Besharm Ishq - 1 books and stories free download online pdf in Gujarati

બેશર્મ ઈશ્ક - ભાગ 1

(બેશર્મ ઈશ્ક)
(લગ્નના બંધન વગર પ્રેમના બંધને બંધાઈ લિવઈનમાં રહેતા કપલની જીવનસફર....)

(નમસ્કાર હું શૈમી ઓઝા "લફ્ઝ"આપ સમક્ષ સમુદ્ર મંથન ધારાવાહિક સ્પર્ધામાં એક નવલકથા પ્રસ્તુત કરું છું,એક મનમોજીલા યુવાન અને સિદ્ધાંતવાદી યુવતીનું એકાએક ટકરાવવુ ને આમ પ્રણયપાશમા બંધાઈ શાનભાન ભુલી જવું... એ આકસ્મિક ઘટનાને સિરીઝમાં પ્રસ્તુત કરીશ....."બેશર્મ ઈશ્ક"....આપ વાચી પ્રતિભાવ આપવાનું ચુકશો નહીં...)

બેશર્મ ઈશ્ક ભાગ:1

અમદાવાદના નારોલ વિસ્તારમાં હતો,લોકો દિવસ હોય કે રાત માનવમેળાથી છલકાઈ રહ્યો હોય છે અને જો એવું ન હોય તો આશ્ચર્યજનક કહેવાય,આ વિસ્તારમાં એક મનહરભાઈ શાહનો પરિવાર રહેતો હતો,તેમના પરિવારમાં એમનાં ધર્મપત્ની સુનંદાબહેન તેમની દિકરી સિયા અને દિકરા પ્રધ્યુમ્ન સાથે રહેતા હતાં,નાનુ કુટુંબ સુખી કુટુંબ તે ભાવનાથી તેઓ રહેતા હતા.સૌ સંપીને રહેતા હતા.મધ્યમવર્ગીય પરિવારની સમસ્યાઓ શું હોય તે જાણો જ છો આપ,બેઉ સંતાનો તેમના ભણવામાં હોશિયાર અને ઈતર પ્રવૃત્તિમાં પણ અવ્વલ હતા.બેઉ ભાઈબહેન સરખી ઉંમરના હોવા છતાંય બંન્નેમાં જમીન આસમાનનો ફર્ક હતો.બંન્ને ભાઈ બહેન એકબીજાથી તદ્દન વિરુદ્ધ સ્વભાવના.
સિયા તેના જીવન માટે બહુ ગંભીર અને શાંત હતી.જ્યારે પ્રધ્યુમ્ન મનમોજી યુવાન હતો,તેને જીવનને ક્યારેય ગંભીરતાથી લીધું જ નહીં.ખાઉપીવુ ને મોજ કરવી મિત્રો સાથે રખડતા રહેવું,આ વાત મનોહર ભાઈને ખૂંચતી હતી.મિત્રો રખડવાનો આનંદ પણ અનેરો હોય છે.

મનોહરભાઈ પ્રેમાળ પિતા હતા,સંતાનોને કોઈ વસ્તુની ખોટ ન સર્જાય તેનું પુરુ ધ્યાન રાખતા.પોતાના શોખ એકબાજુ રાખી સંતાનોના શોખ અને ભણતરમાં તેઓ લાગી ગયેલા,પત્ની સુનંદા પણ પતિના શ્રમયજ્ઞમાં સાથ આપી રહ્યા હતા.
પણ ભણવાની બાબતે તેઓ બહુ કડક પિતા હતાં,તેઓ અશિસ્ત કોઈપણ હિસાબે ન ચલાવતા.તેમની દિકરી સિયા તેમનો ગર્વ હતી,દિકરો પણ તેમને અતિશય વ્હાલો હતો,અને પ્રધ્યુમ્ન થોડો જીદ્દી પણ હતો,દિકરો અભ્યાસને ગંભીરતાથી લે તેવું તેઓ ઈચ્છતા હતાં.
પરંતુ પ્રધ્યુમ્ન એજ કરતો જે એને ગમે.બંન્ને સંતાનોની પ્રગતિ જોઈ માં બાપની છાતી ગજગજ ફુલતી હતી.આમનું પણ કંઈ એવું જ હતું.

સિયાની ઈચ્છા હતી કે તે ભણીગણીને ડોક્ટર બની ગરીબ દર્દીઓની સેવા કરે,પણ મનોહરભાઈની આવક બહુ ઓછી હતી,પિતાએ પ્રદ્યુમ્નનો પણ ખર્ચ ઉપાડવાનો હતો તો સિયાએ પોતાના સપનાંને વાળી તેને આર્ટસ લાઈન પસંદ કરશે.પ્રદ્યુમ્ન પણ ભણવામાં હોશિયાર હતો તો તેને નક્કી કર્યું કે તે બહેનનું અધુરુ સપનું તે પુરૂ કરશે,તેને સાયન્સમાં બી ગ્રુપ પસંદ કરશે.પરંતુ વિધાતાને કંઈ બીજું જ મંજૂર હતું.પણ પરિણામની હજીવાર હતી વેકેશનનો માહોલ હતો."ભવિષ્યની ચિંતા છોડી વર્તમાન જીવી લો મજાથી ફરી જીવન મળે કે ન મળે પણ આનંદ મોજથી જીવી લો આ ફંડા પ્રધ્યુમ્નનો હતો.
પ્રધ્યુમ્નના તન મનમાં વેકેશનનો માહોલ છવાઈ રહેલો,તે આનંદ કરી રહ્યો હતો.પિતાએ પોતાના બેઉ સંતાન માટે નીતિ નિયમો ઘડેલા, ક્યારે કયુ કામ કરવું, એ...સિયા પપ્પાની ન ગમે તો પણ માનતી આમ પણ આપણા સંકુચિત સમાજમાં છોકરીઓને તો ક્યાં કોઈ પસંદગી આપવામાં આવે છે?ખાલી તેમની ઉપર પોતાનો મત ઠોકી બેસાડવામાં જ આવે છે ગમે કે ન ગમે તો પણ
તેને પણ પપ્પાનું આ જક્કી વર્તન તેને પણ નોહતુ જ ગમતું,પણ આપણા સમાજમાં એક વાક્ય બહુ પંકાયેલુ છે"દિકરીને ગાય જ્યાં દોરે ત્યાં જાય."એમને કંઈ પસંદગીનો મોકો જ ન આપવામાં આવે ગમે કે ન ગમે મમ્મી પપ્પા કે એ જ કરવું.આ હાલત સિયાની પણ હતી,પ્રધ્યુમ્ન મરજીનો માલિક હતો.તે તો એને જે ગમે તે જ કરતો.હજી બાળક છે જેમ સમય આવશે તેમ બદલાઈ જશે તેમ સમજી સુનંદાબહેન દિકરાના તોફાન મસ્તીને નજર અંદાજ કરતાં હતા.

સુનંદાબહેન બહુ સંસ્કારી સરળ,મધુભાષી સ્ત્રી હતા,પતિની ઓછી આવકમાં પણ ઘર કેવી રીતે ચલાવવું તેમને તેમની બા પાસે ગળથૂથીમાં મળ્યું હતું.
પોતાના શોખને એકબાજુ રાખી બાળકોના શોખ અને અભ્યાસને વધુ મહત્વ આપ્યું.અત્યારે તો બાળકો સ્કૂલમાં ભણી રહ્યા હતા.પણ તેમને બાળકોના ભવિષ્ય માટે પૈસા બચાવવા કરકસર કરેલી,આ તો દરેક મધ્યમ વર્ગીય પરિવાર કરતો હોય છે.હું તમારી સામે એવા જ મધ્યમ પરિવારની વાત લઈ આવી છું.
પ્રધ્યુમ્ન બહાર નિકળી જ રહ્યો હતો ત્યાં જ ઘરમાં થી ત્રાડ પડેલી,એ ત્રાડ બીજા કોઈની નહીં પણ પિતા મનોહરભાઈની હતી."એ જનાબ ક્યાં નિકળ્યા આપ...આમ...એકાએક"
મનોહરભાઈ ગુસ્સામાં લાલ હતા.પપ્પા અત્યારે વેકેશન છે ધોરણ 10નું મારે પણ બહાર મિત્રો જોડે ફરવું હોય કે નહીં પપ્પા તમે સમજો,પ્રધ્યુમ્ને પપ્પાને ખુબ વિનંતી કરી પણ પપ્પા ટસના મસ ન થયા
"મનોહરભાઈએ ના પાડી છતાંય આ બાબતે પ્રધ્યુમ્ન તેમની મરજી ઉપરવટ થઈ તે બહાર નિકળી ગયો,મનોહરભાઈ ગુસ્સામાં હતા,એમને બહુ પ્રયત્ન કર્યો પણ પ્રધ્યુમ્ન એમની વાત સાંભળવા તૈયાર નો'હતો;

"સુનંદા અને સિયા આજે તો આ છોકરાને પાઠ ભણાવીને જ રહે ખબરદાર સુનંદા અને સિયા તમે વચ્ચે આવ્યા છો તો આજે તમારી પણ ખેર નહીં...."

આજે તો ઘરે આવવા દો આ છોકરાની ખેર નહીં આજે તો હું આને મેથીપાક ન આપુ તો હું એનો બાપ નહીં.... આજે હું કોઈનું કંઈ જ નહીં સાંભળુ...

રાત્રીના બાર વાગ્યા,પ્રધ્યુમ્નનો ફોન પણ એન્ગેજ આવી રહ્યો હતો. જે મમ્મી પપ્પાની ચિંતામાં વધારો કરી રહી હતી.સિયા અને સુનંદાબહેન દિકરાની ચિંતામાં રડી રહ્યા હતા.

મનોહરભાઈ ઉકળાટમાં કહે;"પ્યારી સુનંદા રડી લે મનભરી ને તને મારો ખભો ઈનામ છે,રોઈ લે મનભરીને પ્રાણપ્રિયા..."

"અરે...સિયાના બાપુ તમારી ડાગળી ચસ્કી ગઈ છે કે શું...???" આ સમયે પણ તમે આવા ગતકડાં કરતા લાજતા નહીં...."

અરે....આપણો દિકરો કેવી હાલમાં હશે શું કરતો હશે એનો વિચાર સુદ્ધાં તમને નથી આવતો ને અરે....તમને ક્યાંથી આવે...તમે હંમેશા બીજા ઉપર પોતાના નિયમો થોપતા રહો છો સંતાનો ના મનની ઇચ્છા જાણ્યા વગર??"

મનોહરભાઈ ગુસ્સામાં કહે"હું બાપ છું દુશ્મન થોડી છું,હું જે કંઈ કરે એ દિકરાના સારા માટે કરે આ નિયમ પણ એના માટે જ તો હતો,એ તો મને ન સમજી શક્યો માન્યામાં આવે પણ તમે પણ મન સમજી શક્યા....આ તો બહુ ખેદજનક વાત છે."

પણ હું તો માં છું,માં પોતાના લોહીથી મોઢું કેવી રીતે ફેરવી શકે તમે જ કહો...અને જો માર દિકરાને કંઈ થઈ ગયું તો હું તમને આજીવન માફ નહીં કરું.

સિયા વચ્ચે ઉદાસ અવાજે કહે છે,મમ્મી પપ્પા માફ કરજો તમારા વચ્ચે હુ બોલી રહી છું મારે બોલવું તો ન જોઈએ પણ તમે આ ઝગડવાનુ બંધ કરો,નથી સારું લાગતું,એકબીજા પર દોષારોપણ કરવા કરતાં ભાઈને શોધવા નિકળીએ તો સારું છે..."

મનોહરભાઇ તાડૂકતા બોલે
"આજે તો ખરેખર હું નહીં છોડું તને કહું છું સુનંદા એ ઘરે આવે એટલી જ વાર....જો જો આજે તો હું એને છોડે નહીં,એ આવે એટલી જ વાર...

સિયા વિનંતીપુર્વક કહે "પાપા શાંત થઈ જાવ તો તમે એકવાર પહેલાં તો"

(પ્રધ્યુમ્ન ગયો હોય તો પણ ક્યાં ગયો હોય છે,ઘરે પાછો આવશે?મનોહરભાઈ પ્રધ્યુમ્ન ને સજા આપશે?આપશે તો કેવા પ્રકારની સજા આપશે...સુનંદાબહેન અને સિયા દિકરાને પિતાના મારથી બચાવશે કે કેમ "બેશર્મ ઇશ્ક"વાંચવાનુ ભૂલશો નહીં)

વધુમાં હવે આગળ...