True Love - 14 in Gujarati Love Stories by D.H. books and stories PDF | True Love - 14

The Author
Featured Books
Categories
Share

True Love - 14

પ્રેમ એક એવો અનુભવ છે જે આપણા જીવનને સુંદર, સમૃદ્ધ અને સાથીદાર બનાવે છે. તે એક ઊંડો ભાવનાત્મક બંધન છે જે આપણા મન, શરીર અને આત્માને અસર કરે છે. પ્રેમ દ્વારા, આપણે અન્ય લોકો માટે ભક્તિ અને આદર બતાવી શકીએ છીએ. પ્રેમ વ્યક્તિ સાથે તેના ભૂતકાળ, સારા સમય અને ખરાબ સમયમાં રહે છે. તે એક પવિત્ર બંધન છે જે આપણને સુખ, આત્મવિશ્વાસ અને આનંદ આપે છે.

પ્રેમ આપણા જીવનનો એક મહત્વનો ભાગ છે જે આપણને બીજાની જરૂરિયાતો, ખુશીઓ અને દુ:ખની કાળજી લેવા પ્રેરે છે. પ્રેમ આપણને સમજણ, સહાનુભૂતિ અને સંવેદનશીલતા શીખવે છે. પ્રેમ દ્વારા આપણે આપણી વાતચીત કૌશલ્ય વિકસાવીશકીએ છીએ અને સુખી સંબંધો બનાવી શકીએ છીએ.

પ્રેમનું વિનિમય સ્પષ્ટ નિશ્ચય, વિશ્વાસ અને સમય માંગે છે. આ એક દ્વિપક્ષીય સંબંધ છે જેમાં વિશ્વાસ અને સમર્પણ મહત્વપૂર્ણ છે.

🙏....રાધે....રાધે....🙏

"समझना" और "समझ में लेना" इन दोनो में बहुत बड़ा अंतर है।

આટલી પ્રેમની વાતો વાંચીને કે ક્યાંથી પણ સાંભળીને મનમાં પ્રશ્ન થતો હશે, કે આ પ્રેમ છે શું? કઈ રીતે સમજી શકાય પ્રેમ? જવાબ એકદમ સરળ છે. જ્યાં સુધી તમે પ્રેમ કરશો નહીં ત્યાં સુધી પ્રેમ સમજાશે નહીં. અને જ્યાં સુધી પ્રેમની સમજણ જીવનમાં ઉતારશો ને ત્યાં સુધી તેનો અનુભવ નહીં કરી શકો.

જો રત્ન બનીને મુકુટ ઉપર સજવું હોય, તો હીરાને ઘસાવાનું દુઃખ તો સહન કરવું જ પડે છે. પ્રેમનો ઉચિત અર્થ સમજવો હોય તો મોહને ત્યાગી ને સમર્પણની ભાવના કેળવવી જ પડે છે. જે પ્રેમ કોઈને પ્રાપ્ત કરવા માટે કરવામાં આવે એ પ્રેમ, પ્રેમ નથી મોહ છે. એટલા માટે સમર્પણ કરો ખુદના અહંકારનો, ખુદના અસ્તિત્વનો, ખુદના મોહનો, ત્યાગ કરી નાખો આ બધા વિકારો અને ખુદના પ્રેમીને સમર્પિત થઈ જાઓ. આ કરીને જુઓ તમારો પ્રેમ સ્વયં તમારી સાથે જ રહેશે.

પ્રેમ આ સંસારની બધાથી મોટી ઢાલ છે, તો બધાથી મોટું શસ્ત્ર પણ છે. પ્રેમ જેના વગર ન કોઈ ન્યાય છે, ન તો કોઈ શાસ્ત્ર. પ્રેમ વગર જીવન પણ નથી, કે અંત પણ નથી. અને પ્રેમ સમજાય જાય તો કોઈ સમસ્યા નથી. અને સમસ્યા થાય તો એ ટકતી નથી. પ્રેમ શું ન કરી શકે? પ્રેમ દરેક સમસ્યાનું સમાધાન કરી શકે, તમારી અંદરના અહંકારને નષ્ટ કરી શકે, તમને સાક્ષાત ભગવાનને મળાવી શકે છે. "પ્રેમ પરમ દિવ્ય છે, પરમાત્મા છે, શુદ્ધ અધ્યાત્મ છે, આ જીવનનો આધાર છે પ્રેમ."

🙏....રાધે....રાધે....🙏

ભગવાન રામ, લક્ષમણ, ભરત અને શત્રુઘ્ન એમ ચાર ભાઈ છે.ક્યારેય વિચાર્યું છે કે ચાર જ ભાઈ શું કામ છે? કેમ ત્રણ કે પાંચ નહિ. બધાની પાછળ કાઈ ને કાઈ કારણ હોય છે. એમ આની પાછળ નું પણ કારણ છે. ચાર ભાઈ, ચાર પુરુષાર્થના પ્રતીક છે. રામ ધર્મ છે, લક્ષમણ કામ છે, શત્રુઘ્ન અર્થ છે અને ભારત મોક્ષ છે.

એટલા માટે લક્ષમણ જ રામ સાથે વનમાં શું કામ જાય? કારણ કે કામને સદૈવ ધર્મ સાથે સંયુક્ત રહેવાનું છે. શત્રુઘ્ન અયોધ્યામાં જ શું કામ રહે છે? કારણ કે અર્થ ક્યારેય રાજધાની છોડીને ન જાય. અને ઊંભા રહીને ભરત જ પૂજા શું કામ કરે છે? કારણ કે મોક્ષને પામવા માટે ધર્મના કોઈ પ્રતીકને રાખીને સાધના કરે તો જ મોક્ષ મળે.

એવી જ રીતે ભગવાન શ્રી નારાયણ, ક્રિષ્ન ભગવાનના અવતાર સ્વરૂપે આપણી સમક્ષ આવ્યા અને પ્રેમની પરિભાષા સમજાવી. ભગવાન હોવા છતાં પણ આટલા દુઃખ વેઠીને પ્રેમ સમજાવ્યો. શું કામ ભગવાન હોવા છતાં પણ આટલા દુઃખ સહન કર્યા? કારણ કે પ્રેમ છે જ એટલો મુશ્કેલ. પ્રેમ એ મોક્ષ મેળવવાની સાધના છે, પ્રેમ એ ભગવાન ને મળવાનો રસ્તો છે, પ્રેમ જીવનને સાકાર કરવાની સાધના છે. તો આ બધું સહેલાયથી કેમ થાય? એટલા માટે આજના મનુષ્ય પ્રેમ જીવનભર નિભાવી શકતા નથી. એ ભગવાન ને નમસ્કાર કે જેના થકી આપણે છે, અને જેના થકી આપણે આ પ્રેમની પરિભાષા સમજી શક્યા છે. પ્રેમ તમારા જીવનમાં ડગલેને પગલે પરીક્ષા લેશે. પણ એ પરીક્ષામાં પાસ થવાનો જે આનંદ છે એ કરોડો રૂપિયા માં પણ નથી.

🙏....રાધે....રાધે....🙏