Greencard - 4 books and stories free download online pdf in Gujarati

ગ્રીનકાર્ડ - ભાગ 4

ઇન્સ્પેક્ટર રાણાએ હોટેલ સિટી-ઈંનમાં કોલ કરી કાલે સવારે છેલ્લા બે દિવસની બધા સિસિટીવી ની ફૂટેજ તૈયાર રાખવા સૂચના આપી પોતાનો કોન્સ્ટેબલે આવીને કલેક્ટ કરી જશે. તેને પાટીલને પણ ઘરે જવા સૂચના આપી કાલે સવારે વહેલા આવી જવા કહ્યું. અદિતિ અને સોફિયાના સ્ટેટમેન્ટમાં ધણી સમાનતા છે એટલે હવે કાલે ફોરેન્સિક રિપોર્ટ આવી જાય પછી એ દિશામાં આગળ વધીએ.એટલું કહી પોતે પણ ઘરે જવા નીકળી ગયો. આ તરફ સોફિયા પણ હોટેલ સિટી-ઈંન પર પાછી ફરી હતી. ત્યાં તેને બીજો રૂમ અલોટ કરવામાં આવ્યો જ્યાં તેને ચેક ઈન કર્યું હતું  એ તે જે રૂમ  215માં હતી તે પોલીસ દ્વારા સીલ કરવામાં આવ્યો હતો કારણ કે હજુ તૈથી કોઈ એવિડનસ મળી શકે તો પોલીસ તે ભેગા કરવાં મતની હતી.મિ.બાટલીવાળા એ પણ  તેને ચિંતા ન કરવા જણાવ્યું હતું તેના માટે મુજબ રાણા એક ઈમાનદાર અને કાબિલ ઓફિસર હતો જે સચ્ચાઈ શોધી ને જ રહેશે. અદિતિ પણ ઘરે આવી ગઈ હતી. બીજે દિવસે સવારે ઇન્સપેક્ટર રાણા અને પાટીલ પોલીસ સ્ટેશન પર આવી પહોંચ્યા હતા.તેમણે હાજર રહેલા કોન્સ્ટેબલ ને હોટેલ સિટી -ઈંન સિસિટવી ફૂટેજ લેવા મોકલાયો અને હોટેલ મેનેજર ગુપ્તાને કોલ કરી પોતાનો કોન્સ્ટેબલ આવે છે તેને સીસીટીવી ફૂટેજ આપવા સૂચના આપી.ગુપ્તાએ પ્રત્યુત્તરમાં સિસિટીવી ફૂટેજ રેડી જ છે હું તરત જ આપી દઇશ તેવુ જણાવી કોલ કટ કર્યો. ફોરેન્સિક લેબમાં તપાસ કરતા જાણવા મળ્યું કે રિપોર્ટ આવતા લગભગ બે થી ત્રણ કલાક થઇ જશે. લગભગ કલાકમાં હોટેલ સિટી-ઈંન માં ગયેલ કોન્સ્ટેબલ પરત આવી ગયો હતો. પાટીલે કમ્પ્યુટર સિસ્ટમ ચાલુ કરી તેમ લાવેલ સિસિટીવી ની ફૂટેજ ની પેનડ્રાઈવ લગાવી ને હોટેલના બધા કેમેરા નું ફૂટેજ જોવાનું ચાલુ કર્યું. લગભગ ત્રણ કલાક ની મહેનત ને અંતે ચાર કેમેરાની ફૂટેજમાં એવી વ્યકિત નીહાજરી જોવા મળી કે સિસિટીવી જોવાની મહેનત ફળી રહી હતી તે વ્યક્તિ હતી કે જે સોફિયાના રૂમમાં સોફિયા ચેક આઉટ કરી રૂમ છોડીને નીકળી ગઈ હોય છે પછી જતી જોવા મળે છે. અને ચિરાગ હજુ સુધી રૂમમાંથી બહાર નીકળ્યો હોતો નથી. આ જોઈને રાણા પાટીલ ને કહે છે લો આપણો કેસ સોલ્વ થઇ ગયો. હવે ફોરેન્સિક લેબ નો રિપોર્ટ આવે એટલે ફિંગરપ્રિન્ટ રિપોર્ટ પણ મેચ થાય એટલે તે સીસીટીવી માં જોયેલી વ્યક્તિને ખૂની સાબિત કરવામાં કોઈ તકલીફ ના પડે પણ ફોરેન્સિક રિપોર્ટમાં જે આવ્યું હોય છે તેમાં જે વ્યક્તિ સિસિટીવીમાં હોય છે તેની ફિંગરપ્રિન્ટ રૂમમાં ક્યાંય મળી હોતી નથી. પણ એક એવી વાત ધ્યાનમાં આવે છે જે નટરાજની મૂર્તિ મર્ડર વેપન તરીકે લીધી હોય છે એ ખરેખરમાં મર્ડર વેપન હોતું જ નથી. તેના પર સોફિયાના ફિંગરપ્રિન્ટ અવેલેબલ હોય છે પરંતુ તે મર્ડર વેપન હોતું નથી કેમ કે નટરાજની મૂર્તિ નવી પેટીપેક હોય છે. તેના પરનું પ્લાસ્ટિક પેકેજીંગ એમનું એમ હોય છે. મૂર્તિના જે ભાગ પર લોહી ચોંટેલુ હોય છે તે જગ્યાએ થી પેકેજીંગ જરાય ફાટ્યું હોતું નથી કે પેકેજિન્ગ ક્યાંય થી ફાટ્યું હોતું નથી જો મૂર્તિને જોરથી માથામાં મારવામાં વ્યુ હોય તો જાય લોહી ચોટ્યું છે અને જે જગ્યા થી વાર થાય તે જગ્યાએ પેકેજીંગ ફાટી જવું જોઈએ પણ તેવું બન્યું ન હતું પરંતુ પેકેજીંગ પર લોહી લાગેલું હોય છે મતલબ કોઈએ સોફિયા ને ફસાવવા તેના ફિંગરપ્રિન્ટ વાળી મૂર્તિને મૃતદેહની પાસે મૂકી દીધી હોય છે જેથી સોફિયા પર ખૂનનો આરોપ આવે. રાણા અને પાટીલ થોડી વાર માટે ગોટાળે ચડે છે કે જો આ મર્ડર વેપન નથી તો મર્ડર વેપન શું હોઈ શકે અને તે ક્યાં હોઈ શકે ? રાણા અને પાટીલ ફરીથી બધા સિસિટીવી જોવા બેસે છે. તે ફરીથી પેલી વ્યક્તિ કે જેને તેઓએ સિસિટીવીમાં જોઈ હોઈ છે તેને ફરીથી જોવા બેસે છે એ આશાએ કે તેમને કોઈ કલુ મળી જાય. લગભગ બે કલાક ની મહેનત પછી તેઓને સફળતા હાથ લાગે છે તે વ્યક્તિ જયારે હોટેલ છોડી ને જતી હોય છે ત્યારે તેની પાસે રહેલું મર્ડર વેપન પણ રાણાની નજરે ચડે છે. રાણા ને પાટીલ બને રિલેક્સ થઇ ને ચા નાસ્તો કરવા બેસે છે અને સાથે રહેલ કોન્સ્ટેબલ ને આ કેસમાં લાગત વળગતા વ્યક્તિઓ ને બીજે દિવસે સવારે બોલાવ માટે સુચના આપી રવાના કરે છે કોન્સ્ટેબલ બધા જ લાગતા વળગતા ને કોલ કરવા બેસે છે અને દરેક કાલે સવારે નવ વાગ્યે પોલીસ સ્ટેશન હાજર થવા સૂચના આપે છે.

રાણા અને પાટીલે કઈ વ્યક્તિને સિસિટીવી માં જોઈ હોય છે અને તે શા માટે સોફિયા ને ફસાવવા માંગતી હોય છે તે જાણવા વાંચતા રહો ગ્રીનકાર્ડ