Shapulaji no Banglo - 1 books and stories free download online pdf in Gujarati

શાપુળજી નો બંગલો - 1

"કાળી ડીબાંગ રાત આજે કાળા વાદળો થી ધેરાયેલી હતી. સર્ સર્ વહેતી હવા તેને વધારે ભયાવહ બનાવતી હતી. અંધારું થાય તેની પહેલા જ તે જગ્યા ના લોકો ઘર ના અંદર જઈને બેસી ગયા હતા. કોઇની પણ એટલી હિંમત ન હતી કે તે લોકો ઘરની બહાર નીકળી શકે.
જેવો જ રસ્તો અને આસપાસ ની જગ્યા સમસાન થઈ આઠથી દસ માણસો હાથમાં બંદૂક લઈને પાંચ માણસોને પોતાની સાથે લઈ જવા લાગ્યા.તે પાંચ લોકોના ચહેરા ઉપર કાળા રંગનું કપડું બાંધવામાં આવ્યો હતો જેનાથી તે લોકોનો ચહેરો છુપાયેલો હતો. તે પાંચ માણસોના હાથ પાછળના તરફ બંધાયેલા હતા. હાથની સાથે સાથે તે લોકોના એક એક પગ એકબીજાથી બંધાયેલા હતા. જેનાથી તે લોકો ભાગી ન શકે.
આસપાસ ખૂબ જ અંધારું હતું એટલે કોઈના પણ ચેહરા દેખાતા ન હતા. સૌથી આગળ ચાલવા વાલા માણસ પાસે બંદૂકની સાથે સાથે એક ફાનસ પણ હતી. તેના અજવાળાને લીધે તે આગળ વધી રહ્યો હતો અને બાકીના માણસો તેના પાછળ પાછળ ચાલી રહ્યા હતા.
થોડીવાર ચાલ્યા પછી તે લોકો એક મોટા બંગલાના પાસે આવીને ઊભા રહી ગયા. બંગલાનો મોટો ગેટ ત્યાં ઉભેલા માણસે ખોલી દીધો. તે લોખંડ થી બનેલો મોટો ગેટ મોટા અવાજના સાથે ખુલી ગયો. તે લોકો તે બંગલા ની અંદર ચાલ્યા ગયા.
તે બંગલા ના આજુબાજુ મસાલ બળતી હતી. તે બંગલા ના પાસે ખૂબ જ મોટી બધી જગ્યા હતી જેમાં અત્યારે સુંદર ફુલો આવેલા હતા. તે મોટા લોખંડના ગેટની થોડા બાજુમાં જ એક મોટું બધું કૂવો હતો. જેનું પાણી આ લોકો વાપરી રહ્યા હતા. તે બંગલો ખૂબ જ મોટો અને ખૂબ જ સુંદર હતો.
થોડીવારમાં જ તે બંગલામાંથી એક માણસ અને તેની સાથે ત્રણ અંગ્રેજ ઓફિસરો બહાર આવ્યા. તે માણસે નાથા ઉપર પાઘડી પહેરી હતી અને સુંદર રેશમી વસ્ત્રો તેને ખૂબ જ રૂવાબદાર દેખાવ આપી રહ્યા હતા. તેના હાથમાં એક લાકડી હતી જે વગર કારણે તેને તેના પાસે રાખી હતી. તેણે તે લાકડી ના ઈશારા થી તે પાછી લોકોના ચહેરા પરનો કપડાં હટાવવાનો કહ્યું.
જ્યારે તે લોકો અજવાળવામાં આવ્યા ત્યારે ખબર પડવા લાગી કે જે લોકો તે પાંચ લોકોને બંધી બનાવીને લાવ્યા હતા તે હિન્દુસ્તાની હતા પણ પોલીસમાં નોકરી કરતા હતા. તે લોકોએ તે જમાનાની પોલીસની વર્દી પહેરી હતી.
એક માણસે મારા પરથી બધા લોકોના ચહેરા પરથી કપડા હટાવવાનું ચાલુ કરી દીધું. તે બધાના હાથ બાંધેલા હતા અને પગ પણ બાંધેલા હતા વળી તે હથિયાર બંધ પોલીસ ઓફિસરોના સામે ઊભા હતા છતાં પણ તે લોકોના ચહેરામાં ડર દેખાતો ન હતો.
સૌથી આગળ ઉભેલા માણસના ચહેરા પર એક અલગ જ સ્માઈલ દેખાઈ રહી હતી. તેને તે પાઘડી વાળા માણસના તરફ જઈને કહ્યું.
" શાપુળજી, અંગ્રેજ સરકારના ચમચા, મને લાગે છે કે અંગ્રેજોના સાથે રહીને તમને પણ પીઠ પાછળ ઘા કરવાનું આવડી ગયું છે."
તે રોબદાર માણસનું નામ શાપુળજી હતું. તેમણે કંઈ જવાબ ના આપ્યો ફક્ત ચહેરા પર એક કુટીલ મુસ્કાન દેખાવા લાગી. તેની બાજુમાં ઉભેલા એક જવાન પોલીસ ઓફિસરે આગળ આવીને કહ્યું.
" યુ બ્લડી સ્વાઈન, શટ યોર માઉથ. આઈ વિલ કીલ યુ ઓલ એન્ડ મેરી યોર બિલવ્ડ રેવા."
રેવા નું નામ સાંભળીને તે જવાન ક્રાંતિકારી દાંત પીસીને કહ્યું.
" મારી રેવા નું નામ તારા મોં માં આવવું ન જોઈએ. તેના તરફથી નજર પણ બાળીને જોયું ને તો અલ્લાહ કસમ તારી આંખો મારા હાથોથી ફોડી દઈશ."
એમ કહીને તે ક્રાંતિકારી પોતાની જગ્યાએથી ઊભો થઈ અને તે અંગ્રેજ ઓફિસર ઉપર ઝપટવાનો પ્રયત્ન કરવા લાગ્યો.પરંતુ તેના હાથ અને પગ બંને બંધાયેલા હોવાથી તે મજબૂર હતો નહીં તો અત્યારે કદાચ તે ઓફિસરનું ખૂન જ કરી દેતો.
તેની વાત સાંભળીને શાપુળજી એ મહેંગી મોજડી પહેરેલા પોતાના પગથી તે ક્રાંતિકારી ને એક જોરદાર લાત મારી. લાત પડવાથી તે ક્રાંતિકારી નીચે પડી ગયો કારણકે અત્યારે તે ખૂબ જ મજબૂર હતો. તેના નીચે પડવાથી બાકીના લોકો પણ નીચે પડી ગયા કારણકે બધાના પગ એકબીજાથી બાંધેલા હતા.
શાપુળજી એ તે ક્રાંતિકારી ના નજીક જઈને પોતાની લાકડી તેના ચહેરા ઉપર રાખીને કહેવા લાગ્યા.
" અસલમ તારી હિંમત કેમ નથી મારી દીકરીનું નામ તારા જીભ ઉપર લાવવાનું. મારી દીકરીને હું જીવતી બાળી મૂકીશ પણ તારી સાથે ક્યારે જવા નહીં દઉં. હું મારી દીકરીના લગ્ન આ ઓફિસર ડીકેન્સની સાથે જ કરીશ."
તે ક્રાંતિકારી નું નામ અસલમ હતું અને બીજા બાજુમાં ઊભેલા ઓફિસર નું નામ ડીકેન્સ હતું. અસલમ એ શાપુળજી ના તરફ જોઈને પૂછ્યું.
" મેં એના ઘણા લોકો જોયા છે જે પોતાના રૂપા માટે ઈમાન અને ધર્મ પણ અંગ્રેજોની સામે મૂકી દેતા હોય છે પણ તમે તો તમારી દીકરીને જ તેની સામે રાખી દીધી. તમને ખબર હશે ને કે આવા માણસોને શું કહેવાય છે?"
શાપુળજી ને એની વાતો પર ખૂબ જ ગુસ્સો આવતો હતો એટલે તેની પોતાના નોકરી કે તેના ચહેરા ઉપર વારંવાર મારવા લાગ્યા અને ત્યાં જ તેના પાછળથી એક મીઠો અને દુઃખી અવાજ આવ્યો.
" પિતાજી એને છોડી દો એમાં એનો કંઈ વાંક નથી. મૈં જ તેમને..."
શાપુળજી એ પોતાનો હાથ બતાવીને તે છોકરીને રોકી દીધી અને તેનો તરફ જઈને શાપુળજી તેની પાસે ગયા અને તેનો હાથ જોરથી પકડીને કહ્યું.
" તારી હિંમત કેમ થઈ ઘરની બહાર આવવાની? શું કીધું હતું મૈં તને? તારા રૂમની બહાર પગ નહીં મુકવાનું. અને શું કહેતી હતી તું? આ ક્રાંતિકારી ને તો મળવું જ હતું કારણ કે તેણે અંગ્રેજ સરકારની સાથે ગદ્દારી કરી છે."
તે છોકરી શાપુળજી ની દીકરી રેવા હતી. તે કંઈ કહેવા માટે પોતાનું મોં ખુલતી જ હતી કે શાપુળજી એ તેના ગાલ પર જોરદાર તમાચો માર્યો અને તેને અંદર જવાનું કહ્યું. રેવા ને આવી રીતે જોવું અસલમ માટે અસહનિય હતું તેણે ગુસ્સામાં જોરદાર અવાજથી કહ્યું.
" ખબરદાર શાપુળજી..."
તે કંઈ કહે એ પહેલા જ ડિકેન્સ એ રેવા ને પોતાના તરફ ખેંચી લીધી અને શાપુળજી ના તરફ જોઈને ગુસ્સામાં કહેવા લાગ્યો.
" હાઉ ડેર યુ ટુ સ્લેપ માય ડાર્લિંગ રેવા?"
રેવાને પોતાને આવી રીતે પકડતા જોઈને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેને જોરદાર તમાચો ડિકેન્સ ના ગાલ ઉપર જડી દીધો.એક અંગ્રેજ ઓફિસરના ગાલ ઉપર પડતો તમંચો જોઈને ત્યાં ઉભેલા બધાની આંખો હીરાનીથી ફાટી ગઈ. ડિકેન્સ એ અસલમના તરફ જોયું તો તેના ચહેરા પર એક ગર્વથી ભરેલી મુસ્કાન હતી. તેના ચહેરા પર મુસ્કાન જોઈને ડિકેન્સ એટલો ગુસ્સો આવ્યો કે તેને કઈ વિચાર્યા વિના જ પોતાના માસીની પિસ્તોલ અસલમ ઉપર અને બાકીના ક્રાંતિકારીઓ ઉપર ચલાવી દીધી."
" હે ભગવાન પછી શું થયું?"
ખુરશી ઉપર બેસીને એક માણસ પોતાના હાથમાં કાગળ અને પેન લઈને સામે બેસેલા વ્યક્તિ સાથે સવાલ કરી રહ્યો હતો. કાગળ અને પેન લઈને તે બેસીને વ્યક્તિની ઉંમર પચ્ચીસ વર્ષના આસપાસની હતી અને તે દેખાવમાં કોઈ લેખક જેવો દેખાતો હતો.
આ કહાની સંભળાવા વાળી તે વ્યક્તિ જેની ઉંમર લગભગ સાઠ વર્ષના આસપાસની હતી અને તે શાંતિથી બેસીને આ બધી વાત કહી રહ્યો હતો. સામેવાળી વ્યક્તિનો સવાલ સાંભળીને તેને પોતાના ચહેરા પર એક ફીકી સ્માઈલ લાવીને કહ્યું.
" પછી શું થયું? થવાનું શું હોય અભય સાહેબ? તે બિચારી રેવા તેની સામે જ તે જે વ્યક્તિને પ્રેમ કરતી હતી તેને મારી નાખવામાં આવ્યો. સાંભળવામાં આવે છે કે પછી તે છોકરીએ ત્યાં જ બનેલા તે કૂવામાં ઝંપલાવી દીધું અને સામેથી મૃત્યુનો સ્વીકાર કર્યો. એક સ્ત્રી તેનાથી વિશેષ કરી પણ શું શકે છે?"
કાગળ અને પેન લઈને બેસેલી વ્યક્તિનું નામ અભય હતું. તેને એક લાંબો શ્વાસ લીધો અને સામે બેઠેલી વ્યક્તિના તરફ જઈને કહ્યું.
" તે વાત બરાબર નથી કે એક સ્ત્રી તેનાથી વિશેષ કંઈ કરી શકે તેમ નથી ગજાનન કાકા. હા પણ તે બીજું શું કરી શકતી હતી કારણ કે આ બધું કરવાના પાછળ તો ખુદ તેના પિતાજીનો જ હાથ હતો. એક દીકરી પોતાના બાપને તેનાથી વિશેષ સજા શું દઈ શકે?"
અભય એ પોતાના કાગળ અને પેનને બાજુમાં રાખી દીધી અને ગજાનન કાકા જે તેને ત્યાં કામ કરતા હતા તેના તરફ જઈને પૂછ્યું.
" તો તમારો કહેવાનો અર્થ એ છે કે તે દિવસ પછી તે શાપુળજી નો બંગલો શ્રાપિત બંગલો થઈ ગયો છે અને જે પણ વ્યક્તિ ત્યાં રોકાય છે બીજા દિવસે તેની લાશ જ મળે છે?"
" એવું નથી કે તે વ્યક્તિની લાશ બીજા દિવસે જ મળે છે પણ કોઈની તો ક્યારેય મળતી જ નથી. ફક્ત તેનો સામાન મળે છે જેને બાકીના લોકો લઈને ચાલ્યા જાય છે."
અભય એ થોડો વિચાર કર્યો અને કાગળ અને પેન લઈને ગજાનન કાકાના તરફ જોઈને કહ્યું.
" ગજાનન કાકા મને તેનું એડ્રેસ આપો. હું ત્યાં જઈને રહેવા માંગુ છું અને તેના ઉપર જ મારી આગળની વાર્તા લખવા માંગું છું. અને આમ પણ આ કહાની સાચી હોય તો પણ મને નથી લાગતું કે ત્યાં કોઈ ભૂતિયા ઘટના થતી હશે. મને લાગે છે કે અસલ ની કહાની કાંઈ બીજી જ છે. એટલે હું ત્યાં જઈને તેનો પત્તો લગાવીશ અને પછી તેના ઉપર એક સુંદર વાર્તા બનાવીશ જેનું નામ હશે શાપુળજી નો બંગલો."
ગજાનન કાકાની કહેલી આ વાત શું ખરેખર સાચી છે? શું ખરેખર તે બંગલો શ્રાપિત છે? સુ કહાની છે અસલમ અને રેવાની?