Prem ke Aakarshan - 2 books and stories free download online pdf in Gujarati

પ્રેમ કે આકર્ષણ - ભાગ 2

(પાછળ ના ભાગ માં આપણે જોયું કે....રોઝ એ ધ્રુવલ ને પ્રથમ વખત મળવા માટે મોડાસા થી અમદાવાદ આવે છે.)
(રોઝ એસ.ટી. બસ માં થી ઉતરે છે અને હું એની રાહ જોઈ ને ઉભો હોઉં છુ.)

(ઉતરી ને ફોન કાઢી ને મને કોલ કરવા નો પ્રયત્ન જ કરતી હોય છે. ત્યારે જ મેં એને ઓળખી લીધી અને તરત જ કીધું....)

ધ્રુવલ : રોઝ ??
રોઝ : ધ્રુવલ ?
ધ્રુવલ : હા...હું જ છુ.

(બંને એક બીજા ની આંખો માં આંખ પરોવી ને જોતા જ રહ્યા....બંને ની નજર એક બીજા થી દૂર થવાનું નામ જ લેતી નથી. અને પછી...)

રોઝ : ઓહ્હ હેલો... હવે મને જોતો જ રહીશ કે આગળ કઈ બોલીશ ?
ધ્રુવલ : શું બોલું હું....? મારુ તો મગજ જ તને જોયા પછી કામ કરવાનું બંધ થઈ ગયું છે.
રોઝ : કેમ ફોન માં તો બૌ જ બોલાતું હતું ને સાહેબ ને ? હે...!
ધ્રુવલ : તને સામે જોઈ ને મોઢા માં થી શબ્દ જ નથી નીકળી રહ્યા....!

(શરમાઈ ને)


રોઝ : તું ખરું ખરું બોલે છે હો. પાગલ.
ધ્રુવલ : પાગલ તો હું છુ જ..પણ તારા પ્રેમ માં.
રોઝ : હા તો હવે તો હું તને પાગલ જ કહીશ.
ધ્રુવલ : મને મંજુર છે.
રોઝ : હવે બધી વાતો અહીંયા સ્ટેન્ડ પર ઉભા ઉભા જ કરીશુ કે પછી ક્યાંય જઈશું.
ધ્રુવલ : હા...પહેલા તો આપણે મારા ઘરે જઈશું.
રોઝ : અરે ના.....પહેલા જ તારા ઘરે જઈશું....મને બીક લાગે છે.
ધ્રુવલ : એમાં શું બીવાનું....અને પહેલા ઘરે એટલા માટે કે મેં પોતાની જાત ને એક વચન આપ્યું હતું. કે હું જેને પણ પ્રેમ કરીશ એને હું પહેલા મારા મમ્મી પપ્પા ને બતાવીશ.
રોઝ : એવું કેમ ?
ધ્રુવલ : કેમ કે મેં તને જીવનભર માટે પોતાની માની લીધેલી છે. મને ગણી છોકરીઓ મળી હશે પણ ક્યારે કોઈ એ મને પસંદ નથી કર્યો. તું પેહલી છે જેને મને પસંદ કર્યો છે. મને સમય આપ્યો છે.
રોઝ : ઓહ્હ...પાગલ. હવે પેહલી વાર માં જ રડાવાનો પ્લાન છે કે શું તારો ? ચાલ તારી આ ઈચ્છા પણ હું પુરી કરી દઉં છુ.
ધ્રુવલ : ના...એવું ના બોલ. તારા આંખ માં આંસુ મારા લીધે તો આવા જ ના જોઈએ.

(એ પછી અમે લોકો ઓટો કરી ને મારા ઘરે પહોંચ્યા....રોઝ એ મમ્મી પપ્પા ના પગે લાગી...એમની જોડે વાતો કરી. મારા મમ્મી પપ્પા ને એ ગમી ગયી હતી....અને એને અમારા બધા નો સ્વભાવ ગમી ગયો હતો. અને અમારી સાથે એ રીતે સેટ થઇ ગયી હતી. જેમ અમારા ઘર ની સદસ્ય હોય.)

(પછી ઘરે થી નીકળી ને બપોરે અમે બંને જણા એ બહાર ફરવા નો પ્લાન કર્યો. અમે બંને અમદાવાદ ની લોકલ બસ માં બેઠા...)
ધ્રુવલ : હું તને એક વાત કેવા માંગુ છુ.
રોઝ : હા બોલ ને શું વાત કરવી છે ?
ધ્રુવલ : I Love You...!
રોઝ : ઓહ્હ....આતો તું મને ફોન પર કે છે જ ને.
ધ્રુવલ : હા...ફોન પર તો ખાલી હું જ કહું છુ. પણ આજે મારુ કાન અને મન બસ તારા મોઢે થી સાંભળવા આતુર છે.
રોઝ : ઓહ્હ..પાગલ.... I Love You 2.
(પછી બંને એક બીજા ના હાથ માં હાથ નાખી ને પ્રેમ ભરી વાતો કરી રહ્યા હતા. પછી ત્યારબાદ અમે લોકો મારી કોલેજ બાજુ જે સિનેમા હોલ છે ત્યાં ગયા અને ત્યાં અમે મૂવી જોયું.)
(એની સાથે સમય બૌ જ જલ્દી સમાપ્ત થતો હતો....હું સમય ને કેદ પણ કરી શકતો નો હતો. હું એને પોતાની જાત થી અલગ પણ કરી શકું એમ ન હતો. અમને બંને ખબર જ ના પડી અને સાંજ પડી ગયી. અમે લોકો આસ્ટોડિયા એસ.ટી. સ્ટેન્ડ પહોંચ્યા. મોડાસા ની બસ નો ટાઈમિંગ અમે લોકો એ ચેક કર્યો તો ખબર પડી કે બસ ૨ કલાક લેટ છે. એટલે સાંજે ૭.૩૦ વાગ્યે ઉપડવાની હતી.)


રોઝ : હવે શું કરીશું ?
ધ્રુવલ : હા યાર... બસ આજે જ લેટ પાડવાની હતી.
રોઝ : હું મોડાસા ક્યારે પોચીસ ?
ધ્રુવલ : તું શું કરવા ટેન્સન લે છે. હું તારી જોડે છું જ ને. તને એકલો મૂકી ને જવાનો નથી. ટેન્સન ના લે તું...

(મોડાસા એ મારુ બીજું ઘર હતું...હું પોતે મોડાસા નો જ છું. મારા બધા કુટુંબીજનો ત્યાં જ રહેતા હતા..અવાર નવાર હું મોડાસા આવતો જતો હોઉં છું. અને રોઝ ને પણ ત્યાં જ જવાનું હતું.) (સાંજ ની ૭.૪૫ થઇ બસ આવી. બધા પેસેન્જર અંદર બેસી રહ્યા હતા. ખબર નહિ કેમ મને રોઝ ને અલવિદા કેવાનું મન જ નતુ થતું. એને મને બાય કીધું ને બસ માં બેસી ગયી. બસ ની અંદર જોયું તો કોઈ લેડીસ હતી જ નહિ. મને મનો મન એને એકલી આ રીતે મોકલવાનું મન જ ના થયું.)
(મેં મારા ઘરે ફોન કર્યો....મેં કીધું રોઝ એકલી અત્યારે જાય છે. ને બસ માં બીજું કોઈ લેડીસ નથી. મમ્મી પપ્પા એ કીધું કે તું એને મોડાસા મૂકી ને કાલે સવારે આવી જજે....હું કાકા ને વાત કરી લવું છું એ તને લેવા આવી જશે તું એમની ઘરે રોકાઈ જજે.)
(પછી તો શું હું બસ માં ચડી ગયો.)
રોઝ : શું થયું ?
ધ્રુવલ : હું તને એકલી નથી મુકવા માંગતો અત્યારે...આ રીતે બસ માં.
રોઝ : તો શું તું છેક મોડાસા મુકવા આવીશ અત્યારે રાત્રે...??
ધ્રુવલ : હા !
રોઝ : પણ પછી તું ક્યાં રોકાઇસ....ઘરે મમ્મી ને કીધું તે ?
ધ્રુવલ : હા મારી વાત થઇ ગયી છે. મમ્મી એ કીધું કે તું એને મોડાસા મૂકી આવ...ત્યાં મારા કાકા નું ઘર છે હું ત્યાં રોકાઈ જઈશ...
(એને મને હગ કરી લીધું......)
રોઝ : સાચે તું મારી જોડે આવે છે. મારુ મન બૌ જ ઘભરાતુ હતું... હવે તું આવે છે તો મારા મન ને શાંતિ મળશે. અને તારી જોડે ૩ કલાક નો બીજો સમય પણ પસાર કરવા મળશે.
ધ્રુવલ : મને પણ......હવે મારી આ જિંદગી એ તારી જ છે....હું પણ તારો જ છું. હવે બધા સપના મારા તારા થી જ છે. હવે તો જ્યા હું છુ ત્યાં તું પણ છે.
રોઝ : ક્યાં થી લાવે છે...તું આ બધું ?
ધ્રુવલ : તને જોઈ ને આવી જાય છે.

(૩ કલાક ની એ સફર માણતાં ખબર પણ ના પડી ને મોડાસા આવી ગયું. એને એ દિવસે છેલ્લે અલવિદા કીધું અને અમારા બંને ના પ્રેમ ભર્યા દિવસ નો અંત આવ્યો. દાદા ને ફોન કર્યો ને એ સ્ટેન્ડ પર આવી ને મને ઘરે લઇ ગયા.)

 ભાગ - ૨ સમાપ્ત....