Mahobbatno vaar, Pyaarni Haar - 1 books and stories free download online pdf in Gujarati

મહોબ્બતનો વાર, પ્યારની હાર - 1

મહોબ્બતનો વાર, પ્યારની હાર ("મહોબ્બતની રીત, પ્યારની જીત"નું પ્રિકવલ)


"મારું દિલ બહુ જ ઉદાસ થઈ ગયું છે યાર, જેની સાથે સાત સાત વર્ષ જોડે રહ્યાં આમ એકદમ જ કેમ?!" એ વિચારની સાથે જ દિલ બહુ જ ઉદાસીથી ભરાઈ ગયું. જાણે કે સ્યુસાઇડ જ કરી લઉં એવું દિલ કરવા લાગ્યું. જાણે કે આગળ એક મોટી ખીણ છે અને સાહારા માટે કઈ જ નહિ. કોઈ અંધારો ઓરડો છે.."

"કોઈના માટે પ્યાર આખી જિંદગી હોય છે તો કોઈનાં માટે ખાલી એક મજાક?! શું અમે સાથે રહ્યાં એ બધું મજાક જ હતો?! એણે કેમ મારું ના વિચાર્યું?! દિલ ખુદને જ સવાલ કરતું હતું. મને મારાથી ઘીન આવતી હતી."

"કોઈ એક વ્યક્તિ પાછળ આખી જિંદગી બરબાદ કરી દેવી એ કઈ આસાન વસ્તુ તો નહિ ને. કેમ એને મારી સાથે આવું કર્યું. હું જ મળી હતી. એણે ખબર તો હતી કે મેં મારી આખી લાઈફ એના માટે જ બરબાદ કરું છું તો પણ એન મોંકા પર જ એને કેમ મારો સાથ છોડી દીધો હશે?! એણે થોડી પણ દયા કેમ નાં આવી?!"

પારૂલ ને હું આ હાલતમાં બિલકુલ નહોતો જોવા માગતો. જોઈ પણ કેવી રીતે શકું યાર! એકદમ એ સુધબુધ ખોઈ ચૂકેલ કોઈ પાગલ જેવી લાગતી હતી.

આ મારી પારૂલ તો નહોતી. એ તો કેટલી હસમુખ અને બિન્દાસ્ત હતી. અરે! જો અમુકવાર હું કે નેહા પણ જો લો ફીલ કરીએ તો એ એની વાતોથી અમને થોડીક વારમાં તો હસતા કરી દેતી.

અમને સૌને હસાવનાર ની આ શું હાલત હતી?! આખરે કોને અને કેમ એની આ હાલત કરી દીધી હતી?! શું મળ્યું હશે એને આ ફૂલ જેવી છોકરીને આમ સાવ ઉદાસ કરી ને?!

આખરે મારાથી ના જ દેખાયું તો હું બીજા રૂમમાં ચાલ્યો ગયો. હું ખુદનાં આંસુઓને છુપાવી રહ્યો હતો. હા, તો પોતે ખુદ એ તો એ હાલતમાં પણ નહોતી અને જો હું પણ રડીશ તો એને હોશમાં કોણ લાવશે! એકલતામાં હું ખાસ્સુ રડ્યો, જેને આપણે પ્યાર કરીએ, જેના માટે આપના દિલમાં બહુ જ લાગણી હોય, આપને ક્યારેય એને દુઃખી નહિ જોઈ શકતાં.. ભલે તું દૂર હોય, પણ હંમેશાં તું ખુશ રહે તો તને ખુશ જોઈને હું પણ ખુશ થઈ જઈશ ને! હું હંમેશાં વિચારતો.

થોડીવારમાં હું ફરી એની પાસે ગયો.

"જે થયું એ તું જરા પણ ચિંતા ના કર, અમારી સામે દેખ, અમે તો છીએ જ ને!" મેં એને સમજાવવા ચાહ્યું. એ સીધી જ મને વળગી પડી અને જોર જોરથી રડવા લાગી. હું કે નેહા એને ડિસ્ટર્બ નહોતાં કરવા માગતા.

"યાર, એને ખબર જ હતી કે એક એના સિવાય મારું દુનિયામાં કોઈ જ નહિ, તો પણ એને મારો સાથ છોડી દીધો! એણે થોડી પણ દયા નહિ આવી હોય!" એ સિસકી ભરી રહી હતી. સાચું કહું તો દિલ તો કરતું હતું કે એને કહી જ દઉં કે તું જરા પણ ચિંતા ના કર, ભલે એ નહિ, પણ હું તો છું જ ને! હું ક્યારેય તારો સાથ નહિ છોડું! મેં પણ એને હગ કરી લીધું હતું. અને આ હગની સાથે જ જાણે કે હું એના દુઃખને પણ મારામાં સમાહિત કરી રહ્યો હતો.

વધુ આવતા અંકે...

એપિસોડ 2માં જોશો: "ના, એવું કઈ ના હોય, ઓકે! ભગવાન એક રસ્તો બંધ કરે તો બીજા બે રસ્તાં ખોલી દે છે! તું હિંમત ના હાર, હું છું ને! નેહા પણ છે, આપને ત્રણ છીએ તો તું શું લેવા આટલું બધું ટેન્શન લે છે!" હું એને સમજાવવા મથી રહ્યો હતો, પણ જેને લાઇફમાં આટલો મોટો ધોકો મળ્યો હોય, એ તો આ બધું કેવી રીતે સમજી શકે?! અને ભૂલ એની પણ તો નહોતી ને, એની જગ્યાએ કોઈ પણ હોય એ આવું ના જ સહન કરી શકે ને!