Chhello Prem - 2 books and stories free download online pdf in Gujarati

છેલ્લો પ્રેમ - 2 - Happy birthday

નમસ્તે મિત્રો કેમ મજામાં..... ચાલો તમને છેલ્લો પ્રેમ બુક નો આગળનો ભાગ તરફ લય જાવ.. તમને વધુ રાહ જોવી પડી sorry.? પણ એના પાછળ નું પણ એક કારણ છે કેમ કે આ બુક હું આશું ના જન્મ દિવસ પર publish કરવા માગતો હતો 5/9/2023 મારા તરફ થી આ આંશુ ની ગિફ્ટ છે.. happy birthday Ashu..
@મનોજભાઈ સોલંકી
(8401523670)
{પ્રેમ ની શોધ માં}

છેલ્લો પ્રેમ બુક ની કહાની માં તમે વાંચી તેમાં તમને જાણવા મળી ગયું કે યે ગંભીર ચેહરો બીજા કોઈ નો નહી પણ આંશુ નો હતો અને મારો છેલ્લો પ્રેમ પણ આંશુ જ છે !
પણ સવાલ આપનો એ હતો કે આંશુ કોણ છે યે હું તમને નહી બતાવી સકુ કેમ કે યે જાણવા તમારે પાછા મારા ભૂત કાળ ના જવું પડશે ? તો ચાલો ..તે દિવશે આંશુ ...આંશુ નામનો જાપ કરતો હું દુકાને આવી ગયો પણ હવે તેના કરીબ કેવી રીતે જવું સમજાતું ના હતું કેવી રીતે હું કહું કે 5 વર્ષ પહેલાં તે મને પસંદ આવી ગઈ હતી પણ હું આ વખતે તેને ખોવા માગતો ના હતો એટલે ઉતાવળ ના કરી પણ આંશુ કોણ છે , તેનો પરિવાર કોણ છે, આંશુ ક્યાં રહે છે,ક્યાંથી આવે ,કેટલા વાગે આવે છે,કોની સાથે આવે છે ,તેનો મોબાઈલ નંબર ,એના માતા પિતા કોણ,જાતિ,ધર્મ,તેનું ગામ આમ ઘણી બધી વાતો હું આંશુ ની જાણતો થય ગયો આંશુ ના તો લગ્ન પણ થઈ ગયા હતા યે જાણી દુઃખ થયું પણ છતાં ક્યાં થયા,અને કોની સાધે થયા આ બધી માહિતી ને લગભગ તેને ખબર ન પડે એવી રીતે તેના વિશે જાણી લીધી ..આંશુ જે પગ માં ચપલ પહેરે છે તે પણ 5 નંબર ની છે આટલી નાની નાની બાબતો પણ મે ખૂબ ધ્યાન રાખ્યું..અને જાણી લીધી આ બધું જાણવા માં મારો લગભગ 1 વર્ષ મે બગાડી નાખ્યું હવે હું આંશુ વિશે નાના માં નાની અને મોટામાં મોટી બધી વાતો જાણતો થાય ગયો ...બીજી એક વાત કહું આ 5/9/2023 ના દીવસે આંશુ ના જન્મ ના કુલ 297,816 કલાક પૂરા થશે જો ગણતા આવડે તો ગણી નાખો તે કેટલા વર્ષ ની થઈ મારી આંશુ ...ચાલો આગળ હવે 1 વર્ષ મહેનત કરી જે તેને અંજામ આપવાની તૈયારી કરી પણ મને સારા દિવસ ની તલાશ હતી અને તે સારો દિવસ મને મળ્યો અને નવા વર્ષ ના પહેલા જ દિવસે તેને મે મારા mobai થી પહેલો msg કાર્યો happy New year..
આમ મે તેની સાથે પહેલો msg કરી વાત કરવાની શરૂઆત કરી અને એનો પહેલો રિપ્લે આવ્યો "કોણ?"
કેમ કે તે મને ઓળખતી ના હતી મે તેના થી વાત કરવાની ગણી કોશિશ કરી પણ તેને મારી સાથે વાત ના કરી અને આખરે તેને મારો વોટ્સેપ નંબર બ્લોક કરી નાખ્યો હવે શું કરું કાઈ ખબર ન પડી પાછા જેમ તેમ કરી મારા બીજા નંબર નું વોટ્સેપ ચાલુ કરી મે તે ને msg કાર્યો અને મારા પ્રેમ નો ઈઝહાર કર્યો અને તેને મારા આ ઈઝહાર નો જવાબ ધમકી થી આપ્યો કહે હું તને ઓળખતી નથી અને કેમ મને msg કરે છે અને પ્રેમ કરવા મારી પાસે સમય નથી જો બીજી વાર તારો કોઈ msg આવ્યો છે તો હું પોલીસ માં નહીતો 181 માં તારો નંબર આપી દઈશ પછી પ્રેમ પ્રેમ કરતો ત્યાં પડી રહેજે..આમ કહી પાછો મારો નંબર બ્લોક કરી નાખ્યો..
તેની આ ધમકી ભરેલી વાતો ,અને તેના જીવન માં જે ચાલી રહેલી ઘટના બને ના વચ્ચે રાત દિવસ નો તફાવત હતો યે જેવી દેખાતી હતી તેવી હતી નહી અને જેવી હતી તેવી દેખાતી ના હતી કેમ કે તેના જીવન માં ખૂબ ટેનશન કેમ કે તેનું લગ્ન જીવન સારું ના હતું અને ઉપર થી હું તેને ટેન્શન આપતો હતો એટલે તેને તેનો બધો ગુસ્સો મારા પર ઉતારી નાખ્યો છતાં પણ મને તેના પર ગુસ્સો ના આવ્યો પણ ઉપર થી દયા આવવા લાગી હું પોતાને કોશવા લાગ્યો મે ખોટો msg કર્યો ખોટી વધુ ચિંતા અને ટેનશન આપ્યું હવે sorry પણ બોલવું હતું પણ કેવી રીતે બોલું ખબર ના પડી એટલે મે થોડા દિવસ બ્રેક લીધો મે તેને msg કરવાનું બંધ કર્યું પણ તેને જોવાનું એકે દિવસ બંધ ના કર્યું તે સવારે જે હાઇવે પર ઉતરે ત્યાં બાઈક લય જોવા જતો ત્યાં થી માંડી ને મારી દુકાન ની સામે નોકરી કરે એટલે આખો દિવસ તેની સામે જ નજર રાખ્યા કરું અને સાંજે તે પોતાના ઘરે જવા નીકળે ત્યાં સુધી હું બસ તેને જોયા કરું હું તેને ફોલો કરું છું આ વાત ની એને ખબર ના પાડવા દીધી આમ ને આમ તેને રોજ જોવાનું ,તેને જોવા માટે ઘરે થી વહેલા નીકળી જવાનું મારી જેમ રોજિંદા ક્રિયા હોય તેવું લાગવા લાગ્યું તેની રવિ વાર કે શનિ વાર દિવસે રજા હોય તો મને એવું લાગતું કે જાણે હું એકલો પડી ગયો હોઈ એવું લાગવા લાગતું અને બસ બીજા દિવસે આવશે ...આવશે..એવા વિચારો સાથે હું મારો આખો દિવસ કાપતો.આમ કરતાં કરતાં સમય વધવા લાગ્યો ...
આખરે એક દિવસ હિમત કરી ને મે તેને કોલ કર્યો કેમ કે મારા બન્ને વોટ્સેપ નંબર બ્લોક હતા એટલે msg થઈ શકે તેમ ન હતું મે તેને કોલ કર્યો તે સામે થી બોલતી હતી hello hello બોલીતી ...બોલતી હોસ્પિટલ માંથી બહાર આવી હું તેની સામે દુકાન પર હતો ફોન ને સાઈડ માં મૂકી બધું જોતોજ રહ્યો તેને ફોન કાપી વળતો કોલ કર્યો પણ મને કોલ ઉપાડવા ની હિંમત ના થઇ કેમ કે મને ડર લાગતો હતો કે ક્યાંક મને અને મારા પ્રેમ ને સમજી નહી શકે તો મારી આટલી મહેનત અને ઇંતજાર નું શું થશે? બસ આ ડર થી હું કોલ ના ઉપાડી સકયો તેને બે વાર કોશિશ કરી પછી તે હોસ્પિટલ માં જતી રહી મને એના ચેહરા પર સાફ ગુસ્સો દેખાતો હતો ...
સાંજ પડતાં તે ઘરે જવા નીકળી ગઈ મે તેના પર કોલ કર્યો પણ મારો નંબર પણ બ્લોક લિસ્ટ માં નાખી દીધો એટલે ફરી કોલ પર વાત ના થઇ તેના ગયા પછી મે તેને facebook ,instagram, સ્નેપ ચેટ ટ્વીટર, ટેલિગ્રામ બધા સોશિયલ મીડિયા ઉપર બધી બાજુ મેં એને શોધવા લાગ્યો પણ ક્યાં એનું એકાઉન્ટ મળ્યું નહી કેમ કે બીજા નંબર પરથી કોલ કરવો મને સેફ ના લાગ્યો 1 અઠવાડિયું મે સોશિયલ મીડિયા પર શોધવામાં વિતાવી નાખ્યો યે રોજ આવતી હું રોજ જોતો આના શિવાય બીજો કોઈ રસ્તો દેખાતો ન હતો કોઈ ક વાર દેખાય નહિ તો દવા લેવા ના બહાને પણ તેના પાછે જતો પણ ખૂબ કરીબ થી તેને જોતો પણ વાત ના કરી સકતો આમ ને આમ 2,4 દિવસે બીમાર થવાનું નાટક કરી દવા લેવા જતો અને એને નજીક થી જોય ને મારી આત્માં ને ખૂબ સંતોષ થતો એકવાર તો એને કહી દીધું કે તમે બીમારી નું ઘર લાગો છો....અને આટલું કહેતા તેના ચેહરા પર નાનું હાસ્ય અને સ્મિત દેખાયું આ જોઇ મને ખૂબ સારું લાગ્યું હું કશું પણ બોલ્યો નહી મન માં વિચાર કર્યો કે જો તમે આવા ખુશ રહેતા હોય તો હું રોજ બીમાર થાવ અને રોજ તમારી પાસે આવું પણ આ બધા મારા વિચારો હતા હું આંશુ ને કહી સકતો ના હતો.આમ સમય વધવા લાગ્યો શું કરવું કાઈ સમજાતું ન હતું આંશુ તરફ થી કોઈ સંકેત કે સિગ્નલ મને મળતું ના હતું એવામાં મે મારા વોટ્સેપ પર જોયું તો તેને મને અનબ્લોક કરેલો હતો હું ખુશ થયો કેટલા દિવસે તેને બ્લોક ખોલીયો ખબર ના પડી હું 1 મિનિટ પણ ન વિચાર્યું ને સીધો msg કરી નાખ્યો શું કરો છો?તેને સામે થી જવાબ આપ્યો "નાલાયક"
ખબર નહિ નાલાયક નો અર્થ શું થાય પણ એના મોઢે થી સાંભળી ખૂબ સારું લાગ્યું ધીરે ધીરે આમારી વોટ્સેપ પર વાત ચાલુ થઇ બસ પ્રોબ્લેમ એકજ હતો આંશુ નો કે
આંશુ:તમે તમારો ચેહરો બતાવો જ્યાં સુધી તમે ચેહરો નહી બતાવો ત્યાં સુધી વાત નથી કરુ
હું:મારો એકજ સવાલ હતો કે ચેહરો જોય ને જે પ્રેમ કરે તેને આકર્ષણ, અને મોહ કહેવાય ...
હું: આંશુ એક વાર સાચા દિલ થી પ્રેમ કરો ચેહરો તો હું સમય આવશે બતાવીશ ...
આંશુ:તમે મારા વિશે આટલું જાણો છો ..એટલે તમે મારા સગા કે મારા મિત્ર માંથી હોવા જોવો...તમે મને જે રીતે જાણો છો એવી રીતે મારે પણ તમને જાણવા છે તમે કોણ છો ચેહરો બતાવો?
હું: ચિંતા ના કરો તમારા વિશે જાણવા માં મારે ગણો સમય લાગ્યો પણ ...તમે તો મારો ચેહરો જોતાજ મારું નામ ,ગામ ,મારો પરિવાર,અને મારા વિશે બધું જાણવા મળી જશે....
આમ ચેહરો બતાવવાની અમારી રશમ ગણી લાબી ચાલી હું આંશુ ને જોય શક્તો હતો અને ઓળખતો અને આંશુ મને રોજ જોય કેતી પણ ઓળખતી ના હતી ... જેની સાથે કલાક કલાક વાત કરે છે યે એની સામે છે એને ખબર ના હતી....જયારે પણ આંશુ કોલ કે msg કરે તો એનો પહેલો શબ્દ એકજ ચેહરો બતાવો......હું પણ તમને પ્રેમ કરું છું એકવાર મારો વિશ્વાસ કરી ચેહરો બતાવો..
હુ: હંમેશા એકજ વાત કરતો મારો ચેહરો જોય મારા વિશે બધું જાણી જઈશ અને મને છોડી મૂકીશ...
આંશુ: હંમેશા સોગંદ ખાતી કે હું તમને કયારે નહી ભૂલું અને ક્યારે નહી છોડી ને જાવ..બસ ચેહરો બતાવ..
આમ એની વાત ખોટી ના હતી એ મારી સાથે વાત કરતી તો હંમેશા એના પતિ ના વિરુદ્ધ વાત કરતી એ એના લગ્ન જીવન થી ખુશ ના હતી માટે એને એવો હંમેશા શક રહેતો કે મારા વિશે આટલું જાણવા વાળો કદાચ મારો પતિ નો કોઈ ફ્રેન્ડ તો નથી ને જે મારા પતિ સાથે મળી ને ગેમ રમતા હોય એટલે હંમેશા ચેહરો બતાવ વા ની વાત પર અડી રહેતી...
આમ આંશુ ને પણ મારી સાથે વાત કરતા એક વાત તો ખબર પડી ગઈ હતી કે હું પવિત્ર પ્રેમ ની શોધ માં જ છું મારે તેના શરીર થી કોઈ વાસના નથી અને આજ સુધી મે આંશુ ની સાથે કોઈ ગંદી વાત પણ કરી ના હતી મારે તો બસ પ્રેમ જોયતો હતો એ પણ આત્માથી પ્રેમ કરે એવું પાત્ર મારે શરીર નો કોઈ મોહ ના હતો કે ના હતો પૈસા ના મોહ બસ પ્રેમ. એટલે પ્રેમ.. જોઈએ એટલે આંશુ પણ કદી મારી સાથે કોઈ ખરાબ કે ખોટી કે ગંદી વાત કયારે ના કરી જેથી મને ખોટું લાગે આમ ને આમ અમારી વાતો વધતી ગઈ અને એક બીજા ને ફોટા પણ મૂકતા પણ એમાં ચેહરો ના હોય એક બીજા ના સ્ટેટસ જોવાના , કોઈ સારો વિડીયો સારો સુવિચાર, સવાર માં ગુડ મોર્નિંગ થી માડી ગુડ નઈટ, બપોરે જમ્યા કે નહીં પહેલા તમે જમી લો પછી હું જમું , આવા નાના નાના મેસેજને અમારી જિંદગી અલગ મોડ ઉપર લાવીને મૂકી દીધી અમે બંને ખૂબ જ ખુશ હતા સવારે ઊઠી એટલે ગુડ મોર્નિંગ અને રાતે સૂવે એટલે ગુડ નાઈટ આ વચ્ચેનો જે અમારો સમય તો ખુબ સરસ જતો હતો આમ એકબીજાના ખૂબ કરીબ આવી ગયા હતા એકબીજાને દિલની વાતો સમજવા લાગ્યા હતા એકબીજા ઉપર આંખ બંધ કરી ભરોસો થવા લાગ્યો. આમ કરતા કરતા આંશુ નો જન્મદિવસ નજીક આવી ગયો જન્મદિવસની એક દિવસ બાકી હતો
હુ :આંશુ ના જન્મદિવસની ખબર હતી એટલે એક દિવસ પહેલા એને કહી દીધું કે કાલે તારો જન્મદિવસ છે બોલો સુ ગિફ્ટ જોઈએ છે જે કહેશો તે મળી જશે..
આંશુ: તમે તો મારો જન્મદિવસ પણ યાદ છે કેટલું જાણો છો તમે મારા વિશે...I love you ..
I Love you.. I Love you...
એક વાત કહું માનશો મને મારા જન્મદિવસની ગિફ્ટ તમારો ચેહરો જોવો છે...બતાવશો..ને?
હું : મે તેને જેટલી ખુશ જોઈ એટલી જ એના અંદર દર્દ દેખાણું હું પ્રેમ પ્રેમ કરતા કરતા આંશુ ને અંધારા માં હવે રાખવા માગતો ના હતો હજી તો આંશુ ને મારા સાચા નામ ની પણ ખબર ન હતી હું ખોટું કરું છે મને આત્માં થી દુઃખ થયું એટલે મે પણ "પ્રોમિસ કરી કે સવારે મારો ચેહરો તમારી ગિફ્ટ આંશુ.....બસ...."
"જે થવું હોય તે થાય ..મારો પ્રેમ કરવાનો તરીકો ખોટો હતો પણ મારો પ્રેમ નહી ..."
હવે સવારે તારીખ હતી 5/9/2**** જે મારા સાચા પ્રેમ ની કસોટી હતી ..
(કેવી રીતે આંશુ ને ચેહરો બતાવો,? મારી પ્રોમિસ નું શું કરવું.?શું આંશુ મારો ચેહરો જોય મને પ્રેમ કરશે.?..સવારે 5/9/2*** દીવસે એટલે કે આંશુ બર્થડે પર મુલાકાત થશે...આ બધા પ્રશ્નોના જવાબ આવતા ભાગમાં બતાવીશ...)
રાધે.... રાધે..
- સોલંકી મનોજભાઈ
પ્રેમ ની શોધ માં
(8401523670)