Nishfadta thi Safadta - 1 books and stories free download online pdf in Gujarati

નિષ્ફ્ળતા થી સફળતા - 1

એક દિવસ હું ભણી ને ઘરે આવી અને ખુબ રડવા લાગી...
ચાલો હું તમને કારણ પણ કહું અને આ રડવા પાછળ ની સફળતા પણ કહું...

મારું નામ સોનાલી પટેલ 🕊️ છે. અને આ વાર્તા મારી છે...

હું નાનપણ થી જ ભણવામાં ખુબ નબળી હતી. એવુ પણ ન હતું કે હું મેહનત નતી કરતી. મેહનત મારી હતી. પરંતુ મને ભણતર સમજવામાં નતું આવતું...

જે વિષય હું ભણું છું એ વિષય કેમ?? એ જીવન માં કઈ જગ્યા એ ઉપયોગ થશે, કાંઈ જ ખબર ન હતી...

ભણતર માં નબળી હોવાથી હું ક્યારેય કોઈ ની સાથે હળી મળી નતી શકતી. આખા વર્ગ ખંડ ની સામે મને શિક્ષક દ્વારા વધવામાં આવતી. બધા મારો મજાક ઉડાવતા હતા કે શિક્ષક આને વધ્યા. શિક્ષક એ સોનાલી ને મારી.

હું પેહલે થી અંગ્રેજી માધ્યમ માં હતી. પણ મારી શાળા માંથી મારાં માર્ક્સ ના લીધે ફરિયાદો આવવા લાગી. મારાં માતા - પિતા ચિંતિત હતા મારાં માટે. ત્યારે બધા ને હતું કે મને કદાચ અંગ્રેજી માધ્યમ માં તકલીફ પડે છે. એટલા માટે હું ધોરણ 6 થી ગુજરાતી માધ્યમ માં આવી ગયી.

અચાનક વાતાવરણ મારાં માટે બદલાઈ ગયું. નવા માણસો, નવી જગ્યા, નવી ભાષા, નવું ભણતર, નવી રીત...

હું વધારે આ બદલાયેલા વાતાવરણ માં ગુંચવાતી ગયી. અંગ્રજી માધ્યમ માં અંગ્રેજી ભાષા થી ભણાવામાં આવતું હતું અને ગુજરાતી માધ્યમ માં ગુજરાતી ભાષા થી...

મારાં માર્ક્સ હજી પણ સાવ નબળા આવતા હતા. જયારે શાળા માં શિક્ષકો ભણાવતા હતા ને ત્યારે મન માં ઘણા બધા પ્રશ્નો આવતા પણ એ કદાચ મને શિક્ષક બોલશે તો, બધા મારો મજાક ઉડાવશે તો... બસ આ ડર ના લીધે ક્યારેય પ્રશ્નો પૂછવાની હિંમત જ ના થયી.

મારાં મન મા એ પ્રશ્ન પણ આવતો કે માર્ક્સ થી જીવન માં શું મળશે?? બધા કહે છે સારા માર્ક્સ થી પાસ થવાનું, સારા માર્ક્સ આવશે તો જીવન માં ખુબ પ્રગતિ મળશે...

શિક્ષક એ જ ભણાવતા જે ફક્ત ચોપડી માં આપેલું હતું. ચોપડી માં આપેલું જીવન માં ક્યાં કામ આવશે એ ક્યારેય સમજાવવામાં નથી આવ્યું...

શિક્ષણ માર્ક્સ થી ઓળખાતું હતું પરંતુ શિક્ષણ તો જ્ઞાન થી ઓરખાય છે ને...

ગુજરાતી માધ્યમ માં હું વધારે ગુંચવાતી ગયી. ત્યાં હું એકલતા માં ખોવાતી ગયી.

સમય જતા હું ધોરણ 8 માં આવી ગયી. ત્યારે હું classes માં જતી હતી. એ વખતે અમારે ટેસ્ટ લેવાઈ હતી. અને જયારે માર્ક્સ આવ્યા ત્યારે મારે zero ( 0 ) માર્ક્સ આવ્યા. ત્યારે બધા ની સામે સાહેબ એ મારો મજાક ઉડાયો અને બધા મારાં પર હસવા લાગ્યા.

હું ખુબ જ કંટાળી ગયી હતી. આ ભાર વાળા ભણતર થી. અંદર થી હું સાવ ભાંગી ગયી હતી. એક નબળી સ્ટુડન્ટ મને બધા એ કહી અને હું મારી જાત ને નબળી માનવા પણ લાગી...

ઘરે જઈને ખુબ રડવા લાગી. અને કહ્યું પપ્પા મારે classes એ નથી જાવુ...


( આટલા શબ્દો જ હું કહી શકી અને મારાં પપ્પા નો જવાબ સાંભળવા માટે આપણે મળીયે આવતા ભાગ માં...)

આવતા ભાગ માં મારું જીવન બદલાઈ ગયું હતું... અને મારી સફળતા ના મારાં હીરો મારાં પપ્પા હતા...

મળીયે આવતા ભાગ માં જો તમને આ વાર્તા ગમી હોઈ તો આગળ share ચોક્કસ કરજો...

મારી લખેલી બીજી વાર્તાઓ :

1 ) ચાલો આપણે પણ માણસાઈ ના દિવા બનીયે
2 ) પ્રાર્થના નો સ્વીકાર

જય શ્રી કૃષ્ણ 🙏🏻