Confusion of crimes, suspense every moment - 2 books and stories free download online pdf in Gujarati

ગુનાઓની ગૂંચવણ, રહસ્ય પળ પળ - 2


કહાની અબ તક: મિસેસ સિંઘ લાપતા છે, ચીફ ઓફિસર રાઘવને પૂછે છે ત્યારે રાઘવ કેસ નું સ્ટેટ્સ એને જણાવે છે. એમની જ પુત્રવધૂ મિસેસ ગાયત્રીના ફિંગરપ્રિંટ જ ચેર અને સોફા પર મળી આવ્યા હોવાનું કહે છે. વધુમાં જણાવે છે કે મિસ્ટર સિંઘ નું અફેર સામે ના મિસેસ રાયચંદ સાથે ચાલતું હોવાનું ખબર પડી છે. બંને ફરી નવોદય સોસાયટીમાં વધારે તપાસ માટે જાય છે ત્યારે મિસ્ટર સિંઘની હાલત ખરાબ હોય છે, હેમા કે જે મિસ્ટર રાયચંદ ની છોકરી છે એ ત્યાં જ હોય છે.

હવે આગળ: આ કેસ પણ તો હેમા ના દમ પર જ તો કરાવાયો હતો... હેમા એ જ કૉલ કરી ને ચેતન ને આખી ઘટના કહી હતી, બાકી આ ઉંમર માં એમનું કોણ છે?! છોકરો તો વિદેશ હતો, વહુ તો છેવટે વહુ હતી! એ એમની કાળજી ક્યારેય બેટી ની જેમ રાખી જ ના શકી!

પોલીસ આવવાથી સોસાયટીમાં બધા જ જે જે મિસ્ટર ઍન્ડ મિસેસ સિંઘ સાથે જોડાયેલ હતા એ એક લાઈનમાં ગોઠવાઈ ગયા... બંને પોલીસ ઓફિસર એક પછી એક સવાલ પૂછી રહ્યા હતા અને કારણો માંથી તારણો કાઢી રહ્યા હતા.

સોસાયટી નો જ લાગતો પણ સાવ ગુંડા જેવો છોકરો વિચિત્ર લાગી રહ્યો હતો એણે સવાલ પૂછવામાં આવ્યુ કે પોતે કોણ છે તો એણે કહ્યું કે મજૂરી કરે છે!

પણ બીજે જ સેકંડ રાઘવ ના ભારે હાથે એણે એક ઝાપટ રસીદ કરી દીધી!

"જૂઠ ના બોલ... તારા ખિલાફ ઘણી ફરિયાદો છે અમારી પાસે! ચોરી... ડકેટી... બધા માં તું જ સામેલ હોવું છું, રાકા!" રાઘવએ કહ્યું.

"હા... સર! નાની મોટી ચોરી તો હું કરું છું, પણ આટલું મોટું કીડનેપિંગનું કામ આ કામ મારું નથી, સર!" બિલકુલ ડરી ગયેલા અને સાવ થથરતા થથરતા એ બોલી રહ્યો હતો!

"લો સર... આ કોફી!" બંને ઓફિસર માટે હેમા કોફી બનાવી લાવી હતી.

"વાઉ... ટેસ્ટી!" ચેતન એ કહી જ દીધું.

"થેંકસ!" કહી જ્યારે એણે એના અમુક આગળ આવી ગયેલા વાળ પાછળ કર્યા તો તો ચેતન તો આ યુવતી માં મંત્રમુગ્ધ જ થઈ ગયો! એ સાવ ભૂલી જ ગયો કે એ પોતે કોણ છે અને અહીં કેમ છે!

"ટુડે, ટુનાઈટ ડિનર, મારી સાથે!?" એ તૂટક તૂટક બોલી ગયો.

"હા... સર!" એણે કહ્યું.

"અરે વાહ... સર તો આજે મૂડમાં છે... એમ પણ બિચારાને પ્રાઇવેટ ટાઈમ તો મળતો નથી અને કામનું પણ તો કેટલું પ્રેશર હોય છે! સારું જ ને એમનું પણ થોડું માઈન્ડ ફ્રેશ થાય!" રાઘવ મનમાં જ વિચાર કરી રહ્યો હતો.

🔵🔵🔵🔵🔵

"સો મિસ હેમા રાયચંદ! તને શું લાગે છે?! આ કેસમાં કોણ શકમાં છે?!" અહીં ડિનર પર આવીને પણ હજી એ એના કામને બિલકુલ નહોતો ભૂલ્યો. ઈવન એના આ સવાલથી તો હેમા ની ફિલિંગ પણ જવાબ આપી ગઈ કે એ પથ્થર પર જ પાણી રેડે છે એ, આ વ્યક્તિ એની ફિલિંગ નહિ પણ કેસ સોલ્વ કરવા એણે અહીં લાવ્યો છે!

"જુઓ સર, મિસેસ સિંઘ ને કોઈ ની પણ સાથે ક્યારેય પણ કોઈ ઝઘડો થયો જ નથી!" હેમા બોલી રહી હતી... પર્સનલ વાતો ના કરવાનો એનામાં રોષ પણ હતો.

વધુ આવતા અંકે..
____________________
એપિસોડ 3માં જોશો: "કળિયુગ છે... આજના સમયમાં તો..." કેતન એક સેકંડ માટે વિચારવા ઊભો રહી ગયો કે બોલે કે ના બોલે?! પણ એણે વાત પૂરી કરી - "આજના સમયમાં તો રાક્ષણીઓ પણ અપ્સરા જેવી જ દેખાય છે!!!" એણે કહ્યું તો કહ્યું પણ આ બાજુ હેમા નો ગુસ્સો ગયો.

"વૉટ ડુ યુ મીન?!" એણે ગુસ્સામાં કહ્યું.

"થેંક યુ સો મચ... અહીં બોલાવી, મારું અપમાન કરવા બદલ!" હેમા એ કહ્યું તો એની આંખોમાં આંસુઓ હતા. એના પ્રતિબિંબ માં એ ખુદને જોઈ રહ્યો હતો આટલો ગુસ્સો એણે ખુદ પર કે રાઘવ પર આ પહેલા ક્યારેય નહોતો આવ્યો!