Manya ni Manzil - 18 books and stories free download online pdf in Gujarati

માંન્યાની મઝિલ ચેપ્ટર - 18

જવાય તેવી આંખો, સોહામણો ચહેરો, ફુલ બીયર્ડ લુક સાથે કોઈને પણ મોહી લે તેવી સ્માઈલ, બસ અંશુમનના પ્રેમમાં પડવા માટે આટલું જ પૂરતું હતું અને પિયોની પણ અંશુમનને રૂબરૂ જોયા બાદ તેની સુધબુધ ખોઈ બેઠી હતી, તે પોતે પણ અંશુમનને લાઈક તો કરતી જ હતી, પણ આ લાઈકને લવનું નામ આપવું કે નહીં તેના કન્ફ્યુઝનમાં પિયોની પથારીમાં પડીને આમથી તેમ પડખાં ફેરવતી હતી.12 વાગવા આવ્યા હતા અને હજી તેની પાસે વિચારવા માટે બીજા 12 કલાક હતા.


બીજી બાજુ અંશુમન પણ પોતાના પ્લાન વિશે વિચારી રહ્યો હતો, તેને હવે એવું લાગી રહ્યું હતું ક્યાંક તેણે થોડી ઉતાવળ તો નથી કરી દીધી ને? અંશુમન સ્વગત બોલ્યો, 'માન્યા જે રીતે મારું પ્રપોઝલ સાંભળીને ભાગી હતી, જો તે કાલે મને ના પાડી દેશે તો? આટલા ટાઈમથી હું આ છોકરી પાછળ પડ્યો છું એન્ડ નાઉ આઈ ડોન્ટ વોન્ટ એની રિજેક્શન. હા તો તેણે પાડવી જ પડશે. મારો આટલો સમય તેણે બગાડ્યો છે. જો તે ના પણ પાડશે તો તેને ભોળવતા મને ક્યાં નથી આવડતું!! અંશુમન બેફિકર થઈને માથા ઉપર બ્લેન્કેટ ઓઢીને સુઈ ગયો તો બીજી બાજૂ પિયોની હવે શું કરવું તેના વિચારમાં પડખાં ઘસી રહી હતી.

અંદરથી તો તેનું દિલ પણ એ જ કહેતું હતું કે તે અંશુમનને ચાહે છે પણ સાથે એ વિચાર તેને ધ્રુજાવી ગયો કે માન્યાના ખોટા નામે તે આ નવો સંબંધ કેવી રીતે શરૂ કરે? ડીમ લાઈટના અજવાળામાં અચાનક પિયોનીની સામે તેના બે ચહેરા આવી ગયા. એમાંનું એક બોલ્યું, 'પિયોની શું તને આઈડિયા પણ છે કે તેં શું રમત રમી છે? જો અંશુમનને માન્યાની સચ્ચાઈ ખબર પડશે તો અંશુમનનું દિલ કેટલું દુભાશે?' એટલીવારમાં તો બીજી બાજૂથી આવાજ આવ્યો જ્યાં પિયોનીનો બીજો ચહેરો બોલ્યો, 'જે થઈ ગયું એ થઈ ગયું પણ હવે તું અંશુમનને સચ્ચાઈ જણાવવાની ભૂલ ના કરતી.' 'ના પિયોની, હજી પણ ટાઈમ છે અંશુમનને સાચું કહી દે. જો તે ખરેખર દિલથી તને ચાહતો હશે તો તારી આ ભૂલ માફ કરી દેશે.' 'અને જો તેણે પિયોની સાથે વાત કરવાનું બંધ કરી દીધું તો? તેનો ચહેરો જોવાની કે બીજી વાર મળવાની પણ ના પાડી દીધી તો?’

“લાઈફનો આટલો મહત્વનો રિલેશન જુઠ સાથે શરૂ ના કરાય પિયોની. પિયોનીની સામે ઉભેલા બન્ને ચહેરા એકબીજાની સામે દલીલો કરવા લાગ્યા. આખરે પિયોનીએ અકળાઈને ઓશિકાથી પોતાના કાન દબાવી દીધા, આંખો બંધ કરીને પિયોની ઊંઘવાનો ટ્રાય કરવા લાગી. તેણે નક્કી કર્યું કે તે સવારે ઉઠીને ફ્રેશ માઈન્ડ સાથે શું કરવું તે વિચારશે. મહાપ્રયત્ને તેને ઉંઘ આવી.

સવારે પિયોનીની આંખ ખુલી ત્યારે રૂમમાં તડકો આવી ગયો હતો. ઝાટકા સાથે ઊભા થઈને પિયોનીએ મોબાઈલમાં ટાઈમ જોયો. 10:15 થઈ ગઈ હતી. પિયોની બ્રશ કરવા બાથરૂમમાં ગઈ. મોઢામાં બ્રશ કરતી વખતે અરીસામાં જોઈને તે કાલ રાતની અંશુમનની વાત વાગોળી રહી હતી. ટેન્શનમાં આવીને તેણે બાથરૂમમાં આંટા મારવાનું શરૂ કરી દીધું પણ કોઈ પણ રીતે તે પાક્કો નિર્ણય લઈ નહોતી શકતી. 10થી 15 મિનિટ આંટાફેરા કર્યા બાદ પિયોનીએ મગજનું નહીં પણ દિલનું સાંભળવાનું નક્કી કર્યું અને તેને ખબર હતી કે તેનું દિલ શું કહી રહ્યું છે. ફટાફટ નાહી ધોઈને પિયોની તૈયાર થઈને બહાર આવી અને 12 વાગ્યાના ટકોરે અંશુમનનો મેસેજ આવ્યો. જોકે, આ પહેલા પણ અંશુમનનો ગુડ મોર્નિંગનો મેસેજ આવીને પડ્યો હતો પણ પિયોનીએ તેનો રિપ્લાય નહોતો કર્યો. જેવા 12 વાગ્યા કે અંશુમને ફરી પિયોનીને મેસેજ કર્યો.

હાઈ માન્યા, હાઉ આર યુ? તું કોઈ પણ સ્ટ્રેસ લીધા વગર તારી જે ઈચ્છા હોય એ જવાબ આપજે. હા, મને થોડું હર્ટ ભલે થશે પણ હું એ જરાય નહીં જોઈ શકું કે મારી માન્યા મારા કારણે ટેન્શનમાં હોય બટ સ્ટીલ આઈ એમ વેઇટીંગ ફોર યોર પોઝિટિવ રીપ્લાય,' ‘અંશુમન મેં મારુ ડિસીઝન લઈ લીધું છે પણ એ પહેલાં હું તારી સામે કંઈક કન્ફેસ કરવા માંગુ છું.’ 'શું?' અંશુમન વાત સાંભળવા આતુર બન્યો. ‘મારું સાચું નામ માન્યા નથી. તે જે મારું ફેસબુક અકાઉન્ટ જોયું એ મારું ફેક અકાઉન્ટ છે. હું ખોટી આઈડેન્ટિટી સાથે તારી જોડે વાત કરી રહી હતી.' અંશુમનને જોરનો ઝાટકો લાગ્યો. વોટ? શું બોલે છે તું આ? તેં મારી સાથે ચીટ કર્યું? મેં તારી પાસેથી ક્યારેય આવું એક્સપેક્ટ નહોતું કર્યું. આઈ ડોન્ટ વોન્ટ ટુ ટોક ટુ યુ એનીમોર, અંશુમનનું મોઢું ગુસ્સાથી લાલચોળ થઈ ગયું હતું. “હાહાહા....અરે બાબા....મસ્તી કરતી હતી હું તારી સાથે. હું તારી માન્યા જ છું.' આંખમાં ઝળઝળિયાં સાથે પિયોનીએ મેસેજ કર્યો. 'ઓહ ગોડ.....તે એક મિનિટ માટે તો મને ડરાવી જ દીધો.‘‘એવરી થીંગ ઈઝ ફેર ઈન લવ એન્ડ વોર.' ‘સો ધેટ મીન યુ લવ મી?' 'યસ, આઈ લવ યુ.' પિયોનીએ લખી તો નાંખ્યું પણ અંશુમને તેના કન્વેશન પર જે રીએક્શન આપ્યું તે જોઈને પિયોનીનું મન અંદરથી દુ:ખી હતું.

યસ....યસ.....યુપ્પી!!!!!! અંશુમન મિશન સક્સેસફુલ થવા ઉપર ખુશીમાં કૂદવા લાગ્યો તો બીજી બાજુ પિયોની દિલથી તો ખુશ હતી પણ સાથે તેના મનમાં રહેલો ડર સાચો પડ્યો તેના માટે ઉદાસ પણ હતી. તેણે વિચાર્યું હતું કે જો અંશુમન તેની ભૂલ માફ કરી દેશે તો વાંધો નહીં પણ જો તે ગુસ્સે થઈ જશે તો મજાકનું નામ આપીને તે આગળ વાત કન્ટીન્યુ કરશે અને થયું પણ એ જ, જે પિયોનીએ વિચાર્યું હતું. અંશુમને માન્યાની સચ્ચાઈ સાંભળીને જે રીતે રિએક્ટ કર્યું તે પછી પિયોનીને ખબર પડી ગઈ હતી કે તે માન્યાના નામ સાથે જ અંશુમન સાથે રહી શકશે.

(માન્યાના નામ સાથે શરૂ થયેલો પિયોની અને અંશુમનનો રિલેશન આગળ ક્યાં સુધી ટકશે અને તેમની લવ સ્ટોરી આગળ કેટલા રૂપ રંગ બદલશે તે જાણવા માટે વાંચતા રહો માન્યાની મંઝિલ.)