Repentance after Unbelief - Part-10 books and stories free download online pdf in Gujarati

અવિશ્વાસ પછીનો પસ્તાવો - ભાગ-10

અવિશ્વાસ પછીનો પસ્તાવો (ભાગ-૧૦)

            આગળ આપણે જોયું તેમ, રીતીકા અને દિવ્યેશની સગાઇની આવતા મહિનાની તારીખ ઘરના સભ્યો દ્વારા નકકી કરવામાં આવેલ. રીતીકા અને દિવ્યેશના લગ્ન ધામધૂમથી કરવામાં આવ્યા. અચાનક જ રીતીકાની મુલાકાત રીતેષ જોડે થાય છે. તે ફકત આંખોની મુલાકાત હોય છે રૂબરૂ મુલાકાત નહિ. એ પછી દિવ્યેશ અને રીતીકા બહાર જમવા ગયા ત્યારથી જ દિવ્યેશ કોઇ વાતને લઇને ચિંતામાં હતો. દિવ્યેશને રીતીકા અને રીતેષની ઇશારાથી કરેલ વાતચીતની જાણ થઇ જાય છે. તે પછી તે રીતીકા અને રીતેષ વચ્ચે થનાર વાતચીતને જાણવા માટે ઘણો ચિંતામાં હોય છે. અચાનક જ રીતેષનો રીતીકા પર ફોન આવે છે. થોડી વાતચીત પછી રીતેષને એમ લાગે છે કે, રીતીકા હજી પણ તેને પ્રમે કરે છે. આ સાંભળીને  દિવ્યેશના કાન બંધ થઇ ગયા. તે ચિંતામાં આવી ગયો કે રીતીકા તેને પ્રેમ કરતી નથી. એ જ વખતમાં દિવ્યેશનો ગંભીર અકસ્માત થાય છે. તે પછી દિવ્યેશની સારવાર માટે રીતીકા રાત-દિવસ એક કરી નાખે છે. પણ દિવ્યેશના મનમાં રીતીકા હવે ફકત એક પત્ની તરીકેની ફરજો નીભાવે છે તેમ જ હતું. એક રાતે રીતીકાના સૂઇ ગયા પછી દિવ્યેશ ફોનમાં રીતીકા અને દિવ્યેશનું રેકોર્ડીંગ સાંભળે છે. તેમાં રીતીકા જણાવે છે કે, તે ફકત ને ફકત દિવ્યેશને જ પ્રેમ કરે છે. દિવ્યેશ તો આ બધું સાંભળીને આઘાતમાં આવી જાય છે ને વિચારે છે કે તે સવારે સરસ સરપ્રાઇઝ આપીને પછી રીતીકાની માફી માંગી લેશે. હવે આગળ.................

            સવારે રીતીકાની પહેલા દિવ્યેશ ઉઠી જાય છે અને સવારના ચા-નાસ્તા, ડેકોરેશનની તૈયારીમાં લાગી જાય છે. બરાબર આઠ વાગ્યાની આસપાસ રીતીકા ઉઠે છે ને જોવે છે દિવ્યેશ બાજુમાં સૂતો નથી. તે ગભરાઇ જાય છે કે, દિવ્યેશ કયાં ગયો ? અચાનક જ દિવ્યેશ તેની સામે આવી જાય છે અને તેને જોરથી ગળે વળગે છે. વ્હાલથી પંપાળે છે અને કહે છે કે, તું નાહીને ફ્રેશ થઇ જા. તારા માટે મસ્ત સરપ્રાઇઝ છે. રીતીકા તો બહુ જ ખુશ થઇ જાય છે.

            એ પછી રીતીકા ફ્રેશ થઇને નીચે આવે છે. આખા રૂમમાં બલૂનની સજાવટ હોય છે અને ટેબલ પણ સરસ રીતે સજાવેલું હોય છે. રીતીકા અને દિવ્યેશ સરસ મજાના ખુશનુમા વાતાવરણમાં ચા-નાસ્તાની લુફત ઉઠાવે છે. એ પછી તે બંને ઘરના બગીચામાં હીચકામાં હાથમાં હાથ રાખીને બેઠા હોય છે. ત્યાં દિવ્યેશ વાતની શરૂઆત કરે છે.

દિવ્યેશ : રીતીકા, મારે તને એક વાત કહેવી છે?

રીતીકા : હા કહો.

દિવ્યેશ : પહેલા જ કહી દઉં છું કે તું પ્લીઝ મારાથી નારાજ ના થતી.

રીતીકા : દિવ્યેશ, એવી શું વાત છે ? (આશ્ચર્યથી)

દિવ્યેશ : (પછી તે રીતીકા અને રીતેષની મોલમાં થયેલ ઇશારાથી વાતચીતથી લઇને રીતીકાના ફોન રેકોર્ડ સુધી અને તે પછી તેના અકસ્માતની વાત વિગતવાર કહે છે.) (રીતીકા તેને શાંતિથી સાંભળે છે. તેની આંખોમાં પણ આંસુ હોય છે. તે કઇ જ બોલતી જ નથી. )  રીતીકા, હું તારી માફી માંગું છું. મારાથી બહુ મોટી ભૂલ થઇ ગઇ. હું તને ખૂબ જ પ્રેમ કરું છું. તે ચૂપ કેમ છે? કંઇક તો બોલ.

રીતીકા : હું શું બોલું ?

દિવ્યેશ : તું રડે છે કેમ? હું માફી માંગું છું તારી. તને દુ:ખી નહોતો કરવા માંગતો.

રીતીકા : હા હું સમજું છું. હું તારાથી નારાજ બિલકુલ નથી.

દિવ્યેશ : તો પછી આંસુ શા માટે?

રીતીકા : આ તો હરખના આંસુ છે. હું ખુશ છું કે તું મને આટલો બધો પ્રેમ કરે છે. ભૂતકાળ ભૂલી જા. હવેથી આગળની કોઇ વાત નહિ. પણ હા આગળથી મનમાં કઇ પણ હોય તો પહેલા મારી સાથે ચર્ચા કરજે.

દિવ્યેશ : હવેથી ભૂલ નહિ થાય. સોરી...........

રીતીકા : બસ હવે. સોરી પ્રકરણ બંધ કરો. ચલ...કયાંક ફરવા જઇએ. બહુ દિવસ થયા આપણે કયાંક ગયા નથી.

દિવ્યેશ : તે તો મારા મનની વાત જાણી લીધી.

રીતીકા : તો પછી ચલો.

(એ પછી રીતીકા અને દિવ્યેશ બહાર ફરવા જવા માટે નીકળી પડે છે.)

 

સમાપ્ત 

-  પાયલ ચાવડા પાલોદરા