Prem ke Dosti? - 6 books and stories free download online pdf in Gujarati

પ્રેમ કે દોસ્તી? - ભાગ 6

મને ખબર હતી એક દિવસ તો આ પરિસ્થિતિ આવશે,પ્રતિક મને પ્રપોઝ કરેશે પણ ખબર નહિ હું કેમ તેને હા ના પાડી શકી?એની વાત સાવ સાચી પડી,એને કહ્યું હતું કે પ્રેમ માં પડી જાશો એને સાચે જ હું તેના પ્રેમ માં પડી ગઈ.પણ હું કેમ સ્વીકારી નથી શકતી?મારી લાગણીઓ જે સાવ સુકાયેલી હતી તે પ્રતિકે આવી તેમાં રંગબેરંગી પાણીથી લાગણીઓ ભીંજવી.આ બે મહિનામાં હું ખરેખર ખુશ રહેવા લાગી છું,તેની સાથે ફકત ફોન માં વાત કરવાથી આટલી ખુશ રઈ શકું તો આખું જીવન તેની સાથે વિતાવું તો કેટલી મજા આવે?

જ્યારથી પ્રિયા ને મળીને આવી છે ત્યારની તેનાજ વિચારોમાં ખોવાયેલી હતી.સાંજના સાત વાગ્યા થી રાતના બાર સુધી પ્રતિકના સોળ મિસ કોલ એને એકતાલીશ મેસેજ આવેલા.છેલ્લો મેસેજ તો એવો આવ્યો હતો કે,જો પ્રિયા તને પ્રેમમાં પડવું ના ગમે તો પણ કઈ વાંધો નહિ પણ હું તારી સાથે બેસ્ટ ફ્રેન્ડ બનીને રઈશ.તું ભલે પ્રેમના કરી શકે પણ હું તો કરીશ જ.પ્રિયાએ પ્રતિકના દરેક મેસેજ વાંચ્યા હતા એને તેના ફોન તો જાતે કરીને નતી ઉપાડતી .આજે તેની આંખો માં જરા પણ ઉંઘ ન હતી અને અચાનક રાત્રે બરાબર બે વાગ્યે તે ને મેસેજ કરે છે,”પ્રેમની શરૂઆત આંખોની રમત થી થાય છે એને તારી આંખો ને એ પ્રેમની રમત રમતા બહુ સારી આવડે છે,સામે વાળા ને હરાવી દે છે,

બિજા દિવસની સવાર પ્રતિક માટે સોનાની સવાર હતી,સવારે નવ વાગ્યે અચાનક પ્રિયાનો કોલ પ્રતીકને આવે છે.

“આ કોઈ દિવસ સામેથી કોલ ના કરે અને આજે અચાનક શું થયું હશે કે સામેથી કોલ કરે છે? હજી કાલનો ગુસ્સો હશે મારા પર”, પ્રતિક મનમાં વિચારતા અને ડરતા ડરતા પ્રિયાનો કોલ ઉપાડે છે અને બીજી તરફ તેની ધારણા વિરુધ્ધ પ્રિયા સાવ નરમાશથી બોલી ,”હાય! શું કરે છે ?બસ તૈયાર થાઉં છું,આજે ઉઠવામાં મોડું થઇ ગયું.અને તે આજે મને સામે થી કોલ કેમ કર્યો,સુરજ કઈ દિશામાં ઉગ્યો છે ?એન્ડ સોરી ફોર લાસ્ટ નાઈટ!હું તને ફોને અને મેસેજ કરીને હેરાન કરતો હતો આઈ એમ રીયલી વેરી સોરી” પ્રતિકે માફી માંગતા કહ્યું.

“ઇટ્સ ઓકે,તે તારું વ્હોટસ એપ જોયું ?પ્રિયાએ ખુબજ શાંતિ થી કહ્યું.

ના ,કેમ ગઈ કાલ નું નેટ બંધ કર્યું હતું હજી પણ ચાલુ નથી કર્યું

ઓકે તો મેસેજ વાંચી પછી મને તેનો જવાબ આપજે.

પણ ફોનમાં કહેને મને શું થયું ,પ્રતિકે ગભરાતા અવાજે કહ્યું

હું જે કહું છું એ કર પ્લીઝ ,પ્રિયાએ ચીડાતા કહ્યું .

પ્રિયાનો કોલ કાપીને પ્રતિકે નેટ ચાલુ કર્યું અને પ્રિયાએ મેસેજ માં શું લખ્યું હશે એ વિચારતો રહયો,નેટ ચાલુ થતા પહેલાતો ઘણા મેસેજ આવકમાં હતા પ્રતિક અધીરો બની ગયો હતો,અને છેલ્લે પ્રિયાનો મેસેજ આવ્યો હતો ,પ્રતિકે પ્રિયાનો નંબર પોતાના મોબાઈલમાં પ્રિયા અને લાલ દિલના સિમ્બોલ થી સેવ કર્યો હતો.

પ્રિયાનો મેસેજ વાંચતાની સાથે જ ,”યસ ,યસ યસ ,મને ખબર જ હતી,તેની હાં જ હશે એમ કહીને તે પોતાની જગ્યા પર નાચવા લાગ્યો.

તેને તરતજ પ્રિયાને કોલ કરીને કહ્યું ,તું આ વાત ફોનમાં નતી કહી શકતી ?I love dear very much.પ્રતિકે ખુબજ ઉત્સાહમાં આવીને પ્રિયાને કહ્યું.

મને તો એમ હતુ કે તું મારા જવાબની રાહ માં આખી રાત જાગીશ ,પણ તું તો સુઈ ગયો,આ તે તારો કેવો પ્રેમ?પ્રિયાએ મસ્તી કરતા કહ્યું.

મને ખબરજ હતી કે તું હાંજ પાડીશ,એટલે શાંતિથી સુઈ ગયો હતો.મળીશને આજે મને ?પ્લીઝ ના નહિ પાડતી બકા.પ્રતિકે કહ્યું

ઓકે સાંજે ઓફીસ પતાવીને મળીયે પ્રિયાએ હકારમાં જવાબ આપ્યો.

ઓ.કે હું તારી ક્રીશટલ મોલ પર રાહ જોવીશ. થેન્ક્સ પ્રિયા,કહીને પ્રતિકે કોલ કટ કર્યો.

“વાઉ! કેટલા સરસ ન્યુઝ છે,આ વાત રવિને કહી દઉં ,અરે ના ના એના કરતા હું તેને મસ્ત સપ્રાઈઝ આપી પ્રિયાને રૂબરુજ રવિ સાથે મળાવીશ ત્યાં સુધી તેને કંઈ પણ વાત નહિ કરું.

સાંજે પ્રિયાને મળતા પહેલા સારું દેખાવા માટે હમેંશા લઘર વઘર દેખાતો પ્રતિક આજે પ્રિયાને મળવા સલૂનમાં ગયો હતો,એક્દમ મસ્ત તૈયાર થઈને ,કાળા રંગનો સ્ટેન્ડ કોલર શર્ટ અને ડાર્ક બ્લુ જીન્સ ,સફેદ કેનવાસના બુટ પહેરીને ક્રીશટલ મોલની એ રીલીંગ પાસે જાણે કોઈ મોડલ ફોટો શૂટ કરાવતો હોય એમ પ્રિયાની રાહ જોઈને ઉભો હતો અને તેના હાથમાં એક ગીફ્ટ હતી.

પ્રિયાને સામે થી આવતા જોઈ તે ખુબજ ખુશ થઇ જોરથી રાડ પાડી, “પ્રિયા અહી”, અને દોડીને તેની પાસે જઈને ભેટી પડયો.

“ઓય,પ્રતિક પબ્લિક પ્લેસ છે,થોડુક તો યાર ધ્યાન રાખ,કોઈ ઓળખીતું જોઈ જશે તો હું હેરાન થઇ જઈસ”,પ્રિયા થોડા અણગમા સાથે બોલી.

સોરી સોરી હવે થી ધ્યાન રાખીશ,અને જો તારા માટે આ મસ્ત ગીફ્ટ લાવ્યો છું.

પ્રિયા ગીફ્ટ ખોલીને જુવે છે તો એમાં એક ખુબજ સુંદર નામનું સોનાનું પેન્ડલ નીકળે છે.બેશક પ્રિયા એ જોઇને ખુશ થાય છે પણ પ્રતિકને કહે છે,જો પ્રતિક મને આવી કોઈ ગીફ્ટ,મોંઘી વસ્તુ તું મારા માટે લાવ એ મને જરાય પસંદ નથી.હકીકતમાં હું નથી માનતી કે ગીફ્ટથી કે કોઈ મોંઘી વસ્તુ થી પ્રેમને તોલાય અને આવા ખોટા ખર્ચાની જરા પણ જરૂર નથી.મને તુ ફક્ત તારો સમય અને પ્રેમ આપ.

પ્રિયાની આ વાત પ્રતિકના હૃદય ખુબ ઊંડે સુધી ઉતરી ગઈ અને આજ છોકરી તેના માટે યોગ્ય છે એવું માની તેનો હાથ પકડીને બોલ્યો,” મારો સમય,મારો પ્રેમ અને હું હવે ફક્ત તારોજ.”

*****

પ્રતિક અને પ્રિયા બંને લોકો દરરોજ મળતા થયા. શની રવિ મુવી જોવા જવું ,ક્યાંક બહાર જમવા જવું ,અને આખો દિવસ એકબીજાની સાથે ફોનમાં વાતો કરવી,બંને ને એકબીજાની ઓછા સમય માં આદત પડી ગઈ હતી. બંને ના સબંધો વિષે હજી સુધી કોઈને પણ ખબર ન હતીપ્રિયાએ પ્રતિક પાસે એક વિચિત્ર શરત રાખી હતી કે તેના અને પ્રતિકના સંબધો વિષે હાલ કોઈને જાણ ના થાય ફક્ત પ્રિયાના મમ્મીને આ વાતની જાણ હતી. પ્રિયાના પપ્પાની ગેરહ્જરીમાં પ્રતિક તેના ઘરે પણ જતો અને પ્રિયાના મમ્મીને પોતાની દીકરી માટે એ ખુબ પસંદ પણ હતો.

ધીરે ધીરે સમય વીતવા લાગ્યો પ્રતિક હવે પોતાના શોખ એટલે કે કવિતા અને વાર્તાઓ પર વધારે ધ્યાન દેવા લાગ્યો,એ સમય જે પ્રતિક આખો દિવસ પ્રિયા સાથે ફોન અને મેસેજ થી વાતો કરતો એ વાતો હવે ઓછી થવા લાગી પણ પ્રિયાને હજી સુધી તે વાત થી કઈ તકલીફ ન હતી ઉલટાનું એ તેને સાથ આપતી અને બંને ના સારા ભવિષ્ય માટે પ્રતિક મહેનત કરે છે એટલે પૂરેપૂરો તેને સહયોગ કરતી.

પ્રતિક ધીરે ધીરે કવિ સંમેલન અને વાર્તા શિબિરોમાં વધારે જવા લાગ્યો. કોઈ દુકાનો કે શો-રૂમ માટે જાહેરાતો માટે કવિતાઓ લખવી અને વીડિઓ ની સ્ક્રીપ્ટ બનાવવા લાગ્યો સ્થાનિકમાં તે એક ખુબજ સારો કન્ટેન્ટ રાઈટર બનીને ઉભરીને આવ્યો હતો બહુજ થોડા સમયમાં તે પ્રખ્યાત થવા લાગ્યો હતો.

એક દિવસ સાંજે પ્રતિક અને પ્રિયા કોફી કાફે માં બેઠા હતા અને અચાનક પ્રિયાએ પ્રતીકને પૂછ્યું, “તારે મને ફક્ત હા જ પડાવવી હતી ને ?

પ્રિયા નો આ સવાલ પ્રતિકને સમજાણો નહિ અને પૂછ્યું ,”શું કહેવા માંગે છે તું?”

એમજ કે તને મારા માટે સમય જ નથી આપણા સબંધોને તું હવે સમય આપી શકતો નથી,તો ખાલી હા જ પડાવવા મને પ્રપોઝ કર્યું હતું.પ્રિયાએ એ ખુબજ દુ:ખી થતા કહ્યું.

પ્રતિકે પ્રિયાનો હાથ પોતાના હાથમાં લઈને તેને પંપાળતા કહ્યું, જો બકા જે કરું છું એ આપણાજ ભવિષ્ય માટે કરું છું.

“હું તને ના નથી પાડતી કે તું આ બધું ના કર,પણ તારો થોડો સમય મને પણ આપ.મેં તને કહ્યું હતુંને મારે ફક્ત તારો સમય અને પ્રેમ જ જોઈ છે.”પ્રિયાએ રડતા રડતા કહ્યું .

અરે યાર તું પ્લીઝ રડવાનું બંધ કર, આઈ પ્રોમિસ હવે એવું નહિ થાય.પ્રતિકનું આવું કહેતા જ પ્રિયા તેને ભેટી પડી અને પ્રતિક બોલ્યો કંટ્રોલ પ્રિયા કન્ટ્રોલ જાહેર સ્થળ છે અને બંને હસવા લાગ્યા.

થોડા દીવસો બધુ સરખું હતુંને એવું ચાલ્યું, પ્રિયા અને પ્રતિક પાછા મળવા લાગ્યા ને પહેલા ની જેમ ફોનમાં વાતો કરવા લાગ્યા,પરંતુ પ્રતિક્ના સપના ખુબજ મોટા હતા તે પાછો વાર્તાઓ અને સ્ક્રીપ્ટ બનાવવા લાગ્યો અને એટલી હદે વ્યસ્ત થઇ ગયો કે પ્રિયાના મેસેજ અને કોલને ઇગ્નોર કરવા લાગ્યો.હવે તો દરરોજ મળવાનું ભાગ્યેજ થતું અને તેઓ અઠવાડિયામાં એકાદ વાર મળતા.બેશક પ્રતિક પ્રિયાને પ્રેમ કરતો જ પણ કોને પ્રાથમિકતા આપવી તે નક્કીના કરી શકતો.

“એક દિવસ અચાનક પ્રતીકે પ્રિયાને સામેથી ઓફીસ સમય દરમિયાન કોલ કર્યો અને તેનો કોલ એકજ રીંગ માં પ્રિયા એ ઉપાડી લીધો,તેના ચહેરા પર પ્રતિકના કોલ ની અલગ જ ખુશી હતી.

“હાય!પ્રિયા શું કરે છે ,I HAVE A SOME GOOD NEWS,YOU DON’T BELIVE મારી બે વાર્તાઓને પુસ્તક સ્વરૂપે છાપવાનું પ્રકાશને નિર્યણ કર્યો છે.અને કામ ચાલુ થઇ ગયું છે અને ખુબજ સારું એવું વળતર મળશે.”

પ્રિયા એ ફક્ત એટલુજ કહ્યું.

અરે મને એમ કે તું ખુબજ ખુશ થઇશ પણ ...

અરે ના બકા એવું નથી હું ખુબજ ખુશ છું તારા માટે. અત્યારે ઓફીસમાં ઘણું કામ છે સાંજે વાત કરી ?પ્રિયાએ કહ્યું

ઠીક છે આજે સાંજે હું તારા ઘરે આવીશ.પ્રતિકે જવાબ આપ્યો.


પ્રિયા આ સમાચાર સાંભળી ખુશ હતી પરંતુ દુ:ખી પણ હતી કે હવે પ્રતિક વધારે સમય વાર્તાઓ પાછળ વિતાવશે. બંને ના સબંધો પર હવે તેને અલ્પવિરામ લાગતું હોય એવું દેખાતું હતું.

*********

સાંજે પ્રતિક સ્વીટ નું બોક્ષ લઇ પ્રિયાના ઘરે પહોંચે છે,તેની અપેક્ષા વિરુધ્ધ પ્રિયાના પપ્પા અનુરાગ દેસાઈ આજે ઘરે હાજર હતા. તેમને જોઈ પ્રતિક થોડો ડર્યો અને તેમને પગે લાગ્યો.

અનુરાગ દેસાઈએ પ્રતિકને તેના વિષે પૂછ્યું,તેનું વતન ,રાજકોટમાં કેટલા સમયથી નોકરી કરે છે વગેરે.


પ્રતિક ખુબજ સરળતાથી તેનો જવાબ આપતો ગયો.તેના ચહેરા પર થોડા અચરજ ભાવ હતા કે કેમ અનુરાગ દેસાઈ તેની સાથેની પહેલીજ મુલાકાતમાં આ રીતે બધી પૂંછ-પરછ કરે છે.

“પ્રિયાએ વાત કરીકે તારા બે પુસ્તકો પ્રકાશિત થઇ રહ્યા છે, હવે આગળનો શું વિચાર છે ? રાજકોટ માજ રહેવાનું કે પછી બીજી જગ્યા પર જવું છે, અનુરાગ દેસાઈએ પૂછ્યું.


હા ઘણી મહેનત પછી પુસ્તકો પ્રકશિત થઇ રહ્યા છે અને આગળતો હું નોકરી છોડી સંપૂર્ણ સમય લેખક બનવા માટેના પ્રયાસો કરું છું.પ્રતિકના આ જવાબથી પ્રિયા અને તેના મમ્મી પપ્પા ત્રણેય અચરજ થી એકબીજાના સામે જોઈ રહ્યા હતા.અનુરાગ દેસાઈ મનમાં થોડા ગુસ્સે થઇ ગયા પરંતુ ગુસ્સો કાબુમાં મેળવી બોલ્યા,સરકારી નોકરી છોડીને લેખક બનવું છે ?એતો નોકરી સાથે પણ થાય,જો બેટા શોખ અને બીજું બધું પોતાની જગ્યા પર હોય પણ નોકરી છોડી આવું પગલું ના ભરાય.અને લગ્ન પછી નોકરી વગર કઈ રીતે ચાલે??હવે પ્રતિક પ્રિયાની સામે એક્દમ અચંબાથી જુવે છે.


પ્રિયાએ મને તમારા વિષે બધી વાત આજે જ કરી છે,આપણી જ્ઞાતિ અલગ છે છતાં મેં તમારા લગ્ન માટે પ્રિયાની પસંદગી પર તૈયારી બતાવી છે પરંતુ આજે તને મળીને મારે હવે ઘણું વિચારવું પડશે.


લગ્ન ??? હજી તો જીવન સેટ નથી થયું અંકલ .લગ્ન માટેતો મારે પણ હજી સમય જોઈ છે મેં હજી એ વિષયમાં કાઈ જ વિચાર્યું નથી. પ્રતિકે જવાબ આપ્યો.


પ્રિયાની આંખોમાં આંસુની ધારા વહી જતી હતી.અને અનુરાગ દેસાઈ પોતાની જગ્યા પરથી ઉઠ્યા અને પ્રતિકને કહ્યું,” નાઈસ ટુ મિટ યું,યંગ મેન, જીવનમાં કોઈ જયારે કોઈ લક્ષ્ય બનાવ અને નોંકરીના છોડવી હોય અને પ્રિયા સાથે લગ્ન કરવા હોય તોજ તેની જોડે સબંધ રાખજે,તું જઈ શકે છે.


પણ અંકલ અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ ,પ્રતિક બોલ્યો


ફક્ત પ્રેમ થી પેટ ના ભરાય અને તું એવો કોઈ મોટો લેખક નથી જેના ભરોશે હું મારી દીકરી તને સોંપી દઉં,અને એતો દુરની વાત તારોતો ક્યાં હજી લગ્ન કરવાનો વિચાર છે.

પ્રિયા એને તેના મમ્મી આ તરફ રડવા લાગ્યા.પ્રતિકને એવું લાગ્યું કે તેનું અપમાન થયું છે એવું વિચારીએ પ્રિયાના ઘરેથી નીકળી ગયો.

*******. ક્રમશ:

ક્રમશ:

Share

NEW REALESED