Dilni chahna, ek bhavna - 3 books and stories free download online pdf in Gujarati

દિલની ચાહના, એક ભાવના - 3 (અંતિમ ભાગ - કલાઇમેક્સ)

દિલની ચાહના, એક ભાવના -

3 (અંતિમ ભાગ - કલાઇમેક્સ)

કહાની અબ તક: દિવ્યા એ મોહન ની માસી ની છોકરી ના પતિ અને મોહનના જીજાજી ની બહેન હતી, બંને બધા સાથે ટ્રેઈન માં મસ્તી કરે છે. એક જીજાજી જ્યારે દિવ્યા ને કહે છે કે પોતે એના બોયફ્રેન્ડ ને યાદ કરે છે તો એને નહિ ગમતું, એ આંસુઓ સારે છે. એ મોહન ની બાહો માં આવી જાય છે ત્યારે જ મોહન ની ભાભી રોશની એને સૌથી આગળ લઈ જાય છે. બીજા કોઈ જીજાજી જ્યારે ફરી મોહન ની મજાક ઉડાવે છે ત્યારે રોશની સામે જવાબ આપે છે, એના થી દિવ્યા પણ ખુશી અનુભવે છે. પણ એ મોહનને એના ભાભી સાથે જોઈને સારું નહિ અનુભવતી. સૌ જગ્યા એ પહોંચે છે ત્યારે પણ એ બંને પોતપોતાના કપડાં ને મોહન ને બતાવે છે ત્યારે મોહન ચતુરાઈ વાપરે છે અને બંનેને એક પછી એક જવાબ આપે છે. એ બંનેને દુઃખી નહોતો કરવા માગતો.

હવે આગળ: હવે કપડાં મોહનના લેવાના હતા અને બંને અલગ જ પસંદ બતાવતા હતા... મોહન એ આનું પણ સોલ્યુશન લાવી દીધું.

"પણ મે બંને ની પસંદ ના કપડાં લઈ લઉં છું... ઓકે!" એણે કહ્યું અને તેમ જ કર્યું.

આ દુકાન પેલી દુકાન આ કપડાં પેલા કપડાં આ ડીઝાઇન પેલી ડીઝાઇન કરવા માં ને કરવા માં અને ખાસ તો એકબીજા ની ઉડવામાં દિવસ ક્યાં પૂરો થઈ ગયો કોઈ ને જાણ જ ના રહી.

સૌના થાક ને ધ્યાનમાં લઈ દિવ્યા મોહન પાસે આવી ગઈ અને એનો હાથ પકડી લીધો. થાકને લીધે એ વચ્ચે વચ્ચે એના ખભે માથું પણ મૂકી દેતી. એણે પૂરો વિશ્વાસ હતો કે કઈ પણ થાય મોહન એનો સાથ ક્યારેય નહિ છોડે. દરિમયાન જ મોહન એ પણ એના ભાઈ નો કોલ કરી ને એનો મોબાઈલ રોશની ને આપી દિધો હતો.

મોહન અને દિવ્યા સૌથી છેલ્લે અને અલગ ટ્રેનબમાં ગયા. દિવ્યા તો મોહનની બાહોમાં ઊંઘી જ ગઈ એ ખૂબ જ થાકી ગઈ હતી.

"મારી દિવું!" કહી મોહન એ એના માથે હળવી કિસ કરી લીધી!

દિવ્યા એ એક સેકંડ માટે પલકો ખોલી અને બંધ કરી દીધી એના ચહેરા પર એક સ્માઇલ હતી!

થોડી વારમાં રોશની આવી અને એણે મોહન ને જે કહ્યું એ સાંભળી દિવ્યા ને જાણે કોઈએ ડુંગર થી નીચે ફેંકી દીધી હોય એવું લાગ્યું. એણે એનો શક યકીનમાં બદલતો લાગ્યો.

"તો જાન! આપને તારા ભાઈ ને આપના વિશે ક્યારે બતાવીશું?!" રોશની મજાક નહિ પણ સિરિયસલી કહેતી હતી!

"આઈ જસ્ટ હેટ યુ!" દિવ્યા થી ના જ રહેવાયું!

"અરે! અમારી વચ્ચે કઈ જ નથી! એ તો મે તારા લવ ને તારા હોઠ પર લાવવા આવું કહ્યું!" રોશની ખિલખિલાટ હસતી હતી!

"હું મોહનના ભાઈ ને તમારી બંને ની વાત કરું છું! બંને નું પાક્કું જ સમજો! હું આજે મારો મોહન તને સોંપુ છું, દિવ્યા!!!" રોશની બોલી.

"આઈ એમ સો સોરી! મને ખબર નહોતી!" દિવ્યા સાહજિક રીતે જ બોલી.

"અરે શું ભાભી, આવો તો કઈ મજાક હોતો હશે! અમે બંને હમણાં અહીં મરી જ જાત!" મોહન એ વાસ્તવિકતા જણાવી.

"હા તો મજાક માં જ તો મજા છે!" રોશની બોલી.

ટ્રેનમાં આવતો વાસંતી પવન અને આ બંને યુવાન હૈયાના મિલન થી બંને ના ચહેરા પર આવેલું સ્મિત વાતાવરણ ને વધારે રમ્ય અને બંનેના દિલને આનંદથી ભરી રહ્યું હતું.

(સમાપ્ત)