેરા ને બોલાવે છે, થોડીવાર માં સપેરો પોતાની બિન સાથે આવી જાય છે અને બિન વગાડવાની ચાલુ કરે છે.
(બીન નાં અવાજ થી ષેશા નાં કાન મા અસહ્ય પીડા થવા માંડે છે અને તે ભાગવા માટે રૂમ માંથી નીકળી બહાર આવી જાય છે. બીન નો અવાજ શેષઆ ને ઘાયલ કરી મૂકે છે આખરે તે પોતે નાગિન રૂપ લઈ ભાગે છે પરંતુ સપે રો શેશઆ ને પાછળ થી પકડી લે છે છતાં પણ શેસા ભાગવાના પ્રયત્નો ચાલુ રાખે છે. હવેલી મા આવેલા તમામ મહેમાનો આ જોવા માટે ભેગા થયા છે.)
સેસા સપેરા ને કહે છે,"અમારી તારી સાથે કોઈ પણ પ્રકારની દુશ્મની નથી જેથી તું મને છોડી દે નહીંતર જીવતે જીવ મારી જઈશ"
સપેરો કહે છે,"તું એક ઇચ્છાધારી નાગિન છે હું તને મારા વશ મા કરીશ"(જેમ જેમ બીણ નો અવાજ ઘેરાતો જતો હતો તેમ તેમ શીશાને પણ તે અવાજની પીડા અસહ્ય થતી હતી જેથી મહાન મહેનતે ત્યાંથી નાગિન રૂપ લઈને જંગલ તરફ ભાગી છે અને સપેરો પણ દોડતો તેની પાછળ જાય છે.)
જંગલમાં પણ સપેરો શીશાને પકડે છે જેથી ખૂબ જ ઘાયલ થાય છે. તે જ સમયે ત્યાં શિવન્યા નાગિન બનીને આવી પહોંચે છે અને સપેરાને ડંખ મારી લે છે. ડંખ મારવાથી ઝેર ચડે છે જેથી તે ત્યાં જ મૃત્યુ પામે છે. શિવાન્યા પોતાના ઇચ્છાધારી માણસના રૂપમાં આવે છે અને શીશાની ઉભી કરે છે. શિવન્યા પોતાની જાદુઈ શક્તિ થી શેશાના ઘા ભરરે છે.
શિવ અન્ય કહે છે,"હું મારા માતા પિતાના મોતનો બદલો લઈને જ રહીશ નાગીન નો ઇન્દ્રકામ શરૂ થઈ ચૂક્યો છે જે પણ મારા રસ્તામાં આવશે જે પણ મારા રસ્તા નો કાંટો બનશે તેને હું જીવિત નહીં છોડું."
શીશા કહે છે,"શિવન્યા મે યોજના પ્રમાણે તે ઘરમાં પ્રવેશ કરેલો હતો, પણ એક ભૂલ ના કારણે મારું અસલી સ્વરૂપ બધાની સામે આવી ગયું અને મારે ત્યાંથી નાસવું પડ્યું અને આ સપેરાય મને પકડી લીધી... આપણી બનાવેલી યોજના પર પાણી ફરી ગયું. હવે આપણે શું કરીશું?"
શિવણ્યા કહે છે,"આપણે બદલો લેવાની શરૂઆત કરી ચૂક્યા છે તો હવે પાછા નહીં પડીએ, થોડો સમય આપણી થોભીને યોગ્ય સમયની રાહ જોઈશું અને નવી યોજના બનાવીને આપણે આપણા મુકામ પર પહોંચીને જ રહીશું. નાગીન છું નાગિન મોતનો બદલો મોતથી જ આપીશ."
ત્યારબાદ શિવાણ્યા એક ગરીબ છોકરી નું રૂપ લઈને યામિની નાં ગરે જઈ પોતે કામવાળી છે જેને પૈસા ની ખુબ જ જરૂર છે જેથી યામિની ને પગે પડીને કામ માંગે છે પરંતુ યામિની નાં પાડી દે છે જેથી તે ચાલતી ચાલતી પાછી ફરે છે.
(થોડા દિવસ બંને બહેનો યામિની નાં ઘર નાં દરેક સભ્યો પર નજર રાખે છે અને નવી યોજના બનાવે છે)
(ક્રમશ:)