Sasan-Gir Dairies - 2 books and stories free download online pdf in Gujarati

સાસણ-ગીર ડાયરીઝ - 2

સાસણ-ગીર ડાયરીઝ 

Sasan-Gir Dairies

આંબાવાડી/MANGO ORCHARD

 

અહી અમદાવાદ ના આંબાવાડી વિસ્તાર ની કોઈ વાત હશે એવું ના સમજતા. સાસણ ની અમુક અંતરે આવેલી એ જગ્યા નું નામ મને યાદ નથી, પણ ત્યાં અસંખ્ય આંબા ના ઝાડ હતા. આપણા દેશ માં નહિ પણ બીજા અન્ય દેશો માં ત્યાની કેસર કેરી પહોછે છે. સાસણ થી ૭-૮ કિલોમીટર દુર હશે. ત્યાં જતા પેહલા મને બહુ કંટાળાજનક વિચારો આવતા હતા, આંબા ના બાગ માં જઈને કરવાનું શું? પણ જવું પડે એમ હતું, કારણ કે એ દિવસે ત્યાં લંચ/બપોર ના જમવા માટે નું આમંત્રણ હતું. નહિ તો ખર્ચો. અને ખર્ચો કરવો કેમ? એટલે હવે કંટાળો બાજુ પર મુકવો પડે, નહિ તો ઉનાળા ની બપોરે A.C. વળાં રૂમ મા થી બહાર નીકળવું જાણે કોઈ સજા આપવામાં આવી હોય એવું લાગે.

 

આંબા નો બાગ એ પણ સાસણ-ગીર માં આવા પ્રકાર નો હશે એ મારા કલ્પના બહાર નું સાબિત થયું. “આમ બાગ” “ખાસ” સાબિત થયો, એવું લાગે કે જાણે કોઈ નાનો રેસોર્ટ. આંબા ના ઝાડો, સ્વીમિંગપુલ, નાના છોકરાઓ માટે amusement park બનવા માં આવેલો, બહુ મોટો નહિ, પણ તેઓ મજા માણી શકે એ પ્રકારનો. ઘણી બધી વાતો જાણવા મળી, કેસર કેરી ને લગતી, ત્યાં આસ-પાસ માં વસતા લોકો ની, સાવજ/ હાવ્જ ની જે ક્યારેય, ક્યાંય કોઈ એ સાંભળી ના હોય. મને થયું કે સારું થયું હું આ જગ્યા પર આવ્યો, મન ખુશ થઇ ગયું. ક્યારેક મન વિરુદ્ધ નું કાર્ય પણ આપણ ને ખુશી, એક નવો અનુભવ આપી જાયે સમજવું અઘરું તો છે જ. હમણાં આંબા/કેરી ની મૌસમ છે, મારા આ અનુભવ ને દર વર્ષે અચૂકપણે યાદ કરું છું ખાસ કેસર કેરી ની મજા માણતી વખતે.

 

કાસીયાનેસ/Kasiya Nes

 

"કાસીયાનેસ, સાસણ-ગીર માં આવેલું મીટેર ગેજ રેલ્વે નું ફ્લેગ સ્ટેશન" આ વાક્ય ની સાથે અકુપર નવલકથા માં આ જગ્યા નું વર્ણન શરુ થાય છે. ને બીજું ઘણું બધું વિસ્તારપૂર્વક વર્ણન આ જગ્યા માટે નવલકથા અકૂપાર માં લખાયું છે. (નવલકથા માં આ જગ્યા નું શું મહત્વ છે તેના માટે એ અચૂકપણે વાંચવા તમને વિનંતી છે) નવલકથા વાંચતી વખતે ક્યારે વિચાર્યું નહતું કે કાસીયાનેસ જવાનું થશે. નવલકથા માં આ જગ્યા વિશે જે વર્ણવેલું છે, એ વાંચતા મન માં જે દ્રશ્યો ઉભર્યા હતા, તો, આ જગ્યા પર પહોચતા જ મને એમ લાગ્યું કે જાણે હું અહી પેહલા પણ આવી ચુક્યો છુ. DÉJÀ VU you know. એટલે, લખાણ માં કેવો જાદુ હોય છે એ પણ મેં અનુભવ્યું. આમ તો સાસણ-ગીર ખરાઉં જંગલ છે, એ દિવસો વરસાદ પછી ના ઓક્ટોબર મહિના ના હતા, જયારે સેન્ચુરી પ્રવાસીયો માટે ખુલી મૂકવામાં આવે છે. એટલે જંગલ લીલું છમ હતું. દુર ગીચ વૃક્ષો ને ઝાડિયોમાં થી આવતા ને દુર સુધી જતા રેલ ના પાટા, એક ડુંગર ની પાસે અદ્રશ્ય થઈ જતા હતા. આસ પાસ નીરવ શાંતિ, એવા શાંતિપૂર્ણ વાતાવરણ નો કૈક જુદો જ અનુભવ હતો. પેહલા ક્યાંય, ક્યારેય થયો ના હોય એવો. રેલ્વે ના પાટા ની વચ્ચે ઉભો, હું એ વિચારતો હતો કે બન્ને તરફ કેવો પ્રદેશ, કેવો વિસ્તાર હશે?, કેવા લોકો રેહતા હશે? રેહતા પણ હશે કે નહિ? શું મને આવા સાવ અજાણ્યા વિસ્તાર માં જવાનો ક્યારે મોકો મળશે?

મેં સાંભળ્યું છે કે ત્યાં થી આ જે રેલ માર્ગ પસાર થાય છે, એ આખા પટ્ટાને ટુરિસ્ટ કોરીડોર તરીકે વિકસિત કરવાની યોજના છે. એવું થાય એ પેહલા હું કુદરત ના ખોળામાં વસેલા, પર પ્રાંતીય માનવ ની ઘુસણખોરી થી વંચિત રહેલા, એ વિસ્તાર ને એક વાર જાણવા અને માનવા માંગું છું.