ek dikri nu balidan in Gujarati Motivational Stories by Priya books and stories PDF | એક દીકરી નું બલિદાન

The Author
Featured Books
Categories
Share

એક દીકરી નું બલિદાન

"ઘરનું સાચું ઘરેણું એટલે તે ઘરની દીકરી,

અને દીકરીનું સાચું ઘરેણું એટલે તેના સંસ્કાર. "

દીકરી શબ્દના સ્મરણ સાથે જ જાણે ઘરનું ખિલખિલાટ ભર્યું આનંદમય અને ખુશીઓથી છલોછલ ભરેલો એક સુખી પરિવાર નજરે ચડી જાય. દીકરી એટલે બાપનો શ્વાસ, દીકરી એટલે માં નો પડછાયો, અરે દીકરી એટલે દેવી લક્ષ્મી. પિતા શ્રીમંત હોય કે પછી ગરીબ પણ એની દીકરી માટે એ‌ રાજા જ હોય છે એની દીકરીને એ પહેલેથી જ રાજકુમારીની જેમ આભુષણોથી સુસજ્જ રાખે છે. દીકરી પરણીયે હોય ને એને પગમાં ઝાંઝર પહેરાવે થોડી મોટી થાય ત્યાં કાનમાં બુટ્ટી, નાકમાં નથણી, ડોક માં હાર એમ જાણે સાક્ષાત દેવી લક્ષ્મી. પરંતુ આ એના બાહ્ય દેખાવને સાથે એનું સાચું ઘરેણું એના સંસ્કાર કે જે એના વ્યવહારથી સ્પષ્ટ થાય છે એની વાણીમાં એની ઝલક મળે છે. ક્યારેક આ જ સંસ્કારની ઓડમાં એને એના સ્વપ્ન પણ છૂપાવી દેવા પડે છે. જેવી દીકરી યુવાવસ્થા સુધી પહોંચે કે એની બોલવાની ઢબ, એના વ્યવહાર, એના મોજ શોખ, એનો ગમો અણગમો બધું જ જાણે સંસ્કારનાં ત્રાજવે તોલાય છે, ક્યારેક આ ત્રાજવું એટલું ભારે બની જાય છે કે એની ત્યાં સુધી ની બધી જ મહેનત, બધા જ સ્વપ્ન પણ એનું પલડું ભારે નથી કરી શકતા અને એ એના રુધિરિવાજ કે માન્યતાઓને સંસ્કાર રૂપી ઘરેણું માની પહેરી લે છે. ક્યારેક મનમાં મૂંઝાય છે તો ક્યારેક લડવા કે ઘરેણાં ને છોડવા પણ તૈયાર થઈ જાય છે પરંતુ છેવટે એને એ જ ઘરેણાં પહેરીને મરણોત્તર જીવવું પડે છે.

આટલી વાત કરતા અહીં મને મારી ખુબ નજીકની સહેલી માનસીની વાત યાદ આવી ગઈ. વધુમાં જણાવું તો માનસી સ્વભાવે શીતળ, દેખાવે સુંદર, નમણી આંખો, ભરાવદાર ચહેરો, કાળા ઘૂંઘરાળા વાળ, ૫. ૧"ની ઊંચાઈ અને એના સ્વભાવ પ્રમાણે એનો પ્રિય કલર સફેદ, એમાં તો ખરેખર પરી જાણો. એટલું નહિ અભ્યાસમાં પણ રુચિ હોવાથી ક્લાસમાં પણ ફર્સ્ટ રહેતી. એને બીજી પ્રવૃત્તિમાં પણ એટલો જ ઉત્સાહ. માનસીનું પ્રતિભાશાળી વ્યક્તિવ્ય પહેલી જ મુલાકાતમાં સામેવાળાને જાણે નિસ્તેજ બનાવી દેતી. પરંતુ, માનસી પર જવાબદારી પણ હતી એના સંસ્કાર ઘરેણાંની. વાસ્તવમાં તો સંસ્કાર વ્યક્તિત્વને નિખારે છે એમાં કોઈ જ શંકાને સ્થાન નથી બીજા શબ્દોમાં કહું તો મહેકનું પ્રતિભાશાળી વ્યક્તિવ્ય કદાચ એના સંસ્કાર ને લીધે જ હતું.

માનસી એક સામાન્ય પરિવારની દીકરી. પણ એનો પરિવાર સંસ્કારને માનથી ભરેલો. મહેકને પણ પહેલેથી જ સારા સંસ્કરોનું જ્ઞાન મળેલું, મોટા ને માનથી નાના ને પ્રેમથી બોલવું, બીજાની મદદ કરવી, હંમેશા ઘરના સભ્યોની વાત સાંભળવી અને એને અનુસરવું, માનસી ઘરમાં પણ સૌની લાડકવાયી અને ખૂબ લાડકોડથી ઉછરેલી દીકરી. એના પપ્પા એક સામાન્ય નોકરી કરતા હોવાથી ઘરની આર્થિક પરિસથિતિ પણ સામન્ય હતી એ છતાં નાનપણથી એના બધા જ સ્વપ્નો પૂરા થયેલા એ હંમેશા ઈશ્વરનો આભાર માનતી કે એને જગતના શ્રેષ્ઠ માતાપિતા મળ્યા છે એના માતા એના માટે માં કરતા મિત્ર પહેલા. જોતજોતંમાં મહેક સ્કુલનો અભ્યાસ પૂરો કર્યો. અને ધો. -૧૨ સાયન્સ પાસ કર્યું. એ પછી આગળના અભ્યાસ માટે એને ઘર છોડી હોસ્ટેલમાં જવાનું થયું અત્યાર સુધી માત્ર ઘરની થઈને રહેલી દીકરી હવે શહેરમાં જવા માટે તૈયાર થઈ ગઈ. માનસીને એના શાંત સ્વભાવને લઈને સ્કૂલમાં બીજી બે જ મિત્રો હતી. હવે એને દુનિયામાં જવાની શરૂઆત કરી હતી એમ કહું તો પણ કઈ ખોટું નથી કેમ કે અત્યાર સુધી એની દુનિયા માત્ર એનો અભ્યાસ અને એનો પરિવાર, જોકે પરિવાર તરફથી પૂરતો સ્નેહ અને સાથ મલતોહોવાથી એને ક્યારેય મિત્રોની ખોટ વર્તાતી ન્હોતી.માનસીને ૧૨સાયન્સમાં સારા માર્ક્સ મળ્યા હોવાથી એને મેડિકલ કોલેજમાં એડમિશન મળી ગયું હતું જોકે એનું જ એક સ્વપ્ન ડોક્ટર બનવાનું હવે સાર્થક થવા જઈ રહ્યું હતું તેથી એ ને ઘર છોડવાની દુઃખ એટલું ન્હોતું પણ હોસ્ટેલમાં કોલેજમાં બધાની સાથે સેટ થવાની ચિંતા જરૂર હતી. મહેક એના સંસ્કારરૂપી ઘરેણાં સાથે કોલેજમાં આવી પહોંચી, એના સરળ સ્વભાવ અને ઉદાર વ્યક્તિત્વના લીધે તેમજ અભ્યાસમાં પણ સારી હોવાથી એને કોલેજમાં પણ સારું સ્થાન બનાવી દીધું.

આ તરૂણા ઉંમરે સહજરીતે વિજાતીય આકર્ષણ લગભગ બધાને થતું જ હોય છે, આમ છતાં માનસીએ મનને માત્ર એના સ્વપ્નમાં જ રચ્યું રાખ્યું અને એને પોતાની અભ્યાસ ચાલુ રાખ્યો. તે દરમિયાન એનાજ ક્લાસનો એક છોકરો જે એના કોલેજ નો પ્રથમ મિત્ર હતો કોલેજના પ્રથમ દિવસે મુલાકાત થઈ અને બંને અભ્યાસમાં સારા હતા બંનેના વિચારો પણ મળતા, જ્યારે જ્યારે માનસી ઘરને યાદ કરતી કે બીજા કોઈપણ કારણે દુઃખી થાય તો તરતજ એને પોતાનાપણું આપતો. એ માનસી કરતા ૨વર્ષ મોટો હતો અને સમજુ પણ. માનસી એનામાં પોતાના પિતાની છબી જોતી, અને એમાં કંઈ ખોટું નહોતું કેમ કે મહેક જ્યારે ઘરે હતી ત્યારે એના પિતા એનું ધ્યાન રાખતા એના એ મિત્ર પણ એનું ધ્યાન રાખતો, માનસી હોસ્ટેલમાં રહેતી તો એને બધી વસ્તુ પહોંચાડી જતો અરે... ક્યારેક એ મહેક માટે એના ઘરેથી ટિફિન પણ લઈ આવતો. હવે.. માનસી ને મમ્મી ની સાથે એક બીજો ગાઢ મિત્ર મળી ગયો એનું નામ હતું રાજ. રાજ પણ દેખાવે સારો, શરૂઆતમાં એના વાળ થોડા લાંબા રાખતો પછી માનસીના કહેવાથી એને વાળ ટૂંકા કરવી દીધેલા રાજ માનસી ની પસંદ નાપસંદ બધું જાણતો એને હવે પોતાની પણ પસંદ માનસી જ હતી. પરંતુ એ માનસીના સ્વભાવને જાણતો એને એની સારી મિત્રથી દૂર થઈ જવાના ભયથી એને ક્યારેય કોલેજમાં કહ્યું ન્હોતું, માનસી સિવાય બધાયે એમના સંબંધને નામ આપીજ દીધેલું. જોતજોતામાં બંને MBBS ના છેલ્લા વર્ષમાં પહોંચી ગયા. બંનેની મિત્રતા હવે પ્રેમમાં પરિણમ્યો. પરંતુ આજે પણ રાજ માનસી નારાજ ના થઈ જાય એનું પૂરી તકેદારી રાખતો. હવે તો રાજ જાણે મહેકની આદત જ બની ગયેલો પહેલા માનસી નાની મોટી વાતો મમ્મી જોડે કરતી એ હવે રાજ જોડે કરતી. એવામાં એક દિવસે માનસીની રૂમમાં રહેતી એની મિત્રોએ એને મજાકમાં જ કહી દીધું કે રાજ તેને ખૂબ ચાહે છે, એ વાત સાંભળી માનસી ત્યાંથી ચાલી ગઈ પરંતુ રૂમમાં આવીને મનમાં એ ખૂબ ખુશ થઈ. આ બાજુ રાજના મિત્રોએ પણ રાજને માનસીને પોતાના દિલનીવાત જણાવવા કહ્યું. બીજા દિવસે જ્યારે માનસી રાજ મળ્યા તો બંને લાયબ્રેરીમાં વાત કરવી શરૂઆત કરી અહીંં જ એ પ્રથમવાર પણ મળેલા. રાજ ની હિંમત નહોતી માનસીને પોતાના દિલની વાત જણાવવાની એને પોતાની એક બુકમાં એક કાગળ મૂકીને માનસીને આપી. જોકે રાજના વર્તનમાં એના શબ્દોની ગડમથલમાં
માનસી સમજી ગઈ કે એને કંઇક કહેવું છે, અને માનસી પણ એના શબ્દો સાંભળવા આતુર હતી. પછી બંને સાથે જમ્યા અને દરરોજની જેમ છૂટા પડ્યા. માનસી હોસ્ટેલમાં જઈ પેલો કાગળ વાંચ્યો, અને એમાં રાજના શબ્દો કે જે એ કહી ના શક્યો, પરંતુ આજે એ બધું જ માનસી એની આંખોમાં વાંચી લીધું હતું. હવે, એને કાગળ વાંચવાની શરૂઆત કરી તો એમાં રાજે લખ્યું હતું કે,

"હું અહીં મારી મનની વાત જણાવું છું, મારે માટે તું એક મિત્ર છે તો મારે તને મારા મનની વાત તો કહેવી જ રહી, હું આપણી કોલેજની એક છોકરીને પ્રેમ કરું છું અને તું એને બરાબર ઓળખે છે. હું આખો દિવસ એની સાથે જ રહું છું કોલેજ ના પ્રથમ દિવસથી હું એને ઓળખું છું એ સ્વભાવે શીતળ છે પરંતુ એટલીજ સંવેદનશીલ પણ. એનું નામ મહેક છે પરંતુ, એ મારાથી નારાજ ના થઈ જાય એટલે આ બધું હું તને જણાવું છું કેમ કે તું મારી ખાસ મિત્ર છે. "

પ્રેમપત્ર માં પણ પોતાની મિત્રતાને અડીખમ રાખીને માનસીનેે પોતાની દિલની વાત જણાવી. માનસી આ વાંચીને નચિઉઠી એને તો રાજને પોતાનું સર્વસ્વ માની લીધું. બીજા દિવસે એજ કાગળમાં નીચે માનસી "એ છોકરી તારા માટે યોગ્ય જ છે" એવું લખી એ બુક રાજને પરત કરી. રાજ માનસીના જવાબ માટે ખૂબજ આતુર હતો, અને એટલો ડર પણ. એના મનમાં કેટલાય સવાલો હતા કે, શું મહેકે કાગળ વાંચ્યો હશે ??શું માનસી એનો જવાબ આપશે? અને શું આપશે?? શું એ એની મિત્રતાને ગુમાવી દેશે??..... આજે રાજ માનસીની રાહ જોતો બેઠો હતો ત્યાજ માનસીએ એની બુક પાછી આપી, થોડીવાર બંને એકબીજાની સામે જોઈ રહ્યા આજે જાણે એમને કોલેજના ૫ વર્ષની વાતો બધીજ એક મિનિટમાં કરી દીધી. રાજે ધીમેથી બુકમાં જોયું તો એ કાગળ એમ જ હતો એને લાગ્યું કે કદાચ માનસી વાંચ્યું નહિ હોય, એમ વિચારી એણે કાગળ લઈ લીધો ને એને ફેકવાજ જતો હતો ત્યાં જ એની નજર પડી માનસી ના લખેલા શબ્દો પર. રાજે જાણે આજે આખી દુનિયા જિતિલિધી હોય એમ એની છાતી ફુલાય ગઈ. ત્યાજ રાજની આંખો માનસી પર પડી માનસીએ નજર ઝુકાવી લીધી જાણે કે રાજના બધા પ્રશ્નોનો જવાબ માં માનસી એક પલક ઝુકાવીને સમર્થતા આપી દીધી હતી. અને હવે બંને વચ્ચે એક નવા સંબંધની શરૂઆત થઈ. રાજ માનસી પર અથાક પ્રેમ વરસાવતો અને માનસી રાજના પ્રેમમાં ભીંજાઈ જતી. માનસી રાજના ઘરે પણ જઈ આવી એના ઘરમાં રાજ ના માતા પિતા જ હતા. એ પણ હવે
માનસીને દીકરીની જેમ રાખતા. હવે છેલ્લા વર્ષના ૨દિવસ બાકી હતા મહેક એની હોસ્ટેલમાં બેઠા બેઠા રાજના વિચારોમાં હતી ત્યાં જ એનો ફોન રણક્યો એને જોયું તો એની મમ્મીનો હતો એને ફોન પર વાતકરવાની શરૂ કરી એના મમ્મીએ એના અવાજમાં રહેલ ખુશી ને પારખી ગયા અને
માનસીને પૂછ્યું તો માનસી મમ્મીને રાજ વિશે જણાવ્યું, જોકે એની મિત્રતા વિશેતો જાણતા હતા પરંતુ માનસી આજે કહ્યું કે એને રાજ પસંદ છે એની મમ્મી એની ખુશી જોઈને કઈ કહી ના શક્યા ત્યારે પરંતુ એમને જાણે એ વાત જ સાંભળી ના હોય એમ માનસી ને બીજી વાતો કરી. માનસી ને થોડું અજુગતું લાગ્યું પણ એને કંઈ ધ્યાન ન આપ્યું. માનસી અને રાજે એક જ હોસ્પિટલમાં જોડે નોકરી કરવાનું નક્કી કરેલું અને પછી માનસી ઘરે આવી.

ઘરે આવતા જ એ ઘરની રીતોથી અવગત હતી તેમ જ વર્તતી. માનસી હવે પહેલા જેટલી શાંત ન્હોતી, એને જાણે રાજની સંગતે રંગી દીધી હતી. એના પપ્પાએ અમસ્તાં જ માનસીના વખાણ કરતા પૂછી લીધેલું તો માનસી રાજની વાત કહેવી શરૂ કરી દીધી પરંતુ ત્યાં જ એના મમ્મીએ એને રોકી દીધી અને બીજા કામમાં મોકલી દીધી. હવે માનસી એના પપ્પા સાથે જ રાજની વાત કહેવી નક્કી કર્યું. અને એ જ સાંજે એના પપ્પા માનસી માટે પોતાના ઘરની નજીકની હોસ્પિટલમાં નોકરી માટેની ઑફર લઈ આવ્યા અને એની સાથે જ એના પપ્પાએ એને જણાવ્યું કે મારી દીકરી મારા ઘરનું આભૂષણ છે. ત્યાં જ એના પોતાના ઘરેણું પણ યાદ આવી ગયું. માનસી પપ્પાની વાતનો આદર કર્યો એને તો પણ મનની વાત કહેવી શરૂ કરી ત્યાજ એના પપ્પાએ એને સમજાવ્યું કે બેટા, તું મારી દીકરી છે પણ સાથે તું મારું નામ, મારું માન, મારું ગૌરવ છે, તું જ મારી સંપતિ છે ને તું જ આ ઘરનું સાચું ઘરેણું પણ ત્યાં જ એની મમ્મીએ પણ સાર પૂરાવ્યો અને કહ્યું કે તું મારી પડછાઈ છે, અને તારું વર્તન વાણી એજ અમારા તને આપેલા સંસ્કાર, અને હવે અમારી લાજ તારે રાખવાની છે. મહેકને ઓચિંતી ઉદભવેલી આ પરિસ્થિતિની કઈ ખ્યાલ ના આવ્યો એને ફરીથી એના મમ્મી તરફ જોયું એના મમ્મીએ તેને હવે જોડે બેસીને ફરીથી વાત કરવી શરૂ કરી હવે એના મમ્મી ને પણ કદાચ ગોળગોળ વાત કરવી ફાવી નહિ હોય તો એમને પણ માનસીને સીધું જણાવવું યોગ્ય લાગ્યું, એમને કહ્યું કે રાજ ફક્ત મિત્ર સુધી જ સીમિત છે કેમ કે એ આપણા સમાજમાં નથી. ત્યાં જ હવે માનસીને પપ્પાના બધા શબ્દો વાગોળવા માંડ્યા એમનું માન, નામ, લાજ, અને સંસ્કાર. અને આ બધાની સામે રાજનો પ્રેમ. હવે મહેક માટે પણ રાજનો પ્રેમ સમાજ એને સંસ્કાર ના તોલે માપાઈ રહ્યો હતો. છેલ્લી મુલાકાતે રાજ સાથે કરેલી વાતો એને પાછા આવવાની અને સાથે નોકરી કરવાના આપેલા વચન બધું જ એક પળમાં મિથ્યા બની ગયું. ત્યાં જ અચાનક ફોનની રીંગ વાગી જોયું તો રાજનો ફોન માનસીએ બેઘડી વિચાર કર્યો પરંતુ એને રાજ ના કાગળમાં લખેલા શબ્દો યાદ આવ્યાં કે તું મિત્ર તો છે, એ વિચારની સાથે માનસી રાજને ઘરમાં બનેલી બધી વાત જણાવી રાજ ખરેખર સમજું હતો અને માનસીને સાચા હૃદયથી ચાહતો હતો એને માનસી ધીરજ રાખવા કહ્યું માનસીને પણ રાજની વાત સાચી લાગી એને પણ સમય ને સમય આપવાનું નક્કી કર્યું. ૧ વર્ષ જેવો સમય વ્યતીત થયો માનસીએ દરમિયાન પપ્પાએ જણાવેલી હોસ્પિટલમાં સારવાર આપવાની શરૂ કરેલી. હવે માનસી માટે લગ્ન ની વાતો થવા માંડી માનસી વિચાર્યું કે ફરીથી એકવાર રાજની વાત પર પ્રયત્ન કરી શકાય એને ફરીથી પપ્પા સામે રાજને યાદ કર્યો પરંતું એને કોઈ જ જવાબ ના મળ્યો એના પપ્પાએ પણ વાત ટાળી દીધી. એના મમ્મીએ માનસીને ફરીથી સમજાવવાનું ચાલુ કર્યું એમના સંવાદની વચ્ચે એના પપ્પાએ પણ કહ્યું કે મારી દીકરી એમને નિરાશ નહિ કરે, અને માનસી કેવી રીતે નિરાશ કરી શકે?? માનસીની ખુશી માટે માનસીના ડોક્ટર બનવાના સ્વપ્ન માટે એના પપ્પાએ એમનું સર્વસ્વ આપી દીધું હતું એમના ઘરના ખર્ચ માટે એની મમ્મીએ પણ કામ શરૂ કર્યું હતું, અને જન્મ થી લઈને આજ સુધી એને એક પણ વાર નિરાશ ના થવા દેનાર મા બાપ ને એ કેવી રીતે આજે નિરાશ કરી શકે?? આવા અસંખ્ય વિચારોથી એનું મન ગેરાઈ ગયું ત્યાં જ એના ફોનની રીંગ વાગી અને એને રાજ નો પ્રેમ પણ ઓગાળવા લાગ્યો. આજે એને રાજ સાથે વાત કરવાની પણ હિંમત નહોતી.

રાજ એક ડોક્ટર, દેખાવે સારો, સ્વભાવે સારો સમજુ અને માનસીને સાચા હૃદયથી પ્રેમ કરતો અને એની મિત્રતા પણ એટલી જ સાચી હતી. આ બધું જ હોવા છતાં એકમાત્ર સમાજ ની ભિન્નતાને કારણે રાજનો પવિત્ર પ્રેમ પણ માનસી ના સંસ્કાર ના ત્રાજવે તોલાવા લાગ્યો.

માનસી પણ પહેલીથી સંસ્કારી છોકરી. જેને પોતાની એક પણ ઈચ્છા અધૂરી ના રાખી હોય એવા શ્રેષ્ઠ માતાપિતાની ઇચ્છા એ કેવીરીતે અધૂરી રાખી શકે? એને ખબર હતી કે રાજનો પ્રેમ સાચો છે એને તો એ પણ ખબર હતી કે કદાચ હવે રાજની જેટલો પ્રેમ એને કોઈ નહિ આપે. પરંતુ જે માબાપ માનસીના અસ્તિત્વ માટે જવાબદાર છે એમના પ્રેમ અને એમના સંસ્કાર આગળ રાજનો પ્રેમ નિસ્તેજ બની ગયો. માનસી પોતાના સમાજમાં પોતાના મા બાપ ની ઈચ્છા સાથે લગ્ન કરી લીધાં. આમ સમાજની ભિન્નતા, જાતિવાદ ની નજરે સંસ્કાર નામની ચુંદડી ઓઢી લીધી માનસીને મા બાપ અને રાજના પ્રેમમાંથી કોઈ એક નો પ્રેમ સ્વીકારવો પડ્યો અને આખરે એ સમાજના વિચાર જીતી ગયા.

#########(સમાપ્ત)############

Thank you for reading....