If you give it, the donor will give it books and stories free download online pdf in Gujarati

આપો‌ તો દાતાર આપે

દિવાળી ના દિવસો નજીક હતાં બજારમાં પણ‌ રોનક હતી. દરેક દુકાનો હોટલો મોટા મોટા મોલને દુલ્હનની જેમ શણગારવામાં આવી હતી. ખરીદી એને વેચાણ માટેના નાના મોટા સ્ટોલ પણ લાગેલા. ચારે બાજુ માનવ મહેરામણ દેખાતો હતો. એ સમયે પ્રાઈવેટ કંપનીમાં કામદારો કંપનીમાં બોનસ ની રાહમાં બેઠાં હતાં.
પણ ઘણી બધી કંપનીઓ આવી પ્રથાઓ ને બંધ કરી દિધી છે. એ સમયે અમારી કંપની વિશાખા ગૃપમાં એક સારું પાસું કે દરેક તહેવારોમાં નાનાં થી માંડીને મોટા મેનેજર લેવલના કર્મચારીઓ ને નાની મોટી ભેટ સોગાદ આપતા હોય છે. હોળીના પ્રસંગે રંગ સાથે ધાણી હાયડા તો આંબાની સિઝનમાં આંબા અને શિયાળે રાહત ભાવે ક્મબલ આને દિવાળી પર મીઠાઈ સાથે એક પરીવાર માટે દિવાળી ની મીઠાઈ બનાવાની કિટ દર વર્ષે આપે.

અને આ વર્ષે કમ્પનીમાં સવથી વધુ ઉત્પાદન કરી બતાવ્યું તો અમને એક બોનસ ગીફ્ટ કુપન પણ મળ્યું જેમાં અમુક મર્યાદિત ખર્ચ તમે એ દુકાનમાંથી ખરીદી કરી ને વળતર મેળવી શકાય એવી યોજના બનાવી. બીજી તરફ સ્નેહીજનો દ્વારા પણ ઘણી બધી મીઠાઈ ફરસાણ પણ મળેલું.આ બધુ ઘરે લઈ ને આવતા હતાં ત્યાં મારા ઘરની બાજુમાં અમુક નવા ઘરોનૉ બાાંધકામ ચાલુ હતું.
ત્યાં કાળી મજુરી કરી ને જીવન નિર્વાહ માટે કામ કરતા.
જે લોકો બીજાના સપનાં ના ઘર બનાવતા હોય અને એને એમના સ્વપ્નમાં પણ છત નહીં સિધ્ધો દેખાય અવકાશ. એમના ઘરની છત પર જુની નિમેલી તાલપત્રીની છત એને એના માંથી ચોમાસામાં ટપકતું એમનું દુઃખ. ઘણી વખત વધારે વરસાદમાં અળધા ઘર પાણીમાં અને અળધા બહાર ! એવી પરીસ્થીતી માં નથી રાશન રાંધવા અને નથી બળતણમા ગેસના ચૂલા, એવામાં પણ એ લોકો કુદરત જીદ સામે થઈ ઉભા હોય છે. ઈમાનદારી અને સ્વાભિમાની લોકો કોઈને પાસે હાથ પણ નથી ફેલાવતા.
આવા દુઃખ દર્દો જ્યારે પણ આપણે ‌‌‌‌‌‌‌જોઈએ ત્યારે એમ થાય કે આપણને તો કંઈ જ દુઃખ ઈશ્વરે આપ્યું જ નથી.
દિવાળી નો પર્વ એટલે નવાં નવાં કપડાં પગરખાં ને આને ઘર સજાવટ ની ઘણી બધી ખરીદી નો ઉત્સાહ હોય છે. ઘણી વખત એક બિછાવી દેખા દેખીમા એવી વસ્તુઓ લઈ લેતાં હોઈએ છીએ જેની વાસ્તવિકતામાં જરુર પણ હોતી નથી. ઘરને સજાવવા માટે રંગબેરંગી એલ ઈ ડી લાઈટનોની ખરીદી કરી ઘરને નવાં રંગ રૂપ આપતા હોઈએ છીએ. બજારમાં નાનાં સ્ટોલ પર રંગબેરંગી રંગો થી સજેલી રંગોળી તો રંગોળીની ને સજાવવા સપ્તરંગી રંગ ના નાના મોટા પડીકામાં પોતાના પ્રેમ વેચતા પરિવારનો મેળો ભરાયો હોય છે. એવા માં વિચાર આવે કે નથી જરુરીયાત તો આ બધી વસ્તુઓ ની ખરીદી સા માટે કરીએ છીએ? પાછો ખ્યાલ આવે કે જો આપણે એ લોકો પાસે જ કંઈ નહીં લહીએ તો એમનાં સ્વપ્નાઓ ની દિવાળી કેમ બનસે.તેમા મારી પ્રિયે કહે કંઈક કોઈક ને આપેલું હસે તો ઈશ્વર પણ આપણી મનોસ્થિતિ સમજી કંઈક આપણી મોટી ઇચ્છાઓ પૂર્ણ કરશે.
મને કહે આ વખતે તમને પણ સારી એવી મિઠાઈ મળી છે અને આ વખતે ઘરના રાસની માંથી થોડું રાસની આપણે કોઈ જરૂરતમંદ ને આપીએ તો એમનાં આ મોટા તહેવારમાં એમનાં પણ બાળકો કંઈ મનભાવતુ ભોજન જમી શકશે , થોડી મીઠાઈ એમનાં મુખ સ્નેહન નું સ્મિત લાવશે.આપણા ઘરે ઘણાં બધાં કપડાં એવા છે જે આપણા બાળકોને હવે ટુંકા પડે છે પણ થોડા વપરાયેલા છે એ પણ એમને આપી દઇએ. આને એ વિચારી સહપરિવાર અમે એમનાં નિવાસસ્થાન પાસે જઈને કહ્યું તમારી માટે નાની એવી દિવાળીના પર્વ માટે ભેંટ લાવ્યા છિયે. એમનાં નાનાં બાળકો ના આંખો માં જે હર્ષ ઉલ્લાસ છલકતું જોવા મળતું હતું.

એટલે તો કહું છું આપો તો ઉપરવાળો ઇશ્વર આપણને એનાથી વધારે ખુશ કરવા આ મનુષ્ય અવતારમાં માનવતાનું ભાથું લઈ જવાં મોકલ્યા છે.

જય માતાજી
નારાણજી જાડેજા
નર
મુન્દ્રા