Suryastma Suryoday - 2 in Gujarati Motivational Stories by ︎︎αʍί.. books and stories PDF | સૂર્યાસ્તમાં સૂર્યોદય - ભાગ 2

Featured Books
Categories
Share

સૂર્યાસ્તમાં સૂર્યોદય - ભાગ 2

[ મિત્રો આપણી આગળના ભાગમાં જોયું કે રેખા મારા ઘરેથી સાંજે મળશું તેમ કહીને ચાલી જાય છે ... ]

હવે જુઓ આગળ...

હું રેખા વિશે વિચારતી હતી. ત્યાં અચાનક ડોરબેલ વાગ્યો. દરવાજો ખોલીને જોયું તો...
મારા પતિ .. એક પ્રેમાળ સ્મિત સાથે

હું : શુ વાત છે આજે જલ્દી આવી ગયા..?

દિપેન : હા તારી જૂની મિત્ર જો આવી રહી છે.

હું : હા હા

દીપેન : હા તો ચાલો આપણે બંને જલ્દીથી તૈયારી કરી લઈએ તે લોકો આવતા જ હશે..

અને થોડી વારમાં ડીનરની તૈયારી પણ થઈ ગઈ..
અને ત્યાં જ ડોરબેલ વાગે છે.. અને દરવાજો ખોલી જોયું તો રેખા લોકો આવી ગયા.

હું : અરે આવો રેખા કેમ છો મજામાં ... તેમ કહી રેખાને મેં Hug કરી લીધી ... અને રેખાની સાથે તેને પતિ કોઇ અલગ જ વ્યક્તિ હતા... મેં તેમને નમસ્તે કહીને આવકાર આપ્યો...

રેખા : પ્રતિભા આ મારા પતિ આનંદ છે..
હું : ઓહ... કેમ છો મજામાં ?
આનંદ : બસ બિલકુલ મજામાં..

પછી બધાએ હસી મજાક કરતા કરતા જમી લીધું. ત્યાર પછી દીપેન અને રેખાના પતિ આનંદ બંને જણા બહાર આંટો મારવા ગયા....

હવે મારા મગજમાં ક્યારનો સવાલ ગુચવાતો હતો કે રેખાના પતિ સાગર હતા. અને આ તો આનંદ છે. શું હશે અને શું નહીં ? તેવા સવાલ મગજમાં આવતા હતા. મારાથી રહેવાયું નહિ. અને મેં રેખાને પૂછી જ લીધું...

હું : રેખા આ બધું કેવી રીતે તારા પતિ આનંદ .... ? હું કંઈ સમજી શકતી નથી..

રેખા : પ્રતિભા હું બધું જ કહું છું તને...બેસ મારી પાસે શાંતિથી.. ( રેખાએ મારો હાથ પકડતા કહ્યું...)
હું : હા...

રેખા : જો પ્રતિભા વાત જાણે એમ છે કે.... હું ઘનશ્યામ નગરમાં રહેતી હતી. ત્યાર પછી છ સાતા વર્ષમાં મેં મકાન ખરીદી લીધું. અને હું ત્યાં રહેવા ગઈ. મે પોતાની આત્મનિર્ભરતાથી ઘર વસાવ્યું હતું. તેથી તેની ખુશીમાં મેં ઘરમાં પૂજા રખી હતી. બધા પાડોશીઓને પૂજામાં આમંત્રણ આપ્યું હતું. આનંદ અને તેના પરિવારને પણ આમંત્રણ આપ્યું હતું. એક મદદનીશ પાડોશી તરીકે હંમેશા તે અમારી પડખે રહેતા. આનંદના અને મારા બાળકો ખુબ સરસ રીતે એક બીજા સાથે ભળી ગયા હતા. અને ક્યારેક ક્યારેક અમે એક બીજાના બાળકોને સંભાળી પણ લેતા.

આમને આમ સમય વીતતો ગયો. અને અમારા બાળકો ક્યાં મોટા થઈ ગયા.. તે ખબર જ ના પડી. કારણકે ત્યાં સોસાયટીમાં એક બીજા પ્રત્યેનો સંપ એટલો બધો હતો. કે રોજ બધા વાતોના ગપાટા મારવા એકઠા થતા. દરેક તહેવારોની ઉજવણી સાથે મળીને થતી હતી. ક્યારેક હું એકલી સોસાયટીના બગીચામાં બેઠી હોય તો આનંદ મારી સાથે આવીને બેસતા.

પ્રતિભા : તો તેમના પત્ની....

રેખા : એક વાર જ્યારે અમે બગીચામાં બેઠા હતા.. અને ત્યારે મે સંકોચ સાથે આ જ સવાલ કર્યો હતો. તમારા પત્ની....?
( ત્યારે આનંદે ખૂબ ઉદાસ ચહેરે મને તેનો જવાબ આપ્યો કે.. )

આંનદ : મારી પત્ની સુધા .....અમે જ્યારે 15 -16 વર્ષના હતા. ત્યારે જ અમારી સગાઈ થઈ ગઈ હતી. " જે રીતે તમે જાણો છો પહેલા ના સમયમાં નાની ઉંમરમાં જ સગાઈ અને લગ્ન કરાવી નાખતા હતા. " અને તેના બીજે જ વર્ષે જાન્યુઆરીમાં અમારા લગ્ન થઈ ગયા. ઉંમર ભલે નાની હતી. પણ એકબીજાની સાથે આત્મીયતા ખુંબ ઊંડી હતી. સુધાની સાથે મારા જીવનની એક એક પળ ઉત્સવ હતી. સમય વીતતો ગયો અને એક પછી એક અમને ત્રણ બાળકો થયા. અમે બંને જણા એકબીજાને સમજીને બાળકો તેમજ પરિવારની દેખરેખ રાખતા હતા.

હવે આ એ દિવસની વાત છે કે જે દિવસે 14 ફેબ્રુઆરી અને સુધાનો જન્મદિવસ હતો. કેવી રીતે ભૂલી શકુ એ દિવસને હું ? જે દિવસે મારી જીવનસંગિની મને હંમેશા માટે એકલો મૂકીને જતી રહી.

સુધાનો જન્મદિવસ હોવાથી સુધા હંમેશાની જેમ જ એના જન્મદિવસે સવારમાં તૈયાર થઈને મારા માતા-પિતાને પગ લાગી. અને પછી અમે બધા મળીને મંદિર ગયા . મંદિરેથી આવીને સુધા તો રસોડામાં પોતાના કામે લાગી ગઈ. પછી મારી દીકરી પંખુડી મારી પાસે આવીને બોલી. પપ્પા અાજે મમ્મીનો જન્મદિવસ છે. તો મમ્મીને સરપ્રાઈઝ આપીએ ?

મેં તરત હામી ભરી. અને પછી અમે બધાએ ભેગા મળીને પ્લાન બનાવી દીધો. અને આ સરપ્રાઈઝ પ્લાનમાં મારા માતા-પિતા પણ સામેલ હતા.. અને પછી યોજના મુજબ સુધાને બજારના કામે મોકલી દીધી. અને પછી અમે બધા જલ્દીથી કામે લાગી ગયા. સાંજના 6 : 00 વાગ્યા સુધીમાં બધી તૈયારી થઈ ગઈ. અને પછી બધા સુઘાની રાહ જોતા હતા. અને તેની વાતો કરતા હતા... કે તેને આ સજાવટ આ કેક અને પાછું પેલું એ વેલેન્ટાઈન ડે પણ છે ને ... સુધા તો ક્યારેય કોઈ પણ વસ્તુની માગણી કરતી ન હોતી.. અમારી ખુશીમાં જ તે હંમેશા ખુશ રહેતી.. તો આ બધુ જોઈને તે ખુંબ ખુશ થઈ જશે. અને પાછી મે તેના માટે સોનાની વીંટી પણ ભેટમાં આપવા લીધી હતી. અમે બધા ખૂબ જ ઉત્સુક હતા. તેના ખુશીથી ચમકતા ચહેરાને જોવા.. ખૂબ આતુરતાથી તેની રાહ જોઈ રહ્યા હતા.

પણ આ શું ? 7:00 વાગી ગયા.. હજી સુધી સુધા આવી કેમ નહી ? હવે તો રાહ જોતા જોતા 7: 30 વગી ગયા. આટલા મોડા સુધી ક્યારેય સુધા ઘરની બહાર રહે નહી . તે વખતે મોબાઇલ પણ નવા નવા નીકળ્યા હતા. અને તેથી મેં અમારી મેરેજ એનિવર્સરીમાં તેને મોબાઈલ આપ્યો હતો. તેથી તેની પાસે મોબાઇલ હતો. અમે તેને ફોન કરવાનો પણ ખુબ ટ્રાય કર્યો હતો. પણ તે ફોન પણ ઉઠાવતી ન હતી. હું તેની ચિંતામાં આંટાફેરા કરતો હતો ત્યાં મમ્મી કહે કે.....

આનંદ ચિંતા ના કરીશ હમણાં આવી જશે કદાચ તેની કોઈ મિત્ર મળી હશે રસ્તામાં. અને ફોન પણ એના પર્સમાં કે સ્કૂટીની ડેકીમાં હશે. તેથી ( મમ્મીનો શબ્દ પૂરો થાય એ પહેલાં જ મારા મોબાઈલમાં રીંગ વાગી. ) જોયું તો સુધાનો જ ફોન હતો. મેં ફોન ઉઠાવીને તરત જ કહ્યું. સુધા ક્યાં છે ? તું ફોન કેમ નહોતી ઉઠાવતી ? ખબર છે તારી કેટલી..

( ત્યાં ફોનમાં સામેથી અવાજ આવતો હતો ....હેલો હેલો હેલો...

( અવાજ કોઇ અજાણ્યો લાગ્યો તેથી મેં દબાણભર્યા સાદે કહ્યું. ) કોણ....?

સામેથી અવાજ આવ્યો આ નંબર જે વ્યક્તિનો છે શું તે તમારા સબંધી છે ?

મે કહ્યું હા તે મારા પત્ની છે..

સામેથી : તમે જલ્દીથી સીટી હોસ્પિટલમાં આવી જાઓ તમારા પત્નીનુ અકસ્માત થાયું છે.

આ સાંભળતા જ મારી નજર સામે અંધારું છવાઈ ગયું.. અને મારા હાથમાંથી ફોન નીચે પડી ગયો.. હું તરત જ ભાગતો ભાગતો ઘરની બહાર નીકળ્યો. ઘરના બધા મારી પાછળ દોડતા દોડતા આવ્યા. બધા શું થયું છે શું થયું છે ? તેમ પૂછતા રહયા પણ હું કશું બોલી શક્યો નહીં. અમે સૌ હોસ્પિટલ પહોંચી ગયા. હોસ્પિટલના સ્ટાફની પુછતાછ પછી સુધા પાસે પહોંચી ગયા. હું તેની પાસે ગયો. અને તેનો હાથ પકડી લીધો.. અમે સુધા સુધા એમ કહીને બોલાવતા હતા. પણ તે કોઈ જવાબ આપતી ન હતી. પછી તેણે સહેજ આંખ ખોલી અને તેના પ્રેમાળ સ્મિતથી અમને જોઈ રહી હતી. તેણે આંખ તો ખોલી તેથી અમને હાંસ લાગી. હું તેને જન્મદિવસની ભેટ વીંટી પહેરાવા જઈ રહ્યો હતો. ત્યાં જ તેનો હાથ મારા હાથમાંથી છૂટી રહ્યો હતો. તેની સામે જોયુ તો તેની આંખો બંધ થઈ ચૂકી હતી. અમે ખુબ બોલાવી પણ કોઈ જવાબ મળતો ન હતો..

( એક તરફ ડોક્ટર મને બોલાવતા હતા. ) ડોક્ટરે કહ્યું કે " તમારા પત્નીને જ્યારે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે જ તેમની હાલત ગંભીર હતી. જેથી અમે તમને બચાવી ન શક્યા.. Sorry... આ સાંભળતા જ આખા પરિવાર પર જાણે વીજળી પડી હોય તેમ ..... બધા જ અચંબિત થઈ ગયા. હું બિલકુલ સુન્ન પડી ગયો. અને પછી અમે સૌ ઘરે આવ્યા. અને મારા સગા સબંધીઓ ભેગા થઈ ગયા. અને પછી સુધા પાછળની વિધિ પતાવી...

હજુ તો મારા બાળકો પણ નાના હતા. આઠ દસ વરસના જ .. હું એકલા હાથે આ બધું કેવી રીતે સંભાળી શકીશ.. ? અને કેવી રીતે રહી શકીશ સુધા વગર.. ? આવા વિચારો હંમેશાં મને સતાવ્યા કરતા હતા.. અને સમય વીતતો ગયો..

પણ સુધાની કમી પરિવારમાં બધાને ખલવા લાગી. તેને ક્યારેય મેં મારાથી અલગ કરી ન હતી. તેના પિયર પણ સાથે જતા અને સાથે આવતા. પણ તેની કોઈ શિકાયત ન હતી. કારણકે તે મને સમજતી હતી. કે હું એના વગર રહી નથી શકતો. તે અમારા બાળકોની માતાની સાથે તેમની શિક્ષક બની જતી. મારા માતા પિતાની વહુની સાથે નર્સ બની જતી. હું તો માત્ર પૈસા કમાતો પણ તે પૈસાથી ઘર કેવી રીતે ચલાવવું ? તેની કુશળ ખુબ હતી તેનામાં.. તે હતીને માટે ઘરમાં કોઈને પણ કોઈ વાતની ચિંતા ન હતી. સુધા અમારા ઘરનું સ્થંભ હતી..

મારા માતા-પિતાએ ઘણી વાર સમજાવ્યું કે તું બીજા લગ્ન કરી લે. પણ હું તે કેવી રીતે કરી શકું ? હું સુધાને ખૂબ જ પ્રેમ કરતો હતો. તેને ભૂલી શકતો નથી. તેથી મેં ના કહી દીધી કે હું ક્યારેય બીજા લગ્ન નહી કરું ...

જેમ તેમ કરીને મેં અને મારા પરિવારે પોતાની જાતને સંભાળી લીધા. અને વળી પછા થોડા સમયમાં બીજો ઝટકો લાગ્યો કે.. મારા માતા-પિતા પણ ઉંમર અને બિમારીમાં મૃત્યુ પામ્યા. અને હવે બસ મારા પરિવારમાં અમે ચાર જ જણા છીએ ..સાંભળી લીધી છે હવે પોતાની જાતને અમે લોકોએ....( તેમ કહી ઊંડો શ્વાસ ભરતા આંનદ ત્યાંથી ચાલી ગયા.. )

બસ આ જ રીતે રોજ મળતા રહેતા અને એક બીજાના માટે આત્મીયતા વધવા લાગી. એકબીજાનો સાથ અમને ગમવા લાગ્યો. એક બીજાને સુખ દુઃખની વાતો કરવા લાગ્યા. અને પછી ધીરે ધીરે સમજાયું કે અમે બંને એક બીજાને પસંદ કરવા લાગ્યા છીએ. બંને જણે આ વાતને એક બીજા સમક્ષ મૂકી પણ ખરી. પણ સમાજમાં લોકો શું કહેશે ? તેની બીક અને શરમ હતી. તેથી મેં તેમને હવે નહી મળવાનું કહી દીધું." કારણકે હવે તો જીવનના સૂર્યાસ્તનો સમય સૂર્યાસ્તમાં સૂર્યોદય કેવી રીતે થાય ? "

પ્રતિભા : તો પછી તમારા લગ્ન કેવી રીતે થયા ?

( તે સવાલ પૂછતી હતી ને ત્યાં જ દિપેન અને આનંદ આવી ગયા. )
{ ક્રમશઃ }.......
{ વાચકમિત્રો ~ તમે અત્યાર સુધી મારી વાર્તાને વાંચી અને મારો પ્રોત્સાહન વધાર્યો તે બદલ ખુબ ખુબ આભાર અને આગળનો ભાગ જલ્દીથી તમારી સમક્ષ લઈને આવીશ ત્યાં સુધી વાંચતા રહો અને ખુશ રહો
" જય શ્રી કૃષ્ણ "🙏🙏 }...