Nehani parino sarang - Last Part books and stories free download online pdf in Gujarati

નેહાની પરીનો સારંગ - 4 - અંતિમ ભાગ (સીઝન ફિનાલે)

નેહાની પરીનો સારંગ - 4 - અંતિમ ભાગ (સીઝન ફિનાલે)

"મિસ્ટર દાસ, શેમ ઓન યુ! હાવ હિલેરીયસ!" સારંગ રીતસર તાડુક્યો.

"વેઈટ, મિસ્ટર ભટ્ટ, આઈ હેવ નોટ ડન એની થિંગ!" એણે કહ્યું તો બંને ની પગ નીચે થી જમીન સરકી ગઈ.

"વૉટ ડુ યુ મીન?!" પરી બોલી.

"મિસ નેહા પાઠકે અમને તમારી કંપની ની સેન્સિટિવ ઇન્ફોર્મેશન આપી હતી!" એ સજ્જન બોલતો હતો.

"ઓ માઈ ગોડ!" પરી થી ઉદગાર નીકળી ગયો.

"એમને અમને ખાસી મોટી રકમ ની માગણી કરી હતી અને સાથે જ સારંગ પણ માંગ્યો હતો. પણ એ એક જગ્યા એ માત ખાઈ ગઈ એણે નહોતી ખબર કે એક વાર જ્યારે અમારી કંપની ડૂબતી હતી ત્યારે મિસ્ટર સારંગ પ્રાઇવેટ કંપની એ જ અમારી આર્થિક મદદ કરી હતી! હું જ એમનો અહેસાનમંદ હતો!" આ કહેતા કૃતજ્ઞતા થી મિસ્ટર અડવાણી ની આંખો ભરાઈ આવી.

"ન્યુઝ માં એ ફેક ઇન્ફર્મેશન પણ અમે જ કરાવી હતી! અમારે નેહા ની નજર માં પણ નહોતું આવવાનું! પણ જ્યારે વાત તમારા જેવા એક વિવેકશીલ વ્યક્તિ પર આવે તો તો મારે માટે સૌભાગ્ય કહેવાય અને મારે પેલો અહેસાન પણ તો ઉતારવાનો હતો!" એણે બોલ્યે રાખ્યું.

"આગળ ની પ્લાનિંગ એ છે કે હવે નેહા ને સારંગ આપી દેવાશે એ જાણવા જ કે એનો ઇરાદો શું છે!" મિસ્ટર અડવાણી નાં કલીગ એ કહ્યું.

મિસ્ટર અડવાણી નાં કલીગ એ નેહા ને કોલ કર્યો - "સારંગ ભટ્ટ લાવી દેવા માં આવ્યો છે! તું પણ આવી જા!"

🔵🔵🔵🔵🔵

પરી સાથે સૌ બીજા રૂમ માં ચાલ્યા ગયા. ત્યાં થી સંતાઈ ને જોવા નાં હતા.

નેહા એન્ટર થઈ એણે સારંગ ને જોઈ ને કહ્યું, "વાઉ! માય હબી આવી ગયો મારી પાસે! કેવો પિંજરા માં પૂરેલા સિંહ જેવો લાગે છે!" એણે અટ્ટહાસ્ય કર્યું.

પરી એ કોલ પર નેહા ને એના બોયફ્રેન્ડ સાથે વાત કરતા સાંભળી હતી એ બહુ જ અશ્લીલ રીતે વાત કરતી હતી તો એણે એક વાર તો ખયાલ આવી પણ ગયો હતો કે સારંગ આવું ના જ કરી શકે જોકે એ વાત આજે સત્ય સાબિત થઈ રહી હતી.

"શેમ ઓન યુ!" પરી રૂમ ની બહાર આવી ગઈ!

"વોટ ધ હેલ ઇસ ધીસ!" એણે ચીસ પાડી.

"યુ આર અંડર એરેસ્ટ, મિસ નેહા પાઠક! કંપની ની માહિતી ને લીક કરવાના ઝુલ્મ માં, અમારી પાસે સબૂત છે!" મિસ્ટર અડવાણી નાં કલીગ એ હાથકડી કાઢી.

"સર, આઈ એમ સો સોરી!" પરી દિલગીર હતી.

"ધેટ્સ ઓલ રાઇટ, સ્વીટ હાર્ટ!" સારંગ બોલ્યો.

(સમાપ્ત)

સીઝન 2ની એક ઝલક: "ઓય જો તારે ઉપેન્દ્ર ને જીવતો જોઈતો હોય તો મને તારો સારંગ આપી દે! એક દિવસ નો સમય આપુ છું! વિચારી લે તારે સારંગ જોઈએ છે કે ઉપેન્દ્ર!" નેહા કોલ પર મક્કમતા થી બોલી.

"અરે એ તારો પણ ભાઈ છે! ઓ મગજ તો ઠેકાણે છે તારું!!!" પરી ગુસ્સા અને તિરસ્કાર નાં મિશ્ર ભાવ થી બોલતી હતી.

"મારે તો બસ મારો સારંગ જ જોઈએ છે! કોઈ પણ કિંમતે!" નેહા એ અજીબ ખુમારી થી કહ્યું અને કોલ કટ કરી દિધો.

"સર, એણે ઉપેન્દ્ર ને કિડનેપ કરી લીધો! અને હવે એ એના બદલા માં તમને માગે છે!" પરી એ માંડ રોકી રાખેલા આંસુ નીકળી જ ગયા.

"એણે મને એક દિવસનો વિચારવાનો સમય આપ્યો છે! સર, હું ઉપેન્દ્ર અને તમને બંને ને ખૂબ જ ચાહું છું!" પરી રડતા રડતા સારંગ ને ભેટી જ પડી.