Addbhut Charshma, Dilni vashma - 1 books and stories free download online pdf in Gujarati

અદભૂત ચશ્મા, દિલની વશમાં - 1

અદભૂત ચશ્મા, દિલની વશમાં

એક સાયન્સ ફિક્શન લવ ડ્રામા થ્રીલર નોવેલ

"આ એક ડીવાઇસ છે... આનાથી આપને કોઈ પણ નું મનમાં શું વિચાર કરે છે, એ જાણી શકીએ છીએ! જો આ ચશ્મા માં એક ટ્રાન્સમિટર ફીટ કરેલું છે અને એના આ બંને ભાગ પર મીની સ્પીકર છે... આનાથી આપને બીજા જે કઈ મનમાં બોલે એ જાણી શકીએ છીએ!" પ્રોફેસર પ્રચાર એ કહ્યું તો વિશાલને પહેલા તો યકીન જ ના થયું!

"અરે પણ તમે આ મને કેમ આપો છો?!" પ્રોફેસર ના એક સ્ટુડન્ટ વિશાલે કહ્યું.

"જો અમુક લોકો ને મારા આ એક્સપરીમેન્ટ વિશે ખબર પડી ગઈ છે! એ લોકો ગમે તે કરી ને મારી પાસેથી આ લઈ જ લેશે... મને બહુ જ ડર લાગે છે! એટલે જ કોઈ ગલત હાથમાં મારું આ ડીવાઇસ ના જાય એટલે જ હું તને આ સોંપુ છું..." એ ચશ્મા પ્રોફેસર એ વિશાલ ને આપ્યા.

બીએસસી કરવા માટે ખાસ દૂર થી આવતા વિશાલ ને સાયન્સમાં રુચિ પહેલા થી જ ખૂબ હતી. ઉપરથી જેમ એણે પ્રોફેસર પ્રચાર નો સાથ મળ્યો તો એમને ઘણું ખરું ચર્ચા, બુક્સ અને જ્ઞાન ની મદદથી રિસર્ચ શુરૂ કર્યા.

પ્રોફેસર ની મદદથી અને બહુ જ મહેનત કર્યા બાદ તેઓ એક એવા ચશ્મા ને બનાવવામાં કામિયાબ થઈ જ ગયા જેનાથી બીજા લોકો ની મનની વાત જાણી શકાય છે!

"આપને જ્યારે કઈ પણ વિચાર મનમાં કરીએ છીએ ત્યારે આપણું શરીર અમુક નિશ્ચિત પ્રકારના કંપન અને વિકિરણો છોડે છે... આ ચશ્મા એ જ વિકિરણો ને વર્બલ ફોર્મ માં ટ્રાન્સમિટ કરી આપે છે..." પ્રોફેસર પ્રચાર એ કહેલું.

"બરાબર... પણ આ ફોર્મ્યુલા કોઈ બીજા ચોરી પણ તો શકે છે ને?!" વિશાલ કહેલું.

"હા... એટલે જ તો ખાસ આમાં મેં એક બીજું તત્ત્વ ફેડવી ને એની બિલ્ડ કર્યું છે... બીજું કોઈ બનાવશે તો પણ ટ્રાન્સમિટ નહી જ થાય!" પ્રોફેસર હસતા હસતા બોલી ગયા.

"જીનીયસ!" વિશાલ એ કહેલું.

"હા... પણ આ ચશ્મા કોઈ પણ ની પાસે જવા ના જોઈએ! જો આપની વાત લીક થઈ છે! કાલે શાયદ હું મરી પણ જાઉં... હું તને આનો ફોર્મ્યુલા કહું છું... જોકે તું કોઈ ને પણ ના કહેતો! આપના વર્ષો ની મહેનત નું આ સુખદ પરિણામ છે!" પ્રોફેસર પ્રચાર એ કહેલું.

બંને એક સાયન્સ લેબમાં હતા... જ્યાં એમને ઘણા બધા પ્રયોગો કર્યા હતા. આ ચશ્મા તૈયાર જ હતા... છત્તા એક વાર ફરી પ્રોફેસર વિશાલ ને બધું સમજાવી રહ્યા હતા.

"જો આ સ્પીકર અહીં... આ તત્ત્વ આ છે! આ અહીં બસ આટલું જ આવી શકે! અહીં થી વોઇસ ટ્રાન્સમિશન થાય છે!" તેઓ વિશાલ ને કહી રહ્યા હતા.

વધુ આવતા અંકે..
____________________
એપિસોડ 2માં જોશો: "ચાલ... આપને અહીં એક સેકંડ પણ નહી રહીએ!" કહીને વિશાલ ની મમ્મી એ કારમાં બેસાડી સૌ એ શહેરથી દૂર બહુ જ દૂર એક બીજા શહેરમાં રહેવા લાગ્યા.

🔵🔵🔵🔵🔵

લગભગ એક મહિના બાદ વિશાલે એ ચશ્મા નું બોક્સ ઓપન કર્યું, બોકસમાં જ એક ચીઠ પણ હતી.

"માય ડિયર વિશાલ, આપની આ મહેનત ને તું કોઈ ગલત હાથમાં ક્યારેય જવા જ ના દેતો! તારો પ્રોફેસર પ્રચાર!" વાંચી ને એની આંખોમાં પ્રોફેસર નું એ ભોળું માયાળુ મુખડું તરવરવા લાગ્યું.

"હું એ લોકો ને ક્યારેય નહિ માફ કરું..." વિશાલે એક વિચાર મનમાં કર્યો.

એણે પોતાના ઑર્ડીનરી (સામાન્ય) ચશ્મા ઉતર્યા અને પ્રોફેસર પ્રચારના એ ચશ્મા પહેરી લીધા.